માણસના જીવન સંગ્રામમાં જ્ઞાન એ કાંઈ બહુ કથાઓ સાંભળવાથી કે વાંચવાથી, મળી જતું હોત તો, આજે તો માહિતીનો જમાનો છે. ગુગલ ખોલો ત્યાં બધું જ વાંચવા મળી જાય છે. ને ટીવી ખોલો ત્યાં અનેક કથાઓ સાંભળવા મળે છે.. ને ટોળાને તોળા બેઠા નઝરે પડે છે,કોઈ કથામાં ટોળું ન હોય તેવું જોવા મળતું જ નથી .અનેક માણસો સાધુ બાવાઓને પગે પડતા હોય છે.અનેક મંદિરો,મસ્જીદો,ચર્ચો,દેવળો,ગુરુદ્વારો,નો પાર નથી ને અનેક દેવ દેવીઓની હારમાળા સામે પ્રાર્થના કરતા માણસો જોવા મળે છે. છતાં કોઈ પણ, ચિંતા થી મુક્ત જોવા મળતાં જ નથી, બધા જ કોઈને કોઈ રીતે દુઃખી ,ચિંતા ગ્રસ્ત જ હોય છે. ને તનાંવ ગ્રસ્ત જીવન જીવતા હોય છે,એક પણ વ્યક્તિ અભયમાં કે જ્ઞાનમાં સ્થીર થયો હોય તેવો એક પણ દાખલો નથી.આનો અર્થ એ થયો કે આપણે ક્યાંક ખોટે રસ્તે ચડી ગયા છીએ. જેથી શાંતિ પ્રાપ્ત થતી નથી એટલું તો નક્કી સાબિત થાય છે ,અને જ્યાં શાંતિ ને સુખ નથી ત્યાં ધર્મનું આચરણ નથી.
સો કોઈ સ્વીકારે છે, કે ધર્મનું આચરણ જ પરમ સુખ,શાંતિ,ને આંનંદ પ્રદાન કરે છે. અને ધર્મ એટલે જ પોતાની જાતને,સ્વ સ્વરૂપને જાણી તેમાં સ્થીર થવું. એટલે કે આપણા પોતાના સ્વભાવને જાણવો આમ આપણો મૂળ સ્વભાવ સચિદાનંદ છે.એટલે સ્વભાવમાં સ્થીર થવાથી જ જ્ઞાન પ્રાપ્ત થાય.આત્મા એજ પરમાત્મા છે.તેમાં સ્થીર થવું એજ ધર્મ છે.આમ આત્માને જાણો. એટલે પરમાત્માને જાણી લીધો.આ વીધી કરો એટલે પરમ શાંતિ પ્રદાન થાય છે. એમ સો કોઈ કહે છે. અને ત્યાં જ પરમ આનંદ છે. અને તે અધ્યાત્મના માર્ગ દ્વારા જ મળે છે.અને ત્યાજ .દુઃખથી મુક્તિ છે.. આ વાતમાં તો સો સંમત છે. આને પ્રાપ્ત કરવાના માર્ગ માંટે જ સો જગડી રહ્યા છીએ. વેદ ઉપનીષદો સ્પષ્ટ કહે છે. કે અંત:કરણમાં ઉતરો ત્યાંજ બધું સંગ્રહાયેલું છે, સુખ શાંતિને આનંદ ત્યાજ છે. જે પ્રાપ્ત થશે જ.જયારે પુરાણોએ બધી રામાયણ ઉભી કરી દીધી છે ,અનેક દેવ દેવીઓનું પ્રદાન તેનું છે, તેને પૂજો આરતી કરો ને ધરો.એમ કહે છે.
