શ્રી ગણેશ ચાલીસા - સુંદરદાસ

॥ શ્રી ગણેશાય નમઃ ॥
  
जय जय जय वंदन भुवन, नंदन गौरी गणेश ।
दुःख द्वंद्वन फंदन हरन, सुंदर सुवन महेशा ॥
જય જય જય વંદન ભુવન, નંદન ગૌરી ગણેશ ।
દુઃખ દ્વંદ્વન ફંદન હરન, સુંદર સુવન મહેશા ॥
ભાવાર્થ - હે પાર્વતીમાતાને આનંદ આપનાર, સુખ-દુઃખ, જીવન-મરણ વગેરે દ્વંદ્વોંને ખંડ-ખંડ કરનાર અને હરનાર, મહેશજી (શિવજી) ના સુંદર લાડલા, જગત વંદનીય ! આપની જય હો, જય હો, જય હો.
 
जयति शंभु-सुत गौरी-नंदन । विघ्न हरन नासन भव-फंदन ॥
जय गणनायक जनसुख दायक । विश्व-विनायक बुद्धि-विधायक ॥
જયતિ શંભુ-સુત ગૌરી-નંદન । વિઘ્ન હરન નાસન ભવ-ફંદન ॥
જય ગણનાયક જનસુખ દાયક । વિશ્વ-વિનાયક બુદ્ધિ-વિધાયક ॥
ભાવાર્થ - હે શંભુ-પુત્ર અને માતા ગૌરીને હર્ષિત કરનાર ગણેશ ! આપની જય હો. આપ વિધ્નો ને હરનાર અને સાંસારિક બંધનોને નષ્ટ કરનાર છો. હે ગણનાયક ! આપ ભક્તોને સુખ આપનાર, વિશ્વના ગુરુ અને આચાર્ય તથા બુદ્ધિને વ્યવસ્થિત કરનાર છો. આપની જય હો.
 
एक रदन गज बदन विराजत । वक्रतुंड शुचि शुंड सुसाजत ॥
तिलक त्रिपुण्ड भाल शशि सोहत । छबि सशि सुर नर मुनि मन मोहत ॥
એક રદન ગજ બદન વિરાજત । વક્રતુંડ શુચિ શુંડ સુસાજત ॥
તિલક ત્રિપુણ્ડ ભાલ શશિ સોહત । છબિ સશિ સુર નર મુનિ મન મોહત ॥
ભાવાર્થ - હે ગણેશ (ગક્રતુંડ) ! આપના ગજમુખમાં એક દાંત અર્ત્યંત શોભાયમાન છે અને આપની પવિત્ર સૂંઢ પણ સુસજ્જિત છે. આપના મસ્તક પર ત્રણ રેખાઓનું અર્ધચંદ્રાકાર તિલક ચંદ્રમાની જેમ શોભા આપે છે. આપના સૌદર્યને જોઈને દેવતાઓ, મનુષ્યો અને મુનિઓના મન મુગ્ધ થઈ જાય છે.
 
उर मणि-माल सरोरुह लोचन । रत्न मुकुट सिर सोच विमोचन ॥
कर कुठार शुचि सुभग त्रिशूलम् । मोदक भोग सुगंधित फूलम् ॥
ઉર મણિ-માલ સરોરુહ લોચન । રત્ન મુકુટ સિર સોચ વિમોચન ॥
કર કુઠાર શુચિ સુભગ ત્રિશૂલમ્ । મોદક ભોગ સુગંધિત ફૂલમ્ ॥
ભાવાર્થ - આપના વક્ષ પર મણિયોંની માળા છે, નેત્ર ખીલેલાં કમળની સમાન છે અને શીર્ષ પર રત્નોંનું મુકટ છે. આપ આપના ભક્તોને ચિંતારહિત કરી દો છે. આપના હાથોમાં એક પવિત્ર કુઠાર અને ત્રિશૂલ છે. આપને લાડવાનો ભોગ અને સુગંધિત કૂલ પ્રિય છે.
 
