સુવિચારો

કીર્તિ એ એક એવી તરસ છે જે ક્યારેય બુઝાતી નથી.
- પ્રેમચંદજી
દુષ્કૃત્યોને ઢાંકી રાખે એવો પડદો બનાવનાર કોઈ વણકર આજ સુધી જગતમાં પાક્યો નથી.
- ચાણક્ય
ઈશ્વર એક જ છે, ભક્તો જુદી-જુદી રીતે તેને વર્ણવે છે.
- ઉપનિષદો
કર્મના સ્વરૂપનો વિચાર કરવાથી નમ્રતા આવે છે અને ધર્મનો વિચાર કરવાથી નિર્ભયતા આવે છે.
- હિતોપદેશ
અભિમાન નરકનું દ્વાર છે.
- મહાભારત
જે સ્વયં શક્તિશાળી હોવા છતાં દુર્બળની વાતો સહન કરે છે, તેને સર્વશ્રેષ્ઠ ક્ષમાવાન કહેવામાં આવે છે.
- ગૌતમ બુદ્ધ
ક્ષમા વીરોનું આભૂષણ છે.
- ગાંધીજી
જે પ્રભુની કૃપામાં સાચોસાચ વિશ્વાસ મૂકે છે, તેને માટે એ કૃપા અનંત વહેતી રહે છે.
- શ્રી માતાજી
માનવીના અંદર રહેલા ક્રોધ અને ધિક્કારને ભેગા કરીએ તો ઘડીના છઠ્ઠા ભાગમાં દુનિયા નાશ પામે. એ ભેગા નથી થતા તેથી જ દુન્વયી વ્યવહાર ચાલે છે.
- ધૂમકેતુ
ક્ષમામાં જ પાપને પુણ્ય બનાવનાની શક્તિ છે, કોઈ પણ અન્ય વસ્તુમાં તે નથી.
- જયશંકર પ્રસાદ
ક્ષમા હ્રદયનો ધર્મ છે.
- અજ્ઞેય
સજ્જન પુરુષો ક્ષમા વડે જ દુષ્ટ લોકોને નિસ્તેજ બનાવી દે છે.
- ભર્તુહરિ
ક્ષમાવાન પુરુષને આ લોક અને પરલોક બંને સુખદાયક બને છે. તે આ લોકમાં સન્માન અને પરલોકમાં સદ્‍ગતિ પામે છે.
- વિષ્ણુપુરાણ
જ્યાં ક્ષમા નથી ત્યાં પ્રેમ માત્ર વિડંબના જ છે.
- પ્રેમચંદજી
જો માણસની પાસે ક્ષમા હોય તો તેને કવચની શી જરૂર છે?
- પંચતંત્ર