ઉપનીષદો અને વેદો સ્પષ્ટ કહે છે કે નિર્જિવ વસ્તુ કદી પણ કાંઈ આપી શકે જ નહી.તેજ જ જગતમાં સત્ય છેઅને આજ જગતનો શાશ્વત નિયમ છે. તો પુરાણોએ પથરાને જીવિત કરવા એક નવું જ તુત ઉભું કરી દીધું મૂર્તિઓમાં પ્રાણ પ્રતિષ્ઠા કરીને દેવ દેવીઓને આહવાન કરીને પથરામાં પૂરે છે.ને દેવ અંદર બેઠા છે, તેને પૂજો એટલે તમોને સુખ પ્રાપ્ત થશે પણ કોઈ ને આજ સુધીમાં શાંતિ,સુખ પ્રાપ્ત થયું નથી તે હકીકત છે. છતાં આ રસ્તામાં આમ તેમ ભટકીએ છીએ કદાચ મળી જાય. પણ જ્યાં વસ્તુ જ હાજર નથી ત્યાં ક્યાંથી મળે. તે સમજાતું જ નથી. ને સમજવા દે તેમ પણ નથી તે પણ સત્ય છે.
એક પ્રસંગ છે એક ડોશીમા રસ્તા ઉપર પોતાનાં નાકનો દાણો ખોવાય ગયેલો. અંધારું હતું તેથી ફાંનસ લઈને શોધતા હતા. તેમાં એક ધર્માત્મા નીકળ્યા કે માં શું શોધો છો, તો માજી કહે બાપ મારો નાકનો દાણો પડી ગયો છે, તો તે શોધું છું. તો બાપ જરા મદદ કરોને પેલા ધર્માત્માએ પોતાની બેટરી હતી લાઈટ કરીને શોધવા લાગ્યા કયાંય દાણો મળ્યો નહી. એટલે માજી ને કહે માજી કેમ કરતા નાકમાંથી નીકળી ગયો. તો માજી કહે બાપ હું તો નહાતી હતી. ને માથું ધોતી હતી ત્યાં ક્યાંક નાકમાંથી નીકળી ગયો ને પડી ગયો છે.
ધર્માત્મા કહે માજી દાણોતો ધરમાં જ શોધવો જોઈએ ને ત્યાંજ પડ્યો હશે .તો માજી કહે ભાઈ આટલા બધા માણસો તમારા જ કહેવાથી મંદિરોમાં મસ્જિદો,ચર્ચોમાં વગેરે સ્થળે પરમાત્માને શોધે છે,તો પરમાત્મા તો આત્મા રૂપી અંદરજ બિરાજે છે. તો તમારા કહેવા પ્રમાણે જો તેમને મંદિરો વગેરેમાં ભગવાન મળી જતા હોય તો મને મારો દાણો રસ્તામાંથી કેમ ન મળે.
ધર્માત્મા કહે માજી તમો ગાંડા થઇ ગયા લાગો છો, ધરમાં દાણો ખોવાયો છે, ને રસ્તા ઉપર શોધો છો. તો માજી કહે તમારા કહેવાથી જ બધા મંદિર મસ્જીદ ચર્ચ ,દેવળો વગેરેમાં પરમાત્મા શોધે છે,ખરેખરતો પરમાત્મા તો અંદર છે,તેને જો તમારા કહેવાથી મંદિરોમાંથી પરમાત્મા મળતા હોય તો મને મારો દાણો રસ્તામાંથી મળવો જ જોઈ એ જ.એજ તમારા કહેવા પ્રમાણે સત્ય છે.
ધર્માત્મા કહે માજી તમો ગાંડા થઇ ગયા છો. તો માજી કહે તો આ બધા તમારા કહેવાથી તમારા મંદિરોમાં મસ્જિદોમાં, ચર્ચોમાં,ભગવાનને શોધે છે. તેમને તમો ગાંડા ગણો છો કે ડાહ્યા એતો મને સમજાવો બાપજી?. ધર્માત્મા કાંઈ જવાબ આપી શક્યા નહિ ને ચાલતી પકડી.ને મંદિરે જઈને ધંટ વગાડવા માંડ્યા જેથી લોકો ભેગા થાય.ને ભગવાનની આરતી કરે ને આરતીમાં પેસા નાખે.આ છે આજનો ધર્મ.જ્યાં નથી ત્યાં બધા શોધે છે.
જીવનમાં જો સિદ્ધી જ મેળવવી હોય તો તેની અનિવાર્ય શરત એ છે કે મનને સાવજ ખુલ્લું રાખવું .અને સત્ય જીજ્ઞાસાની સિદ્ધિમાં કોઈ પણ પૂર્વ ગ્રહોને કે આપણા રૂઢ સંસ્કારોને આડે આવવા દેવા જ નહી.આ માટે સો પ્રથમ અભયતાની જરૂર પડે છે.
