આપણે શું કરી રહ્યા છીએ? - તત્ત્વચિંતક વી. પટેલ

માણસ માત્રમાં જન્મથી જ જીજ્ઞાસા વૃતિ હોય છે, જેમ જેમ ઉંમર અને બુધ્ધી શક્તિ વધતી જાય છે તેમ તેમ જીજ્ઞાસામાં પણ વૃધ્ધી થતી જ જાય છે. પરમતત્વ પરમાત્માની કલ્પના પણ આ જીજ્ઞાસા વૃતિની દેન છે. જીવન સંગ્રામમાં કોઈ મહત્વની વસ્તુને આપણે યથાર્થ રૂપે જાણી ન શકીએ તો પણ જાણવાની ઈચ્છા તો પ્રબળ મનમાં હોય જ છે. જેથી આપણે અનુમાનો કરવા માંડીયે છીએ, જેથી જે તે વસ્તુ વિશેનું જ્ઞાન કલ્પના કરીને માની બેસતા હોઈએ છીએ. એ જ રીતે પરમ તત્વ પરમાત્માની હસતી છે તેમ માની બેઠા છીએ. કોઈ પ્રમાણ આપણી પાસે નથી. ને કદી પણ હોવાનું નહી. જેમ જેમ માણસને પોતાની અસત્ય અને અવાસ્તવિક કલ્પનાઓનો ખ્યાલ આવે છે, તેમ તેમ તેમાંથી બહાર નીકળી જઈ ને સત્ય તરફ જતો હોય છે. આમ આપણે નિરંતર પરમતત્વ પરમાત્માના સ્વરુપ અંગે કલ્પનાઓ બદલતા આવ્યા છીએ. તે જ સત્ય તરફ જવાનું પ્રમાણ છે. જ્યાં સુધી માણસને તેનું સંપૂર્ણ સત્યની પ્રતીતિ ન થાય ત્યાં સુધી તેના વિશેની કલ્પનાઓ અને માન્યતાઓમાં ફેરફાર અને સુધારણા તો થતાં જ રહેવાનાં. તેમાં કોઈ શંકાનું કારણ જ નથી. જ્યાં સુધી સત્ય લાધે નહી ત્યાં સુધી માણસને ચેન પડે જ નહી. તે માણસના મનની સ્થિતિ છે.

વેદ એ જગતના જ્ઞાનનો મહાખજાનો છે.વેદ વખતના ઋષીઓએ સૂર્ય,ચંદ્ર,વગેરેમાં પરમાત્માની શક્તિ માનીને તેની પ્રાર્થના કરતા હતા.તે પછી ઉપનીષદોનાં ઋષિઓએ સ્પષ્ટ કહ્યું કે આત્મા એ જ પરમાત્મા છે.અને તે જ પરમતત્વનો અંશ છે,આમ તેમાં સંશોધન થયું ને નક્કી થયું કે આત્માને જાણો ને તેમાં જ સ્થીર થાવ ત્યાં જ શાંતિ ને સુખ છે.તે જ સચ્ચીદાનંદ છે.

માણસ હંમેશા સુખ ને શાંતિની શોધમા જ દોડે છે. આથી ઉપનીષદના ઋષિઓએ ધોષણા કરી કે નિર્જિવ વસ્તુ અને પદાર્થ કદી પણ સુખ પ્રદાન કરી શકે નહિ.,કારણ કે તે નિર્જિવ છે,તેનામાં ચેતનાં નથી.તેથી તેનામાં સુખ આપવાની શક્તી જ નથી ને આત્મામાં જ ચેતનયુક્ત છે..આથી તે જ સુખ શાંતિ આપી શકે છે.

પરમ તત્વ અનંત છે, શાશ્વત છે,સર્વજ્ઞ છે,અને અગમ્ય છે.તો પણ આપણા જ્ઞાનની વૃદ્ધિ સાથે આપણે તેના સ્વરૂપ અને સ્વભાવ વિશેની કલ્પનાઓ નિરંતર બદલાતા જ આવ્યા છીએ, અને જ્યાં સુધી આપણને તેનું સંપૂર્ણ જ્ઞાન થાય નહી ત્યાં સુધી તેના તેના વિશેની કલ્પનાઓમાં ફેરફાર અને સુધારણા થતા જ રહેવાના.

