અધ્યાય પહેલો

દેવર્ષિ નારદ ભક્તિ સૂત્ર - અધ્યાય પહેલો
 
अथातो भक्तिं व्याख्यास्यामः ॥१॥
અથાતો ભક્તિં વ્યાખ્યાસ્યામઃ ॥૧॥
ભાવાર્થ - હવે આપણે ભક્તિની વ્યાખ્યા કરીશું.
 
सा त्वस्मिन परप्रेमरूपा ॥२॥
સા ત્વસ્મિન પરપ્રેમરૂપા ॥૨॥
ભાવાર્થ - તે (ભક્તિ) ઈશ્વરના પ્રતિ પરમ પ્રેમરૂપા છે.
 
अमृतस्वरूपा च ॥३॥
અમૃતસ્વરૂપા ચ ॥૩॥
ભાવાર્થ - અને અમૃતસ્વરૂપા પણ છે.
 
यल्लब्धवा पुमान सिध्दो भवति अमृतो भवति तृप्तो भवति ॥४॥
યલ્લબ્ધવા પુમાન સિધ્દો ભવતિ અમૃતો ભવતિ તૃપ્તો ભવતિ ॥૪॥
ભાવાર્થ - જેને (પરમ પ્રેમરૂપા અને અમૃતસ્વરૂપા ભક્તિને) મેળવીને મનુષ્ય સિધ્ધ થઇ જાય છે, અમર થઇ જાય છે  અને તૃપ્ત થઇ જાય છે.
 
यत्प्राप्य न किन्चित वाञ्छति न शोचति न द्वेष्टि न रमते नोत्साही भवति ॥५॥
યત્પ્રાપ્ય ન કિન્ચિત વાઞ્છતિ ન શોચતિ ન દ્વેષ્ટિ ન રમતે નોત્સાહી ભવતિ ॥૫॥
ભાવાર્થ - જેની (પ્રેમરૂપા ભક્તિની) પ્રાપ્તિ થવાથી મનુષ્ય ન કોઇ વસ્તુની ઇચ્છા કરે છે, ન શોક કરે છે, ન દ્વેષ કરે છે, ન કોઇ વસ્તુમાં આસક્ત થાય છે, અને ન તો તેને ઉત્સાહ (વિષય ભોગોની પ્રાપ્તિમાં) થાય છે.
 
यज्ज्ञात्वा मत्तो भवति स्तब्धो भवति आत्मारामो भवति ॥६॥
યજ્જ્ઞાત્વા મત્તો ભવતિ સ્તબ્ધો ભવતિ આત્મારામો ભવતિ ॥૬॥
ભાવાર્થ - જેને (પરમ પ્રેમરૂપા ભક્તિને) જાણીને જ મનુષ્ય ઉત્તમ થઇ જાય છે, સ્તબ્ધ (શાંત) થઇ જાય છે, અને આત્મારામ બની જાય છે.
 
सा न कामयमाना निरोधरूपत्वात ॥७॥
સા ન કામયમાના નિરોધરૂપત્વાત ॥૭॥
ભાવાર્થ - તે (ભક્તિ) કામના યુક્ત નથી; કારણ કે તે (ભક્તિ) નિરોધસ્વરૂપા છે.
 
नेरोधस्तु लोकवेदव्यापारन्यासः ॥८॥
નેરોધસ્તુ લોકવેદવ્યાપારન્યાસઃ ॥૮॥
ભાવાર્થ - લૌકિક અને વૈદિક (સમસ્ત) કર્મોંના ત્યાગને નિરોધ કહેવાય છે.
 
तस्मिन्ननन्यता तद्विरोधिषूदासीनता च ॥९॥
તસ્મિન્નનન્યતા તદ્વિરોધિષૂદાસીનતા ચ ॥૯॥
ભાવાર્થ - એ પ્રિયતમ ભગવાનમાં અનન્યતા અને એની પ્રતિકૂલ વિષયમાં ઉદાસીનતાને પણ નિરોધ કહેવાય છે.
 
अन्याश्रयाणां त्यागोडनन्यता ॥१०॥
અન્યાશ્રયાણાં ત્યાગોડનન્યતા ॥૧૦॥
ભાવાર્થ - (આપણા પ્રિયતમ ભગવાનને છોડીને) બીજા આશ્રયોનો ત્યાગનું નામ અનન્યતા છે.
 
लोकवेदेषु तदनुकूलाचरणं तदविरोधिषूदासीनता ॥११॥
લોકવેદેષુ તદનુકૂલાચરણં તદવિરોધિષૂદાસીનતા ॥૧૧॥
ભાવાર્થ - લૌકિક અને વૈદિક કર્મોંમા ભગવાનને અનુકૂળ કર્મ કરવું એજ એની પ્રતિકૂળ વિષયોમાં ઉદાસીનતા છે.
 
