'સનાતન જાગૃતિ' માં આપનું સ્વાગત છે. આપના જેવા સમર્થકોના કારણે જ 'સનાતન જાગૃતિ' નો વિકાસ શક્ય બન્યો છે. 'સનાતન જાગૃતિ' ના વિકાસ માટે મદદરૂપ થવા બદલ આપનો ખૂબ-ખૂબ આભાર.
'સનાતન જાગૃતિ' ના વિકાસ માટે આપ પોતાની ઇચ્છા અને યોગ્યતા અનુસાર બહુમૂલ્ય સહયોગ કરી શકો છો. 'સનાતન જાગૃતિ' આપ સૌને આ મહાયજ્ઞમાં ભાગ લેવા માટે આમંત્રિત કરે છે.
'સનાતન જાગૃતિ' ના વિકાસ માટે આપ આ રીતે સહયોગ કરી શકો છો
નવી રચના
- જો આપ ગુજરાતીમાં ટાઇપ કરી શકતા હો તો તમે નવી-નવી રચનાઓ ટાઇપ કરીને મોકલી શકો છો. (જુઓ ખાસ નોંધ)
- અગર ગુજરાતી ટાઇપ કરવાની સુવિધા ન હોય તો રચના સ્કેન કરીને ઇ-મેઇલ દ્વારા પણ મોકલી શકો છો.
- રચનાઓ ફાઇલ સ્વરૂપે (જેમકે Microsoft Word, PDF, JPG અથવા અન્ય ફાઇલ) મોકલી શકો છો.
ગુજરાતી ભાષાંતર
- અગર આપની પાસે પ્રકાશિત રચનાઓનું ગુજરાતી ભાષાંતર ઉપલબ્ધ છે તો આપ અમને મોકલી શકો છો.
- અગર આપ હિન્દી/સંસ્કૃત/અંગ્રેજી/અથવા અન્ય ભાષા માંથી ગુજરાતીમાં ભાષાંતર કરી શકો છો તો આપ પ્રકાશિત રચનાઓનું ભાષાંતર કરી સહયોગ કરી શકો છો.
ત્રુટિ કે ભૂલચૂક
- જો આપને 'સનાતન જાગૃતિ' માં પ્રકાશિત રચનાઓમાં કોઇ ત્રુટિ જેવી કે વ્યાકરણ અથવા જોડણીની ભૂલો જોવા મળે તો કૃપયા સંપાદકને જરૂરથી જણાવો જેથી એ ત્રુટિઓને સુધારી શકાય.
વિજ્ઞાપન
- અગર આપ કોઇ વેબસાઇટ કે બ્લોગ ચલાવો છો તો આપ 'સનાતન જાગૃતિ' ની લિંક આપી શકો છો જેથી 'સનાતન જાગૃતિ' અધિકથી અધિક લોકો સુધી પહોંચી શકે. 'સનાતન જાગૃતિ' ની લિંક છે - http://www.sanatanjagruti.org/
- આપના મિત્રો, પરિવારજનો તથા અન્ય સ્નેહિઓને પણ 'સનાતન જાગૃતિ' વિશે જણાવી 'સનાતન જાગૃતિ' ના પ્રચારમાં મદદ કરી શકો છો.
રચનાઓ મોકલવાનું સરનામું
- editor[at]sanatanjagruti[dot]org
ખાસ નોંધ
- 'સનાતન જાગૃતિ' ને આપ કોઇ પણ ધર્મને લગતા લેખ, આત્મકથા, પ્રવચન, પ્રેરક પ્રસંગ, સત્ય ઘટના વગેરે મોકલી શકો છો. તથા સનાતન ધર્મમાં સમાવેશ થતા શાસ્ત્રો, ગ્રંથો, પ્રકરણ ગ્રંથો અને અન્ય પુસ્તકો તથા આરતી, ઇષ્ટ નામાવલિ, ચાલીસા, પ્રાર્થના, ભજન, મંત્ર-શ્લોક, વ્રત કથા, સ્તોત્ર-સ્તુતિ તેમજ ભજન, કાવ્ય, ગીત-સંગીત વગેરે મોકલી શકો છો.
- રચના વિશે શક્ય એટલી વધુ માહિતી મોકલવા વિનંતી, જેમ કે લેખક કે રચનાકારનું નામ, સ્ત્રોત, વગેરે.
- 'સનાતન જાગૃતિ' નો હેતુ કોઈ પણ પ્રકારે આર્થિક વિકાસનો નથી તેમજ 'સનાતન જાગૃતિ' કોઈ પણ પ્રકારે અન્ય કોઈ સંસ્થા પ્રકાશક, મંડળ, ટ્રસ્ટ, કંપની, કોઈ પણ પ્રકારની ઓનલાઈન સાઇટો કે અન્ય કોઈ માધ્યમ સાથે કોઈ રીતે સંકળાયેલ, જોડાયેલ કે સંલગ્ન નથી.