જગતના વિજ્ઞાનિકો એ પણ સાબિત કરી બતાવ્યું છે, કે માણસને ચેતન વસ્તુ જ સુખ પ્રદાન કરી શકે, નિર્જિવ વસ્તુ શુખ શાંતિ ને આનંદ પ્રદાન કરી શકે જ નહી,અને આપણા ઉપનીષદો પણ તેને જ સમર્થન કરે છે. તેમ છતાં આ પથરાની મૂર્તિઓ ક્યાંથી ટપકી પડી તે આધ્યાત્મિક જગતનો મોટો પ્રશ્ન છે.

આજ સુધીમાં.જેમણે જેમણે પથરોને ફૂલો ચડાવ્યા છે દૂધ દહીથી નવરાવેલ છે.સોના રૂપાથી મઢયાં છે. તેઓ પણ આજ સુધીમાં શાંતિ પ્રાપ્ત કરી શક્યાં નથી,, છતાં આજનો માણસ તે સ્વીકારવા જ તેયાર નથી. .આ માનવ જાતનો મોટો કોયડો છે .આનો ઉકેલ મળવો જ અસંભવ છે,,આજે આ નિર્જિવ વસ્તુને સોના ચાંદીથીથી મઢી રહ્યા છે,જેઓ સોના ચાંદીથી મઢે છે, તેઓ પણ શાંતિ ,સુખ પ્રાપ્ત કરી શકતા નથી, તે પણ હકીકત છે,તેઓ બધાજ તનાવ ગ્રસ્ત જ હોય છે.

પથરામાંથી આભાસી કલ્પના દ્વારા થતી અને લાગતી .દુઃખ નિવૃત્તિ અને સુખાનુભવને અનુરૂપ માણસના મનમાં પરમાત્મા વિષે આભાસી પ્રેમ અને કૃતજ્ઞતાનાં ભાવો પેદા થતા હોય તેમ જણાય છે .તેથી આભાસી કલ્પનાનું પર્યવસાન માનવીય ભાવનામાં થઇ મૂળ પરમતત્વ પરમાત્મા અને દેવ દેવી વિષયક આભાસી કલ્પનાવાળી ભાવના બનતી જણાય છે..

માણસના જીવન સંગ્રામમાં સત્ય રૂપ સિદ્ધિ સુધી, ટકી રહેનારી દ્રઢ,સ્થિર અને પ્રબળ અંતકરણની શુધ્ધ ભાવના એનું નામ શુધ્ધ શ્રધા છે, આવી અંતરની શ્રધામાંથી ઉત્પન્ન થનારી શરણાગત અને સમર્પણની વૃતિ માંથી જ અન્યોન્ય ભક્તિનો ઉદભવ થયો છે.અને ગમે તેવી કપરી, વિકટ અને વિપરીત પરીસ્થીતીમાંથી ચલિત ન થનારી શુધ્ધ શ્રધ્ધાનું નામ જ અંતરની શુભ નિષ્ઠા છે.અને આવી શુભ નિષ્ઠાને આસ્થાનું નામ આપેલ છે,આવી આસ્થાને પુરાવાની જરૂર ન હોય.તેમ કહીને આવી આસ્થાનો ઉપયોગ પથરામાં પરમાત્મા, દેવ દેવીઓ બિરાજે છે.તે કરવામાં કર્યો છે. તે હકીકત પુરવાર છે,આ કરવા માટે ભરપુર આસ્થાનો ઉપયોગ થયો છે.આ સિવાય પથરામાં પરમાત્મા કે દેવ દેવીઓ બિરાજે છે. તેનું કોઈ વિજ્ઞાનીક કે આદ્યાત્મિક સત્ય નથી.આજ સુધીમાં કોઈએ પથરામાં ચેતન છે, તેવું પુરવાર પણ કર્યું જ નથી.અને જ્યાં ચેતન નથી ત્યાં સુખ શાંતિ ને આનંદ પ્રાપ્ત થાય નહી.તે ઉપનિષદોની ધોષણા છે.અને જેમણે આજ સુધીમાં યોગની સાધના દ્વારા અનુભૂતિઓ પ્રાપ્ત કરી છે.જ્ઞાનની પ્રાપ્તિ કરી છે તેઓએ આત્મામાંથી જ અનુભૂતિ પ્રાપ્ત કરી છે.અને ત્યાંથી જ પરમ શાંતિ, પરમ સુખ અને પરમ આનંદ પ્રાપ્ત કરેલ છે. તે જગ જાહેર હકીકત છે.. એક પણ માણસે પથરા માંથી અનુભૂતિ પ્રાપ્ત કર્યાનો દાખલો જગતમાં નથી કે પથરા દ્વારા પરમ શાંતિ,સુખકે આંનદ પ્રાપ્ત કર્યાનો જગતમાંદાખલો નથી. આથી પણ પુરવાર થાય છે પથરામાં ચેતના નથી.કે કોઈ તાકાત પણ નથી.

