वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणम्
वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिम् ।
वन्दे सूर्यशशाङ्ग वह्निनयनं वन्दे मुकुन्दप्रियम्
वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् ॥ १ ॥
ઉમાપતિ દેવ, સુરગુરુ, જગતની ઉત્પત્તિ કરનાર, સર્પનાં આભૂષણ પહેરનાર, મૃગ (મુદ્રા) ધારણ કરનાર, પ્રાણીઓના સ્વામી, સૂર્ય-ચન્દ્ર અને અગ્નિ જેનાં નેત્રો છે તેવાં વિષ્ણુને પ્રિય, ભક્તજનોના આશ્રયરૂપ, વરદ, શિવશંકરને હું વન્દું છું.
वन्दे सर्वजगद्विहारमतुलं वन्देऽधंकध्वंसिनम्
वन्दे देवशिखामणिं शशिनिभं वन्दे हरेर्वल्लभम् ।
वन्दे नागभुजङ्ग भूषणधरं वन्दे शिवं चिन्मयम्
वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् ॥ २ ॥
અખિલ વિશ્વવિહારી, અનુપમ, અંધક રાક્ષસનો નાશ કરનાર દેવોના મસ્તકમણિરૂપ, ચન્દ્ર જેવાં, વિષ્ણપ્રિય, નાગ અને સર્પનાં ભૂષણ પહેરનાર, કલ્યાણકારી, ચિન્મય, ભક્તજનોના આશ્રયરૂપ, વરદ, શિવશંકરને હું વન્દું છું.
वन्दे दिव्यमचिन्त्यमद्वयमहं वन्दे कंदर्पापहम्
वन्दे निर्मूलमादिमूलमनिशं वन्दे मखध्वन्सिनम् ।
वन्दे सत्यमनंतमाद्यमलयं वन्देऽतिशान्ताकृतिम्
वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् ॥ ३ ॥
દિવ્ય, અચિન્ત્ય, અનન્ય, કામદેવના વિનાશક, નિર્મૂલ, આદિમૂલ, દક્ષના યજ્ઞનો ભંગ કરનાર, સત્ય, અનન્ય, આદ્ય, અવિનાશી, અતિ શાંત મૂર્તિ, ભક્તજનોના આશ્રયદાતા, વરદ, શિવશંકરને હું વન્દું છું.
वन्दे भूरथमम्बुजाक्षविशिखं वन्दे श्रुतिधोटकम्
वन्दे शैलशरासनं फणिगुणं वन्देऽधितूणीरकम् ।
वन्दे पद्मजसारथि पुरहरं वन्दे महाभैरवम्
वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् ॥ ४ ॥
પૃથ્વી રૂપી રથવાળા, અંબુજાદેવીની આંખ રૂપી બાણવાળા, વેદ રૂપી અશ્વોવાળા, શૈલાધિરાજ રૂપી ધનુષ્યવાળા, સર્પો રૂપી પણછવાળા, પ્રજ્ઞા રૂપી ભાથાવાળા, બ્રહ્મા રૂપી સારથિવાળા, ત્રિપુરને મારનાર, મહાભૈરવ, ભક્તોના આશ્રયદાતા, વરદ, ભગવાન શિવશંકરને વન્દું છું.
वन्दे पञ्चमुखाम्बुजं त्रिनयनम् वन्दे ललाटेक्षणम्
वन्दे व्योमगतं जटा सुमुकुटं चन्द्रार्धगङ्गाधरम् ।
वन्दे भस्मकृतं त्रिपुण्ङजटिलं वन्देऽष्टमूर्त्यात्मकम्
वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् ॥ ५ ॥
કમળ સમાન પંચ મુખવાળા, ત્રણ નેત્રવાળા, કપાળમાં નેત્રવાળા, આકાશમાં રહેલ, જટા અને મુકુટવાળા, અર્ધચન્દ્ર તથા ગંગાને ધારણ કરનાર, ભસ્મથી ત્રિપુંડ રચનાર, જટિલ અષ્ટમૂર્તિરૂપ, ભક્તજનોના આશ્રયદાતા, વરદ, ભગવાન શિવશંકરને હું વન્દું છું.
