चाम्पेयगौरार्धशरीरकायै कर्पूरगौरार्धशरीरकाय ।
धम्मिलकायै च जटाधराय नमः शिवायै च नमः शिवाय ॥ १ ॥
જેની અડધી કાય ચમ્પકના જેવી ગૌર છે, અડધુ શરીર કપૂરના જેવું સફેદ છે, અર્ધભાગમાં સુંદર સુંવાળા વાળ છે, જ્યારે બીજા અડધામાં જટા છે, આવા શિવા (પાર્વતી) ને તથા શિવને નમસ્કાર.
कस्तूरिकाकुङ्कुम् चर्चितायै चितारजः पूञ्चविचर्चिताय ।
कृतस्मरायै विकृतस्मराय नमः शिवायै च नमः शिवाय ॥ २ ॥
(અર્ધદેહ) કસ્તુરી અને કુંકુમથી ચર્ચિત છે, (અન્ય અર્ધભાગ) ચિતાની ભસ્મથી ખરડાયેલો છે. એક ભાગ સ્મર (કામદેવ) ને ઉત્પન્ન કરનાર છે. અન્ય ભાગ કામદેવનો નાશ કરનાર છે, આવા શિવાને તથા શિવને નમસ્કાર.
चलत्क्वणत् कंङ्गनूपुरायै पादाम्बराजत्फणिनूपुराय ।
हेमांगदायै भुजङ्गदाय नमः शिवायै च नमः शिवाय ॥ ३ ॥
(દેહના એક ભાગમાં) કંકણ અને ઝાંઝર ઝમકે છે, બીજામાં પગની અંદર સર્પોનાં ઝાંઝર શોભે છે. એકમાં સોનાના બાજુબંધ છે, બીજામાં ભુજંગના બાજુબંધ, આવા શિવાને અને શિવને નમસ્કાર.
विशालनीलोत्पललोचनायै विकासिपडेकरुहलोचनाय ।
समेक्षणायै विषमेक्षणाय नमः शिवायै च नमः शिवाय ॥ ४ ॥
એક ભાગમાં વિશાલ નીલકમલ જેવાં નેત્ર છે, બીજામાં વિકસેલા લાલ કમળ જેવાં લોચન છે. એક ભાગમાં સમાન નેત્ર છે, બીજામાં વિષમ નેત્ર છે, આવા શિવાને અને શિવને નમસ્કાર.
मन्दारमालाकुलितालकायै कपालमालांकितकन्धराय ।
दिव्याम्बरायै च दिगम्बराय नमः शिवायै च नमः शिवाय ॥ ५ ॥
દેહના એક ભાગમાં મન્દાર પુષ્પોની માળાથી કેશ ગૂંથ્યા છે, બીજામાં મુંડ માળાથી ડોક શોભે છે, એકમાં દિવ્ય વસ્ત્ર છે, બીજો ભાગ દિગમ્બર છે, આવા શિવાને અને શિવને નમસ્કાર.
अम्भोधरश्यामलकुन्तलायै तडित्प्रभाताम्रजटाधराय ।
निरीश्वरायै निखिलेश्वराय नमः शिवायै च नमः शिवाय ॥ ६ ॥
એક ભાગમાં મેઘના જેવાં શ્યામ વાળ છે, બીજામાં વીજળીન જેવી પીંગળી જટા છે, એક ભાગ નિરીશ્વર (ઈશ્વરરહિત) બીજા ભાગમાં નિખિલેશ્વર છે, આવા શિવાને અને શિવને નમસ્કાર.
प्रपंचसृष्टयुन्मुखलास्यकायै समस्तसंहारकताण्डवाय ।
जगज्जनन्यै जगदेकपित्रे नमः शिवायै च नमः शिवाय ॥ ७ ॥
એક ભાગમાં સૃષ્ટિના સમસ્ત પ્રપંચને પ્રગટાવનાર લાસ્યનૃત્ય છે, બીજામાં સમસ્ત સૃષ્ટિનું સંહારક તાંડવ છે, એકમાં જગજ્જનની છે, બીજામાં જગતપિતા, આવા શિવાને અને શિવને નમસ્કાર.
प्रदिप्तरत्नोज्ज्वलकुण्डलायै स्कुरन्महापन्नगभूषणाय ।
शिवान्वितायै च शिवान्विताय नमः शिवायै च नमः शिवाय ॥ ८ ॥
એક ભાગમાં રત્નજડિત ઝળહળતાં કુંડળ છે, બીજામાં વળ ખાતાં મોટા સર્પોના આભૂષણ છે, એક ભાગ શિવાથી યુક્ત છે અને બીજો ભાગ શિવથી યુક્ત છે, આવા શિવાને અને શિવને નમસ્કાર.
एतत् पठेत् अष्टकमिष्टदं यो भवत्यामान्यो भुवि दीर्घजीवी ।
प्राप्नोति सौभाग्यमनन्तकालं भूयात्सदा तस्य समस्तसिद्धिः ॥ ९ ॥
આ આઠ શ્લોકોવાળું સ્તોત્ર જે ભક્તિભાવથી પઠશે, તે લોકમાન્ય અને દીર્ધજીવી બનશે અને અનંતકાળ સુધી સુખ ભોગવશે અને તેને હમેશાં સમસ્ત સિદ્ધિ મળશે.
અનુવાદ - "ૐ નમઃ શિવાય" પુસ્તકમાંથી (લેખક - મનસુખલાલ સાવલિયા)
Day of Week: