આખી રાત ચિંતાના કારણે હું ઊંઘી નહીં શક્યો હતો; હોટેલના રૂમમાં આમ-તેમ આંટા મારતો રહ્યો. ગઈકાલે રાત્રે ટ્રેનમાંથી ઊતરી હોટેલમાં રોકાયો હતો. રૂમમાં પહોચીને બેગ ખોલવાની આવશ્યકતા પડી, ત્યારે ખબર પડી કે બેગ ત્યાં છે જ નહીં. ટૅક્સી, જેમાંથી સામાન ઉતાર્યો હતો, એ પણ જઈ ચૂકી હતી. હવે હું શું કરી શકતે! બેગ પાછી મળવાની કોઈ આશા ન હતી.
આખી રાત ચિંતાના કારણે હું ઊંઘી નહીં શક્યો હતો; હોટેલના રૂમમાં આમ-તેમ આંટા મારતો રહ્યો. ગઈકાલે રાત્રે ટ્રેનમાંથી ઊતરી હોટેલમાં રોકાયો હતો. રૂમમાં પહોચીને બેગ ખોલવાની આવશ્યકતા પડી, ત્યારે ખબર પડી કે બેગ ત્યાં છે જ નહીં. ટૅક્સી, જેમાંથી સામાન ઉતાર્યો હતો, એ પણ જઈ ચૂકી હતી. હવે હું શું કરી શકતે! બેગ પાછી મળવાની કોઈ આશા ન હતી.
સવારની પહોરમાં રૂમના ફોનની ઘંટડી વાગી ઊઠી. ફોન પર સ્વાગત-કક્ષથી મારા માટે સંદેશો હતો કે કોઈ વ્યક્તિ મને મળવા માગે છે. હું નીચે ગયો. રાતે જે ટૅક્સીમાં હું આવ્યો હતો, તેનો ચાલક ત્યાં નીચે સ્વાગત-કક્ષમાં ઊભો હતો. એના હાથમાં મારી બેગ હતી. તે મને જોઈને ઉત્સુકતાથી મારી તરફ આવ્યો અને મારી બેગ મને પકડાવી દીધી. એના ચહેરા ઉપર એવો ભાવ હતો કે જાણે એણે કોઈ અપરાધ કર્યો હોય. હાથ જોડીને એ બોલ્યો - "કાલે રાત્રે તમારો સામાન ટૅક્સીમાંથી ઉતારતી વખતે મારી નજર આ બેગ પર પડી જ નહીં. સવારે જ્યારે હું ટૅક્સીની સફાઈ કરી રહ્યો હતો, તો મને આ બેગ મળી. તમે ન જાણે મારા વિશે શું વિચારી રહ્યા હશો. મને માફ કરશો." આમ કહીને એણે મારા પગ પકડવા માટે નમ્યો.
શીઘ્રતાથી મેં એના નમેલા શરીરને ઉપર ઉઠાવ્યું. એની આંખોમાં આંખ મેળવીને નમ્રતાથી મેં કહ્યું - "ક્ષમાની વાત તો પછી, પહેલા મને એ કહો કે તમે મનુષ્ય છો કે દેવદૂત? ક્ષમા તો હું માગું છું, કારણ કે તમારા વિશે હું કશું ઊંધું જ વિચારી બેઠો."
થોડા સમય સુધી કશું બોલ્યા વગર તે ત્યાં જ ઊભો રહ્યો. મારી ઇચ્છા થઈ કે હું એને કંઈક આપુ. પછી મને થયું કે એના ભલાઈની કિંમત ચુકાવવા માટે મારી પાસે કઈ પણ નથી અને એની તુલનામાં હું ખૂબ ગરીબ છું. અને એટલામાં જ તે ત્યાંથી ચાલ્યો ગયો. એના ચહેરા પર અંકિત અપરાધ-બોધ અને વિનમ્રતાના ભાવ ના પાસાઓએ મને એવી રીતે જકડી લીધા હતા કે હું બે-ત્રણ પળ સુધી સ્થિર, નિશ્ચલ ઊભો રહી એના જવા પછી પણ એ દિશામાં જોતો રહ્યો.
આજે પણ એ ભાલા વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી અચ્છાઈની સ્મૃતિ એટલી સજીવ છે કે મારી બેગ પકડતી વેળાએ એ મારી આંખો સામે આવી જાય છે.
મિત્રો, એક પણ સારી વાત, એક પણ સારી ઘટનાના સૂક્ષ્મ તરંગો દૂર-દૂર સુધી ફેલાય અચ્છાઈનો મહાપ્રસાદ વહેંચે છે, વહેંચતા રહે છે. આ તરંગોના કારણે બીજાની અંદર છૂપાયેલી અચ્છાઈ ઊભરીને બહાર આવવા માંડે છે. ભલા બનીને પોતાની અચ્છાઈનો મહાપ્રસાદ તમે પણ વહેંચવા માટે શું તૈયાર છો? અગર હા, તો ભલા બનવાનું આ સૂત્ર યાદ રાખજો - "બીજાનું અહિત ન વિચારવું અને ન કરવું તથા બીજાની બુરાઈ (નિંદા) ન કરવી, ન સાંભળવી." આ વાત નહીં ભૂલશો કે તમારી અચ્છાઈ અગણિત લોકોને સારા/ભલા બનાવી શકે છે.
- સ્વામી રામરાજ્યમ્
દિવ્ય જીવન સંઘ
ખાસ નોંધ - આ ઘટના સત્ય છે કે કાલ્પનિક છે તેની જાણ નથી. પરંતુ એક વાત સત્ય છે કે મહાપુરુષો આપણને બોધ આપવા માટે કલ્પનાના મહાસાગરમાંથી એવા એવા મોતીઓ કાઠી લાવે છે કે જે આપણને સમૃદ્ધ બનાવી દે છે. જેથી આ ઘટનાની સત્યતા કે કાલ્પનિકતાનો વિચાર ન કરતા એના બોધને ગ્રહણ કરીએ, એમાં જ આપણી અચ્છાઈ છે.