ભગવાન શિવનું પ્રાતઃ સ્મરણ

        प्रातः स्मरामि भवभीतिहरं सुरेशम्
        गङ्गाधरं वृषभवाहनमम्बिकेशम् ।
        खट्वाङ्गशूल वरदाभयहस्तमीशम्
        संसाररोगहरमौषधमद्वितीयम् ॥ १ ॥
ભવભયને હરનારા, ગંગાને ધારણ કરનારા, વૃષભનું વાહન રાખનારા, અંબિકા (પાર્વતી) ના સ્વામી, ખાટલાનો પાયો, ત્રિશૂલ જેનાં વરદ અને અભય હાથમાં છે તેવાં, સંસારના રોગને હરી જનાર અમોઘ ઔષધ જેવાં, પરમેશ્વર દેવાધિદેવ મહાદેવનું હું પ્રભાતમાં સ્મરણ કરું છું.
 
        प्रातर्नमामि गिरिशं गिरिजार्धदेहम्
        सर्गस्थितिप्रलयकारणमादिदेवम् ।
        विश्वेश्वरम् विजितविश्वमनोभिरामम्
        संसाररोगहरमौषधमद्वितीयम् ॥ २ ॥
જેનાં અડધા દેહમાં ગિરિજા બિરાજે છે તેવાં અર્ધનારીશ્વર, ઉત્પત્તિ-સ્થિતિ અને લયના કારણરૂપ, આદિદેવ, વિશ્વેશ્વર, અખિલ વિશ્વના મનને મોહિત કરનાર અતિ મનોહર તથા સંસારરોગને મ્ટાડનાર અમોઘ ઔષધના જેવાં કૈલાસવાસી ભગવાન શંકરને હું પ્રભાતમાં નમું છું.
 
        प्रातर्भजामि शिवमेकमनन्तमाद्यम्
        वेदान्तवेद्यमनधं पुरुषं महान्तम् ।
        नामादिभेदरहितं षड्भावशून्यम्
        संसाररोगहरमौषधमद्वितीयम् ॥ ३ ॥
એક, અનંત અને આઘ એવાં, વેદાન્તવેધ, નિષ્પાપ, વિરાટ પુરુષ, નામ-રૂપ વગેરે ભેદોથી રહિત, છ પ્રકારના વિકારભાવ વિનાના તથા સંસારરોગને મટાડનાર અમોઘ ઔષધના જેવાં ભગવાન શંકરને હું પ્રભાતમાં ભજું છું.
 
        प्रातः समुत्थाय शिवं विचिन्त्य
        श्लोकत्रयं येऽनुदिनं पठन्ति ।
        ते दुःखजातं बहुजन्मसञ्चितम्
        हित्वा पदं याति तदेव शम्भोः ॥ ४ ॥
જે મનુષ્યો પ્રાતઃકાળે જાગીને, શિવનું ધ્યાન ધરીને આ ત્રણ શ્લોકોનો પ્રતિદિન પાઠ કરે છે તેઓ, અનેક જન્મોથી સંચિત કરેલાં દુઃખોના સમૂહને તજીને ભગવાન શંકરના તે પદને પામે છે.
 
        करचरणकृतं वाक्कायजं कर्मजम् वा
        श्रवणनयनजं वा मानसं वापराधम् ।
        विहितमविहितं वा सर्वमेतत्क्षमस्व
        जय जय करुणाब्धे श्री महादेव शम्भो ॥ ५ ॥
હાથ કે પગ વડે થતાં, વાણી કે કાયા વડે કરાતાં, ગત જન્મના કર્મોથી થયેલા, આંખ અથવા કાનથી થતા કે પછી મનમાં કરેલા, જાણતાં કે અજાણતાં મેં કરેલા કોઈ અપરાધ હોય, તે બધા હે કરુણાના સાગર મહાદેવ ! માફ કરજો. હે શંભુ ! આપનો જય થાઓ, જય થાઓ.