માણસના મનમાં ઓછા વત્તા પ્રમાણમાં કાલ્પનિક અને આભાસી ભાવો હોય જ છે..આવાં ભાવો કોઈના દેવ દેવીઓ વિષે, તો કોઈના પરમાત્મા વિષે, કોઈના તત્વ વિષે, તો કોઈના ધર્મ વિષે, તો કોઈના આદર્શ વિષે,તો કોઈના સમૃદ્ધી વિષેના, વગેરે પ્રકારના હોવાના જ કારણ કે આવા ભાવોની માણસના મનને એક પ્રકારની ભૂખ હોય છે,અને આ ભૂખ સંતોષવા માટે માણસ આવા આભાસી ભાવોને ગ્રહણ કરતો હોય છે.,.

પરમાત્માની આભાસી કલ્પનાઓનો ઈતિહાસ વેદથી આજ સુધીનો તપાસીએ તો જણાય છે કે માણસમાં જેમ જેમ સત્ય અને વિવેકરૂપી સદગુણો પ્રગટ થતા ગયા છે, તેમતેમ માણસની આભાસી કલ્પનાઓમાં ફેરફાર જોવા મળે છે, મને એમ સ્પષ્ટ પ્રતીતિ થાય છે, કે પરમાત્માની મૂળ કલ્પના તો માણસની દુર્બળતા,અજ્ઞાન ભય,અને બુદ્ધિના વિકાસમાંથી માંથી જ ઉત્પન્ન થઇ છે.જો માણસ અભયમા,જ્ઞાનમાં જ પ્રથમથી સ્થીર હોત અને સાથે સાથે તર્ક અને કલ્પના કરવાની શક્તિ જ ન હોત તો પરમાત્માની કે ધર્મની વાત સુઝી જ ન હોત ને માણસ સુખ અને શાન્તીમાં જ જીવતો હોત. તનાવ જેવી ચીજ જોવાજ મળત નહી. કારણ કે ભય અને અજ્ઞાનની ઉપજ જ જ તનાવ છે.અજ્ઞાન અને ભયની નાબુદી જ આત્મ જ્ઞાનથી થાય છે .તે અધ્યાત્મ જગતે તે પુરવાર કરી દીધુ છે.અધ્યાત્મનો અર્થ છે આંતરિક સાધના.

માણસના જીવન સંગ્રામમાં આવી પડનારા દુઃખો,સંકટો,મુશ્કેલીઓ, અને આપત્તિઓના નિવારણ માટે તેમજ કામના ,વાસના,ઈચ્છા,અપેક્ષા,તૃષ્ણા,આશા,વગેરેની પૂર્તિ અને સુખની પ્રાપ્તિ ને તેની સ્થિરતા માટે કોઈને કોઈ દિવ્ય તત્વની અથવા મહાન શક્તિ વિશેની શ્રધ્ધાનો આધાર, આશરો લેવો જ પડતો હોય છે.તે સિવાય માણસને શાંતિ મળતી નથી. .આં માનસિક સ્થિતિનો ઉપયોગ પથરામાં દેવ દેવિઓ અને પરમાત્માની શક્તિ રહેલી છે.તેમ કહીને માણસમાં રહેલી શ્રધ્ધાનો ઉપયોગ થયેલો જણાય છે.અને તેથી એ પથરાને રાજી કરવા માણસ બધું જ કરે છે..