सुंदर पीताम्बर तन साजित । चरण पादुका मुनि मन राजित ॥
घनि शिव-सुवन भुवन सुख दाता । गौरी-ललन षडानन भ्राता ॥
સુંદર પીતામ્બર તન સાજિત । ચરણ પાદુકા મુનિ મન રાજિત ॥
ઘનિ શિવ-સુવન ભુવન સુખ દાતા । ગૌરી-લલન ષડાનન ભ્રાતા ॥
ભાવાર્થ -સુંદર પીળા રેશમી વસ્ત્રથી આપનું શરીર સજાવ્યું છે. હે જગતને સુખ આપનાર શિવ-પુત્ર, ગૌરી-લાલ અને છ મુખોવાળા કાર્તિકેયના ભાઈ ! આપ ધન્ય છો.
 
ऋद्धि-सिद्धि तव चंवर सिढारहिं । मूषक़ वाहन सोहित द्वारहिं ॥
तव महिमा को वर्णे पारा । जन्म चरित्र विचित्र तुम्हारा ॥
ઋદ્ધિ-સિદ્ધિ તવ ચંવર સિઢારહિં । મૂષક઼ વાહન સોહિત દ્વારહિં ॥
તવ મહિમા કો વર્ણે પારા । જન્મ ચરિત્ર વિચિત્ર તુમ્હારા ॥
ભાવાર્થ - ઋદ્ધિ-સિદ્ધિ આપની સેવામાં ચંવર ઝૂલવે છે અને આપનું વાહન મૂષક દરવાજા પર સુશોભિત રહે છે. કારણે કે આપનું જીવન-ચરિત્ર અદભુત છે, તેથી કોણ આપની મહિમાનું વર્ણન કરી શકે છે?
 
एक असुर शिवरूप बनावै । गौरीहिं छलन हेतु तहं आवै ॥
यह कारण ते श्री शिव-प्यारी । निज तन-मैल मूर्ति रचि डारी ॥
એક અસુર શિવરૂપ બનાવૈ । ગૌરીહિં છલન હેતુ તહં આવૈ ॥
યહ કારણ તે શ્રી શિવ-પ્યારી । નિજ તન-મૈલ મૂર્તિ રચિ ડારી ॥
ભાવાર્થ - ગૌરીમાતા (પાર્વતીમાતા) સાથે છળ નિમિત્ત એક અસુર શિવજીનું રૂપ ધારણ કરી ત્યાં આવ્યો હતો. આ કારણે ગૌરીમાતાએ એમના શરીરના મેલથી એક મૂર્તિની રચના કરી નાખી.  
 
सो निज सुत करि गृह रखवारे । द्वारपाल सम तेहिं बैठारे ।
जबहिं स्वयं श्री शिव तहं आए । बिनु पहिचान जान नहिं पाए ॥
સો નિજ સુત કરિ ગૃહ રખવારે । દ્વારપાલ સમ તેહિં બૈઠારે ।
જબહિં સ્વયં શ્રી શિવ તહં આએ । બિનુ પહિચાન જાન નહિં પાએ ॥
ભાવાર્થ - તેમણે આપને ઘરની રક્ષા માટે દ્વારપાલની સમાન ત્યાં બેસાડી દીધાં. જ્યારે ત્યાં શિવજી પધાર્યા ત્યારે આપ તેમને ઓળખી નહીં શક્યા અને અંદર નહીં જવા દીધા. કારણ કે એમની પાસે કોઈ ઓળખ ચિન્હ નથી હતું, તેથી આપે તેમને અંદર જવા નહીં દીધા.
 
पूछ्यो शिव हो कुनके लाला । बोलत भे तुम वचन रसाला ॥
मैं हूं गौरी-सुत सुनि लीजै । आगे पग न भवन हित दीजै ॥
પૂછ્યો શિવ હો કુનકે લાલા । બોલત ભે તુમ વચન રસાલા ॥
મૈં હૂં ગૌરી-સુત સુનિ લીજૈ । આગે પગ ન ભવન હિત દીજૈ ॥
ભાવાર્થ - શિવજીએ પૂછ્યું, આપ કોના પુત્ર છો? તો આપે મધુર સ્વરમાં કહ્યું કે આપ સાંભળી લો કે હું ગૌરી પુત્ર છું. કૃપયા ઘરની તરફ આપના પગ ન વધારશો.
 
