શ્રી શિવ ચાલીસા

        जय गणेश गिरिजा सुवन, मंगल मूल सुजान ।
        कहत अयोध्यादास तुम, देउ अभय वरदान ॥
[ભાવાર્થ] - શિવ ચાલીસાના રચયિતા શ્રી અયોધ્યાદાસજી રચના પ્રારંભ કરવા પૂર્વ ગણેશજીની વંદના કરતા લખે છે કે, "જે સમસ્ત મંગલ કાર્યોના જ્ઞાતા છે એ ગૌરીપુત્ર ગણેશજીની જય હો. હે ગણેશજી ! આ કાર્યને નિર્વિઘ્ન સમાપ્ત કરવાનું વરદાન આપો."
 
        जय गिरिजापति दीनदयाला । सदा करत संतन प्रतिपाला ॥
[ભાવાર્થ] - જે દીન જનો પર કૃપા કરનાર છે અને સંત જનોની સદા રક્ષા કરે છે એવાં પાર્વતી (ગિરિજા) પતિ શંકર ભગવાનની જય હો.
 
        भाल चन्द्रमा सोहत नीके । कानन कुण्डल नागफनी के ॥
[ભાવાર્થ] - જેમના મસ્તક પર ચંદ્રમા શોભાયમાન છે અને જેમણે કાનોમાં નાગફણીના કુંડલ ધારણ કર્યા છે.   
 
        अंग गौर सिर गंग बहाये । मुण्डमाल तन क्षार लगाये ॥
[ભાવાર્થ] - જેમનું અંગ ગૌરવર્ણ છે, શીશ પર ગંગાની ધારા વહે છે, ગળામાં મુણ્ડોની માળા છે અને શરીર પર ભસ્મ છે.
 
        वस्त्र खाल वाधम्बर सोहै । छवि को देखि नाग मुनि मोहै ॥
[ભાવાર્થ] - જેમણે વાઘની ખાલના વસ્ત્ર ધારણ કર્યા છે, એવાં શિવજી ની શોભા જોઈને નાગ અને મુનિ પણ મોહિત થઈ જાય છે.
 
        मैना मातु कि हवै दुलारी । वाम अंग सोहत छवि न्यारी ॥
[ભાવાર્થ] - મહારાણી મૈનાની દુલારી પુત્રી પાર્વતી એમના ડાબી બાજુએ સુશોભિત થઈ રહ્યા છે.
 
        कर त्रिशूल सोहत छवि भारी । करत सदा शत्रुन क्षयकारी ॥
[ભાવાર્થ] - જમના હાથોમાં ત્રિશૂલ અત્યંત સુંદર પ્રતીત થઈ રહ્યું છે, કે જે નિરંતર શત્રુઓનો વિનાશ કરતું રહ્યું છે.
 
        नंदि गणेश सोहैं तहँ कैसे । सागर मध्य कमल हैं जैसे ॥
[ભાવાર્થ] - ભગવાન શંકરજીના સમીપ નંદી અને ગણેશજી એવાં સુંદર લાગે છે, જેમ સાગરની મધ્યમાં કમળ શોભાયમાન હોય છે.
 
        कार्तिक श्याम और गणराऊ । या छवि को कहि जात न काऊ ॥
[ભાવાર્થ] - શ્યામ, કાર્તિકેય અને એમના કરોડો ગણની છબી ના વખાણ કરવું કોઈ માટે સંભવ નથી.
 
        देवन जबहीं जाय पुकारा । तबहीं दुःख प्रभु आप निवारा ॥
[ભાવાર્થ] - હે પ્રભુ ! જ્યારે-જ્યારે દેવતાઓએ આપની સન્મુખ પુકાર કરી છે ત્યારે-ત્યારે આપે એમના દુઃખોનું નિવારણ કર્યું છે.
 
        कियो उपद्रव तारक भारी । देवन सब मिलि तुमहिं जुहारी ॥
[ભાવાર્થ] - જ્યારે તારકાસુરે ખૂબ અધિક ઉત્પાત કર્યો હતો ત્યારે બધા દેવતાઓએ મળીને પોતાની રક્ષા કરવા માટે આપની શરણ લીધી.
 
