આ જગતનું દરેક પ્રાણી સુખ ઇચ્છે જ છે. વધારેને વધારે સુખ પ્રાપ્ત કરવા માટે જ તે સદા પ્રયત્નશીલ હોય છે. અને માણસ જે કાંઈ કર્મો કરે છે, તે સુખની પ્રાપ્તિ માટે જ હોય છે. આ માટે જુદી જુદી પદ્ધતિઓનો પ્રયોગ કરતો જ હોય છે. સુખ ઉપર જગતમાં જે સંશોધનો થયા છે તેમાં સ્પષ્ટ સમજાયું છે, કે માણસ જે કાંઈ સુખનો અનુભવ બાહ્ય પદાર્થમાંથી કરે છે તે સુખ નથી પણ સુખનો માત્ર આભાસ હોય છે. પરમ સુખ કદી પણ બાહ્ય પદાર્થમાંથી પ્રાપ્ત થાય નહી, એમ જગતના સંશોધનો કહે છે. પરમ સુખ માટે તો પોતાના આત્માને જાણવો જોઈએ, ને તેમાં સ્થીર થવું જોઈએ. તોજ પરમ સુખની પ્રાપ્તિ થાય છે.
માણસ સુખવાદી અને સુવિધાવાદી જ હોય છે એ તેનો પ્રાકૃતિક સ્વાભવ છે,આ જગતમાં માણસની જેટલી ઈચ્છાઓ હોય તેટલી ઈચ્છા ભોગવી શકે તેવું આ જગતમાં શક્ય જ નથી,આ માંટે તો પરમાત્માએ રજુ કરેલા પદાર્થો ઓછા પડે છે, કારણ કે માણસની ઈચ્છાઓ અનંત હોય છે. અને તેનો કોઈ પાર હોતો નથી પાછી એક ઈચ્છા પૂરી થાય ત્યાં બીજી ઈચ્છા ઉભી જ હોય છે, આમ ઈચ્છાઓનું લંગર ચાલુ જ રહે છે કદી તૂટતુ જ નથી,એટલે ઈચ્છાઓ પૂરી થવી શક્ય જ નથી,માટે જ તેમને નિયંત્રિત કરવી જરૂરી છે માટે જ જગતમાં જુદી જુદી સાધના પદ્ધતિઓ અસ્તિત્વમાં આવી છે. સંત કબીરે કહ્યું છે.
જ્ઞાની ભૂલે જ્ઞાન કથી નિકટ રહ્યો નિજ રૂપ
ખોજે બાપુ રે ભીતર વસ્તુ અનુપ
આમ કબીરે બહુજ સ્પષ્ટ કહ્યું છે કે જ્ઞાની માણસ જ્ઞાનની વાતો માંજ ભૂલો પડ્યો છે, અને પોતાનું સાચું સ્વ સ્વરૂપ જે પોતાની પાસે છે, અંદર જ છે, તેને તે ઓળખી શક્યો નહી, અને સત્યની શોધ માટે બહાર ઠેર ઠેર ભટકતો રહ્યો,જેથી દુઃખ સિવાય કાઈ હાથમાં આવ્યું નહી.
આજનો માણસ માહિતી એકઠી કરવામાં પાવરધો છે, પણ તે અંદરનું જ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી,તેમાં સાવ જ દુર્બળ છે, તેમ કબીરનું કહેવું છે, આજના માહિતીના જમાનામાં જે માહિતીનો ખજાનો આપણી સમક્ષ રજુ થયો છે, તેનો સંગ્રહ કરવો તે જ્ઞાન નથી,. આ માત્ર માહિતી છે, ને આ માહિતીથી કલ્યાણ થાય નહી,કલ્યાણ ને માટે તો બહિર્મુર્ખતા નો ત્યાગ કરી અંતર્મુર્ખતામાં સ્થીર થવું પડે તેમ કબીરનું કહેવું છે,આ સમગ્ર હકીકત ભગવાન બુદ્ધની એક વાત તરફ નિર્દેશ કરે છે, બુદ્ધે સ્પષ્ટ કહ્યું છે કે માણસ જેની શોધ માટે બહાર ભટકે છે, તે તમામ પોતાની અંદરજ છે,પરંતુ માણસ મોહ અને આસક્તિ રાગદ્વેષ અને અહંકારને કારણે પામર માનવી પ્રકાશને પામી શકતો નથી,પ્રકાશ જ અંદર છે.તેને પામવો એજ જીવનની સિદ્ધી છે.
