સંકટમોચન હનુમાન અષ્ટક

        बाल समय रवि भक्ष लियो तब, तीनहुं लोक भयो अँधियारो ।
        ताहि सों त्रास भयो जग को, यह संकट काहु सों जात न टारो ।।
        देवन आनि करी विनती तब, छांड़ि दियो रवि कष्ट निहारो ।
        को नहिं जानत है जग में कपि, संकटमोचन नाम तिहारो ।। १ ।।
[ભાવાર્થ] - હે હનુમાનજી ! બાળપણમાં આપે સૂર્યને મોહમાં રાખી લીધો હતો જેનાથી ત્રણે લોકમાં અંધારુ છવાય ગયું હતું. આ સંપૂર્ણ સંસાર પર વિપત્તિ છવાય ગઈ હતી. પરંતુ આ સંકટને કોઈ પણ દૂર નહીં કરી શક્યું. જ્યારે સમસ્ત દેવતાઓએ આવીને આપની સમક્ષ વિનંતી કરી ત્યારે આપે સૂર્યને મુક્ત કર્યો. આ પ્રકારે સંકટ દૂર થયો. હે કપિ હનુમાનજી ! સંસારમાં એવું કોણ છે જે આપનું સંકટમોચન નામ નથી જાણતું.
 
        बालि की त्रास कपीस बसै गिरि, जात महाप्रभु पंथ निहारो ।।
        चौंकि महामुनि शाप दियो तब, चाहिये कौन विचार विचारो ।
        कै द्घिज रुप लिवाय महाप्रभु, सो तुम दास के शोक निवारो ।
        को नहिं जानत है जग में कपि, संकटमोचन नाम तिहारो ।। २ ।।
[ભાવાર્થ] - અગ્રજ બાલિના ભયથી મહારાજ સુગ્રીવ કિષ્કિંધા પર્વત પર રહેતા હતા. જ્યારે શ્રીરામ લક્ષ્મણજી સહિત ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એમણે તમારા વિશે ભાર જાણવા માટે (ભાર કાઢવાં) મોકલ્યાં. ત્યારે આપે બ્રાહ્મણનું રૂપ ધારણ કરી શ્રી રામચન્દ્રજી સાથે ભેટ કરી અને એમને આપની સાથે લઈ આવ્યાં અને આપે મહારાજ સુગ્રીવના કષ્ટોનું નિવારણ કર્યું. હે હનુમાનજી ! સંસારમાં એવું કોણ છે જે આપનું સંકટમોચન નામ નથી જાણતું.
 
        अंगद के संग लेन गए सिय, खोज कपीस यह बैन उचारो ।
        जीवत न बचिहों हम सों जु, बिना सुधि लाए इहां पगु धारो ।
        हेरि थके तट सिंधु सबै तब, लाय सिया सुधि प्राण उबारो ।
        को नहिं जानत है जग में कपि, संकटमोचन नाम तिहारो ।। ३ ।।
[ભાવાર્થ] - મહારાજ સુગ્રીવે સીતાજીની શોધ માટે અંગદજી સાથે વાનરોને મોકલતા સમયે કહી દીધું હતું કે જો સીતાજીની ખબર લગાવી નહીં આવ્યા તો મારી દેવામાં આવશે. જ્યારે બધા શોધી-શોધીને હારી ગયા ત્યારે આપ વિશાળ સમુદ્ર ઓળંગીને લંકા ગયા અને માતા સીતાને શોધી કાઠ્યા. જેથી બધાના પ્રાણ બચી ગયા. હે હનુમાનજી ! સંસારમાં એવું કોણ છે જે આપનું સંકટમોચન નામ નથી જાણતું. 
        रावण त्रास दई सिय को तब, राक्षसि सों कहि सोक निवारो ।
        ताहि समय हनुमान महाप्रभु, जाय महा रजनीचर मारो ।
        चाहत सीय अशोक सों आगि सु, दे प्रभु मुद्रिका सोक निवारो ।
        को नहिं जानत है जग में कपि, संकटमोचन नाम तिहारो ।। ४ ।।
[ભાવાર્થ] - અશોક વાટિકામાં રાવણે સીતાજીને ભયભીત કર્યા‚ કષ્ટ આપ્યા અને બધી રાક્ષસિઓને કહ્યું કે તે સીતાજીને મનાવે‚ તો હે મહાવીર હનુમાનજી ! આપે ત્યાં પહોંચી રાક્ષસોનો સંહાર કર્યો. જ્યારે સીતાજીએ સ્વયંને ભષ્મ કરવા માટે અશોક વૃક્ષ પાસે અગ્નિની યાચના કરી‚ ત્યારે આપે અશોક વૃક્ષ ઉપરથી શ્રીરામજીની વીટી એમના ખોળામાં નાખી જેથી સીતાજીની ચિંતા દૂર થઈ ગઈ. હે હનુમાનજી ! સંસારમાં એવું કોણ છે જે આપનું સંકટમોચન નામ નથી જાણતું.
 
