તિલક કેમ આવશ્યક છે...?

આપણું મસ્તિષ્ક એક અનોખું યંત્ર છે. આની તુલના આપણે સંગણક (કમ્પ્યૂટર) સાથે કરી શકીએ છીએ. ૧૦૦ અબજ સૂચનાઓ આ સંગણકમાં એક સાથે ભેગી થઈ શકે છે. આવું સંગણક બનાવવાનો પ્રયાસ અમેરિકાના વૈજ્ઞાનિકોએ કર્યો હતો. આના માટે ૨૭ માળની પ્રયોગશાળા બનાવી પડી હતી. ઘણી બધી યંત્ર સામગ્રી ઉપયોગમાં લેવાય હતી. સૈકડો જાણકાર વ્યક્તિઓને આ કાર્ય માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
 
આપણું મસ્તિષ્ક એક એવું સંગણક છે કે જે કોઈ પણ પ્રકારના સંશય વગર ચાલે છે. એક પ્રસુપ્ત શક્તિ આ સંગણકને ચલાવે છે. આ શક્તિને આપણે "સરસ્વતી" કહીએ છીએ. દેવી સરસ્વતીની કૃપાથી આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ અને આપણે માનીએ છીએ કે દેવી સરસ્વતીનું નિવાસ આપણા મસ્તિષ્કમાં છે.
 
આપણે ભગવાનની ચંદન આદિથી પૂજા કરીએ છીએ. એજ પ્રકારે આપણા મસ્તિષ્કમાં સ્થિત દેવીનું આપણે ચંદનનું તિલક લગાવીને પૂજન કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે - "હે ભગવતી સરસ્વતી ! મારા મનના અજ્ઞાન જેવાં અંધકારને દૂર કરી મને જ્ઞાનનો પ્રકાશ પ્રદાન કરો જેથી સંપૂર્ણ જગતને હું પ્રકાશમાન કરી શકું"
 
"चंदन है इस देश की माटी" આ ગીત તો તમે જાણતા જ હશો. આપણે જે ચંદન આપણા મસ્તિષ્ક પર લગાવીએ છીએ, તે આપણા પવિત્ર તીર્થસ્થાનોની માટી હોય છે. આ માટી મસ્તિષ્ક પર લગાવી આપણે આપણા દેશ પ્રતિ આદર ભાવ પ્રકટ કરીએ છીએ. આ સંસારમાં કદાચ એવી કોઈ વ્યક્તિ નથી જેને પોતાના દેશ પ્રતિ આદર નહીં હોય. જો આપણને આપણા દેશ પ્રતિ પ્રેમ હોય તો ચંદન લગાવી આ પ્રેમને અવશ્ય વ્યક્ત કરવો જોઇએ.
 
તિલક લગાવવાનું એક બીજું પણ મહત્વપૂર્ણ કારણ છે - આપણી બે ભૃકુટિ (ભમ્મર) ની મધ્યમાં આજ્ઞાકેન્દ્ર હોય છે. આપણે દિવસભરમાં કઈ પણ કાર્ય-કલાપ કરીએ છીએ એનો પૂરો ભાર આ આજ્ઞાકેન્દ્ર પર હોય છે. ચંદન શાંતિ પ્રદાન કરવા વાળી એક પ્રભાવી ઔષધિ છે. મસ્તિષ્ક પર ચંદન લગાવવાથી એ કેન્દ્ર હંમેશા શાંત રહે છે અને કાર્યક્ષમ રહે છે. તેથી આપણે નિત્ય સવારે ચંદનનું તિલક લગાવવું જોઇએ.
 
એક બીજી ધારણા પ્રમાણે આપણા શરીરમાં આધ્યાત્મિક ગરમી (ઉર્જા) નો સતત પ્રવાહ ચાલતો રહે છે અને એ ગરમીથી લલાટ (કપાળ) નો ભાગ ગરમ થાય છે. વાસ્તવમાં આ વધતી ગરમી શરીરની અંદર અનેક પ્રકારના કષ્ટ ઉત્પન્ન કરી શકે છે. આ ગરમીનું શમન કરવા માટે પણ ચંદન આદિનું તિલક લગાવવામાં આવે છે. એવી માન્યતા છે કે બે ભમ્મરની મધ્યમાં જ્યાં તિલક લગાવવામાં આવે છે ત્યાં ત્રીજું નેત્ર સ્થિત હોય છે. એની આસપાસના ક્ષેત્રમાં બે પ્રકારના તરંગ-ચક્ર વિદ્યમાન હોય છે, જેમાં એક ધનાત્મક અને બીજું ઋણાત્મક ચક્ર હોય છે. આ તરંગોનું જાળ નાકથી કપાળ સુધી હોય છે. જ્યારે આ તરંગમધ્યમાં ઉર્જાની ધારા વહે છે ત્યારે આ પ્રક્રિયામાં ગરમી ઉત્પન્ન થાય છે. ચંદનનું તિલક શરીરમાં વધતી આ ગરમીને શાંત કરે છે. તમે જોયું હશે કે ઘણા લોકો મસ્તિષ્ક ઉપરાંત હાથ ઉપર તથા છાતી ઉપર પણ ચંદનનો લેપ કે તિલક લગાવે છે.
 
ચંદન ઉપરાંત આપણે કેસર તથા હળદરનું પણ તિલક લગાવી શકાય છે. આનાથી પણ શરીરના વિભિન્ન અંગોની ગરમી શાંત થાય છે અને એનો પ્રભાવ ગુણકારી હોય છે.
 
તિલક, ત્રિપુંડ, ટીકો, ચાંદલો વગેરેનો સીધો સંબંધ મસ્તિષ્ક સાથે હોય છે. કપાળ પર બે ભમ્મરની વચ્ચે આવેલા આજ્ઞાચક્ર પર ધ્યાન કેન્દ્રિત કરવાથી આપણું મન પૂર્ણ શક્તિથી સંપન્ન થાય છે. આજ્ઞાચક્ર જ "દિવ્ય નેત્ર" છે. તિલક લગાવવાથી આ દિવ્ય નેત્ર જાગૃત થાય છે.
 
આ ઉપરાંત તિલક સમ્માન સૂચક પણ છે. તિલક લગાવવાથી ધાર્મિકતાનો આભાસ પણ થાય છે.
 
("संस्कार-ज्योति" અને "आखिर क्यों?" પુસ્તક માંથી)
લેખક - સંજય માલપાણી તથા લલિત ભટ્ટ