કપિલવસ્તુના આ રાજકુમાર દોમ દોમ સાહ્યબીમાં મોટો થયો હતો ,પાણી માંગે ત્યાં દુધ હાજર કરવામાં આવતું હતું .સેકડોની સંખ્યામાં નોકર ચાકર હાજર હતા .અને પડ્યો બોલ જીલાતો હતો .જ્યોતિષીના કથનથી તેના પિતાએ તેને ધોમ ધોમ સાહ્યબીમાં અને સંસારની જાહો જ્લાલીમાં જકડી રાખ્યો હતો, અને તમામ સુવિધા તેમને પ્રદાન કરવામાં આવતી હતી, રાત છે કે દિવસ છે તેની તેને પ્રતીતિ હતી નહી આમ સુખ શું દુખશું તેની પણ તેને જાણ સુધ્ધાં થવા દીધી ન હતી,અને સંસારમાં જકડાય રહે તે માટે તેના લગ્ન પણ કરી નાખ્યા હતા, ને એવી સુંદર ને ચારિત્ર વાન સ્રી સાથે લગ્ન કરાયા હતા કે તેમાં પણ કોઈ ખામી હતી નહી,ને આ રીતે પુર્ણ રીતે સતોષ કારક વસ્તુઓ પ્રાપ્ત હતી, તેનાથી પુર્ણ સંતોષ હતો, જીવનમાં કોઈ ઉલ્જન જેવું હતું જ નહી,તેમાં અચાનક પોતાના નગરના એક પ્રસંગમાં જવાનું ગોતમને થાય છે ને એક મૃત દેહ જોવે છે, જેને દોરડાથી બાંધેલો છે, ને ચાર ડાધુઓ કાંધ પર રાખી લઇ જાય છે, ને પાછળ અનેક માણસો ગમગીન રીતે ચાલી રહ્યા છે, એ દ્રશ્ય જોવે છે, ને સારથિને પૂછે છે, આં શું છે સારથી પણ પ્રથમ તો મુંજાય છે,કે શું જવાબ દેવો પણ જવાબ દીધા વીનાંતો ચાલે જ નહી, માટે સારથી કહે છે તે માણસ મૃત્યુ પામ્યો છે, તેને બાળવા લઇ જઈ રહ્યા છે, ત્યારે તે કહે છે કે મારું પણ મૃત્યુ થશે, ત્યારે પાછો સારથી મુંજાય છે, શું જવાબ દેવો પણ દેવો તો પડે ત્યારે સારથી કહે છે, કે બધાનું મૃત્યુ થાય જ આપનું પણ થશે જ આ સાંભળતાં વેત જ કહેછે,મારું પણ મૃત્યુ થવાનું ત્યારે સારથી કહે છે હા થવાનું જ, રથ પાછો વાળ મારે આ મૃત્યુને જીતવા માટે જવું છે, એમ કહી ને રથ પાછો વાળે છે,
ગોતમે આ વાત સાંભળતાજ ગોતમ બુદ્ધના જીવનમાં પ્રકાશનું કિરણ ફૂટ્યું, અને સંસારની મોહ માયાનું મિથ્યા તત્વ સમજાય ગયું અને તે જ ક્ષણે તેઓ સંસારી મટી સન્યાસી બની ગયા, એમ કહી શકાય,અને તેજ રાત્રે પત્ની ,પુત્ર,અને ધરબાર છોડી રાત્રે મૃત્યુને જીતવા માટે નીકળી પડે છે, આવો અદભૂત પ્રસંગ દુનિયામાં પહેલો ને છેલ્લો જ છે ,કદી પણ બનવાનો નથી તે સત્ય છે.કોઈ આવી જાહો જલાલી છોડવા તેયાર થાય જ નહી તે સ્વાભાવિક છે, ને તે પણ આવા અશક્ય ધ્યેયની પ્રાપ્તિ માટે બુધ્ધે અનેક વરસો ભયંકરમાં ભયંકર તપો કર્યા અનેક ગુરુઓને થકવી માર્યા જ નહી ને કઠોરમાં કઠોર તપમાંથી પસાર થયા પણ કાઈ પ્રાપ્ત કરી શક્યાં નહી,અચાનક એક વિણા વગાડનાર ને વિણાના અવાજ થી તેમને જ્ઞાન થયું કે વીણાનાં તાંર બહુજ કઠણ કરવાથી તૂટી જાય છે, ને ઢીલા બાંધવાથી વીણા વાગતી નથી મધ્યમમાં રાખવાથી વીણાના સારા સુરો નીકળે છે. તેમ તેમને સમજાયું કે જીવનમાં પણ આજ નિયમ છે.