સ્તોત્ર-સ્તુતિ
હું એવી ભાવના કરું છું કે હે દયાળુ પશુપતિ દેવ! સંપૂર્ણ રત્નોથી નિર્મિત આ સિંહાસન પર આપ વિરાજમાન થાઓ. હિમાલયના શીતળ જળથી હું આપને સ્નાન કરાવું છું. સ્થાન ઉપરાંત રત્નજડિત દિવ્ય વસ્ત્ર આપને અર્પિત કરું...
જેની અડધી કાય ચમ્પકના જેવી ગૌર છે, અડધુ શરીર કપૂરના જેવું સફેદ છે, અર્ધભાગમાં સુંદર સુંવાળા વાળ છે, જ્યારે બીજા અડધામાં જટા છે, આવા શિવા (પાર્વતી) ને તથા શિવને નમસ્કાર.
હે હનુમાનજી ! બાળપણમાં આપે સૂર્યને મોહમાં રાખી લીધો હતો જેનાથી ત્રણે લોકમાં અંધારુ છવાય ગયું હતું. આ સંપૂર્ણ સંસાર પર વિપત્તિ છવાય ગઈ હતી. પરંતુ આ સંકટને કોઈ પણ દૂર નહીં કરી શક્યું. જ્યારે સમસ્ત...
બિન્દુથી સંયુક્ત એવા જે ૐ કારનું યોગીઓ નિત્ય ધ્યાન ધરે છે, તે ઈચ્છા પૂરી કરનાર, અને મોક્ષ આપનાર ૐ કારને વારંવાર નમસ્કાર. જેને ઋષિઓ, દેવો અને અપ્સરાઓનો સમુદાય નમન કરે છે, અને જે દેવાધિદેવને મનુષ્યો...
ઇન્દ્ર બોલ્યા - શ્રીપીઠ પર સ્થિત અને દેવતા દ્વારા પૂજિત, હે મહામાયે તમને નમસ્કાર. હાથમાં શંખ, ચક્ર અને ગદા ધારણ કરનાર હે મહાલક્ષમી, તમને નમસ્કાર.
ભવભયને હરનારા, ગંગાને ધારણ કરનારા, વૃષભનું વાહન રાખનારા, અંબિકા (પાર્વતી) ના સ્વામી, ખાટલાનો પાયો, ત્રિશૂલ જેનાં વરદ અને અભય હાથમાં છે તેવાં, સંસારના રોગને હરી જનાર અમોઘ ઔષધ જેવાં, પરમેશ્વર દેવાધિદેવ...
त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधम् ।
त्रिजन्मपापसंहारं एकबिल्वं शिवार्पणम् ॥ १॥
त्रिशाखैः बिल्वपत्रैश्च ह्यच्छिद्रैः कोमलैः शुभैः ।
ઈચ્છિત વસ્તુનું દાન આપવાના મુખ્ય કારણરૂપ શિવને નમસ્કાર. દુષ્ટ રાક્ષસોના વંશના વિનાશ માટે ધૂમકેતુના જેવા શિવને નમસ્કાર. સૃષ્ટિના રક્ષણ માટે ધર્મના સેતુરૂપ શિવને નમસ્કાર. જેની ધજામાં વૃષભનું ચિહ્મ છે...
પશુઓના પતિ, પાપનો નાશ કરનાર, પરમેશ્વર, ગજરાજના ચર્મનું વસ્ત્ર ધારણ કરનાર, સર્વશ્રેષ્ઠ, જેના જટાજૂટમાં ગંગાજળ ઝળકી રહ્યું છે તેવાં, અનન્ય મહાદેવને હું સ્મરું છું, સ્મરું છું.
ઉમાપતિ દેવ, સુરગુરુ, જગતની ઉત્પત્તિ કરનાર, સર્પનાં આભૂષણ પહેરનાર, મૃગ (મુદ્રા) ધારણ કરનાર, પ્રાણીઓના સ્વામી, સૂર્ય-ચન્દ્ર અને અગ્નિ જેનાં નેત્રો છે તેવાં વિષ્ણુને પ્રિય, ભક્તજનોના આશ્રયરૂપ, વરદ,...