લોકમાન્ય બાલ ગંગાધર તિલકને સ્વતંત્રતા આંદોલનમાં ગિરફ્તાર કરીને અંગ્રેજોએ મણ્ડાલે જેલમાં મોકલી આપ્યા. જેલમાં તેમને સમાચારપત્ર, પત્રિકા કે રાજનીતિથી સંબંધિત પુસ્તકો વાંચવાની અનુમતિ ન હતી. તેમ છતાં પણ જેલમાં તેમનું જીવન નિયમિત હતું. સવારે નિત્ય ક્રિયા કરીને તેઓ વાંચવા-લખવા બેસી જતા.
બપોરના ભોજન પછી પણ તેઓ આ જ કાર્યમાં લાગી રહેતા. આ પ્રકારે જેલમાં રહેવા છતાં પણ તેમણે સમયનો સદુપયોગ કર્યો. લેખન તથા અધ્યયનમાં સતત સંલગ્ન રહેવાથી તેમની પાસે પાંચસો જેટલી પુસ્તકો થઈ ચૂકી હતી.
મણ્ડાલે જેલથી છૂટતાં સમયે "ગીતા રહસ્ય" ની પાંડુલિપિ જેલરે તેમની પાસે એમ કહીને માંગી લીધી કે "આ આપે જેલમાં લખ્યું છે તેથી આ સરકારી સંપત્તિ છે."
આ ઉપર લોકમાન્ય બાલ ગંગાધર તિલકે આત્મવિશ્વાસ સાથે જેલરને કહ્યું - "આ તો હું પાછું લખી દઇશ, કારણ કે સ્વાધ્યાય અને સ્મરણ શક્તિ તો મારી સંપત્તિ છે. જેને આપ નહીં લઇ શકો." અને જેલરની સામે જ ગીતા રહસ્યના થોડાક પાનાં જેમ ના તેમ લખી નાંખ્યાં. જેલર મહોદય આ જોઇને તેમની સામે નત મસ્તક થઇ ગયા.