તેથી મધ્યમ માર્ગની ધોષણા કરી,અને તેઓને જ્ઞાન થયું .અને સ્વય બુધ્ધ બન્યા,અને જ્ઞાની બન્યા, આ રીતે ગોતમ બુદ્ધે માણસના તમામ પ્રકારના દુખોના નિવારણ માટે મધ્યમમાર્ગ બતાવ્યો છે. જેમાં અતિથી દુર રહેવા ભલામણ કરવામાં આવેલી છે,તેઓ સંપૂર્ણ અતીમાંથી ગુજરી ચુક્યા હતા, તેઓ અતિ જાહોજલાલી ભોગવી ચુક્યા હતા, ને અનેક પ્રકારના અતિ કઠોર તપ માંથી પણ પસાર થયા હતા,, તેમ છતાં કાઈ પ્રાપ્તિ શક્યું જ નહી,.અને મધ્યમ માર્ગ ગ્રહણ કરતા જ જ્ઞાનની પ્રાપ્તિ થઇ, જેથી તેમણે દુખના નિવારણ માટે માધ્યમ માર્ગ ગ્રહણ કરવા ભલામણ કરેલ છે,
આ રીતે ગોતમ બુદ્ધે માણસના દુખના નિવારણ માટે મધ્યમ માર્ગ બતાવ્યો છે,ગોતમ બુધ્ધ દાર્શનિક ન હતા,તેમણે આપણા ધર્માત્માંઓની જેમ કોઈ સ્વર્ગ નરકની વાતો બતાવી, માણસને ભય ગ્રસ્ત કર્યો ન હતો,. તેમજ કોઈ પણ પ્રકારના ચમત્કારોની પણ વાત સુધ્ધાં કરી નથી,આમે જગતમાં કોઈ ચમત્કારો કદી પણ બનતા જ નથી તે સત્ય હકીકત છે,આવી કોઈ પણ પ્રકારની જુઠીને બનાવટી વાતોમાં કોઈ રસ જ હતો નહી ,ને કોઈ આંબા આંબલી પણ તેઓએ બતાવી નથી એ તેમની મહાન વિશેષતા છે.,
તેથી જ આપણા ધર્માત્માં નો સખતમાં સખત વિરોધ સહન કરવો પડ્યો, ને તે ધર્મ આપણે ત્યાં વિકાસ પામ્યો નહી,પણ દુનિયામાં ધણો વિકસ્યો છે તે હકીકત છે આમ આપણા ધરત્માઓ મોટા કટ્ટરવાદી જ છે તેમાં કોઈ મીનમેખ નથી ,
આજે પણ જો આપણે ત્યાં કોઈ ઇશું ભગવાનની,કે મહમદ ભગવાનની કથાસાત દિવસજાહેર સ્થળે કરવા આવે તો તે જીવતો પાછો જાય જ નહી, તેવો આપણે ત્યાં માહોલ છે,તેવી આપણી ધર્માન્ધતા છે.આપણા ધર્માત્માઓ બહાર મંદિરો બાંધવા ને કથા કરવા ને પોતાના અનુયાઈઓ બનાવવા દોડા દોડ કરે જ છે તે હકીકત છે.ને જ્યાં વિસંવાદિતા છે જ નહી ત્યાં વિસંવાદિતા ઉભી કરવાનું મોટા પાયે ધર્માંત્માઓ આજે કામ કરે છે તે પણ હકીકત છે.પરદેશોમાં ચર્ચો ઉપરગંદા શબ્દો લખાવવાનું શરુ થઇ ગયું છે, તેમાં આપણા ધર્મ્માંત્માના જ હાથ હોય છે.
બુધ્ધ ભગવાન માત્રને માત્ર માણસના મનોવેજ્ઞાનિક રીતનો ઉપયોગ કરી તેનું ધડતર કરવામાં માનતા હતા,અને તે દ્વારા તેના કલ્યાણ કરવાના મોટા ચાહક હતા.અને મનો વેજ્ઞાનિક રીતે જ માણસના તમામ સંશયો નાબુદ કરનાર મહાપુરુષ ને મહામાનવ હતા.
.ભગવાન બુધ્ધ જે કાંઈ માનતા તેને તર્ક અને દલીલબાજીથી સિદ્ધ કરવા અને તેનો અમલ વિચાર્યા વિના કરવામાં માનતા નહી,ને કદી પણ આવો કોઈ પ્રયત્ન કરેલ નથી, હું જ સાચો છુ,અને મને જ અનુસરો તેમ પણ ક્યાંય કહ્યું નથી, તેઓ કહેતા કે તમારા મનથી બુધ્ધીથી ને હૃદયથી મારી વાતને કસો ને તમોને જો યોગ્ય લાગેતો તે પ્રમાણે વર્તો,.તેઓ ઇચ્છતા કે માણસ પોતે પોતાના આત્મ રોગનુ નિદાન સ્વયં કરે, તેમાંજ તેમને જ રસ હતો, જયારે માણસને પોતાના રોગની પોતાને સ્પષ્ટ જાણ થઇ જાય છે,પછીતે તેમાંથી નિવૃત થવા પોતેજ પ્રયત્ન શીલ બને છે. તે સત્ય હકીકત છે., તેમ તેઓ માનતા હતા. અને આ રીતે જ માણસનું ધડતર કરતા હતા.ને આત્મ વિશ્વાસુ ,આત્મ શ્રદ્ધાવાન, સંશય મુક્ત ને અભયમાં સ્થીર કરતા હતા.આ જ તેમનું મિશન હતું.
ભગવાન બુદ્ધે ઈશ્વર છે કે નહી,તેઓ સંસારના સર્જક છે કે નહી ,આત્મા છે કે નહી, મોક્ષ છે કે નહી ,મરણ પછી આત્મા ગતી કરે છે કે નહી, .ઈશ્વર નિર્ગુણ છે કે સગુણ આવા કોઈ પણ પ્રશ્નોના જવાબો દીધા નથી. તેઓ કહેતા કે આવા વ્યર્થ પ્રશ્નોમાં પડવાનો કોઈ અર્થ જ નથી. આમ જે વસ્તુ સામે સત્ય દેખાણી જેની સ્પષ્ટ સત્ય પ્રતીતિ થઇ તેની જ વાતો કરી ને તે ને જ સત્ય માની ને તેઓ આગળ વધ્યા છે, આપણા ધર્માંત્માંની જેમ કોઈ જાતની જાણકારી કે જ્ઞાનની પ્રાપ્તિ થયા વિના,ચમત્કારોની,સ્વર્ગ નરકની વગેરે ના ગબારા કદી પણ ચલાવ્યા નથી કે અસત્યનો કદી આશરો લીધો નથી. તેમણે પોતે આવી બધી બાબતોને માણસની ચાલાકી કહેલ છે,અને ચાલાકી હંમેશા અસત્ય જ હોય છે, તે હકીકત છે,આમ આ વાત સો ટકા સાચી છે અને ચમત્કાર યુક્ત વાતોમાં અસત્યજ ભારોભાર હોય છે..
બુધ્ધ ભગવાને જીવનના પરમ સત્યને પામવા માટે આવી બધી જ મિથ્યા ,ખોટી બનાવટી અને ગોઠણેથી ધડેલી વાતો થી દુર રહેવા જણાવ્યું છે, એટલે કે જે વાતોમાં સત્ય જ ન હોય તેવી કોઈ વાત કરવાનો કોઈ અર્થ જ નથી તેમ તેઓ કહેતા હતા.અને તેના જવાબો પણ આપતાં નહી, ..
બુધ્ધ ભગવાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ જગતમાં ઈશ્વરમાં નહી જ માનતો નાસ્તિક માણસ પણ સુખેથી જીવે છે ને જીવનનો આનંદ લુટે છે,એમ કહીને બુધ્ધ ભગવાને કહ્યું કે જ્યાં સુધી તમો તમારી જાતને બદલો જ નહી ત્યાં સુધી પરમાંત્મા કે પરલોકની ચર્ચા કરવી વ્યર્થ છે, એટલેકે જ્યાં સુધી તમારામાં રાગદ્વેષ ,અહંકાર,કામના વાસના,વગેરે ભરેલા છે ત્યાં સુધી તમોને કાંઈ પણ સત્ય શું છે, તે સમજાવાનું જ નથી, માટે આંતરિક પરીવર્તન કરવા પર જ ભાર મુક્યો છે, આંતરિક શુધ્તતાં પ્રાપ્ત થશે, એટલે આપો આપ તમોને સત્ય શું છે, તેની પ્રતીતી થઇ જ જવાની છે,એટલે તે પહેલા ગબારા ચલાવવા વ્યાજબી નથી અને યોગ્ય પણ નથી માટે આવી બધી વાતો વ્યર્થ કહી છે.
