શ્રી રામચંદ્ર કૃપાલુ ભજુ મન - સંગીત સાથે

       श्रीरामचन्द्र कृपालु भजु मन हरण भवभय दारुणम् ।
       नवकञ्ज लोचन कञ्ज मुख कर कञ्ज पद कञ्जारुणम् ॥ १॥
[ભાવાર્થ] - રે મન! તું કૃપાસાગર શ્રી રામચંદ્રના ભજન કર જે ઘોરતમ સાંસારિક ભયોને હરનાર છે, એમના કોમળ હાથ પણ કમળ સમાન છે અને પગ લાલ કમળ સમાન છે.
 
       कंदर्प अगणित अमित छबि नव नील नीरज सुन्दरम् ।
       पटपीत मानहुं तड़ित रुचि शुचि नौमि जनक सुतावरम् ॥ २॥
[ભાવાર્થ] - હું જનક કન્યા સીતાજીના પતિ શ્રી રામચંદ્રને નમીને ભક્તિભાવ પૂર્વક પ્રણામ કરું છું, એમની અસીમ શોભા અનગણિત કામદેવોની શોભાને પણ લજ્જિત કરી રહી છે, તેઓ નીલવર્ણ મેઘ સમાન સુંદર છે, તેમના ઘેરા શરીર પર પીળા વસ્ત્રની નિર્મળ પવિત્ર શોભા વાદળોમાં વિદ્યુતમાળાની સમાન શોભાયમાન છે.
 
       भजु दीन बन्धु दिनेश दानव दैत्यवंशनिकन्दनम् ।
       रघुनन्द आनंदकंद कोशल चन्द दशरथ नन्दनम् ॥ ३॥
[ભાવાર્થ] - રે મન! દીન પ્રતિ દયાળું, સૂર્યવંશના આરાધ્ય, દાનવ-દૈત્ય વંશોના સંહારક, રઘુકુળ શિરોમણિ, આનંદના મૂળ, કૌશલચંદ્ર અને દશરથના આનંદદાયક પુત્રને ભજ, એમની સ્તુતિ કર.
 
       सिर मुकुट कुण्डल तिलक चारु उदार अङ्ग विभूषणम् ।
       आजानुभुज सर चापधर सङ्ग्राम जित खरदूषणम् ॥ ४॥
[ભાવાર્થ] - એમના મસ્તક પર મુગટ, કાનોમાં કુંડળ અને માથા પર સુંદર તિલક શોભાયમાન છે, એમના સુંદર અંગ આભૂષણોથી અલંકૃત છે. એમણે ઘુટણો સુધી લાંબી ભુજાઓ પર ધનુષ-બાણ ધારણ કર્યું છે અને તેઓ સંગ્રામમાં ખર અને દૂષણને પરાજિત કરનાર છે.
 
       इति वदति तुलसीदास शङ्कर शेष मुनि मनरञ्जनम् ।
       मम हृदयकञ्ज निवास कुरु कामादिखलदलमञ्जनम् ॥ ५॥
[ભાવાર્થ] - અંતમાં હું "તુલસીદાસ" શ્રી રામચંદ્રજીની વિનંતી કરતા કહું છું કે જે શિવજી, શેષનાગ અને મુનિઓના મનને આહ્યાદિત કરે છે અને કામ આદિ ખલ-સમૂહોનો વિનાશ કરે છે, તે જ રામજી મારા હ્રદય કમળમાં નિવાસ કરો.