[પ્રશ્ન] - માંસ ખાવું ઉચિત છે કે અનુચિત?
[ઉત્તર] - મદ્ય અને માંસ આ બન્ને રાક્ષસ, ભૂત, પિશાચ આદિનો ખોરાક છે*; દેવતા અને મનુષ્યનો ખોરાક માંસ નથી. તેથી મનુષ્ય માટે ઉચિત છે કે દેવતાને પ્રસન્ન કરવા માટે પણ પશુની બલી ન ચઢાવે તથા સ્વયં પણ એનું ભક્ષણ ન કરે. કારણ કે દેવતા અને મનુષ્ય માટે ઈશ્વરે ફળ, ફૂલ, મેવા આદિ અનેક ઉત્તમ પદાર્થ બનાવ્યા છે. તેથી મનુષ્ય માટે નિરામિષ (જેમા માંસ, ઈંડા આદિનો સમાવેશ ન હોય એવું) ભોજન કરવું જ ઉચિત છે.
* यक्ष रक्षः पिशाचान्नं मद्यं मांसं सुरासवम् ।
तद् ब्राह्मणेन नात्तव्यं देवा नामश्रताहविः ॥ (अत्रि)
[પ્રશ્ન] - માંસ ખાવાથી શું હાનિ થાય છે?
[ઉત્તર] - માંસ ખાવું નીતિ, ધર્મ, અર્થ, કામ, મોક્ષ સૌથી વિરુદ્ધ છે અર્થાત્ હાનિકારક છે. તેથી ધર્મ, અર્થ, કામ, મોક્ષ આદિની ચાહ રાખનારે માં ક્યારેય ન ખાવું જોઇએ.
(નૈતિક દૃષ્ટિથી માંસાહારનો નિષેધ)
[પ્રશ્ન] - માંસ ખાવાથી નીતિને કઈ રીતે હાનિ થાય છે?
[ઉત્તર] - ચાહે આસ્તિક હો કે નાસ્તિક હો. જો ન્યાયની દૃષ્ટિથી જોવામાં આવે તો માંસ ખાવું અનીતિ (અન્યાય) છે કારણ કે માંસ એ ફળ-ફૂલ નથી કે જે વૃક્ષ પર લાગે છે. માંસ નિરપરાધી પશુના નિર્દયતાથી પ્રાણ હનન કરવા પર પ્રાપ્ત થાય છે જ્યારે ફળ-ફૂલને મેળવવા માટે કોઈની પણ જાન હાનિ કરવી નથી પડતી, તેથી માંસ ખાવું દૂષિત અર્થાત્ નીતિથી વિરુદ્ધ છે. નીતિ કહે છે કે સંસારમાં પ્રાણથી અધિક પ્રિય વસ્તુ કોઈ નથી. જેમ મનુષ્યને પોતાનો પ્રાણ વહાલો છે તેવી જ રીતે સર્વ પશુ-પ્રાણીઓને પોતાનો પ્રાણ વહાલો હોય છે. જો માંસ ખાનારના કોઈ પ્રાણ હનન કરી લે તો તેના પરિવાર, મિત્ર આદિને કેટલું દુઃખ અને કષ્ટ થશે! તેવી જ રીતે પશુ આદિના પ્રાણ લેવા પર તેમને પણ અપાર દુઃખ પહોંચે છે. તેથી વગર અપરાધે ફક્ત આપણા સ્વાદ આદિ માટે કોઈ નિરપરાધ પશુ-પ્રાણીને દુઃખ પહોંચાડવું એ અન્યાય, પાપ તેમજ નીતિની વિરુદ્ધ છે.
[પ્રશ્ન] - હવે કદાચ એવો પ્રશ્ન ઊઠે કે આપણે સ્વયં તો પશુને નથી મારતાં, આપણે તો મૂલ્ય ચૂકવીને માંસ ખરીદીયે છીએ. તેથી પાપના ભાગી અમે નહીં પરંતુ પશુને મારનાર બને છે.
