ભજ ગોવિંદમ્

Bhagavatpada Acarya Sankara was not only a great thinker and the noblest of Advaitic philosopher, but he was essentially an inspired champion of Hinduism and one of the most vigorous missionaries in our country. Such a powerful leader was needed at the time when Hinduism had been almost smothered within the enticing entanglements of the buddhistic philosophy and consequently the decadent Hindu society had come to be broken up and disunited into sects and denominations, each championing a different view point and mutually quarrelling in endless argumentations. Each pundit, as it were, had his own followers, his own philosophy and his own interpretation. Each one was a vehement and powerful opponent of all other views. This intellectual disintegration, especially in the scriptural field, was never before so serious and so dangerously calamitous as in the times of Sri Sankara.

It was at such a time when our society was fertile for any ideal thought or practical philosophy to thrive, that the beautiful values of non-injury, self-control, love and affection of the Buddha came to enchant alike the kings and their subjects of this country. But the general decadence of the age did not spare the Buddhists also. They among themselves, precipitated different viewpoints, and by the time Sankara appeared on the horizon of Hindu history, the atheistic school of Buddhists had enticed away large sections of the Hindu folk.

It was into such a chaotic intellectual atmosphere that Sankara brought his life-giving philosophy of the Non-dual Brahman of the Upanisads. It can be very well understood what a Colossal work it must have been for a single man to undertake in those days, when modern conveniences of mechanical transport and instruments of propaganda were unknown.

ભજ ગોવિંદમ્

ભજ ગોવિન્દમ્

भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढ़मते।
संप्राप्ते सन्निहिते काले न हि न हि रक्षति डुकृञ् करणे।। १।।
 
ભજ ગોવિન્દં ભજ ગોવિન્દં ગોવિન્દં ભજ મૂઢ઼મતે।
સંપ્રાપ્તે સન્નિહિતે કાલે ન હિ ન હિ રક્ષતિ ડુકૃઞ્ કરણે।। ૧।।
 
[ભાવાર્થ]
હે મૂઢ ! ગોવિન્દની શોધ કર, ગોવિન્દના ભજન કર અને ગોવિન્દનું જ ધ્યાન કર. અંતિમ સમય પર વ્યાકરણના નિયમો તારી રક્ષા નહિ કરી શકશે.
 
मूढ़ जहीहि धनागमतृष्णां कुरू सद्बुद्धिं मनसिवितृष्णाम्।
यल्लभसे निजकर्मोपात्तं वित्तं तेन विनोदय चित्तम्।। २।।
 
મૂઢ઼ જહીહિ ધનાગમતૃષ્ણાં કુરૂ સદ્બુદ્ધિં મનસિવિતૃષ્ણામ્।
યલ્લભસે નિજકર્મોપાત્તં વિત્તં તેન વિનોદય ચિત્તમ્।। ૨।।
 
[ભાવાર્થ]
હે મૂઢ ! ધન સંગ્રહની તૃષ્ણા છોડી દે. મનમાં વૈરાગ્ય લાવીને સત્ તત્ત્વનું ચિંતન કર. પોતાના કર્મ ફળના અનુસાર જે ધન પ્રાપ્ત થાય તેનાથી પોતાના મનને સંતુષ્ટ રાખ.
 
नारीस्तनभर नाभीदेशं दृष्ट्रवा मा गा मोहावेशम्।
एतन्मांसावसादि विकारं मनसि विचिन्तय वारं वारम्।।३।।
 
નારીસ્તનભર નાભીદેશં દૃષ્ટ્રવા મા ગા મોહાવેશમ્।
એતન્માંસાવસાદિ વિકારં મનસિ વિચિન્તય વારં વારમ્।।૩।।
 
[ભાવાર્થ]
સુંદર સ્ત્રીના સ્તન અને નાભિદેશને જોઇને મોહમાં ના પડ. એ તો ફક્ત માંસ અને મજ્જાનો વિકાર છે. પોતાના મનમાં આ વાતનો વારંવાર વિચાર કર.
 