બુધ્ધ પોતે મહાન ચિંતક અને જુદી જુદી રીતે દાખલા આપીને પોતાની વાત કહેતા હતા. તેઓના વિષે કહેવાય છે કે બુધ્ધ જેટલું બોલ્યા છે, એટલું જગતમાં કોઈ બોલ્યું જ નથી, એક જીદગીમાં આટલું બધું બોલવું શક્ય જ નથી એમ પણ કહેવાય છે,
તેઓએ એક વાર દાખલો આપતાં કહ્યું કે એક વ્યક્તિ જંગલમાથી પસાર થઇ રહી હતી, ત્યાં ઓચિંતું એક તીર આવીને તેની છાતીમાં પેસી જાય છે, ને પોતે લોહી લોહાણ અવસ્થામાં છે,ને વેદનાથી બુમ પાડે છે, ને આસપાસના લોકો ત્યાં એકત્ર થઇ જાય છે. ને એક ભાઈ ધીરેથી તીર કાઢવા જાય છે, ત્યાં તેને તુર્તજ અટકાવે છે, ને કહે છે કે ઉભા રહો .પ્રથમતો આ તીર મને કોણે માર્યું, શામાટે માર્યું,આતીર અચાનક રીતે મને વાગ્યું કે વેરભાવથી માર્યું છે,તીરમાં જેર પાયેલું છે કે સાદું છે, વગેરે બાબતોની પ્રથમ તપાસ કરો ને તેનો રીપોર્ટ મને આપો પછી જ મારું આ તીર કાઢવા મહેનત કરો.આ ઉદાહરણ આપતા બુધ્ધ ભગવાન કહે છે આ વ્યક્તિ કોઈ દાર્શનિક જ હોવી જોઈએ.દાર્શનિક સિવાય આવો જવાબ મળે જ નહી .
પણ ત્યાં ઉભી થયેલી વ્યક્તિઓ કહે છે કે ભાઈ આ બધા પ્રશ્નો પછી પુછજે પહેલા તને વાગેલું તીર કાઢવા દે જો તું પોતેજ મૃત્યુ પામીશ તો આ બધાજ પ્રશ્નોના જવાબ અમો કોણે સંભળાવશું.આ દાખલાની સમાપન કરતા બુધ્ધ ભગવાન કહે છે ,જીવનનું તીર તો આપણી છાતીમાં વાગેલું જ છે,અને પ્રત્યેક ક્ષણે માણસ મૃત્યુ તરફ પ્રયાણ કરી જ રહ્યો છે ત્યારે આપણુ જીવન ભાથું ન ખૂટી જાય તેજ આપણે જોવાનું છે, જોવું રહ્યું એટલેકે જીવનને સમજો ને જાગૃતિ પૂર્વક જીવો એમાજ મજા છે,અને આતરિક રીતે શુદ્ધતા પ્રાપ્ત કરો એમ તેમનું કહેવું છે,અને તેજ સત્ય હકીકત છે. બુદ્ધની વાતો આજના કહેવાતા તત્વજ્ઞાનીઓના જેવી ન લાગે અને તેમાં ગંભીર વિચારો જોવા ન મળે પરંતુ તેમની તમામ વાતો પાયાની છે, તેવી તો પ્રતીતિ થાય જ છે.આમ બુદ્ધની વાતો જીવનની યથાર્થ વાતો છે,સત્ય ઉપરજ આધારિત છે તેમાં કોઈ શંકાજ જ નથી.
બુદ્ધે જે વાતો કરી છે તે તમામમાં સત્યની પ્રતીતિ થાય છે, અને વાતો વાસ્તવવાદી છે ,આપણે આપણા તત્વજ્ઞાનીઓની ગહન વાતોમાં ખોવાય જવાથી કાંઈ ફાયદો થતો નથી,કારણકે તેમાં ધણુંખરૂતો સમજાતું જ હોતું નથી જુઠું જ હોય છે સત્યનો અંશ પણ હોતો નથી તે હકીકત છે,તેઆપણે સો જાણીએ જ છીએ,જેથી માણસ તેનો અમલ જ કરતો નથી ને વાતને સ્વીકારતો પણ નથી તે હકીકત છે.