आवहिं मातु बूझि तब जाओ । बालक से जनि बात बढ़ाओ ॥
चलन चाह्यो शिव बचन न मान्यो । तब ह्वै क्रुद्ध युद्ध तुम ठान्यो ॥
આવહિં માતુ બૂઝિ તબ જાઓ । બાલક સે જનિ બાત બઢ઼ાઓ ॥
ચલન ચાહ્યો શિવ બચન ન માન્યો । તબ હ્વૈ ક્રુદ્ધ યુદ્ધ તુમ ઠાન્યો ॥
ભાવાર્થ - હું માતાને પૂછીને આવું છું, ત્યારે આપ જઈ શકો છો. મારી સાથે વાતો ના વધારો. પ્રતિરોધ ઉપરાંત શિવજીએ વાત ન માની અને આગળ વધવાનો પ્રયત્ન કર્યો. એમન એવા કાર્યથી આપે શીવજી સાથે યુદ્ધ નિશ્ચિત કરી દીધું.
 
तत्क्षण नहि कछु शंभु बिचार्यो । गहि त्रिशूल भूल वश मार्यो ॥
शिरीष फूल सम सिर कटि गयउ । छट उड़ि लोप गगन महं भयउ ॥
તત્ક્ષણ નહિ કછુ શંભુ બિચાર્યો । ગહિ ત્રિશૂલ ભૂલ વશ માર્યો ॥
શિરીષ ફૂલ સમ સિર કટિ ગયઉ । છટ ઉડ઼િ લોપ ગગન મહં ભયઉ ॥
ભાવાર્થ - એ સમય શીવજીએ કશું પણ વિચાર ન કરી તત્કાલ ત્રિશૂલ પકડ્યું અને ભૂલથી આપના ઉપર પ્રહાર કર્યો. શિરીષ-પુષ્પની સમાન આપનું કોમળ માથું કપાઈ ગયું અને તુરંત આકાશમાં ઊડીને વિલીન થઈ ગયું.
 
गयो शंभु जब भवन मंझारी । जहं बैठी गिरिराज कुमारी ॥
पूछे शिव निज मन मुसकाये । कहहु सती सुत कहं ते जाये ॥
ગયો શંભુ જબ ભવન મંઝારી । જહં બૈઠી ગિરિરાજ કુમારી ॥
પૂછે શિવ નિજ મન મુસકાયે । કહહુ સતી સુત કહં તે જાયે ॥
ભાવાર્થ - જ્યારે શિવજી ભવનમાં અંદર ગયા જ્યા પર્વતરાજ હિમાલયની કન્યા પાર્વતીજી બેઠા હતા, ત્યારે મનમાં એન મનમાં હંસીને શિવજીએ પૂછ્યું 'હે સતી ! કહો, તમે આપના પુત્રને કઈ રીતે જન્મ આપ્યો?'
 
खुलिगे भेद कथा सिनि सारी । गिरी विकल गिरिराज दुलारी ॥
कियो न भल स्वामी अब जाओ । लाओ शीष जहां से पाओ ॥
ખુલિગે ભેદ કથા સિનિ સારી । ગિરી વિકલ ગિરિરાજ દુલારી ॥
કિયો ન ભલ સ્વામી અબ જાઓ । લાઓ શીષ જહાં સે પાઓ ॥
ભાવાર્થ - સંપૂર્ણ કથા સાંભળીને જ ભેદ ખૂલી ગયો. ગિરિરાજ હિમાલયની સુપુત્રી ગૌરીમાતા વ્યાકુળ થઈને ધરતી પર પડી ગયા અને કહ્યું 'હે સ્વામી ! આપે આ સારું ન કર્યું. આપ હવે જાઓ અને જ્યાંથી મળે ત્યાંથી, મારા પુત્રનું મસ્તક લઈ આવો.'
 
चल्यो विष्णु संग शिव विज्ञानी । मिल्यो न सो हस्तीहिं सिर आनी ॥
धड़ ऊपर स्थित कर दीन्ह्यों । प्राण-वायु संचालन कीन्ह्यों ॥
ચલ્યો વિષ્ણુ સંગ શિવ વિજ્ઞાની । મિલ્યો ન સો હસ્તીહિં સિર આની ॥
ધડ઼ ઊપર સ્થિત કર દીન્હ્યોં । પ્રાણ-વાયુ સંચાલન કીન્હ્યોં ॥
ભાવાર્થ - જ્ઞાન-વિજ્ઞાનમાં નિપુણ શિવજી વિષ્ણુજી સાથે ચાલ્યા પરંતુ તેમને ગણેશનું મસ્તક નહીં મળ્યું. ત્યારે તેઓ એક હાથીનું મસ્તક લઈ આવ્યા. તે મસ્તકને તેમણે ગણેશજીના ધડ ઉપર સ્થિત કરી એમાં પ્રાણવાયુનો સંચાર કર્યો.
 