नलिनीदलगत जलमतितरलं तद्वज्जीवितमतिशक्वपलम्।
विद्धि व्याध्यभिमानग्रस्तं लोकं शोकहतं च समस्तम् ।। ४।।
 
નલિનીદલગત જલમતિતરલં તદ્વજ્જીવિતમતિશક્વપલમ્।
વિદ્ધિ વ્યાધ્યભિમાનગ્રસ્તં લોકં શોકહતં ચ સમસ્તમ્ ।। ૪।।
 
[ભાવાર્થ]
કમળના પાન ઉપર પાણીનું ટીપું અત્યંત અસ્થિર હોય છે. જીવન પણ આ પ્રકારે જ અસ્થિર છે. આ વાતને સારી રીતે સમજી લે કે સંપૂર્ણ સંસાર વ્યાધિ, અભિમાન, શોક વગેરેથી ગ્રસિત છે.
 
यावद्वित्तोपार्जन सक्ताः तावन्निज परिवारो रक्तः।
पश्चाज्जीवति जर्जर देहे वार्ता कोऽपि न पृच्छति गेहे।। ५।।
 
યાવદ્વિત્તોપાર્જન સક્તાઃ તાવન્નિજ પરિવારો રક્તઃ।
પશ્ચાજ્જીવતિ જર્જર દેહે વાર્તા કોઽપિ ન પૃચ્છતિ ગેહે।। ૫।।
 
[ભાવાર્થ]
જ્યાર સુધી તારામાં ધન કમાવવાની શક્તિ છે ત્યાર સુધી જ તારો પરિવાર તારી સાથે પ્રેમ રાખશે. વૃદ્ધાવસ્થામાં શરીર જર્જર (જીર્ણ, ક્ષીણ થયેલું) થઇ જશે અને તારી વાત કોઈ નહીં પૂછશે.
 
यावत्पवनो निवसति देहे तावत्पृच्छति कुशलं गेहे।
गतवति वायौ देहापाये भार्या विभ्यति तस्मिन्काये।। ६।।
 
યાવત્પવનો નિવસતિ દેહે તાવત્પૃચ્છતિ કુશલં ગેહે।
ગતવતિ વાયૌ દેહાપાયે ભાર્યા વિભ્યતિ તસ્મિન્કાયે।। ૬।।
 
[ભાવાર્થ]
જ્યાર સુધી શરીરમાં પ્રાણ છે ત્યાર સુધી જ ઘરમાં તારી કુશળતા પૂછવામાં આવશે. પ્રાણ નીકળી જવા પછી એ શરીરથી તારી પત્ની પણ ભયભીત થવા લાગે છે.
 
बालस्तावत्क्रीडासक्तः तरूणस्तावत्तरूणीसक्तः।
वृद्धस्तावच्चिन्तासक्तः परमे ब्रह्मणि कोऽपि न सक्तः।।७।।
 
બાલસ્તાવત્ક્રીડાસક્તઃ તરૂણસ્તાવત્તરૂણીસક્તઃ।
વૃદ્ધસ્તાવચ્ચિન્તાસક્તઃ પરમે બ્રહ્મણિ કોઽપિ ન સક્તઃ।।૭।।
 
[ભાવાર્થ]
બાળપણમાં રમત-ગમતમાં આસક્તિ (મોહ) રહે છે, યુવાવસ્થામાં તરુણી (જુવાન) યુવતીમાં મોહ રહે છે, અને વૃદ્ધાવસ્થામાં ચિંતામગ્ન રહે છે; પરંતુ પરબ્રહ્મ પરમાત્મામાં કોઇ આસક્ત થતું નથી.
 
का ते कान्ता कस्ते पुत्रः संसारोऽयमतीव विचित्रः।
कस्य त्वं कः कुत आयातः तत्त्वं चिन्तय तदिह भ्रातः।।८।।
 
કા તે કાન્તા કસ્તે પુત્રઃ સંસારોઽયમતીવ વિચિત્રઃ।
કસ્ય ત્વં કઃ કુત આયાતઃ તત્ત્વં ચિન્તય તદિહ ભ્રાતઃ।।૮।।
 
[ભાવાર્થ]
કોણ તારી પત્ની છે? કોણ તારો પુત્ર છે? વાસ્તવમાં સંસાર ખૂબ જ વિચિત્ર છે. તું અહીં કોનો છે? ક્યાંથી આવ્યો છે? હે ભાઇ, ક્યારેક આ વાતનો પણ વિચાર કર.
 