બુદ્ધની વાતો પુરેપુરી વાસ્તવવાદી વધુ રુચિકર, પ્રેરણાદાયી અને પછી કલ્યાણ કારી હોય છે, માટે જ જગતે બુદ્ધને મનુષ્યજાતીના સાચા કલ્યાણ કારી મિત્ર કહ્યા છે,.આવું બિરુદ જગતમાં કોઈ ધર્મ ગુરુઓને કે મહાત્માઓને આજ સુધીમાં મળ્યું જ નથી તે હકીકત છે,એટલે આપણે કોણે અનુસરવું તે આપણે જ નક્કી કરી લેવા જેવું છે.
બુધ્ધ જગતમાં પહેલા ને છેલ્લા એવા મહામાનવ છે, જેમણે પરમાત્માને સંડોવ્યા વિના ધ્યાનની ઉપકારક પદ્ધતિ આપણને વિપશ્યના આપી છે.અને ધ્યાન એતો જીવનનું મહત્વનું પાસું છે, ધ્યાન દ્વારાજ માણસ પોતાની જાતને જાણી શકે છે, ને પોતાનામાં રહેલા તમામ દુર્ગુણો થી મુક્ત થઇ શકાય છે,અને શુધ્ધતા પ્રાપ્ત થાય છે, આ માટે તેમણે સાધના દ્વારા આપણને અષ્ટાંગ માર્ગે ચાલવાનું કહ્યું છે જેમાં સમ્યક દ્રષ્ટિ,સમ્યક સંકલ્પ,સમ્યક વાણી,સમ્યક કર્મ ,સમ્યક આજીવિકા,સમ્યક વ્યાયામ,સમ્યક સ્મ્રુતિઅને સમ્યક સમાધિમાં સ્થીર થવાનું કહ્યું છે આટલું માણસ નિષ્ઠા પૂર્વક કરે તો પછી શું બાકી રહે.અને તેના જીવનમાં મેત્રી,કરુણા ,મુદિતા અને ઉપેક્ષા ધારણ આપો આપ થઇ જાય તેમાંશંકા જ નથી.
.બુધ્ધ ભગવાનની.આ પદ્ધતિ સાવજ સરળ છે, સહજ છે,અને સત્યને આધારિત છે, તે તેની વિશેષતા છે., તેમણે કહ્યું છે કે જો માણસનું મન શુધ્ધ, તંદુરસ્ત,પવિત્ર,અને સાત્વિક હશે તો તે સાધનામાં જરૂર આગળ વધી શકશે એટલે મનની એકાગ્રતામાં સ્થીર થવા વિપશ્યનાની સાધના કરવા કહ્યું છે,તેઓની પોતાની શોધ છે કે શ્વાસની સાથે આપણી વૃત્તિઓ સંકળાયેલી છે, માટે શ્વાસની સાથે સલગ્ન થાવ, જોડાય જાવ એટલે મન સ્થીર થશે .એકાગ્રતા આવશે, ને સમાધિ સુધી પહોચી જ શકાશે .આમ તેમણે પોતાની સાધનાને તત્વ સાથે જોડી નથી પણ તથ્ય પર જોડી છે અને સત્ય પર જ વધુ જોર દીધું છે,
બુધ્ધ ભગવાને માણસની તકલીફોનુ મૂળ શોધીને તેના નિવારણ માટે ચાર સત્યો કહ્યા છે ને આપણી સમક્ષ મુક્યા છે .જેમાં ૧, માણસ દુઃખી છે ૨,માણસના દુઃખનું કારણ છે, ૩, દુઃખનું કારણ નિવારી શકાય છે અને ૪,.પછી જીવનમાં દુઃખ રહેવાજ પામતું નથી. આ ચાર આર્ય સત્યો આપણી સમક્ષ મુક્યા છે,જે અદભૂત છે ને સત્ય જ છે,સુખ દુઃખ બાહ્ય પદાર્થમાં નથી તે આતરિક પ્રક્રિયા છે, તે હકીકતને બુદ્ધે ઉજાગર કરી છે.