[ઉત્તર] - આમ કહેવાથી માંસ ખાનાર પાપથી છૂટી નથી જતા. ન્યાયાધીશ મનુજી એ તો એમ કહ્યું હતું કે "પશુનું વધ કરવાની સલાહ આપનાર, પશુનું વધ કરનાર, માંસને સાફ કરનાર, માંસને વેચનાર, માંસને ખરીદનાર, માંસને રાંધનાર, માંસ ખાનાર તથા ખવડાવનાર" એમ આઠે-આઠ વધિકના સમાન અપરાધી તેમજ પાપી છે. કહેવાય છે કે આ લોકમાં માંસને જે ખાય છે, પરલોકમાં તેનું માંસ ખવાશે. પંડિતોએ આવો જ અર્થ કર્યો છે.
તેથી માંસ ખાવું એ નીતિ ધર્મથી વિરુદ્ધ છે.
(ધાર્મિક દૃષ્ટિથી માંસાહાર નિષેધ)
[પ્રશ્ન] - માંસ ખાવાથી ધર્મને કઈ રીતે હાનિ પહોંચે છે?
[ઉત્તર] - આપણા બધા વેદ શાસ્ત્રોએ "अहिंसा परमोधर्मः" કહ્યું છે અર્થાત્ પ્રાણી માત્ર પર દયા કરવું એ મનુષ્યનો પરમ ધર્મ છે. આ વિષયને ગ્રંથ ધર્મચાર્યોએ પણ એક મત થઈને મુક્ત કંઠથી સમર્થન આપ્યું છે કે આપણા શત્રુ પર પણ દયાભાવ રાખવો, કોઈને પણ પીડા ન પહોંચાડવી. હજરત ઈસાએ કહ્યું છે, "અગર કોઈ તમારા જમણા ગાલ પર થપ્પડ મારે તો તમે ડાબો ગાલ સામે કરી દો, તમે તમારા દુશ્મન સાથે પણ પ્રેમ કરો, જે કોઈ તમને શાપ આપે તો તમે આશિષ આપો, જો કોઈ તમારી બુરાઈ કરે તો તમે એમની ભલાઈ કરો, જો કોઈ તમારું અપમાન કરે અને તમને સતાવે તો તમે એમના માટે પ્રાર્થના કરો. જેથી તમે સ્વર્ગવાસી પિતાની સંતાન થાઓ અર્થાત્ ઈશ્વર પુત્ર કહેવાવો." આવી જ રીતે હદીસ (કુરાનેશરીફ) માં પણ લખ્યું છે કે, "જેવી સહાનુભૂતિ પોતાના બાળક સાથે રાખો છો એવી જ સહાનુભૂતિ સારી સૃષ્ટિ સાથે રાખો."
તેથી કરુણામય થવું અને એકબીજા સાથે સહાનુભૂતિ પ્રગટ કરવું સમસ્ત ધર્મોનો ઉદ્દેશ્ય છે અર્થાત્ દયા જ બધા ધર્મોનું મૂળ છે.
दया धर्म का मूल है, पाप मूल अभिमान ।
तुलसी दया न छांड़िये, जब लग घट में प्रान ॥
હવે બધા ધર્માવલંબિઓએ વિચાર કરવો જોઇએ કે માંસ ખાવાથી દયા ધર્મ કરી રીતે રહી શકે? પહેલા જ કહેવામાં આવ્યું છે કે માંસ કઈ વૃક્ષ પર ફળ-ફૂલની જેમ નથી લગતું, પરંતુ માંસ અહિંસાથી પ્રાપ્ત થાય છે જેમાં નિરપરાધી જીવોનો નિર્દયતાથી, હિંસાથી વધ કરવામાં આવે છે. તેથી માંસ ખાવું એ દૂષિત અર્થાત્ ધર્મથી વિરુદ્ધ છે.
જો આ જ વિષયમાં વધુ સૂક્ષ્મ અનુસંધાન કરવામાં આવે તો ખબર પડે કે માંસાહાર મનુષ્યને કઈ રીતે ધર્મથી વિમુખ કરીને આસુરી ગુણોને ઉત્પન્ન કરે છે.