श्री गणेश नाम धरायो । विद्या बुद्धि अमर वर पायो ॥
भे प्रभु प्रथम पूज्य सुखदायक । विघ्न विनाशक बुद्धि विधायक ॥
શ્રી ગણેશ નામ ધરાયો । વિદ્યા બુદ્ધિ અમર વર પાયો ॥
ભે પ્રભુ પ્રથમ પૂજ્ય સુખદાયક । વિઘ્ન વિનાશક બુદ્ધિ વિધાયક ॥
ભાવાર્થ - શિવજીએ આપનું નામ શ્રીગણેશ રાખ્યું. આ રીતે આપે વિદ્યા-બુદ્ધિ સાથે અમરત્વનું વરદાન મેળવ્યું. હે પ્રભુ ! પૂજા-વિધિમાં આપે સર્વપ્રથમ સ્થાન મેળવ્યું અને સુખ દેનાર, વિઘ્નોના નાશ કરનાર તથા બુદ્ધિના વિધાયક બની ગયાં.
 
प्रथमहिं नाम लेत तव जोई । जग कहं सलक काज सिद्ध होई ॥
सुमिरहिं तुमहिं मिलहिं सुख नाना । बिनु तव कृपा न कहुं कल्याणा ॥
પ્રથમહિં નામ લેત તવ જોઈ । જગ કહં સલક કાજ સિદ્ધ હોઈ ॥
સુમિરહિં તુમહિં મિલહિં સુખ નાના । બિનુ તવ કૃપા ન કહું કલ્યાણા ॥
ભાવાર્થ - જ્યારે પણ કોઈ કાર્ય આરંભથી પહેલા આપનું નામ લે છે, સંસારમાં એના બધા કાર્ય સિદ્ધ થઈ જાય છે. આપના સ્મરણ માત્રથી નાના (દરેક પ્રકારના) સુખ ઉપલબ્ધ થઈ જાય છે. આપની કૃપા વગર ક્યાંય કલ્યાણ નથી.
 
तुम्हारहिं श्राप भयो जग अंकित । भादवं चौथी चंद्र अकलंकित ॥
जबहिं परीक्षा शिव तुहीं लीन्हा । प्रदक्षिणा पृथ्वी कहि दीन्हा ॥
તુમ્હારહિં શ્રાપ ભયો જગ અંકિત । ભાદવં ચૌથી ચંદ્ર અકલંકિત ॥
જબહિં પરીક્ષા શિવ તુહીં લીન્હા । પ્રદક્ષિણા પૃથ્વી કહિ દીન્હા ॥
ભાવાર્થ - આપના અભિશાપે સંપૂર્ણ જગતને ચંદ્રમા પર અંકિત કરી દીધો. તેજ નિષ્કલંક ચંદ્રમા ભાદરવામાં શુક્લ પક્ષની ચતુર્થીનો ચંદ્ર બની ગયો, જેને કોઈ જોવા નથી ઇચ્છતું. જ્યારે શિવજીએ આપની પરીક્ષા લેવાની ઇચ્છા કરી, ત્યારે તેમણે આપને પ્રદક્ષિણા કરવા માટે કહ્યું.
 
षड्मुख चल्यो मयूर उड़ाई । बैठि रचे तुम सहज उपाई ॥
राम नाम महि पर लिखि अंका । कीन्ह प्रदक्षिणा तजि मन शंका ॥
ષડ્મુખ ચલ્યો મયૂર ઉડ઼ાઈ । બૈઠિ રચે તુમ સહજ ઉપાઈ ॥
રામ નામ મહિ પર લિખિ અંકા । કીન્હ પ્રદક્ષિણા તજિ મન શંકા ॥
ભાવાર્થ - આપના ભાઈ ષડ્મુખ (છ મુખ વાળા) કાર્તિકેય મયૂર (મોર) પર બેસીને પ્રદક્ષિણા કરવા ચાલ્યા (ગયા). આપે પરિક્રમા માટે બેસીને એક સરળ ઉપાય રચી નાખ્યો. આપે પૃથ્વી પર 'રામ' નામ લખ્યું અને મનની શંકાઓનો ત્યાફ કરી નાખ્યો. 
 