सत्सङ्गत्वे निस्सङ्गत्वं निस्सङ्गत्वे निर्मोहत्वम्।
निर्मोहत्वे निश्चलतत्त्वं निश्चलतत्त्वे जीवन्मुक्तिः।। ९।।
 
સત્સઙ્ગત્વે નિસ્સઙ્ગત્વં નિસ્સઙ્ગત્વે નિર્મોહત્વમ્।
નિર્મોહત્વે નિશ્ચલતત્ત્વં નિશ્ચલતત્ત્વે જીવન્મુક્તિઃ।। ૯।।
 
[ભાવાર્થ]
સત્સંગથી અનાસક્તિ પ્રાપ્ત થાય છે, અનાસક્તિથી મોહના બંધનો તૂટે છે. મોહના બંધનો તૂટવાથી શાશ્વત તત્ત્વની પ્રાપ્તિ થાય છે અને શાશ્વત તત્ત્વની પ્રાપ્તિ થવાથી જીવન-મુક્તિનો લાભ પ્રાપ્ત થાય છે.
 
वयसि गते कः कामविकारः शुष्के कः कासारः।
क्षीणे वित्ते कः परिवारो ज्ञाते तत्त्वे कः संसारः।। १०।।
 
વયસિ ગતે કઃ કામવિકારઃ શુષ્કે કઃ કાસારઃ।
ક્ષીણે વિત્તે કઃ પરિવારો જ્ઞાતે તત્ત્વે કઃ સંસારઃ।। ૧૦।।
 
[ભાવાર્થ]
જેમ યુવાવસ્થા પૂરી થતા કામ-વિકાર નષ્ટ થઈ જાય છે, અને જેમ પાણી સૂકાઈ જવા પર તળાવ નથી રહેતું, તેમ જ ધન નષ્ટ થઈ જવા પર પરિવાર નથી રહેતું અને તત્ત્વ-બોધ થવાથી સંસાર પણ નથી રહેતું.
 
मा कुरू धनजनयौवनगर्व हरति निमेषात्कालः सर्वम्।
मायामयमिदमखिलं बुध्वा ब्रह्मपदं त्वं प्रविश विदित्वा।।११।।
 
મા કુરૂ ધનજનયૌવનગર્વ હરતિ નિમેષાત્કાલઃ સર્વમ્।
માયામયમિદમખિલં બુધ્વા બ્રહ્મપદં ત્વં પ્રવિશ વિદિત્વા।।૧૧।।
 
[ભાવાર્થ]
ધન, જન અને યૌવન પર અભિમાન નહીં કરવું જોઇએ. કાળ આ બધાને ક્ષણ માત્રમાં નાશ કરી દે છે. આ બધાને માયાનો ભ્રમ સમજો અને શીઘ્ર બ્રહ્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરો.
 
दिनयामिन्यौ सायं प्रातः शिशिरवसन्तौ पुनरायातः।
कालः क्रीडति गच्छत्यायुः तदपि न मुञ्चत्याशावायुः।।१२।।
 
દિનયામિન્યૌ સાયં પ્રાતઃ શિશિરવસન્તૌ પુનરાયાતઃ।
કાલઃ ક્રીડતિ ગચ્છત્યાયુઃ તદપિ ન મુઞ્ચત્યાશાવાયુઃ।।૧૨।।
 
[ભાવાર્થ]
દિવસ અને રાત, સવાર અને સાંજ, સૂર્ય અને ગરમી વારંવાર આવે છે અને જાય છે. કાળની આ ક્રીડા સાથે આયુષ્ય પણ ઓસરતું (ઘટતું) જાય છે. તો પણ આશાઓની આંધીથી કોઈ નથી બચી શકતું. [તો પણ કામનાઓ પૂર્ણ નથી થતી. નવી નવી કામનાઓ જન્મ લીધા જ કરે છે.]
 
का ते कान्ता धनगतचिन्ता वातुल किं लत नास्ति नियन्ता।
त्रिजगति सज्जनसंगतिरेका भवति भवार्णवतरणे नौका।। १३।।
 
કા તે કાન્તા ધનગતચિન્તા વાતુલ કિં લત નાસ્તિ નિયન્તા।
ત્રિજગતિ સજ્જનસંગતિરેકા ભવતિ ભવાર્ણવતરણે નૌકા।। ૧૩।।
 
[ભાવાર્થ]
હે વ્યાકુળ મૂઢ ! સ્ત્રી, ધન વગેરેની ચિંતા શું કામ કરે છે. શું તારો કોઈ નિયંતા નથી? ત્રણેય લોકોમાં કેવળ સત્સંગ જ એ નૌકા છે જે જન્મ-મરણના સાગરને પાર કરી શકે છે.
 