वन्दे कालहरं हरं विषधरं वन्दे मृडं धूर्जटिम्
वन्दे सर्वगतं दयामृतनिधिं वन्दे नृसिंहापहम् ।
वन्दे विप्रसुरार्चितांध्रिकमलं वन्दे भगाक्षावहम्
वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् ॥ ६ ॥
કાલજીત, કંઠમાં વિષ ધારણ કરનાર, દયાળું, ધૂર્જટિ, સર્વવ્યાપક, દયાના સાગર, નૃસિંહને જીતનારા*, જેના ચરણકમલને દેવો અને બ્રાહ્મણો પૂજે છે તેવાં, કામદેવને મારનારા, ભક્તોના આશ્રયદાતા, વરદ, ભગવાન શિવશંકરને હું વન્દું છું.
वन्दे मङ्ग लराजताद्रिनिलयं वन्दे सुराधीश्वरम्
वन्दे शङ्करमप्रमेयमतुलं वन्दे यमद्वेषिणम् ।
वन्दे कुण्डलिराजकुण्डलधरं वन्दे सहस्त्राननम्
वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् ॥ ७ ॥
મંગળ શ્વેત ચાંદી જેવાં કૈલાસ પર વસનાર, દેવાધિદેવ, કલ્યાણ કરનાર, અનંત, અતુલ, કાળને જીતનારા, સર્પરાજના કુંડળવાળા, હજાર મુખવાળા ભક્તજનોના આશ્રયદાતા, વરદ, ભગવાન શિવશંકરને હું વન્દું છું.
वन्दे हंसमतीन्द्रियं स्मरहरं वन्दे विरूपेक्षणम्
वन्दे भूतगणेशाव्ययमहं वन्दे विरूपेक्षणम् ।
वन्दे सुन्दरसौरभेयगमनं वन्दे त्रिशूलायुधम्
वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् ॥ ८ ॥
હંસ (વિશુદ્ધ આત્મારૂપ) ઈન્દ્રિયાતીત, કામદેવને હણનાર, વિરૂપાક્ષ, ભૂતગણોના અધિપતિ, અવિકારી, સંપત્તિ અને સત્તા આપનાર, સુંદર વૃષભ ઉપર બિરાજીને ગમન કરનાર, ત્રિશૂલનું આયુધ રાખનાર, ભક્તજનોના આશ્રયદાતા, વરદ, ભગવાન શિવશંકરને હું વન્દું છું.
वन्दे सूक्ष्ममनन्तमाद्यमभयं वन्देऽन्धकारापहम्
वन्दे रावणनन्दिभृङ्गीविनतं वन्दे सुवर्णावृतम् ।
वन्दे शैलसुतार्थभद्रवपुषं वन्दे भयं त्र्यम्बकम्
वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् ॥ ९ ॥
સૂક્ષ્મ, અનંત, આદ્ય, અભય, અંધકાર (અજ્ઞાન) ને હરી લેનાર, રાવણ-નંદી-ભૃંગી વગેરેથી પૂજાતા, સુંદર વર્ણવાળા, શૈલસુતા પાર્વતી સારુ ભદ્રદેહ ધારણ કરનાર, ભયાનક,ત્ર્યમ્બક, ભક્તજનોને આશ્રયદાતા, વરદ, ભગવાન શિવશંકરને હું વન્દું છું.
वन्दे पावनमम्बरात्मविभवम् वन्दे महेन्द्रेश्वरम्
वन्दे भक्तजनाश्रयामरतरुं वन्दे नताभीष्टदम् ।
वन्दे जह्नुसुताम्बिकेश मनिशं वन्दे गणाधीश्वरम्
वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् ॥ १० ॥
પાવન આકાશ જેનું સ્વરૂપ છે, ઈન્દ્રિના અધિપતિ, ભક્તજનોને આશ્રય આપનાર દિવ્ય કલ્પવૃક્ષ, નમન કરનારને ઈચ્છિત વસ્તુ આપનાર, જહ્નુપુત્રી ગંગા તથા અંબિકા (પાર્વતી) ના સ્વામી, ગણાધિપતી, ભકતજનોના આશ્રયદાતા, વરદ, ભગવાન શિવશંકરને હું નિત્ય વન્દું છું.
* - નૃસિંહ અવતારમાં જ્યારે નૃસિહે પોતાના નખથી હિરણ્યકશિપુનું ઉદર ચીરી નાખ્યું, પછી તેનો કરાલક્રોધ શાંત ન થયો અને ભયાનક ગર્જનાઓ કરવા લાગ્યા ત્યારે ભયભીત થયેલા દેવોએ ભગવાન શિવને સ્તુતિ કરી. ભગવાન શિવે પોતાના તેજથી નૃસિહનો ક્રોધ શાંત કર્યો હતો તે વાતનો અહિં ઉલ્લેખ છે.