વર્તમાન સમયમાં આપણી શિક્ષાનો ઉદ્દેશ્ય કેવળ ઉદર નિમિત્ત બની ગયો છે. આજે આપણે આપણી પ્રાચીન શિક્ષા પદ્ધતિને ભૂલી ગયા છે, આ જ કારણે આપણી ધાર્મિક, સામાજિક અને નૈતિક તેમજ શારીરિક, માનસિક અને આત્મિક અવનતિ થઈ ગઈ છે અર્થાત્ આજે આપણું બધી તરફથી અધઃપતન અને હ્રાસ (ક્ષય) થઈ રહ્યું છે.