માંસ ખાવાથી તમોગુણની વૃદ્ધિ થઈને મનુષ્યમાં નિર્દયતા, કઠોરતા, ક્રૂરતા, ગર્વ, અભિમાન, ક્રોધ, અજ્ઞાન અને કામ ઇત્યાદિ દુર્ગુણ આવે છે. માંસાહારીની બુદ્ધિ તમોગુણથી ઢંકાય વિવેકહીન અને મંદ થઈ જાય છે, તેથી મનુષ્ય ધર્મ-અધર્મમાં કાંઈ જાણી નથી શકતો અર્થાત્ તે અધર્મ ને ધર્મ, પાપ ને પુણ્ય, અહિત ને હિત માને છે તેમજ માનવ ધર્મને ભૂલી જાય છે. *
* अधर्मं धर्ममिति या मन्यसे तमसावृता । सर्वार्थान्विपरीतांश्च बुद्धिः सा पार्थ तामसी ॥ (गीता १८-३२)
[પ્રશ્ન] - જો માંસ ખાવાથી બુદ્ધિ મંદ થાય છે તો વર્તમાન સમયમાં પશ્ચિમી લોક જગત પ્રસિદ્ધ બુદ્ધિમાન ન હોત, જેમનો માંસ જ મૂળ ખોરાક છે?
[ઉત્તર] - આનાથી એમ સિદ્ધ નથી થતું કે પશ્ચિમી લોકોમાં માંસ ખાવાથી જ બુદ્ધિની વૃદ્ધિ થઈ છે. જો માંસ ખાવાથી જ બુદ્ધિ વધતી હોત તો, ભારતવર્ષના પ્રાચીન ઋષિ-મુનિ જન જે કેવળ વનસ્પતિ, કંદમૂળ, ફળ-ફૂલ આદિનો જ આહાર કરતા હતા, તેઓ એટલા બુદ્ધિમાન હતા કે જેમના સિદ્ધાંતો પર આજે પણ સંસારના સમસ્ત કાર્ય-વ્યવહાર ચાલે છે અને જેમના ગંભીર આશયો-પ્રયજનોને જાણવા માટે આજે પશ્ચિમી વિદ્વાનો સદૈવ ઉદ્યત રહે છે, તેમજ એ જ પ્રાચીન ઋષિ-મુનિઓની વિદ્વતાનો આજે સુધી કોઈ પાર નથી પામી શક્યું.
Mr. W. A. Dehna, R. M. D. નામી યુરોપિયન વિદ્વાન એમની "Friendly Vegetarian" નામક પુસ્તકમાં લખે છે કે જ્યારથી અંગ્રેજ લોક માંસ અધિક ખાવા લાગ્યા છે ત્યારથી એ જાતિમાં અનેક કુરીતિઓ પ્રચલિત થઈ ગઈ છે.
સારાંશ છે કે જ્યારે મનુષ્યનું ચિત્ત માંસ ખાવા ઇચ્છે છે, ત્યારે એને મદ્ય-મદિરા પર પણ અવશ્ય રૂચિ જાગે છે કારણ કે માંસ અને મદિરા બન્નેનો પરસ્પર ઘનિષ્ઠ સંબંધ છે. જ્યાં માંસ-મદ્ય એકસાથે એક્ઠા થાય છે ત્યાં વ્યભિચાર આદિ દોષ પણ અવશ્ય પેદા થાય છે.
આ જ વિષય પર આપણે એક કવિ અને ભિક્ષુકના સંવાદ જોઇએ -
કોઈ કવિએ એક ભિક્ષુક પાસે માંસ જોઇને પૂછ્યું -
કવિ : હે ભિક્ષુક ! શું તું માંસ ખાય છે? માંસ ખાવું શું ઉચિત છે?
ભિક્ષુક : હા ! હું માંસ ખાઉ છું પરંતુ વગર મદિરા એ ખાવાની શી મજા ! તેથી કોઈ સ્વાદ નથી.
કવિ : શું મદિરા પણ તને પ્રિય છે?
ભિક્ષુક : હા ! મદિરા મને ખૂબ જ પ્રિય છે, પરંતુ જ્યારે રે હું વેશ્યાને ઘેર જાઉં છું ત્યારે તો એની મજા જ કઈ ઓર છે.
કવિ : પરંતુ વેશ્યાની રૂચિ તો ધનમાં હોય છે! તારી પાસે ધન ક્યાં છે?
