શ્રી શિવ ષડાક્ષર સ્તોત્ર

        ॐ कारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः ।
        कामदं मोक्षदं चैव 'ॐ' काराय नमो नमः ॥ १ ॥
બિન્દુથી સંયુક્ત એવા જે ૐ કારનું યોગીઓ નિત્ય ધ્યાન ધરે છે, તે ઈચ્છા પૂરી કરનાર, અને મોક્ષ આપનાર ૐ કારને વારંવાર નમસ્કાર.
 
        नमन्ति ऋषयो देवाः नमन्त्यपरसां गणः ।
        नराः नमन्ति देवेशः 'न' काराय नमो नमः ॥ २ ॥
જેને ઋષિઓ, દેવો અને અપ્સરાઓનો સમુદાય નમન કરે છે, અને જે દેવાધિદેવને મનુષ્યો નમે છે તે ન કારરૂપ શિવ શંકરને વારંવાર નમસ્કાર.
 
        महादेवं महात्मानं महाध्यानपरायणम् ।
        महापापहरं देवं 'म' काराय नमो नमः ॥ ३ ॥
મહાદેવ, મહાત્મા, મહાધ્યાનમાં મગ્ન, મહાપાપ હરનારા તે મ કારરૂપ શિવ શંકરને વારંવાર નમસ્કાર.
 
        शिवं शान्तं जगन्नाथं लोकानुग्रहकारकम् ।
        शिवमेकपदं नित्यं 'शि' काराय नमो नमः ॥ ४ ॥
શિવ, શાંત, જગન્નાથ, લોક ઉપર અનુગ્રહ કરનાર, નિત્ય એકમાત્ર કલ્યાણ કરનાર, શિ કારરૂપ શિવ શંકરને વારંવાર નમસ્કાર.
 
        वाहनं वृषभो यस्य वासुकिः कण्ठभूषणम् ।
        वामे शक्तिधरं देवं 'व' काराय नमो नमः ॥ ५ ॥
વૃષભ જેનું વાહન છે, વાસુકિ જેનાં કંઠનું આભૂષણ છે, જેનાં વામભાગે શક્તિ (પાર્વતી) છે, તેવાં વ કારરૂપ દેવ શંકરને વારંવાર નમસ્કાર.
 
        यत्र यत्र स्थितो देवः सर्वव्यापी महेश्वरः ।
        यो गुरुः सर्वदेवानां 'य' काराय नमो नमः ॥ ६ ॥
આ મહેશ્વર દેવ જ્યાં-જ્યાં સર્વવ્યાપી બનીને રહ્યાં છે, અને જે સર્વદેવોના ગુરુ છે તે ય કારરૂપ શિવ શંકરને વારંવાર નમસ્કાર.
 
        षड्अक्षरमिदं स्तोत्रं यः पठेच्छिवसन्निधौ ।
        शिवलोकमवाप्नोति शिवेन सह मोदते ॥ ७ ॥
આ છ અક્ષરના (ૐ નમઃ શિવાય) સ્તોત્રનું જે કોઈ ભગવાન શિવના સાન્નિધ્યમાં પઠન કરશે, તે શિવલોકને પામશે અને શિવની સાથે આનંદ કરશે.