श्री पितु-मातु चरण धरि लीन्ह्यो । ता कहं सात प्रदक्षिणा कीन्ह्यो ॥
पृथ्वी परिक्रमा फल पायो । अस लखि सुरन सुमन वर्षायो ॥
શ્રી પિતુ-માતુ ચરણ ધરિ લીન્હ્યો । તા કહં સાત પ્રદક્ષિણા કીન્હ્યો ॥
પૃથ્વી પરિક્રમા ફલ પાયો । અસ લખિ સુરન સુમન વર્ષાયો ॥
ભાવાર્થ - આપે ભક્તિપૂર્વક માતા અને પિતાના ચરણ પકડ્યા અને એમની સાત પરિક્રમા કરી નાખી. આ રીતે સમસ્ત પૃથ્વીની પરિક્રમા કરવાનું ફળ મેળવ્યું. એમ જોઈને દેવગણોએ આપના ઉપર ફૂલોની વર્ષા કરી.
 
'सुंदरदास' राम के चेरा । दुर्वासा आश्रम धरि डेरा ॥
विरच्चो श्रीगणेश चालीसा । शिव पुराण वर्णित योगीशा ॥
'સુંદરદાસ' રામ કે ચેરા । દુર્વાસા આશ્રમ ધરિ ડેરા ॥
વિરચ્ચો શ્રીગણેશ ચાલીસા । શિવ પુરાણ વર્ણિત યોગીશા ॥
ભાવાર્થ - રામભક્ત સુંદરદાસે ઋષિ દુર્વાસાના આશ્રમમાં રહી શ્રીગણેશ ચાલીસાની તેવી જ રીતે રચના કરી, જેવી રીતે શિવપુરાણની મહાન ઋષિઓએ કરી હતી.
 
नित्य गजानन जो गुण गावत । गृह वसि सुमति परम सुख पावत ॥
जन-धन-धान्य सुवन सुखदायक । देहिं सकल शुभ श्री गणनायक ॥
નિત્ય ગજાનન જો ગુણ ગાવત । ગૃહ વસિ સુમતિ પરમ સુખ પાવત ॥
જન-ધન-ધાન્ય સુવન સુખદાયક । દેહિં સકલ શુભ શ્રી ગણનાયક ॥
ભાવાર્થ - જે કોઈ પણ શ્રીગણેશના ગુણોનું નિત્ય ગાન કરે છે, તે બુદ્ધિમાન વ્યક્તિ ગૃહસ્થાશ્રમમાં પણ પરમસુખનો અધિકારી બની જાય છે. જે ધન-ધાન્ય, પુત્રાદિ (પુત્ર વગેરે) આપનાર છે, તે શ્રીગણેશજી એમના ભક્તોને બધી શુભ વસ્તુઓ પ્રદાન કરે છે.
 
दोहा
દોહા
श्री गणेश यह चालीसा, पाठ करै धरि ध्यान ।
नित नव मंगल मोद लहि, मिलै जगत सम्मान ॥
द्वै सहस्र दस विक्रमी, भाद्र कृष्ण तिथि गंग ।
पूरन चालीसा भयो, सुंदर भक्ति अभंग ॥
શ્રી ગણેશ યહ ચાલીસા, પાઠ કરૈ ધરિ ધ્યાન ।
નિત નવ મંગલ મોદ લહિ, મિલૈ જગત સમ્માન ॥
દ્વૈ સહસ્ર દસ વિક્રમી, ભાદ્ર કૃષ્ણ તિથિ ગંગ ।
પૂરન ચાલીસા ભયો, સુંદર ભક્તિ અભંગ ॥

ભાવાર્થ - જે કોઈ ધ્યાનપૂર્વક આ શ્રીગણેશ ચાલીસાનો પાઠ કરે છે, તે નિત્ય નવીન માંગલિક વસ્તુઓ અને સુખની સાથે જગતનું સમ્માન મેળવે છે. વિક્રમ સંવતના બે હજાર દસમા વષના ભાદરવાના કૃષ્ણ ત્રીજના દિવસે આ ચાલીસા પૂર્ણ થઈ અને કવિ સુંદરદાસની ભક્તિ અભંગ રહી, તેમને અતૂટ ભક્તિનો આનંદ મળ્યો.