न तातो न माता न बन्धुर्न दाता
न पुत्रो न पुत्री न भृत्यो न भर्ता ।
न जाया न विद्या न वृत्तिर्ममैव
गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि ॥१॥
ન તાતો ન માતા ન બન્ધુર્ન દાતા
ન પુત્રો ન પુત્રી ન ભૃત્યો ન ભર્તા ।
ન જાયા ન વિદ્યા ન વૃત્તિર્મમૈવ
ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાનિ ॥૧॥
ભાવાર્થ - હે ભવાની ! પિતા, માતા, ભાઇ, દાતા, પુત્ર, પુત્રી, નોકર, સ્વામી, સ્ત્રી, વિદ્યા, વૃત્તિ - આમાંથી કંઇ જ મારું નથી. હે માઁ ભવાની ! તમે જ એકમાત્ર મારી ગતિ છો.
भवाब्धावपारे महादुःखभीरु पपात प्रकामी प्रलोभी प्रमत्तः ।
कुसंसारपाशप्रबद्धः सदाहं गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि ॥२॥
ભવાબ્ધાવપારે મહાદુઃખભીરુ પપાત પ્રકામી પ્રલોભી પ્રમત્તઃ ।
કુસંસારપાશપ્રબદ્ધઃ સદાહં ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાનિ ॥૨॥
ભાવાર્થ - હું વિશાળ ભવસાગરમાં, મહાદુઃખોથી કાયર થઈ પડ્યો છું. હું કામી, લોભી અને પ્રમત્ત બની અનિચ્છનીય એવાં સંસારના બંધનોમાં સદાય બંધાયેલો પડ્યો છું. હે માઁ ભવાની ! હવે તમે જ એકમાત્ર મારી ગતિ છો.
न जानामि दानं न च ध्यानयोगं न जानामि तन्त्रं न च स्तोत्रमन्त्रम् ।
न जानामि पूजां न च न्यासयोगं गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि ॥३॥
ન જાનામિ દાનં ન ચ ધ્યાનયોગં ન જાનામિ તન્ત્રં ન ચ સ્તોત્રમન્ત્રમ્ ।
ન જાનામિ પૂજાં ન ચ ન્યાસયોગં ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાનિ ॥૩॥
ભાવાર્થ - હું દાન આપવું જાણતો નથી, ધ્યાનયોગની મને ખબર નથી, પૂજા અને મંત્રનું પણ મને જ્ઞાન નથી, પૂજા અને ન્યાસ વગેરે કર્મકાંડથી તો હું તદ્દન અજાણ છું. હે માઁ ભવાની ! તમે જ એકમાત્ર મારું શરણ છો.
न जानामि पुण्यं न जानामि तीर्थं न जानामि मुक्तिं लयं वा कदाचित् ।
न जानामि भक्तिं व्रतं वापि मातर्गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि ॥४॥
ન જાનામિ પુણ્યં ન જાનામિ તીર્થં ન જાનામિ મુક્તિં લયં વા કદાચિત્ ।
ન જાનામિ ભક્તિં વ્રતં વાપિ માતર્ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાનિ ॥૪॥
ભાવાર્થ - હું પુણ્ય જાણતો નથી, ન તો તીર્થ, લય કે મુક્તિનું મને ભાન છે, હે માતા ! ભક્તિ કે વ્રત પણ મને ખબર નથી. હે માઁ ભવાની ! હવે તો તમે જ કેવળ મારું શરણ છો.
कुकर्मी कुसङ्गी कुबुद्धिः कुदासः कुलाचारहीनः कदाचारलीनः ।
कुदृष्टिः कुवाक्यप्रबन्धः सदाहं गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि ॥५॥
કુકર્મી કુસઙ્ગી કુબુદ્ધિઃ કુદાસઃ કુલાચારહીનઃ કદાચારલીનઃ ।
કુદૃષ્ટિઃ કુવાક્યપ્રબન્ધઃ સદાહં ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાનિ ॥૫॥
ભાવાર્થ - હું ખરાબ કર્મવાળો, કુસંગતમાં રહેવાવાળો, દુર્બુદ્ધિ, કુટેવોને ગુલામ, કુળને શોભે તેવા આચાર વગરનો, દુરાચારમાં પરોવાયેલ, ખરાબ દ્રષ્ટિવાળો, અયોગ્ય શબ્દો બોલવાવાળો છું. હે માઁ ભવાની ! હવે તો તમે જ એકમાત્ર મારું શરણ છો.
प्रजेशं रमेशं महेशं सुरेशं दिनेशं निशीथेश्वरं वा कदाचित् ।
न जानामि चान्यत् सदाहं शरण्ये गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि ॥६॥
પ્રજેશં રમેશં મહેશં સુરેશં દિનેશં નિશીથેશ્વરં વા કદાચિત્ ।
ન જાનામિ ચાન્યત્ સદાહં શરણ્યે ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાનિ ॥૬॥
હું બ્રહ્મા, વિષ્ણુ, શિવ, ઇન્દ્ર, સૂર્ય, ચંદ્ર અથવા અન્ય કોઈ દેવતાઓને જાણતો નથી. હંમેશા શરણ આપનાર હે ભવાની ! તમે જ મારી એકમાત્ર ગતિ છો.
विवादे विषादे प्रमादे प्रवासे जले चानले पर्वते शत्रुमध्ये ।
अरण्ये शरण्ये सदा मां प्रपाहि गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि ॥७॥
વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુમધ્યે ।
અરણ્યે શરણ્યે સદા માં પ્રપાહિ ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાનિ ॥૭॥
ભાવાર્થ - હે શરણે આવેલાનું રક્ષણ કરનારી ! વિવાદ, વિષાદ, પ્રમાદ, પ્રવાસ, જળ, અગ્નિ, પર્વત, શત્રુ, વન સર્વની વચ્ચે સદાય મારું રક્ષણ કરજો. હે માઁ ભવાની ! તમે જ એકમાત્ર મારી ગતિ છો.
अनाथो दरिद्रो जरारोगयुक्तो महाक्षीणदीनः सदा जाड्यवक्त्रः ।
विपत्तौ प्रविष्टः प्रनष्टः सदाहं गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि ॥८॥
અનાથો દરિદ્રો જરારોગયુક્તો મહાક્ષીણદીનઃ સદા જાડ્યવક્ત્રઃ ।
વિપત્તૌ પ્રવિષ્ટઃ પ્રનષ્ટઃ સદાહં ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાનિ ॥૮॥
ભાવાર્થ - હે દેવી ! હું હંમેશ જ અનાથ, દરિદ્ર, વૃદ્ધાવસ્થાથી જીર્ણ, રોગી, અતિદુર્બળ, દીન, જડ, વિપત્તિઓથી વીંટળાયેલો, પાયમાલ થઈ ગયેલ છું. હે માઁ ભવાની ! તમે જ એક માત્ર મારું શરણ છો.
॥ इति श्रीमदादिशंकराचार्य विरचितं भवान्यष्टकं समाप्तम् ॥
॥ ઇતિ શ્રીમદાદિશંકરાચાર્ય વિરચિતં ભવાન્યષ્ટકં સમાપ્તમ્ ॥
======== * ========