ભિક્ષુક : વાત તો તમારી તદ્દન સાચી છે, વેશ્યાને ત્યાં ધન જરૂરી છે તેથી હું જુગાર રમી લઉ છું તો ક્યારેક ચોરી કરી લઉ છું.
વળી, આ ચર્ચા પછી જ્યારે કવિ ચાલતા થયા ત્યારે ભિક્ષુકે કહ્યું કે, "કવિ સાહેબ, ધર્મથી ભ્રષ્ટની બીજી શું ગતિ હોય? અર્થાત્ માંસ ખાશુ તો કંઈક અનર્થ આપોઆપ થઈ જ જાય ને!"
તેથી માંસ ખાવું એ ધર્મથી સર્વદા વિરુદ્ધ છે.
(સ્વાસ્થ્યની દૃષ્ટિથી માંસાહાર નિષેધ)
આધુનિક સંશોધન પર આધારિત મનુષ્ય શરીરના આંતરિક અને બહારના અંગોની રચના સાક્ષી આપે છે કે મનુષ્યનો સ્વાભાવિક ભોજન (કંદમૂળ, ફળ-ફૂલ, પાન આદિ) વનસ્પતિ છે જ્યારે માંસાહાર માનુષી પ્રકૃતિથી સર્વથા પ્રતિકૂળ છે. કારણ કે માંસમાં કેવળ એક ભાગ ખોરાક અને ત્રણ ભાગ પાણી હોય છે. માંસનું એ પાણી વનસ્પતિ-શાક આદિના શુદ્ધ પાણીની તુલનામાં ખૂબ જ દૂષિત અને ગંદુ હોય છે અર્થાત્ પશુના બગળેલ માંસ અને રુધિર સાથે ભળેલ આ પાણી મનુષ્ય શરીરમાં જતા શરીરને નુકસાન પહોંચાડે છે. તેથી વનસ્પતિની અપેક્ષા માંસ કોઈ પણ રીતે ગુણકારી નથી.
વનસ્પતિનો આહાર ચિત્તને પ્રસન્ન રાખે છે, જે બળ, વીર્ય અને બુદ્ધિ વર્ધક છે, દુષ્ટતાનું દમન કરનાર છે, તુરંત પચી જાય એવો હોય છે, સ્વાદિષ્ટ તથા આયુ વર્ધક હોય છે, તેમજ ક્ષમા, દયા, શાંતિ આદિ દૈવી ગુણો ઉત્પન્ન કરનાર હોય છે. જ્યારે માંસાહાર ચિત્તને મલીન કરનાર, દંભ, દર્પ, ક્રોધ, કામ, અજ્ઞાન આદિ આસુરી ગુણો ઉત્પન્ન કરનાર હોય છે તથા અજીર્ણ, સ્નાયુ પીડા, ભગંદર આદિ અનેક રોગોને ઉત્પન્ન કરનાર હોય છે.
તાત્પર્ય એ છે કે માંસની અપેક્ષા વનસ્પતિ અધિક બળકારક છે. Mr. Lord Brooke અને Mr. Lomursung લખે છે કે "અન્નમાંથી માંસ બને છે તેથી અન્ન અને દૂધથી ઉત્તમ અને બળ-વૃદ્ધિ આપનાર અન્ય કોઈ ખોરાક નથી." જેવા પોષક તત્ત્વો વનસ્પતિમાંથી મળે છે એવાં તત્ત્વો માંસમાંથી નથી મળતા. આ સિવાય વનસ્પતિ અને દૂધમાં અસ્થિ બનાવનાર ભાગ વિશેષ હોય છે જે માંસમાં ખૂબ જ અલ્પ પ્રમાણમાં હોય છે. જ્યારે મનુષ્ય જન્મે છે ત્યારે તેની જીવનધારા કેવળ દૂધ જ હોય છે. જો શિશુને પ્રથમ દિવસે જો માંસ ખવડાવવામાં આવે તો ત્યારે જ તેનો અંત થઈ જાય. આપણા શરીરના પોષણ માટે જે તત્ત્વોની આવશ્યકતા હોય છે તે બધા તત્ત્વો દૂધ અને વનસ્પતિમાંથી મળી રહે છે. તેથી મનુષ્યએ દૂધ અને વનસ્પતિનો જ આહાર તરીકે ઉપયોગ કરવો જોઇએ.