બુધ્ધે કહ્યું છે કે આપણામાં ધર કરી ગયેલી તૃષ્ણાથી મુક્ત થાવ, તો મહાવીરે મોહથી મુક્ત થાવ, ક્રષ્ણે આસક્તિથી મુક્ત થાવ. વેદે વાસનાથી મુક્ત થાવ.અને ઉપનિષદોએ કામનાંથી મુક્ત થાવ એમ કહ્યું છે. ટુકમાં આપણુ જે જોડાણ છે, તે જોડાણ માંથી મુક્ત થવાની જ વાત છે, દરેકના શબ્દો જુદા છે. ભાવ એકજ રહેલો છે. અસંગ બનો.અલિપ્ત બનો,કર્તૃત્વ રહિત બનો આ રીતે સ્થીર થવાથી પરમ સુખ.પરમ શાંતિ, ને પરમ આનંદ પ્રાપ્ત થશે ટૂંકમાં સરળ થાવ, સહજ થાવ,સમતાધારણ કરો ને સત્યવાદી બનો,આજ જીવનની સત્ય હકીકત છે, તેમાં કોઈનાથી ના પડી શકાય તેમ નથી અને ત્યાજ પરમ સુખ છે. એ પણ સત્ય છે .ટુકમાં ગાંધીજી કહે છે.તેમ અનાસક્ત ભાવમાં સ્થીર થાવ ત્યાજ સુખ,અને શાંતિ છે.
બુદ્ધના અને ગાંધીજીના મતે માણસને પોતાની ઇન્દ્રિયોના રસોમાં જે આનંદ,સુખ દેખાય છે, અને પ્રાપ્ત થાય છે, તે ક્ષણિક આનંદ,સુખ છે, આ આનંદ,સુખ સાચો નથી માત્ર આભાસી છે, પરમ આનંદ,પરમ સુખ,પરમ શાંતીતો આંતરીક રીતે શુધ્ધ થવાથી ને આત્મામાં સ્થીર થવાથી જ પ્રાપ્ત થાય છે,તેમ બન્ને મહામાંનવનું કહેવું છે.
બુધ્ધઅને ગાંધીજી બંને માંને છે કે માણસે દેહિક સુખનો ત્યાગ કરવો જ જોઈએ તોજ અદ્વેત સુધી પહોચી શકાય છે,ને દ્વેતતા નાબુદ થઇ શકે છે. આમ વિષય સુખ સાધનામાં બાધક છે.બન્ને મહામાનવો સ્પષ્ટ માને છે કે જીવન યાત્રામાં રસ અને આનંદ સ્વમાંથી જ પ્રગટ થાય છે, અને માણસ પોતે જ સુખ અને દુઃખનું કારણ છે,બીજો કોઈ સુખીકે દુઃખી કરી શકતો જ નથી,એટલે આશીર્વાદ લેવા જે પડાપડી થાય છે તે ખોટી છે તેમાંથી બહાર નીકળવું જરૂરી છે ,
બુધ્ધ ભગવાને” માર”શબ્દનો પોતાના પ્રવચનમાં ઉલ્લેખ કર્યો છે તે સમજવા જેવો છે તેમને કહ્યું કે માણસના ચિત્તની દશા કાંતો મારથી પ્રભાવિત હોય છે કાંતો “રામ” થી પ્રભાવીત હોય છે,તેમણે કહ્યું કે જો ભીતર તરફ ચાલો તો તમો “રામ” તરફ પ્રયાણ કરી રહ્યા છે,જ્યાં શાંતિ ને સુખ છે એટલેકે સ્થિરતા તરફ જાગૃતિ તરફ તમારું પ્રયાણ છે એટલે જ્ઞાન પ્રાપ્ત થશે , જો બાહ્ય તરફ તમારું પ્રયાણ હશે તો તમો “માર” તરફ આગળ વધી રહ્યા છો એટલેકે તમો કામ, વાસના, આસક્તિ,તૃષ્ણાવગેરે તરફ આગળ વધી રહ્યા છો જે દુખ સિવાય કાઈ આપશે જ નહી અને અજ્ઞાનમાં ડૂબવા જઈ રહ્યા છો એમ માનજો,. કયો માર્ગ લેવો તે તમારે નક્કી કરવાનું છે.તેઓએ વધુમાં કહ્યું કે જે રીતે આંધી પર્વતને ડગાવી શક્તિ નથી પણ વૃક્ષને ઉખાડીને ફેકી દે છે તેમ” માર” વિષય રસમાં ડૂબેલા માણસને સુખમાંથી ઉખાડીને બહાર ફેકી દે છે.અને આંધી ગમે તેટલી આવે તો પણ” રામ”માં સ્થીર હોય.તેના મૂળ અંત કરણમાં જકડાયેલા હોય છે જેથીતેને બહાર ફેકી શકાતો નથી.
