શ્રી શિવ પંચાક્ષર સ્તોત્ર - સંગીત સાથે

       नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय।
       नित्याय शुद्धाय दिगम्बराय तस्मै 'न' काराय नमः शिवाय॥१॥
ભાવાર્થ - જેમના કંઠમાં સર્પોનો હાર છે, જેમના ત્રણ નેત્રો છે, ભસ્મ જ જેમનું અનુલેપન છે, દિશાઓ જ જેમના વસ્ત્ર છે (અર્થાત્ જે નગ્ન છે), એવાં શુદ્ધ અવિનાશી મહેશ્વર "ન" કાર સ્વરૂપ શિવજીને નમસ્કાર.
 
       मन्दाकिनीसलिलचन्दनचर्चिताय नन्दीश्वरप्रमथनाथमहेश्वराय।
       मन्दारपुष्पबहुपुष्पसुपूजिताय तस्मै 'म' काराय नमः शिवाय॥२॥
ભાવાર્થ - ગંગાજળ અને ચંદનથી જેમની અર્ચના થઈ છે, મંદાર પુષ્પ તથા અન્યોન્ય કુસુમોથી જેમની સુંદર પુજા થઈ છે, એવાં નંદીના અધિપતિ પ્રમથગણોના સ્વામી મહેશ્વર "મ" કાર સ્વરૂપ શિવજીને નમસ્કાર.
 
       शिवाय गौरीवदनाब्जवृन्द‐सूर्याय दक्षाध्वरनाशकाय।
       श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै 'शि' काराय नमः शिवाय॥३॥
ભાવાર્થ - જે કલ્યાણ સ્વરૂપ છે, પાર્વતીજીના મુખકમળને વિકસિત (પ્રસન્ન) કરવા માટે જે સૂર્ય સ્વરૂપ છે, જે દક્ષના યજ્ઞને નાશ કરનાર છે, જેમની ધ્વજામાં ઋષભનું (આખાલાનું) ચિન્હ છે, એવાં શોભાશાળી નીલકંઠ "શિ" કાર સ્વરૂપ શિવજીને નમસ્કાર.
 
       वसिष्ठकुम्भोद्भवगौतमार्य‐मुनीन्द्रदेवार्चितशेखराय
       चन्द्रार्कवैश्वानरलोचनाय तस्मै 'व' काराय नमः शिवाय॥४॥
ભાવાર્થ - વસિષ્ઠ, અગસ્ત્ય અને ગૌતમ આદિ શ્રેષ્ઠ મુનિઓએ તથા ઇન્દ્ર આદિ દેવતાઓએ જેમના મસ્તકની પૂજા કરી, ચંદ્રમા, સૂર્ય અને અગ્નિ જેમના નેત્ર છે, એવાં "વ" કાર સ્વરૂપ શિવજીને નમસ્કાર.
 
       यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय
       दिव्याय देवाय दिगम्बराय तस्मै 'य' काराय नमः शिवाय॥५॥
ભાવાર્થ - જેમણે યક્ષ રૂપ ધારણ કર્યું છે, જે જટાધારી છે, જેમના હાથમાં પિનાક (ધનુષ) છે, જે દિવ્ય સનાતન પુરુષ છે, એવાં દિગંબર દેવ "ય" કાર સ્વરૂપ શિવજીને નમસ્કાર.
 
       पञ्चाक्षरमिदं पुण्यं यः पठेच्छिवसन्निधौ।
       शिवलोकमवाप्नोति शिवेन सह मोदते॥
અર્થ - જે શિવજીની સમીપ આ પવિત્ર પંચાક્ષરનો પાઠ કરે છે, તે શિવલોક પ્રાપ્ત કરે છે અને ત્યાં શિવજીની સાથે આનંદિત થાય છે.
 
इति श्रीमच्छंकराचार्यविरचितं शिवपञ्चाक्षरस्त्रोतं सम्पूर्णम्।
ૐ નમઃ શિવાય