जटिलो मुण्डी लुञ्छितकेशः काषायाम्बर बहुकृतवेषः।
पश्यन्नपि च न पश्यति मूढ़ो ह्वुदरनिमित्तं बहुकृतवेषः।। १४।।
 
જટિલો મુણ્ડી લુઞ્છિતકેશઃ કાષાયામ્બર બહુકૃતવેષઃ।
પશ્યન્નપિ ચ ન પશ્યતિ મૂઢ઼ો હ્વુદરનિમિત્તં બહુકૃતવેષઃ।। ૧૪।।
 
[ભાવાર્થ]
જટાધારી, માથું મુંડાવેલો, ચૂંટી ચૂંટીને વાળ કાઢી નાંખેલા માથાવાળો,  ભગવાં વસ્ત્ર ધારણ કરેલ - આ બધા મૂઢ છે. તેઓ બધું જાણે છે છતાં પણ અંધ છે. તેઓ જુદા-જુદા પ્રકારના વસ્ત્રો ફક્ત પેટ ભરવા માટે જ ધારણ કરે છે. 
 
अग्ङं गलितं पलितं मुण्डं दशनविहीनं जातं तुण्डम्।
वृद्धो याति गृहीत्वा दण्डं तदपि न मुञ्चत्याशापिण्डम्।। १५।।
 
અગ્ઙં ગલિતં પલિતં મુણ્ડં દશનવિહીનં જાતં તુણ્ડમ્।
વૃદ્ધો યાતિ ગૃહીત્વા દણ્ડં તદપિ ન મુઞ્ચત્યાશાપિણ્ડમ્।। ૧૫।।
 
[ભાવાર્થ]
વૃદ્ધાવસ્થામાં શરીર જર્જર થઈ ગયું છે, માથાના વાળ સફેદ થઈ ગયા છે, દાંત પડી ગયા છે, લાકડીના સહારે ચાલવું પડે છે અર્થાત્ મૃત્યુ નિકટ આવી ગયું છે પરંતુ આશાઓના બંધન હજી પણ નથી છૂટતા.
 
अग्रे वहिः पृष्ठे भानुः रात्रौ चुबुक समर्पित जानुः।
करतल भिक्षस्तरूतल वासः तदपि न मुञ्चत्याशा पाशः।।१६।।
 
અગ્રે વહિઃ પૃષ્ઠે ભાનુઃ રાત્રૌ ચુબુક સમર્પિત જાનુઃ।
કરતલ ભિક્ષસ્તરૂતલ વાસઃ તદપિ ન મુઞ્ચત્યાશા પાશઃ।।૧૬।।
 
[ભાવાર્થ]
આગળ અગ્નિ છે, પાછળ સૂર્ય છે અને રાત્રે ટૂંટિયું વાળે છે તથા હાથમાં ભિક્ષા ગ્રહણ કરે છે, વૃક્ષ નીચે સૂવાવાળા હોવા છતાં પણ આશાઓના બંધનનોથી મુક્ત નથી.
 
कुरूते गग्ङासागरगमनं व्रतपरिपालनमथवा दानम्।
ज्ञानविहीनः सर्वमतेन भजति न मुक्तिं जन्मशतेन।। १७।।
 
કુરૂતે ગગ્ઙાસાગરગમનં વ્રતપરિપાલનમથવા દાનમ્।
જ્ઞાનવિહીનઃ સર્વમતેન ભજતિ ન મુક્તિં જન્મશતેન।। ૧૭।।
 
[ભાવાર્થ]
કોઈ ભલેને ગંગાસાગર (જ્યાં ગંગા સાગરને મળે છે ત્યાં) વગેરે તીર્થોની યાત્રા કરે છે, વ્રત રાખે છે, અથવા દાન કરે છે પરંતુ અજ્ઞાની વ્યક્તિ સૈકડો જન્મોમાં પણ મુક્તિ નહીં પ્રાપ્ત કરી શકે, આ તથ્ય બધા લોકો સ્વીકાર કરે છે.
 
सुरमन्दिर तरूमूलनिवासः शय्या भूतलमजिनं वासः।
सर्वपरिग्रहभोगत्यागः कस्यसुखं न करोति विरागः।। १८।।
 
સુરમન્દિર તરૂમૂલનિવાસઃ શય્યા ભૂતલમજિનં વાસઃ।
સર્વપરિગ્રહભોગત્યાગઃ કસ્યસુખં ન કરોતિ વિરાગઃ।। ૧૮।।
 
[ભાવાર્થ]
જે લોકો દેવતાઓના મંદિર અને વૃક્ષની નીચે નિવાસ કરે છે, ખુલ્લી જમીન ઉપર શયન કરે છે, મૃગચર્મ પરિધાન કરે છે, અને આ પ્રકારે બધા લોકોનો ત્યાગ કરી દે છે, આવું વૈરાગ્ય કોને સુખ આપતો નથી?
 
योगरतो वा भोगरतो वा सग्ङरतो वा सग्ङविहीनः।
यस्य ब्रह्मणि रमते चित्तं नन्दति नन्दति नन्दत्येव।। १९।।
 
યોગરતો વા ભોગરતો વા સગ્ઙરતો વા સગ્ઙવિહીનઃ।
યસ્ય બ્રહ્મણિ રમતે ચિત્તં નન્દતિ નન્દતિ નન્દત્યેવ।। ૧૯।।
 
[ભાવાર્થ]
ભલે ને કોઈ યોગનો અભ્યાસ કરતો હોય કે ભોગમાં રાચતો હોય, ભલે ને અનેક લોકોની સાથે રહેતો હોય કે એકલો; જેનું ચિત્ત બ્રહ્મ-ચિંતનમાં મગ્ન છે વાસ્તવમાં તે જ સુખી છે.
 
भगवद्भीता किञ्चिदधीता गग्ङाजल लवकणिका पीता।
सकृदपि येन मुरारिसमर्चा क्रियते तस्य यमेन न चर्चा।। २०।।
 
ભગવદ્ભીતા કિઞ્ચિદધીતા ગગ્ઙાજલ લવકણિકા પીતા।
સકૃદપિ યેન મુરારિસમર્ચા ક્રિયતે તસ્ય યમેન ન ચર્ચા।। ૨૦।।
 
[ભાવાર્થ]
જે ભગવદ્ ગીતાનો થોડો પણ અભ્યાસ કરે છે, ગંગાજળનું એક ટીપાનું પણ પાન કરે છે અને ભક્તિ-ભાવથી ભગવાનનું સ્મરણ કરે છે; એણે મૃત્યુના સ્વામી યમરાજ સાથે ચર્ચા કરવાની રહેતી નથી.
 
पुनरपि जननं पुनरपि मरणं जननीजठरे शयनम्।
इह संसारे बहुदुस्तारे कृपयाऽपारे पाहि मुरारे।। २१।।
 
પુનરપિ જનનં પુનરપિ મરણં જનનીજઠરે શયનમ્।
ઇહ સંસારે બહુદુસ્તારે કૃપયાઽપારે પાહિ મુરારે।। ૨૧।।
 
[ભાવાર્થ]
વારંવાર જન્મ મળવો, વારંવાર મરવું અને વારંવાર માતાના ઉદરમાં સૂવું વગેરે બહુ કષ્ટકારક છે. આ દુખઃમય સંસારથી પાર થવું ઘણું કઠિન છે. હે ભગવાન ! આપની અપાર કૃપાથી મારો ઉદ્ધાર કરો.
 
रथ्या चर्पट विरचित कन्थः पुण्यापुण्य विवर्जित पन्थः।
योगी योगनियोजित चित्तो रमते बालोन्मत्तवदेव।। २२।।
 
રથ્યા ચર્પટ વિરચિત કન્થઃ પુણ્યાપુણ્ય વિવર્જિત પન્થઃ।
યોગી યોગનિયોજિત ચિત્તો રમતે બાલોન્મત્તવદેવ।। ૨૨।।
 
[ભાવાર્થ]
જે યોગી ચીથડા એકઠા કરીને એના વસ્ત્ર પહેરે છે, પુણ્ય અને પાપનો માર્ગ છોડીને ચાલે છે, જેનું ચિત્ત યોગાભ્યાસથી અનુશાસીત છે, તે ઈશ્વર ભાવમાં નિમગ્ન રહેવાવાળા બાળકો કે ઉન્મત્ત (ભાવ વગરના) વ્યક્તિઓની જેમ નિર્દ્વંદ્વ રહે છે.
 
