નોંધ - પહેલા આઠ શ્લોક માતાની સ્તુતિ છે તથા શ્લોક ૯, ૧૦ તથા ૧૧ માં આ સ્તુતિની ફળશ્રૃતિ સમજાવવામાં આવી છે. આ સ્તુતિ દેવરાજ ઇન્દ્ર દ્વારા ગાવામાં આવી છે.
नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते।
शङ्खचक्रगदाहस्ते महालक्ष्मि नमोस्तु ते ॥१॥
ઇન્દ્ર બોલ્યા - શ્રીપીઠ પર સ્થિત અને દેવતા દ્વારા પૂજિત, હે મહામાયે તમને નમસ્કાર. હાથમાં શંખ, ચક્ર અને ગદા ધારણ કરનાર હે મહાલક્ષમી, તમને નમસ્કાર.
नमस्ते गरुडारूढे कोलासुरभयङ्करि।
सर्वपापहरे देवि महालक्ष्मि नमोस्तु ते ॥२॥
ગરુડ પર આરૂઢ થઈ કોલાસુરને ભયભીત કરનાર અને સમસ્ત પાપોને હરનાર હે ભગવતી મહાલક્ષ્મી, તમને નમસ્કાર.
सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करि।
सर्वदु:खहरे देवि महालक्ष्मि नमोस्तु ते ॥३॥
બધુ જાણનાર, સર્વ વરદાન આપનાર, સમસ્ત દુષ્ટોને ભય આપનાર અને સર્વ દુઃખોને દૂર કરનાર, હે દેવી મહાલક્ષ્મી, તમને નમસ્કાર.
सिद्धिबुद्धिप्रदे देवि भुक्ति मुक्ति प्रदायिनि।
मन्त्रपूते सदा देवि महालक्ष्मि नमोस्तु ते ॥४॥
સિદ્ધિ, બુદ્ધિ, ભોગ અને મોક્ષ પ્રદાન કરનાર હે મંત્રપૂત (મંત્રથી શુદ્ધ કરેલ) ભગવતી મહાલક્ષ્મી, તમને સદા નમસ્કાર.
आद्यन्तरहिते देवि आद्यशक्ति महेश्वरि।
योगजे योगसम्भूते महालक्ष्मि नमोस्तु ते ॥५॥
હે દેવી ! હે આદિ-અંત રહિત આદિશક્તિ, હે મહેશ્વરી ! હે યોગથી પ્રગટ થયેલ ભગવતી મહાલક્ષ્મી ! તમને નમસ્કાર.
स्थूलसूक्ष्ममहारौद्रे महाशक्ति महोदरे।
महापापहरे देवि महालक्ष्मि नमोस्तु ते ॥६॥
હે દેવી ! આપ સ્થૂળ, સૂક્ષ્મ તથા મહારૌદ્રરૂપીણી, હે મહાશક્તિ, હે મહોદરા અને મોટા-મોટા પાપોનો નાશ કરનાર, હે દેવી મહાલક્ષ્મી, તમને નમસ્કાર.
पद्मासनस्थिते देवि परब्रह्मस्वरूपिणि।
परमेशि जगन्मातर्महालक्षि्म नमोस्तु ते ॥७॥
હે કમળના આસન ઉપર વિરાજમાન પરબ્રહ્મરૂપીણી દેવી ! હે પરમેશ્વરી ! હે જગદંબા ! હે મહાલક્ષ્મી ! તમને નમસ્કાર.
श्वेताम्बरधरे देवि नानालङ्कारभूषिते।
जगत्सि्थते जगन्मातर्महालक्षि्म नमोस्तु ते ॥८॥
હે દેવી, આપ શ્વેત વસ્ત્ર ધારણ કરનાર અને વિવિધ પ્રકારના આભૂષણોથી વિભૂષિત છો. સંપૂર્ણ જગતમાં વ્યાપ્ત અને અખિલ લોકને જન્મ આપનાર, હે મહાલક્ષ્મી ! તમને નમસ્કાર.
महालक्ष्म्यष्टकं स्तोत्रं य: पठेद्भक्ति मान्नर:।
सर्वसिद्धिमवापनेति राज्यं प्रापनेति सर्वदा ॥९॥
જે મનુષ્ય ભક્તિયુક્ત આ મહાલક્ષ્મી અષ્ટક સ્તોત્રનો સદા પાઠ કરે છે, તે બધી સિદ્ધિઓ અને રાજ્ય-વૈભવને પ્રાપ્ત કરી શકે છે.
एककाले पठेन्नित्यं महापापविनाशनम्।
द्विकालं य: पठेन्नित्यं धनधान्यसमन्वित: ॥१०॥
જે પ્રતિદિન નિયમિત સમયે પાઠ કરે છે, એના મોટા-મોટા પાપોનો નાશ થઈ જાય છે. જે પ્રતિદિન નિયમિત બે વાર પાઠ કરે છે, એ ધન-ધાન્યથી સંપન્ન થઈ જાય છે.
त्रिकालं य: पठेन्नित्यं महाशत्रुविनाशनम्।
महालक्ष्मीर्भवेन्नित्यं प्रसन्ना वरदा शुभा ॥११॥
જે પ્રતિદિન ત્રણે કાળમાં (પ્રાતઃ, મધ્યાહ્ન, સંધ્યા) પાઠ કરે છે તેના મહાન શત્રુઓનો નાશ થાય છે અને તેના ઉપર કલ્યાણકારી વરદાયીની મહાલક્ષ્મી હંમેશા પ્રસન્ન રહે છે.