        तुरत षडानन आप पठायउ । लव निमेष महँ मारि गिरायउ ॥
[ભાવાર્થ] - ત્યારે આપે તુરંત ષડાનન (સ્વામી કાર્તિકેય) ને મોકલ્યા જેમણે ક્ષણમાત્રમાં જ તારકાસુર રાક્ષસમે મારી નાખ્યો.
 
        आप जलंधर असुर संहारा । सुयश तुम्हार विदित संसारा ॥
[ભાવાર્થ] - આપે સ્વયં જલન્ધર નામક અસુરનો સંહાર કર્યો, જેનાથી આપના યશ તથા બળને સંપૂર્ણ સંસાર જાણે છે.
 
        त्रिपुरासुर सन युद्ध मचाई । सबहिं कृपा करि लीन बचाई ॥  
[ભાવાર્થ] - ત્રિપુર નામક અસુર સાથે યુદ્ધ કરી આપે કૃપા કરી બધા દેવતાઓને બચાવી લીધા.
 
        किया तपहिं भागीरथ भारी । पुरव प्रतिज्ञा तासु पुरारी ॥
[ભાવાર્થ] - જ્યારે ભગીરથે ગંગાને પૃથ્વી પર લાવવા મહાન તપ કર્યું ત્યારે આપે આપની જટાઓમાંથી ગંગાને છોડી એમની પ્રતિજ્ઞાને પૂર્ણ કરી.
 
        दानिन महँ तुम सम कोइ नाहीं । सेवक स्तुति करत सदाहीं ॥
[ભાવાર્થ] - સંસારના બધા દાનિઓમાં આપની સમાન કોઈ દાનિ નથી. ભક્ત આપની સદા વંદના કરતા રહે છે.
 
        वेद माहि महिमा तब गाई । अकथ अनादि भेद नहीं पाई ॥
[ભાવાર્થ] - આપ અનાદિ (પ્રાચીન) હોવાનો ભેદ કોઈ પણ બતાવી નથી શક્યું. વેદોમાં પણ આપની મહિમા ગાવામાં આવી છે.
 
        प्रकटी उदधि मथन ते ज्वाला । जरत सुरासुर भए विहाला ॥
[ભાવાર્થ] - દેવાસુર સંગ્રામ બાદ જ્યારે સમુદ્ર મંથન કરવાથી વિષ ઉત્પન્ન થયું ત્યારે દેવતા અને રાક્ષસ બધા એના પ્રભાવથી બેહાલ થઈ ગયા.
 
        कीन्ह दया तहँ करी सहाई । नीलकंठ तव नाम कहाई ॥
[ભાવાર્થ] - ત્યારે આપે દયા કરી એમની સહાયતા કરી અને જ્વાલા પાન કર્યું. ત્યારથી જ આપનું નામ નીલકંઠ કહેવાયું.
 
        पूजन रामचन्द्र जब कीन्हा । जीत के लंक विभीषण दीन्हा ॥
[ભાવાર્થ] - શ્રી રામચંદ્રજીએ લંકા પર ચડાઈ કરવા પહેલા આપનું પૂજન કર્યું અને આપની કૃપાથી લંકા જીતી વિભીષણને દાનમાં આપી દીધી.
 
        सहस कमल में हो रहे धारी । कीन्ह परीक्षा तबहीं पुरारी ॥
[ભાવાર્થ] - ભગવાન શ્રી રામચંદ્રજીએ જ્યારે કમળ દ્વારા પૂજન કર્યું તો આપે ફૂલોમાં વિરાજમાન રહી પરીક્ષા લીધી.
 
        एक कमल प्रभु राखेउ गोई । कमल नैन पूजन चहँ सोई ॥
[ભાવાર્થ] - જ્યારે આપે એક કમળનું ફૂલ આપની માયાથી લુપ્ત કરી દીધું તો શ્રી રામચંદ્રજીને કમલના ફૂલના સ્થાને એમના નયનરૂપી પુષ્પથી આપનું પૂજન કરવા ચાહ્યું.
 
        कठिन भक्ति देखी प्रभु शंकर । भये प्रसन्न दिये इच्छित वर ॥
[ભાવાર્થ] - જ્યારે આપે રાઘવેન્દ્રની આ પ્રકારની કઠોર ભક્તિ જોઈ તો પ્રસન્ન થઈ એમને મનોવાંછિત વરદાન પ્રદાન કર્યું.
 
        जय जय जय अनंत अविनाशी । करत कृपा सबके घटवासी ॥
[ભાવાર્થ] - જે અનંત અને અવિનાશી છે, એવાં ભગવાન શંકરજીની જય હો, જય હો, જય હો. બધાના હ્રદયમાં નિવાસ કરનાર આપ બધા પર કૃપા કરતાં રહો.
 
        दुष्ट सकल नित मोहि सतावैं । भ्रमत रहौं मोहि चैन न आवै ॥
[ભાવાર્થ] - હે શંકરજી ! અને દુષ્ટ મને પ્રતિદિન સતાવે છે. આ કારણે હું ભ્રમિત થઈ જાઉં છું અને મને ચેન (માનસિક શાંતિ) નથી મળતું.
 
        त्राहि त्राहि मैं नाथ पुकारौं । यहि अवसर मोहि आन उबारो ॥
[ભાવાર્થ] - હે નાથ ! આ સાંસારિક બાધાઓથી દુઃખી થઈ હું આપની શરણે આવ્યો છું. આપ આ દુઃખના સમયે આવી મારો ઉદ્ધાર કરો.
 
        ले त्रिशूल शत्रुन को मारो । संकट ते मोहि आन उबारो ॥
[ભાવાર્થ] - આપ આપના ત્રિશૂલથી મારા શત્રુઓને નષ્ટ કરી મને આ સંકટથી બચાવી આ ભવસાગરમાંથી પાર કરો.
 
        मात-पिता भ्राता सब होई । संकट में पूछत नहीं कोई ॥
[ભાવાર્થ] - માતા-પિતા અને ભાઈ આદિ સંબંધી બધા છે પરંતુ તેઓ સુખમાં સાથ હોય છે, સંકટ આવવા પર કોઈ પૂછતું પણ નથી.
 
        स्वामी एक है आस तुम्हारी । आय हरहु मम संकट भारी ॥
[ભાવાર્થ] - હે જગતના સ્વામી ! આપ જ છો જેના પર મને આશા લાગી છે ! આપ શીઘ્ર આવી મારા આ ઘોર સંકટને દૂર કરો.
 
        धन निर्धन को देत सदाहीं । जो कोई जाँचे सो फल पाहीं ॥
[ભાવાર્થ] - આપ હંમેશા જ નિર્ધનોની સહાયતા કરો છો. જેમણે પણ આપને જેવા જાણ્યાં છે એમણે એવા જ ફળ પ્રાપ્ત કર્યા છે.
 
        अस्तुति केहि विधि करौं तुम्हारी । क्षमहु नाथ अब चूक हमारी ॥
[ભાવાર્થ] - મને તો એ પણ ખબર નથી કે આપની પ્રાર્થના-સ્તુતિ કઈ રીતે કરવામાં આવે છે. તેથી હે નાથ ! મારી આ ભૂલને ક્ષમા કરો.
 
        शंकर को संकट के नाशन । विघ्न विनाशन मंगल कारन ॥
[ભાવાર્થ] - હે શંકર ભગવાન ! આપ જ સંકટનો નાશ કરનાર છે. સમસ્ત શુભ કાર્યોને કરનાર અને વિઘ્નોને નષ્ટ કરવામાં સમર્થ છે.
 
        योगी यति मुनि ध्यान लगावें । नारद सारद शीश नवावें ॥
[ભાવાર્થ] - યોગીરાજ, યતિ અને મુનિરાજ હંમેશા આપનું ધ્યાન કરે છે. નારદજી અને સરસ્વતીજી આપને જ મસ્તક નમાવે છે.
 