માણસ એટલું પણ વિચારતો નથી કે આ પથરાની રાત દિવસ જે સેવાઅને પૂજા કરનાર માણસ તેને દૂધ ધી વગેરેથી નવરાવે છે,ધરેણા પહેરાવી શણગારે છે,તેના પોતાના જીવનમાં જ સાચી શાંતિ સાચું સુખને સાચો આનંદ જોઈ શકાંતો નથી.તે પણ બધાજ તનાવમાં જ જીવતો હોય છે.આ એક ને એક બે જેવી સત્ય હકીકત છે..તો આપણે તો ધડી બે ધડી તેની સામે ઉભા રહેવાથી શાંતિ ક્યાંથી પ્રાપ્ત કરી શકીએ..તે જ સત્ય સાબિત કરે છે, કે પથરામાં ચેતન તત્વ નથી, જ્યાં ચેતન નથી ત્યાં કોઈ શક્તિ પણ નથી.

જે કાંઈ શક્તિ છે તે આપણી અંતરની શ્રધામાં, વિશ્વાસમાં, સત્યમાં,અને વિવેકમાં છે.આપણે જેટલા આત્મબળ વાળા ,આત્મશ્રધ્ધા વાળા અને જ્ઞાનમાં સ્થીર એટલા વધુ સુખી, વધુ શાન્તીદાયક,ને વધુ આનંદિત હોવાના ને તનાવથી મુક્ત.આનો અર્થ એ થયો કે સુખ શાંતિ ને આનંદ પથરામાં નથી આપણા આત્મા માંજ છે . માટે જ જીવનમાં સ્વ સ્વરુપને જાણો ત્યાંજ બધું પ્રાપ્ત છે,આજ વાત ઉપનિષદોની છે .આધ્યાત્મ જગતની છે.

માણસ અજ્ઞાનમાં જીવે છે જ્ઞાન કઇ રીતે પ્રાપ્ત થાય તેનું તેને ભાન નથી,જ્ઞાનમાં સ્થીર થવાથી પરમ સુખ શાંતિને આનંદ પ્રાપ્ત થાય છે તેની ખબર નથી,આત્માં શું છે તેની જ ખબર નથી. .શરીરને જ સર્વે સરવા માને છે,શરીર જ નિર્જિવ છે. તેનું તેને ભાન નથી. ત્યાં સુધી કોઈ ને કોઈ સ્વરૂપમાં માણસને પરમતત્વ પરમાત્માનીને દેવ દેવીઓની.કલ્પનાની જરૂર પડવાની જ ,કારણકે જીવનના દરેક દુઃખનો,અશાંતિનો ,ચિંતાનો,તનાવનો ,નાશ કરવાના સ્વાધીન આધ્યાત્મિક ઉપાયનું જ્યાં સુધી માણસને ભાન નથી,ત્યાં સુધી અત્યારે જે કાંઈ થોડું ધણું આભાસી શુખ શાંતિ પ્રાપ્ત છે. તે કાયમ ટકવાનો આધાર કેવળ પુરુષાર્થ નથી.. અનેતેનાપર પોતાનો કાબુ નથી,એવો તેને ભય છે,અને સુખ શાંતિ જે કાંઈ પ્રાપ્ત છે તે બધુ જ બાહ્ય પૂજા પાઠ અને ક્રિયા કાંડો.કર્મ કાડો દ્વારા શાંતિસુખ પ્રાપ્ત થાય છે.તેવું તે માને છે. આજ તેનો મહાભ્રમ છે.સાચું સુખ અને શાંતિ ક્યાંથી કઇ રીતે પ્રાપ્ત થઇ શકે તે જાણતો નથી ત્યાં સુધી માણસને કોઈપણ મહાન આલંબનની જરૂર લાગ્યા જ કરવાની,