कस्त्वं कोऽहं आयातः का मे जननी को मे तातः।
इति परिभावय सर्वमसारं विश्वं त्यक्त्वा स्वप्नविचारम्।। २३।।
 
કસ્ત્વં કોઽહં આયાતઃ કા મે જનની કો મે તાતઃ।
ઇતિ પરિભાવય સર્વમસારં વિશ્વં ત્યક્ત્વા સ્વપ્નવિચારમ્।। ૨૩।।
 
[ભાવાર્થ]
તું કોણ છે? હું કોણ છું? હું ક્યાંથી આવ્યો છું? મારી માતા કોણ છે? મારા પિતા કોણ છે? આ પ્રશ્નો પર વિચાર કરો અને આ અસાર સંસારને સ્વપ્ન માત્ર સમજીને છોડી દો.
 
त्वयि मयि चान्यत्रैको विष्णुः व्यर्थ कुव्यसि मय्यसहिष्णुः।
भव समचित्तः सर्वत्र त्वं वांछस्यचिराद्यदि विष्णुत्वम्।। २४।।
 
ત્વયિ મયિ ચાન્યત્રૈકો વિષ્ણુઃ વ્યર્થ કુવ્યસિ મય્યસહિષ્ણુઃ।
ભવ સમચિત્તઃ સર્વત્ર ત્વં વાંછસ્યચિરાદ્યદિ વિષ્ણુત્વમ્।। ૨૪।।
 
[ભાવાર્થ]
તારામાં, મારામાં અને બધા સ્થાનોમાં કેવળ એક સર્વવ્યાપી ભગવાન છે. અસહિષ્ણુ (અધીર) હોવાથી તું વ્યર્થ જ મારા ઉપર ક્રોધ કરે છે. જો તું ઇચ્છતો હોય કે તને ઈશ્વર પ્રાપ્ત થાય તો તું બધા સંજોગોમાં સમતાવાળો (સમભાવ વાળો) થા.
 
शत्रौ मित्रे पुत्रे बन्धौ मा कुरू यत्नं विग्रहसन्धौ।
सर्वस्मिन्नपि पश्यात्मानं सर्वत्रोत्सृज भेदाज्ञानम्।। २५।।
 
શત્રૌ મિત્રે પુત્રે બન્ધૌ મા કુરૂ યત્નં વિગ્રહસન્ધૌ।
સર્વસ્મિન્નપિ પશ્યાત્માનં સર્વત્રોત્સૃજ ભેદાજ્ઞાનમ્।। ૨૫।।
 
[ભાવાર્થ]
બીજા લોકો સાથે લડવામાં અથવા એમની સાથે મિત્રતા કરવામાં પોતાની શક્તિનો વ્યર્થ (અપવ્યય) નહીં કર. તારા સગા-સંબંધીઓની સાથે રાગ-દ્વેષ નહીં રાખ. સર્વત્ર પોતાના સ્વરૂપને (પરમ આત્માને) જ જો, ભેદ બુદ્ધિનો ત્યાગ કરી અજ્ઞાનથી છુટકારો મેળવ.
 
कामं क्रोधं लोभं मोहं त्यक्त्वाऽऽत्मानं पश्यति सोऽहम्।
आत्मज्ञान विहीना मूढ़ाः ते पच्यन्ते नरकनिगूढ़ः।। २६।।
 
કામં ક્રોધં લોભં મોહં ત્યક્ત્વાઽઽત્માનં પશ્યતિ સોઽહમ્।
આત્મજ્ઞાન વિહીના મૂઢ઼ાઃ તે પચ્યન્તે નરકનિગૂઢ઼ઃ।। ૨૬।।
 
[ભાવાર્થ]
કામ, ક્રોધ, લોભ અને મોહને છોડી જ્ઞાની સર્વત્ર આત્મ સ્વરૂપ જ જુએ છે. એ સમજે છે કે હું એ જ પરમ આત્મા છું. પરંતુ આત્મજ્ઞાન રહિત મૂઢ લોકો અજ્ઞાનના કારણે નર્કની વેદનાઓ સહન કરે છે.
 