        नमो नमो जय नमः शिवाय । सुर ब्रह्मादिक पार न पाय ॥
[ભાવાર્થ] - "ૐ નમઃ શિવાય" પંચાક્ષર મંત્રનો નિરંતર જાપ કરીને પણ બ્રહ્મા આદિ દેવતાઓને આપનો પાર નહીં પામ્યો.
 
        जो यह पाठ करे मन लाई । ता पर होत हैं शम्भु सहाई ॥
[ભાવાર્થ] - જે પ્રાણી આ શિવ ચાલીસાનું મન લગાવી અને નિષ્ઠા પૂર્વક પાઠ કરે છે, ભગવાન શંકર એની સહાયતા કરે છે અને એની બધી ઇચ્છાઓ પૂર્ણ કરે છે.
 
        ऋनियाँ जो कोइ को अधिकारी । पाठ करे सो पावनहारी ॥
[ભાવાર્થ] - જો ઋણી આ ચાલીસાનો પાઠ કરે તો તે ઋણ મુક્ત થઈ જાય છે.
 
        पुत्र होन कर इच्छा कोई । निश्चय शिव प्रसाद तेहि होई ॥
[ભાવાર્થ] - પુત્રહીન વ્યક્તિ જો પુત્ર પ્રાપ્તિની ઇચ્છાથી પાઠ કરે છે તો નિશ્ચિત જ શિવજીની કૃપાથી એને પુત્ર પ્રાપ્ત થાય છે.
 
        पण्डित त्रयोदशी को लावै । ध्यान पूर्वक होम करावै ॥
[ભાવાર્થ] - પ્રત્યેક માસની ત્રયોદશી (તેરસ) ના દિવસે ઘરે પંડિત બોલાવી શ્રદ્ધાપૂર્વક પૂજન અને હવન કરવું જોઈએ.
 
        त्रयोदशी व्रत करै हमेशा । तन नहिं ताके रहै कलेशा ॥
[ભાવાર્થ] - ત્રયોદશીનું વ્રત કરનાર વ્યક્તિના શરીર અને મનમાં કોઈ ક્લેશ (દુઃખ) નથી રહેતું.
 
        धूप दीप नैवेद्य चढ़ावै । शंकर सम्मुख पाठ सुनावै ॥
[ભાવાર્થ] - ધૂપ, દીપ અને નૈવેદ્યથી પૂજન કરી શંકરજીની પ્રતિમા કે ચિત્ર સામે બેસી આ ચાલીસાનો પાઠ કરવો જોઈએ.
 
        जन्म-जन्म के पाप नसावै । अंत धाम शुवपुर में पावै ॥
[ભાવાર્થ] - આ પ્રકારે પાઠ કરનારના જન્મ-જન્માંતરના પાપો નષ્ટ થઈ જાય છે અને અંતમાં તે શિવધામમાં જઈ વસે છે અર્થાત્ તે મોક્ષ પ્રાપ્ત કરે છે.
 
        कहत अयोध्या आस तुम्हारी । जानि सकल दुःख हरहु हमारी ॥
[ભાવાર્થ] - અયોધ્યાદાસજી કહે છે કે હે શંકરજી ! અમને આપની આશા છે. મારા સમસ્ત દુઃખોને દૂર કરી આપ અમારી મનોકામના પૂર્ણ કરો.
 
        नित नेम कर प्रातः ही पाठ करो चालीसा ।
        तुम मेरी मनोकामना, पूर्ण करो जगदीश ॥
[ભાવાર્થ] - પ્રાતઃકાળ નિત્યકર્મ પશ્ચાત આ શિવ ચાલીસાનો ચાલીસ વાર પ્રતિદિન પાઠ કરવાથી ભગવાન મનોકામના પૂર્ણ કરે છે.
 
        मंगसर छठि हेमंत ऋतु, संवत चौदस जान ।
        स्तुति चालीसा शिवहिं, पूर्ण कीन कल्याण ॥
[ભાવાર્થ] - હેમંત ઋતુ, માગશર માસની છઠ્ઠી તિથિ સંવત ૬૪ માં આ ચાલીસા રૂપી શિવ સ્તુતિ લોક કલ્યાણ હેતુ પૂર્ણ થઈ.