શ્રી શિવ માનસ પૂજા

रत्नैः कल्पितमासनं हिमजलैः स्नानं च दिव्याम्बरं
नानारत्नविभूषितं मृगमदामोदाङ्कितं चन्दनम् ।
जातीचम्पक बिल्वपत्ररचितं पुष्पं च धूपं तथा
दीपं देव दयानिधे पशुपते हृत्कल्पितं गृह्यताम् ॥१॥
હું એવી ભાવના કરું છું કે હે દયાળુ પશુપતિ દેવ! સંપૂર્ણ રત્નોથી નિર્મિત આ સિંહાસન પર આપ વિરાજમાન થાઓ. હિમાલયના શીતળ જળથી હું આપને સ્નાન કરાવું છું. સ્થાન ઉપરાંત રત્નજડિત દિવ્ય વસ્ત્ર આપને અર્પિત કરું છું. કેસર-કસ્તૂરીથી બનાવેલ ચંદનના તિલક આપના અંગો પર લગાવું છું. જુહી, ચંપા, બિલ્વપત્ર આદિની પુષ્પાંજલિ આપને સમર્પિત હો. બધા પ્રકારના સુગંધિત ધૂપ અને દીપક માનસિક રૂપે આપને દર્શિત કરી રહ્યો છું, આપ કૃપયા ગ્રહણ કરો.
 
सौवर्णे नवरत्न खंडरचिते पात्र धृतं पायसं
भक्ष्मं पंचविधं पयोदधि युतं रम्भाफलं पानकम्‌ ।
शाका नाम युतं जलं रुचिकरं कर्पूर खंडौज्ज्वलं
ताम्बूलं मनसा मया विरचितं भक्त्या प्रभो स्वीकुरु ॥२॥
હુંએ નવીન સ્વર્ણપાત્ર, કે જેમા વિવિધ પ્રકારના રત્નો જડિત છે, ખીર, દૂધ અને દહિ સહિત પાંચ પ્રકારના સ્વાદવાળા વ્યંજનની સાથે કદલીફળ, સરબત, શાક, કપૂરથી સુવાસિત અને સ્વચ્છ કરેલ મૃદુ જળ તેમજ તાંબુલ આપને માનસિક ભાવો દ્વારા બનાવી પ્રસ્તુત કરું છું. હે કલ્યાણ કરનાર! મારી આ ભાવનાનો સ્વીકાર કરો.
 
छत्रं चामर योर्युगं व्यजनकं चादर्शकं निमलं
वीणा भेरि मृदंग काहलकला गीतं च नृत्यं तथा ।
साष्टांग प्रणतिः स्तुति-र्बहुविधा ह्येतत्समस्तं ममा
संकल्पेन समर्पितं तव विभो पूजां गृहाण प्रभो ॥३॥
હે ભગવાન, આપના ઉપર છત્ર લગાવી, ચંવર અને મંદ પવન નાખું છું. નિર્મળ દર્પણ, જેમાં આપના સ્વરૂપ સુંદરતમ અને ભવ્ય દેખાય છે, એ પ્રસ્તુત કરું છું. વીણા, ભેરી, મૃદંદ, દુન્દુભિ આદિની મધુર ધ્વનીઓ આપની પ્રસન્નતા માટે કરવામાં આવી રહી છે. સ્તુતિ ગાયન, આપનું પ્રિય નૃત્ય કરી હું આપને સાષ્ટાંગ પ્રણામ કરતા સંકલ્પ રૂપથી આપને સમર્પિત કરી રહ્યો છું. પ્રભુ! મારી આ વિવિધ પ્રકારની સ્તુતિ-પૂજા કૃપયા ગ્રહણ કરો.
 
आत्मा त्वं गिरिजा मतिः सहचराः प्राणाः शरीरं गृहं
पूजा ते विषयोपभोगरचना निद्रा समाधिस्थितिः ।
संचारः पदयोः प्रदक्षिणविधिः स्तोत्राणि सर्वा गिरो
यद्यत्कर्म करोमि तत्तदखिलं शम्भो तवाराधनम्‌ ॥४॥
જે શંકરજી, મારી આત્મા આપ છો. મારી બુદ્ધિ આપની શક્તિ પાર્વતીજી છે. મારા પ્રાણ આપના ગણ છે. મારું આ પંચભૈતિક શરીર આપનું મંદિર છે. સંપૂર્ણ વિષય ભોગની રચના આપની જ પૂજા છે. હું જે નિદ્રા લઊ છું તે આપની ધ્યાન સમાધિ છે. મારું ચાલવું-ફરવું આપની પરિક્રમા છે. મારી વાણીથી નિકળેલ પ્રત્યેક ઉચ્ચારણ આપના જ સ્તોત્ર અને મંત્ર છે. આ પ્રકારે, હું આપનો ભક્ત, જે કોઈ કર્મ કરું છું, તે આપની આરાધના જ છે પ્રભુ.  
 
कर चरण कृतं वाक्कायजं कर्मजं वा
श्रवणनयनजं वा मानसं वापराधम्‌ ।
विहितमविहितं वा सर्वमेतत्क्षमस्व
जय जय करणाब्धे श्री महादेव शम्भो ॥५॥
હે પરમેશ્વર! હુંએ હાથ, પગ, વાણી, શરીર, કર્મ, કર્ણ, નેત્ર અથવા મન દ્વારા જે કોઈ પણ અપરાધ કર્યા છે, વિહિત હોય કે અવિહિત, એ બધા પર આપની ક્ષમાપૂર્ણ દ્રષ્ટિ પ્રદાન કરો. હે કરુણાસાગર ભોળા ભંદારી, શ્રી મહાદેવજી, આપની જય હો, જય હો, જય હો.
 
આ સુંદર ભાવાત્મક સ્તુતિ દ્વારા આપણે માનસિક શાંતિ તથા ઈશ્વરની કૃપા સાથે કોઈ પણ સાધન, સહાયક, વિધિ વગર ભગવાન સદાશિવની પૂજા સંપન્ન કરી શકીએ છીએ. માનસિક પૂજા શાશ્ત્રોમાં શ્રેષ્ઠત્તમ પૂજાના રૂપમાં વર્ણિત છે. ભૈતિક પૂજાનો ઉદ્દેશ્ય પણ માનસિક રૂપથી ઈશ્વરની સાન્નિધ્યમાં થવી જ જોઈએ. આ શિવ માનસ પૂજાની રચના આપણા માટે આદિગુરૂની કૃપાની દિવ્ય સાક્ષાત્‍ પ્રસાદી જ છે. આવશ્યકતા ફક્ત આ પ્રસાદીને નિરંતર ગ્રહણ કરતા રહેવાની છે.
Day of Week: