લિંગાષ્ટકમ્

ब्रह्ममुरारिसुरार्चितलिंगम् निर्मलभासितशोभितलिंगम्।
जन्मजदु:खविनाशकलिंगम् तत्प्रणमामि सदाशिवलिंगम् ॥ १॥
હું એ સદાશિવ લિંગને પ્રણામ કરું છું જેમની બ્રહ્મા, વિષ્ણુ તથા અન્ય દેવતાઓ દ્વારા અર્ચના કરવામાં આવે છે, જે સદૈવ નિર્મલ ભાષાઓ દ્વારા પૂજિત છે તથા એ લિંગ જે જન્મ-મૃત્યુના ચક્રનો વિનાશ કરે છે અને મોક્ષ પ્રદાન કરનાર છે.
 
देवमुनिप्रवरार्चित लिंगम्, कामदहं करुणाकर लिंगम् ।
रावणदर्पविनाशन लिंगम्, तत्प्रणमामि सदाशिव लिंगम् ॥ २॥
દેવતાઓ અને મુનિઓ દ્વારા પૂજિત લિંગ, જે કામનું દમન કરે છે તથા કરુણામય શિવનું સ્વરૂપ છે, જેમણે રાવણના અભિમાનને પણ નાશ કર્યો, એવાં સદાશિવ લિંગને હું પ્રણામ કરું છું.
 
सर्वसुगंन्धिसुलेपित लिंगम्, बुद्धिविवर्धनकारण लिंगम् ।
सिद्धसुरासुरवन्दित लिंगम्, तत्प्रणमामि सदाशिव लिंगम् ॥ ३॥
બધા પ્રકારના સુગંધિત પદાર્થો દ્વારા સુલેપિત લિંગ, જે બુદ્ધિનો વિકાસ કરનાર છે તથા સિદ્ધ-સુર અને અસુરો એમ બધા માટે વંદિત છે, એવાં સદાશિવ લિંગને હું પ્રણામ કરું છું.
 
कनकमहामणिभूषित लिंगम्, फणिपतिवेष्टितशोभित लिंगम् ।
दक्षसुयज्ञविनाशन लिंगम्, तत्प्रणमामि सदाशिव लिंगम् ॥ ४॥
સ્વર્ણ અને મહામણિઓથી વિભૂષિત, તથા સર્પોના સ્વામીથી શોભિત સદાશિવ લિંગ જે દક્ષના યજ્ઞનો વિનાશ કરનાર છે, આપને પ્રણામ. 
 
कुंकुमचंदनलेपित लिंगम्, पंङ्कजहारसुशोभित लिंगम् ।
संञ्चितपापविनाशिन लिंगम्, तत्प्रणमामि सदाशिव लिंगम् ॥ ५॥
કુંકુમ તથા ચંદનથી શોભાયમાન, કમળના હારથી શોભાયમાન સદાશિવ લિંગ જે બધા સંચિત પાપોથી મુક્તિ પ્રદાન કરનાર છે, એ સદાશિવ લિંગને પ્રણામ.
 
देवगणार्चितसेवित लिंग, भवैर्भक्तिभिरेवच लिंगम् ।
दिनकरकोटिप्रभाकर लिंगम्, तत्प्रणमामि सदाशिव लिंगम् ॥ ६॥
આપ સદાશિવ લિંગને પ્રણામ, જે બધા દેવો અને ગણો દ્વારા શુદ્ધ વિચાર તથા ભાવો દ્વારા પૂજિત છે તથા જે કરોડો સૂર્ય સમાન પ્રકાશિત છે.
 
अष्टदलोपरिवेष्टित लिंगम्, सर्वसमुद्भवकारण लिंगम् ।
अष्टदरिद्रविनाशित लिंगम्, तत्प्रणमामि सदाशिव लिंगम् ॥ ७॥
આઠો દળોમાં માન્ય, તથા આઠો પ્રકારની દરિદ્રતાનો નાશ કરનાર સદાશિવ લિંગ બધા પ્રકારે સૃજનનું પરમ કારણ છે - આપ સદાશિવ લિંગને પ્રણામ.
 
सुरगुरूसुरवरपूजित लिंगम्, सुरवनपुष्पसदार्चित लिंगम् ।
परात्परं परमात्मक लिंगम्, ततप्रणमामि सदाशिव लिंगम् ॥ ८॥
દેવતાઓ તથા દેવ ગુરુ દ્વારા સ્વર્ગની વાટિકાના પુષ્પોથી પૂજિત, પરમાત્મા સ્વરૂપ, જે બધી વ્યાખ્યાઓથી શ્રેષ્ઠ છે - એવાં સદાશિવ લિંગ જે પ્રણામ.
 
लिंगाष्टकमिदं पुण्यं यः पठेच्छिवसन्निधौ।
शिवलोकमवाप्नोति शिवेन सह मोदते॥ ९॥
જે કોઈપણ ભગવાન શિવજીના નિકટ આ લિંગાષ્ટક સ્તોત્રનો પાઠ કરે છે તે નિશ્ચિત રૂપે શિવલોકમાં નિવાસ કરે છે અને શિવજી સાથે અત્યંત આનંદ પ્રાપ્ત કરે છે.
 
॥ इति श्रीलिंगाष्टकस्तोत्रं संपूर्णम् ॥
 
॥ ૐ નમઃ શિવાય ॥