ઈશ્વરનું અસ્તિત્વ - સ્વામિની અમિતાનંદ

એક યુવા બાળક પોતાના પિતાને બોલ્યો કે ભગવાન આ જગતમાં છે જ નથી. જો ઈશ્વર હોત તો આપણને દેખાતે. પિતાએ એને ખુબ સમઝાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને આ વાત પર લેશમાત્ર પણ ભરોસો ન થયો. પિતાની સમઝાવવાની બધી કોશિશો વ્યર્થ ગઈ અને આખરે એમણે સમઝાવવાનું છોડી દીધું.
 
એક દિવસ જ્યારે યુવક ઘરની બહાર ગયો હતો ત્યારે તેના પિતાને એક યુક્તિ સૂજી. પિતાએ યુવકના ઓરડામાં એક મોટા ચિત્રપટ (કેન્વાસ) પર સુંદર ચિત્ર બનાવ્યું તથા પાસે મેજ પર રંગની બાટલીઓ, પીંછીઓ વગેરે એમ જ રાખી મૂકી. જ્યારે યુવક ઘરે પરત આવ્યો ત્યારે એ સુંદર ચિત્ર જોઈને તરત જ એના પિતાને પ્રશ્ન કર્યો "અરે પિતાજી! આટલું સુંદર ચિત્ર કોણે બનાવ્યું?" પિતાજીએ કહ્યું "કોઈ એ નહીં. આપોઆપ જ બની ગયું." તો યુવક ઘણી આશ્ચર્ય ભરી નજરોથી પિતાજીને જોવા લાગ્યો. તેને પિતાજીની વાત સમઝ ન આવી હતી.
 
એણે પિતાજીને કહ્યું "એ સંભવ જ નથી કે આપોઆપ કઈ થઈ શકે." પિતાજીએ કહ્યું "જો દીકરા! આ પીંછી ઉપર ઉઠી, રંગમાં પાણી બોરી અને ચિત્રપટ પર રંગ ભરી પાછી એની જગાએ આવી ગઈ." યુવક હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે "પિતાજી, કોઈ પણ વસ્તુ આપોઆપ જ નથી થઈ શકતી." આ સાંભળી પિતાજીએ કહ્યું - "સાબાશ દીકરા! આ નાનું ચિત્ર આપોઆપ નથી બની શકતું, અને છતાં આટલું મોટું જગત આપોઆપ બની ગયું?"
 
યુવકને પોતાની ભૂલ સમઝાય ગઈ, અને જગત્સૃષ્ટા પરમાત્માના અસ્તિત્વ પ્રતિ તે શ્રદ્ધા યુક્ત થઈ ગયો. આટલાથી એ ધન્યતાનો અનુભવ કરવા લાગ્યો.
 
કથામાંથી શિક્ષા -
પરમાત્માના અસ્તિત્વનો નિશ્ચય આપણા જ્ઞાન રૂપી ચક્ષુથી કરવો જોઈએ, નહીં કે આપણી ચામડાની આંખો વડે. આંખોનું પ્રયોજન તો રૂપ અને રંગની દુનિયા જોવા માટે છે, એ આંખો રૂપ અને રંગ બનાવનારને નથી જોઈ શકતી.
 
જ્યાં કાર્ય છે ત્યાં કારણ હોય જ છે. ઈશ્વર જગતરૂપી કાર્યના મૂળ કારણ છે, તેથી એમના અસ્તિત્વ પર કોઈ સંદેહ નહીં કરવો જોઈએ. જગતનું હોવું જ ઈશ્વરના અસ્તિત્વનું પ્રમાણ છે.
 
- સ્વામિની અમિતાનંદ
વેદાન્ત આશ્રમ, ઇન્દૌર