માણસના ઉત્કર્ષ અને ઉન્નતી માટે પરમાત્મા,દેવ દેવીઓ વિશેની કલ્પના,ભાવના ,શ્રધ્ધા,આ બધું જ જરૂરી છે તે જ માણસને અવનતી તરફ જતા રોકવાનું કામકરે છે.પણ જો તેમાં પુરેપુરી સત્યતા અને વિવેક હોયતો.પણ આવું જોવા મળતું નથી,તે આજની હકીકત છે.તો પણ.આવા બાહ્ય વ્યવહારથી મળતી આભાસી શાંતિ,અને પ્રસન્નતાની માણસને ભૂખ છે..માણસ પોતાના મનને આ બાબતો આધાર આપીને તેની ઉન્નતી કરતો હોય છે..પણ તેમાં ખુબજ મહત્વની અને સત્ય આધારિત અને વિવેક યુક્ત બાબત એટલીજ છે કે માણસની પરમાત્મા અને દેવ દેવીઓની કલ્પના બને તેટલી સત્ય,આધારિત વિવેક યુક્ત,શુધ્ધ,સરળ ,સહજ અને ઉદાત હોવી જોઈએ, .તેમાં કોઈ જાતની આજે ગુઢતા, ગુપ્તતા,અને અસત્યતા પ્રવર્તે છે તે ન હોવી જોઈએ,અને ચમત્કારોની જુઠીને બેહુદી વાતોને સ્થાન ન હોવું જોઈએ તે પ્રથમ શરત છે. .તેમજ ખોટી અને બેહુદી કલ્પનામાંથી માણસના ચિત્તને આશ્વાસન કે આધાર મેળવવાં માટે તેમાં કોઈપણ જાતના બાહ્ય આડંબર કે કર્મ કાંડો,કર્મ ક્રિયાઓ,પાપ પુણ્યના ભય વગેરેની કડાકૂટ ન હોવી.તે બીજી શરત છે. સત્યનો અને વિવેકનો આધાર લઈને બધી જ કાર્યવાહી થવી જોઈએ તે ત્રીજી શરત છે. સત્ય આધારિત તમામ વ્યવહાર થવો જોઈએ.તે ચોથી શરત . માણસના ચિત્તમાં શ્રધ્ધા વિશ્વાસ,અને નિષ્ઠા અને સદગુણોની વૃધ્ધી થાય તેવાં પ્રકારની જ તમામ કાર્યવાહી હોવી જોઈએ.તે પાંચમી શરત છે..માણસની સ્વાધીનતા અને સાદાય સદાય હોવા જ જોઈએ.તે છઠી શરત છે કોઈ મધ્યસ્થી કે ગુરુની જરુર જ ન હોવી જોઈએ કારણ કે ગુરુ વિના જ્ઞાન નહી તે વાત જ જુઠી છે, બનાવટી છે.તેમાં કોઈ સત્યનો કોઈ આધાર નથી કારણકે જ્ઞાન કોઈ જગતમાં આપી શકતું જ નથી તેતો અંદરથી શોધવું પડે છે તેમાં કોઈ ઉપયોગી થતું જ નથી અને જે કાઈ બહારથી પ્રાપ્ત થાય છે. તે જ્ઞાન નથી પણ માહિતી છે. માહિતી એ જ્ઞાન નથી. કારણ કે માણસે જ્ઞાન તો આંતરિક સાધના દ્વારાજ પ્રાપ્ત કરવાનું હોય છે, તેમાં ગુરુની કોઈ આવશ્યકાતા જ નથી, તેમાંતો એકલા જ ચાલવું પડે છે. એટલે ગુરુથી મુક્ત અને સ્વતંત્ર માણસ હોવો જોઈએ.તે છે સાતમી શરત જો આ સપ્ત પદીનું ચુસ્ત પાલન થાયતો માણસ જરૂર પોતાનું પોતાની રીતે જ ઉર્ધવી.કરણ કરી જ શકે.તેમાં કોઈ શંકા જ નથી પણ આજે આ સપ્ત પદીનું પાલન જ થતું નથી ત્યાંજ બધી મોકાણ છે. .જે માણસ પરમાત્માની કલ્પનામાં માને છે, તેનામાં સત્યતા,નીતિ,પ્રમાણિકતા,અને પવિત્રતા તરફ સ્વાભાવિક વલણ હોવું જ જોઈએ. અને તેમાં સદાચારનું પૂરેપૂરું પ્રાધાન્ય હોવું જ જોઈએ જેથી તેનામાં .દયા, સત્ય ,વિવેક, ધેર્ય, પ્રમાણીકતા,.નિર્ભયતા,ઉદારતા,શાંતિ,પ્રસન્નતા,વગેરે સદગુણોનો સ્વાભાવિક રીતે આવિર્ભાવ થવો જ જોઈએ. તે પ્રાથમિક જરૂરીયાત છે.અને માણસ માત્ર પર પ્રેમ વધતો જ રહે ,સમાજના કલ્યાણની ઈચ્છા હંમેશા જાગ્રત રહે અને નિષ્કામ કર્તવ્ય કરવાની સતત ઈચ્છા રહે, .આ બધા જ પરમાત્માની કલ્પનાના સ્વાભાવિક પરિણામો છે, જે પ્રાપ્ત થવા જોઈએ. તોજ પરમાત્મા તરફનો ભાવ સત્ય છે તે પુરવાર થાય.

