ભજન

આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો, હરિગુણ ગાવા, હરિ રસ પીવા, આવે એને લાવજો... આજે સૌને મન મંદિરના ખૂણેખૂણેથી, કચરો કાઢી નાખજો, અખંડ પ્રેમતણી જ્યોતિને, કાયમ જલતી રાખજો... આજે સૌને
એ મેં તો જોયું વીરપુર ગામ, જલાનું જુગ જૂનું એ ધામ, હ્રદય મારું ખૂબ ઠર્યું રે, હ્રદય મારું ખૂબ ઠાર્યું... (ટેક) ઘણા દિવસની હતી ઝંખના, અવસર ક્યારે આવે, રાત દિવસ એ મારા મનને, એકાંતે મૂંઝાવે... એ મેં તો...
કીધી મુને ઘેલી ઓધા, કીધી મુને ઘેલી, હે કાનુડે કામણગારે, કીધી મુને ઘેલી. સાળુડાની શુદ્ધબુધ ભૂલી, ભાંગ પીધી મેં લીલી.
ગુરુજી મારા હેઠે ધરતી ને ઉપર આભ, આભે તે કેમ ચડિયે રે? એવા માયાથી ભરેલા અસબાબ, સત્સંગ કેમ કરિયે રે? ગુરુજી મારા ઊંચા રે પર્વત હેઠે ગામ, પર્વત કેમ ચડિયે રે?
બે ફૂલ ચઢાવે મૂર્તિ પર, પ્રભુ નહીં મળે સસ્તામાં, ઈશ્વર પડ્યો નથી રસ્તામાં ... કૃષ્ણની પાસે જવું હોય તો, થાવું પડે સુદામા ... ઈશ્વર પડ્યો નથી રસ્તામાં ...
તારી એક એક પળ જાય સવા લાખની, તું તો માળા રે જપી લે મારા રામની, સાથે આવ્યો શું લઈ જશો?
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપે અનંત ભાસે... દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ ભાસે... અખિલ બ્રહ્માંડમાં...