        बाण लग्यो उर लक्ष्मण के तब, प्राण तजे सुत रावण मारो ।
        लै गृह वैघ सुषेन समेत, तबै गिरि द्रोण सु-बीर उपारो ।
        आनि संजीवनी हाथ दई तब, लक्ष्मण के तुम प्राण उबारो ।
        को नहिं जानत है जग में कपि, संकटमोचन नाम तिहारो ।। ५ ।।
[ભાવાર્થ] - મેઘનાથે લક્ષ્મણજીની છાતીમાં બાણ મારી એમને મૂર્ચ્છિત કરી નાખ્યાં ત્યારે એમના પ્રાણ સંકટમાં પડી ગયાં. ત્યારે આપ વૈદ્ય સુષેણને ઘર સહિત ઉઠાવી લાવ્યાં અને દ્રોણાંચલ પર્વત સહિત સંજીવની બૂટી લાવ્યાં જેનાંથી લક્ષ્મણજીની પ્રાણ રક્ષા થઈ. હે હનુમાનજી ! સંસારમાં એવું કોણ છે જે આપનું સંકટમોચન નામ નથી જાણતું.
 
        रावण युद्घ अजान कियो तब, नाग की फांस सबै सिरडारो ।
        श्री रघुनाथ समेत सबै दल, मोह भयो यह संकट भारो ।
        आनि खगेस तबै हनुमान जु, बन्धन काटि सुत्रास निवारो ।
       को नहिं जानत है जग में कपि, संकटमोचन नाम तिहारो ।। ६ ।।
[ભાવાર્થ] - રાવણે ભીષણ યુદ્ધ કરતાં શ્રીરામ અને લક્ષ્મણ સહિત બધા વીર યોદ્ધાઓને નાગપાશમાં બાંધી દીધા. બધા વાનરદલમાં એ મોહ છવાય ગયો કે આ તો બહુ ભારી સંકટ આવી પડ્યો. હે હનુમાનજી ! એ સમયે આપે ગરુડજીને લાવીને નાગપાશના બંધન કાપી બધાને સંકટથી દૂર કર્યાં. હે હનુમાનજી ! સંસારમાં એવું કોણ છે જે આપનું સંકટમોચન નામ નથી જાણતું.
 
        बन्धु समेत जबै अहिरावण, लै रघुनाथ पाताल सिधारो ।
        देवहिं पूजि भली विधि सों बलि, देउ सबै मिलि मंत्र विचारो ।
        जाय सहाय भयो तबही, अहिरावण सैन्य समैत संहारो ।
        को नहिं जानत है जग में कपि, संकटमोचन नाम तिहारो ।। ७ ।।
[ભાવાર્થ] - જ્યારે અહિરાવણ શ્રીરામ અને લક્ષ્મણજીને ઉઠાવી પાતાળ લોકમાં લઈ ગયા અને એણે ભલી-ભાંતી દેવીની પૂજા કરી બધા સાથે મંત્રણા કરી આ નિશ્ચય કર્યો કે આ બન્ને ભાઈઓની બલી આપીશ‚ એ સમયે આપે ત્યાં પહોંચી શ્રીરામની સહાયતા કરી અને અહિરાવણનો એની સેના સહિત સંહાર કર્યો. હે હનુમાનજી ! સંસારમાં એવું કોણ છે જે આપનું સંકટમોચન નામ નથી જાણતું.
 
        काज किये बड़ देवन के तुम, वीर महाप्रभु देखि विचारो ।
        कौन सो संकट मोर गरीब को, जो तुमसो नहिं जात है टारो ।
        बेगि हरौ हनुमान महाप्रभु, जो कछु संकट होय हमारो ।
        को नहिं जानत है जग में कपि, संकटमोचन नाम तिहारो ।। ८ ।।
[ભાવાર્થ] - હે વીર મહાપ્રભુ ! આપે દેવોના મોટા-મોટા કાર્ય સવાર્યા છે. હવે આપ જુઓ અને વિચારો કે હું દીન-હીનના એવાં કેવાં સંકટ છે જેનું નિવારણ આપ નહીં કરી શકે. હે મહાવીર હનુમાનજી ! સંસારમાં એવું કોણ છે જે આપનું સંકટમોચન નામ નથી જાણતું.
        ।। दोहा ।।
        लाल देह लाली लसे, अरु धरि लाल लंगूर ।
        बज्र देह दानव दलन, जय जय जय कपि सूर ।।
 
इति गोस्वामि तुलसीदास कृत संकटमोचन हनुमानाष्टक सम्पूर्ण ॥