भवतु निश्चयदाढर्यादूर्ध्वं शास्त्ररक्षणम् ॥१२॥
ભવતુ નિશ્ચયદાઢર્યાદૂર્ધ્વં શાસ્ત્રરક્ષણમ્ ॥૧૨॥
ભાવાર્થ - (વિધિ-નિષેધથી અતીત અલૌકિક પ્રેમ પ્રાપ્ત કરવાનો મનમાં) દ્રઢ઼ નિશ્ચય કર્યા પછી પણ શાસ્ત્રની રક્ષા કરવી જોઇએ. અર્થાત્ ભગવદાનુકૂળ શાસ્ત્રોક્ત કર્મ કરવા જોઇએ.
 
अन्यथा पातित्यशङ्कया ॥१३॥
અન્યથા પાતિત્યશઙ્કયા ॥૧૩॥
ભાવાર્થ - નહીં તો પડી જવાની સમ્ભાવના છે.
 
लोकोऽपि तावदेव भोजनादि व्यापारस्त्वाशरीरधारणावधि ॥१४॥
લોકોઽપિ તાવદેવ ભોજનાદિ વ્યાપારસ્ત્વાશરીરધારણાવધિ ॥૧૪॥
ભાવાર્થ - લૌકિક કર્મોંને પણ ત્યાર સુધી (બાહ્યજ્ઞાન રહેવા સુધી) વિધિપૂર્વક કરવા જોઇએ.
 
तल्लक्षणानि वाच्यन्ते नानामतभेदात् ॥१५॥
તલ્લક્ષણાનિ વાચ્યન્તે નાનામતભેદાત્ ॥૧૫॥
ભાવાર્થ - હવે નાના મતોના અનુસાર એ ભક્તિના લક્ષણ કહે છે.
 
पूजादिष्वनुराग इति पराशर्यः ॥१६॥
પૂજાદિષ્વનુરાગ ઇતિ પરાશર્યઃ ॥૧૬॥
ભાવાર્થ - પરાશરનન્દન શ્રીવ્યાસજીના મતાનુસાર ભગવાનની પૂજા આદીમાં અનુરાગ થવો એ ભક્તિ છે.
 
कथादिष्विति गर्गः ॥१७॥
કથાદિષ્વિતિ ગર્ગઃ ॥૧૭॥
ભાવાર્થ - શ્રીગર્ગાચાર્યના મતમાં ભગવાનની કથા આદીમાં અનુરાગ થવો એજ ભક્તિ છે.
 
आत्मरत्यविरोधेनेति शाण्डिल्यः ॥१८॥
આત્મરત્યવિરોધેનેતિ શાણ્ડિલ્યઃ ॥૧૮॥
ભાવાર્થ - શાણ્ડિલ્ય ઋષિના મતાનુસાર આત્મરતિનાં અવરોધી વિષયોમાં અનુરાગ થવો એજ ભક્તિ છે.
 
नारदस्तु तदर्पिताखिलाचारता तद्विस्मरणे परमव्याकुलतेति ॥१९॥
નારદસ્તુ તદર્પિતાખિલાચારતા તદ્વિસ્મરણે પરમવ્યાકુલતેતિ ॥૧૯॥
ભાવાર્થ - પરંતુ દેવર્ષિ નારદનાં (મારા) મતમાં આપણા બધા કર્મોંને ભગવાનને અર્પણ કરવા અને ભગવાનનું થોડું પણ વિસ્મરણ થવાથી થતી પરમ વ્યાકુળતા એજ ભક્તિ છે.
 
अस्त्येवमेवम् ॥२०॥
અસ્ત્યેવમેવમ્ ॥૨૦॥
ભાવાર્થ - આજ ભક્તિ છે. (આજ બરાબર છે.)
 
यथा व्रजगोपिकानाम ॥२१॥
યથા વ્રજગોપિકાનામ ॥૨૧॥
ભાવાર્થ - જેમકે વ્રજગોપીયોંની (ભક્તિ)
 
तत्रापि न माहात्म्यज्ञानविस्मृत्यपवादः ॥२२॥
તત્રાપિ ન માહાત્મ્યજ્ઞાનવિસ્મૃત્યપવાદઃ ॥૨૨॥
ભાવાર્થ - એમાં પણ (ગોપી પ્રેમમાં) માહાત્મ્ય જ્ઞાન (પરમાર્થ જ્ઞાન) નો અપવાદ ન હતો.
 
तद्विहीनं जाराणामिव ॥२३॥
તદ્વિહીનં જારાણામિવ ॥૨૩॥
ભાવાર્થ - એના વિના (ભગવાનને ભગવાન જાણ્યા વિના કરવામાં આવેલ પ્રેમ), જારની (પ્રેમની) સમાન છે.
 
नास्त्येव तस्मिन तत्सुखसुखित्वम् ॥२४॥
નાસ્ત્યેવ તસ્મિન તત્સુખસુખિત્વમ્ ॥૨૪॥
ભાવાર્થ - એમાં (જાર પ્રેમમાં) પ્રિયતમના સુખથી, એ સુખ (પરમાર્થ સુખ) નથી.
 
======== * ========