गेयं गीतानामसहस्रं ध्येयं श्रीपतिरूपमजस्रम् ।
नेयं सज्जनसंगे चित्तं देयं दीनजनाय च वित्तम्।। २७।।
 
ગેયં ગીતાનામસહસ્રં ધ્યેયં શ્રીપતિરૂપમજસ્રમ્ ।
નેયં સજ્જનસંગે ચિત્તં દેયં દીનજનાય ચ વિત્તમ્।। ૨૭।।
 
[ભાવાર્થ]
ભગવદ્ ગીતા અને વિષ્ણુસહસ્રનામનો પાઠ કરવો. ભગવાન વિષ્ણુના સ્વરૂપનું નિરંતર ધ્યાન કરવું જોઇએ. સદા સત્સંગમાં ચિત્ત લગાવવું જોઇએ અને ગરીબ લોકોને દાન કરવું જોઇએ.
 
सुखतः क्रियते रामाभोगः पश्चाद्धन्त शरीरे रोगः।
यद्यपि लोके मरणं शरणं तदपि न मुञ्चति पापाचरणम्।। २८।।
 
સુખતઃ ક્રિયતે રામાભોગઃ પશ્ચાદ્ધન્ત શરીરે રોગઃ।
યદ્યપિ લોકે મરણં શરણં તદપિ ન મુઞ્ચતિ પાપાચરણમ્।। ૨૮।।
 
[ભાવાર્થ]
પહેલા તો લોગ સુખના માટે સ્ત્રી ભોગમાં લિપ્ત રહે છે અને પાછળથી શારીરિક રોગોનો શિકાર બનવું પડે છે. યદ્યપિ (જો કે) આ સંસારમાં આખરી અંત મૃત્યુ જ છે, તો પણ લોકો પાપાચરણ નથી છોડતા.
 
अर्थमनर्थ भावय नित्यं नास्ति ततः सुखलेशः सत्यम्।
पुत्रादपि धनभाजां भीतिः सर्वत्रैषा विहिता रीतिः।।२९।।
 
અર્થમનર્થ ભાવય નિત્યં નાસ્તિ તતઃ સુખલેશઃ સત્યમ્।
પુત્રાદપિ ધનભાજાં ભીતિઃ સર્વત્રૈષા વિહિતા રીતિઃ।।૨૯।।
 
[ભાવાર્થ]
લોકોની રુચિ હંમેશા અનર્થકારી ધનમાં જ બની રહે છે. 'પૈસા અનર્થકારી છે' એવો નિત્ય વિચાર કર. સત્યતા એ છે કે ધનથી કિંચિત માત્ર પણ સુખ નથી મળતું. ધની લોકોને પોતાના પુત્રથી પણ ભય રહે છે. ધનની આ રીત બધે જાણીતી છે.
 
प्राणायामं प्रत्याहारं नित्यानित्यविवेकविचारम्।
जाप्यसमेत समाधिविधानं कुर्ववधानं महदवधानम्।। ३०।।
 
પ્રાણાયામં પ્રત્યાહારં નિત્યાનિત્યવિવેકવિચારમ્।
જાપ્યસમેત સમાધિવિધાનં કુર્વવધાનં મહદવધાનમ્।। ૩૦।।
 
[ભાવાર્થ]
ઘણી સાવધાની પૂર્વક પહેલા પ્રાણાયામનો અભ્યાસ કરો, મનને બધી બાજુથી હટાવીને અંતર્મુખી બનાવો, નિત્ય અને અનિત્ય વસ્તુઓનો વિવેક પૂર્વક વિચાર કરો અને પછી જપ કરીને સમાધિનો અભ્યાસ કરો.
 
गुरूचरणाम्बुजनिर्भरभक्तः संसारादचिराद्भव मुक्तः।
सेन्द्रिय मानस नियमादेवं द्रक्ष्यसि निजह्रदयस्थं देवम्।।३१।।
 
ગુરૂચરણામ્બુજનિર્ભરભક્તઃ સંસારાદચિરાદ્ભવ મુક્તઃ।
સેન્દ્રિય માનસ નિયમાદેવં દ્રક્ષ્યસિ નિજહ્રદયસ્થં દેવમ્।।૩૧।।
 
[ભાવાર્થ]
હે ગુરુના ચરણોમાં ભાવભક્તિ રાખનાર ! તું શીઘ્ર સંસાર-સાગરને પાર કરીશ. તું ઇન્દ્રિયોને અને મનને વશમાં કરીશ. તું તારા હ્રદયમાં શીઘ્ર ભગવાનનો સાક્ષાત્કાર કરીશ.
 
======== * ========