બુદ્ધિની સાથે બળ તું

બુદ્ધિની સાથે બળ તું, દઈ દે મને ઓ દાતા !
સંધ્યા ઉષાને વંદુ, હર પળ તને ઓ દાતા !
 
સંભળાવ તું સદા સત, દેખાદજે તું સારું,
બોલું કદી ના ખોટું, નિશદિન હો ધ્યાન તારું. બુદ્ધિની સાથે...
 
ઈશ્વર તને હું વંદુ, ઉરમાં તને ઉતારું,
કણ કણ મહીં વસેલા, અલ્લાહને પુકારું. બુદ્ધિની સાથે...
 
ઘડપણ મહીં સંભાળું, મા-બાપને હું મારા,
શક્તિ મને તું દઈ દે, કામો કરું હું સારા. બુદ્ધિની સાથે...
 
સેવા કરું હું સૌની, દુખિયાને દાન આપું,
ભૂખ્યા જનો ને મારા, મુખમાંથી ધાન આપું. બુદ્ધિની સાથે...
 
માલિક મને મતિ દે... અંધકારને ભગાડું,
દિપક બનીને જગમાં, હું રોશની જગાડું. બુદ્ધિની સાથે...
 
[ગુજરાતની મોટા ભાગીની શાળાઓમાં દિવસની શરૂઆત આ પ્રર્થનાના ગાયન દ્વાર કરવામાં આવે છે.]