ધર્મનો કોઈ ખરો ને સત્ય આધારિત અર્થ જો કોઈ હોયતો તે છે. નિર્ભયતા સાથેની સત્યની શોધ તેનું નામ ધર્મ. અને સત્ય આપણી અંદર જ બિરાજે છે. અંત:કરણમાં ઉતરી સત્યને શોધવાનો જગતમાં એકજ માર્ગ છે.આ સિવાય સત્યને શોધવાનો બીજો કોઈ માર્ગ જ નથી.બાહ્ય કર્મ કાંડ એતો નર્યો ભટકાંવ જ છે.ત્યાં ખુવારી સિવાય કાઈ હાથમાં આવતું જ નથી.જ્ઞાનની પ્રાપ્તિ થતી જ નથી.
આપણે ગમેતે વિષયને સાંભળતા હોઈએ કે વાંચતા હોઈએ આ બંધુ જ્ઞાનના ચોકામાં આવતું જ નથી.જો મનના બધાજ દ્વારો સત્ય માટે જ ખુલ્લા હોય, અને નિર્ભયતા તેની પુષ્ટ ભૂમિમાં બિરાજતી હોય અને જે કાંઈ શુધ બુદ્ધિથી જાગૃતતા પૂર્વક નિષ્કામ ભાવે,આસક્તિથી મુક્ત થઈને કર્મકરીએ, વિચારીએ, ચિંતન કરીએ તેજ ધર્મમાં ચોગાઠાંમાં આવે છે.અને તેજ જ્ઞાનને પાત્ર બને છે.અને જ્ઞાન જ પરમ શાંતિ દાતા છે.
અધ્યાત્મની સાધના દ્વારા અંત:કરણમાં ઉતરી જીવનમાંથી આંતરિક તમામ મેલ અને નબળાઈઓ દુર કરવી, અને તેને સ્થાને સર્વાગીણ સ્વચ્છતા,શુદ્ધતા,પવિત્રતા તેમ જ સામનજશ્ય પુર્ણ જીવનમાં બળ આણવું એજ જીવનમાં ધર્મનો અંગીકાર છે. આજ વાત વેદની અને ઉપનીષદની છે .અને આજ હકીકત પ્રાચીન કાળથી દરેક દેશ અને જાતિમાં સત્ય ધર્મને નામે પ્રસિદ્ધ છે.જેને અધ્યાત્મની સાધના કહેવામાં આવે છે .
આ આધ્યાત્મિક સાધના દ્વારાજ નિર્ભયતા આવે છે.અને નીર્ભાયતાંમાંજ શાંતિ સુખ અને આનંદ છુપાયેલા છે.જીવનમાં નિર્ભયતાની પાછળ જ તમામ સદગુણો હોય છે ,એક અભયમાં સ્થીર થાવ એટલે બધું જ પ્રાપ્ત છે સંશય નાબુદ થાય છે. આધ્યાત્મિકતા વિના માનવતા કે રાષ્ટ્રીયતા ટકતી જ નથી.આજના વાતાવરણ માં નથી આધ્યાત્મિકતા કે નથી રાષ્ટ્રીયતા તેનું કારણ માત્રને માત્ર ધર્માંધતા છે. આધ્યાત્મિકતા નથી.જ્યાં ધર્માંધતા ત્યાં સુખ શાંતિ ને આંનદ ગાયબ જ હોય છે.તે સત્ય હકીકત છે. આઆજની સ્થિતિનો ડોશીમાને ધર્માત્મા જવાબ આપી શક્યાં નથી તે હકીકત છે. ડોશીમા સત્યના રસ્તે હતા જયારે ધર્માત્મા અસત્યના રસ્તે હતા,.સત્ય અને અસત્ય વચ્ચેના અંતરને સમજો ને જીવન જીવે જ જાવ.ને સત્યને વળગો ત્યાંજ શાંતિ સુખને આનંદ છુપાયેલ છે ,ચાલો સત્યને જ પકડીએ ..આ માટે અધ્યાત્મની સાચી અને ઉડી સમજ આવશ્યક અને જરૂરી છે