બુધ્ધ ભગવાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે” પાપ “તમોને કદી પણ પકડી શકતું જ નથી કારણકે તે નિર્જિવ છે નિર્જિવ વસ્તુમાં પકડવાની કે છોડવાની શક્તિ જ હોતી નથી,એટલે પાપને તમો જ પકડો છો જો તમારી ઇન્દ્રિયોનો ઉપયોગ સંયમ પૂર્વક કરતા થઇ જશો તો અને જાગૃતિમાં સ્થીર થશો તો તમારામાં સમ્યક દ્રષ્ટિ,સમ્યક દર્શન એની મેળેજ આવી જશે જે તમોને સ્વ સ્વરૂપ સુધી લઇ જશે,બુદ્ધના માટે વાસના એ એક પ્રકારની વિક્ષિપતા જ છે,અને સંયમ એજ ઉન્નતી છે.
અશુદ્ધ બુદ્ધિમાં સારને, સત્યને પ્રાપ્ત કરવું ધણું મુશ્કેલ છે.આવો માણસ સારને અસાર સમજે છે, આવાં મિથ્યા સંકલ્પ વાળાને કદી પણ સારકે સત્ય પ્રાપ્ત થઇ શકે જ નહી..
માણસને ધન ન મળે ત્યાં સુધી ધન એજ સાર લાગે છે, પણ ધનની પ્રાપ્તિ પછી ખ્યાલ આવે છે, કે ધન પણ અસાર છે,ને સત્ય માંજ સાર છે, ને સત્યને શોધવા માટે માણસ પ્રયત્ન શીલ બને છે,અને શાંતિને સુખ ત્યાજ છે એમ પ્રતીતિ થવા માંડે છે,
તમો કદાચ દુનિયાને ભરમાવી શકશો,છેતરી શકશો,ગુમરાહ કરી શકશો પણ આમ કરવા જતા તમો તમારી જાતને ખોઈ બેસશો ને જીવનનાં સાચા આનંદથી અલિપ્ત થશો એ નક્કી માનજો.માટે તમારે શું જોઈએ છે તે તમારે જ નક્કી કરવાનું છે.
માણસના ધ્યાન ભાવ રહિત અશુદ્ધ ચિત્તમાં રાગ દ્વેષ,અહ્કાર,કામના,વાસના વગેરે ધુસીજ જાય છે, અને રાગ દ્વેષ ,અહંકાર એમ છોડવો સહેલો નથી,જયારે દયાન દ્વારા સમ્યક જ્ઞાન અને આતરિક શુદ્ધતા પ્રાપ્ત થાય કે તુર્તજ રાગદ્વેષ વગેરેથી મુક્ત થઇ શકાય છે આમ.જીવનમાં રાગને ધ્યાન દ્વારાજ છોડી શકાશે ક્રોધ કામ અને વાસના વગેરે એમ નહી જાય આ માટે ધ્યાન દ્વારા કિલ્લે બાંધી કરવી જ પડશે,શુદ્ધતા પ્રાપ્ત થશે તોજ આત્મા વિકાસને પંથે આગળ વધી શકશે,
જીવનમાં રાગ દ્વેષ ,અહંકાર,વાસના,કામના,ઈચ્છા,અપેક્ષા,તૃષ્ણા,આશા વગેરે હોવું તે અંધકારની નિશાની છે આ અંધારું ઉલેચવા માટે પ્રચંડ પુરુષાર્થની જરૂર પડે છે બુદ્ધે આ માટે પ્રચંડ પુરુષાર્થ કરી બતાવ્યો છે ને સિદ્ધી પ્રાપ્ત કરેલ છે. ને અજ્ઞાનમાંથી નિવૃત થઇ જ્ઞાનમાં સ્થીર થયા છે, તે હકીકત છે. તેમણે સુચવેલા માર્ગ પર ચાલવા માંડીયે ત્યાજ સુખ,શાંતિ ને આનંદ છુપાયેલ છે બુદ્ધે કહ્યું છે કે આ માટે સંસાર છોડવાની કોઈ જ જરૂર નથી, માત્રને માત્ર જાગૃતિ અને સંયમ પૂર્વક ચાલવા માંડો જરૂર સફળતા મળશે ને પરમ આનંદ પ્રાપ્ત થશે જ .એજ જીવનની સિદ્ધી છે,ચાલો આપણે તેમણે સુચવેલા માર્ગ પર ચાલવાનુ નક્કી કરીએ.જેથી સુખને મળી શકીએ,