હેઠ ધરતીને ઉપર આભ - કડવા ભગત

ગુરુજી મારા હેઠે ધરતી ને ઉપર આભ, આભે તે કેમ ચડિયે રે?
 
એવા માયાથી ભરેલા અસબાબ, સત્સંગ કેમ કરિયે રે?
 
ગુરુજી મારા ઊંચા રે પર્વત હેઠે ગામ, પર્વત કેમ ચડિયે રે?
 
એવા ઊંચા રે તમારા મુકામ, સત્સંગ કેમ કરિયે રે?
 
ગુરુજી મારા નાંખ્યા, ત્રાપા જોઈ લાગ, દરિયો રે નાખો ડોળી રે !
 
પણ તરિયા વિના રે ના'વ્યો તાગ, સત્સંગ કેમ કરિયે રે?
 
ગુરુજી મારા ગઢમાં ગડેડે ગેબી નાદ, વરધુના વાજાં વાગે રે !
 
એવાં સંભળાણા નહીં સરવા સાદ્, સત્સંગ કેમ કરિયે રે?
 
ગુરુજી મારા આદરેલ અણુખંડ યુદ્ધ, પંચરંગી તીરને જોવા રે !
 
કડવો હારી બેઠો સરવે સુધ, સત્સંગ કેમ કરિયે રે...