માણસ સત્યતા પૂર્વક જયારે પરમતત્વ પરમાત્માનો અંગીકાર કરે છે, ત્યારે તેનામાં અજ્ઞાન અને ભોળપણનો નાશ થઇ જ જવો જોઈએ તે પહેલો ગુણ છે ,મનના તમામ પ્રકારના વિકારોનો નાશ થવો જોઈએ અથવા નિયંત્રિત થવા જોઈએ તે બીજો ગુણ છે.મનમાંથી આશા,તૃષ્ણા,દંભ ,અહંકાર.રાગદ્વેષ,વાસના ઈચ્છા ,વગેરેનો વિલય થવાં જ જોઈએ.તે ત્રીજો ગુણ છે. ચિત્ત,સ્વાધીન અને શુધ્ધ બનવું જ જોઈએચોથો ગુણ છે, ,બુધ્ધી વ્યાપક ,વિશાલ અને તેજસ્વી બનવી જ જોઈએતે પાંચમો ગુણ છે,..જીવનમાં સત્ય ધર્મનો અને તેની ભાવનાને પ્રોત્સાહન મળે તેવું નિરંતર ચિંતન અને મનન હોવું જોઈએ.તે છઠો ગુણ છે.આમ પોતાનામાં પામરતા,અને ક્ષુદ્રતા ,પંગુતા,અને દુર્બળતા આળસને જડતા.વગેરેનો સંપૂર્ણ નાશ થવો જોઈએતે સાતમો ગુણ છે આમ સમગ્ર રીતે પોતાની કર્મેન્દ્રીઓ,અને જ્ઞાનેન્દ્રીઓનીશુધ્ધી માટે આંતરિક સાધના કરી શુધ્ધતા પ્રાપ્ત કરવી તે આઠમો ગુણ છે. આત્મ વિશ્વાસ પ્રાપ્ત કરી આત્માને જાણી તેમાં સ્થીર થઇ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી પોતાના શરીરમાં,બુધ્ધી અને મનામાં નિત્ય નવા ચેતન્યનો સંચાર કરતા કરતા દિવ્ય ગુણ પ્રાપ્ત કરવા જોઈએ તે નવમો ગુણ છે. આમ આ નવ ગુણની પ્રાપ્તિ એટલે શૂન્ય થવું ગણિતની દ્રષ્ટીએ નવમા નવ ઉમેરતાંજ જઈએ તો નવજ રહે છે આમ આ નવ ગુણની પ્રાપ્તિ થતા માણસ શૂન્યમાં સ્થીર થાય છે, યોગની સાધનામાં શૂન્ય થવું એટલે જ સમાધિની પ્રાપ્તિ છે અને સમાધી એટલેજ પૂરી શુદ્ધતા એટલેજ જીવનની સિદ્ધી છે જેને અદ્વેતત્તામાં સ્થિતિ કહેવામાં આવે છે.અને પોતાનું જીવન સાર્થક થાય મોક્ષ ને વરે જ છે .ચાલો આપણે પરમ તત્વમાં સ્થીર થઈએ.