માનવીય જીવનમાં કોઈ પણ સાધન કોઈ પણ પ્રકારની સિદ્ધી માટે જ હોય છે, ને સાધન વિના સિદ્ધી પ્રાપ્ત થઇ શકે જ નહી, પરંતુ સાધન સર્વજ્ઞ નહી હોવાના કારણે જ માનવ જે સાધન દ્વારા જે પ્રમાણમાં સિદ્ધી પ્રાપ્ત કરવાની કલ્પના કરે છે, ઈચ્છા રાખે છે ને પોતાની ધારણાનાં પ્રમાણમાં સદાય સિદ્ધી જ મળી જાય તેવું કદી બનતું હોતું નથી. આવી અસફળતાની સ્થિતિમાં માણસને વિચાર કરવો જ પડે છે, કે સાધનમાં અને મારા પુરુષાર્થમાં ક્યાં ક્યાં ખામી રહી ગઈ છે જેથી મારી ધારણા અનુસારની સિદ્ધિ મળી નહી.
માણસ ફળની પ્રાપ્તિના રૂપમાં જયારે વિશ્લેષણ, ચિંતન, મનન કરે છે, ત્યારે તે જાણી શકે છે કે ક્યાં ક્યાં કઇ કઇ રીતે,કઇ કઇ જગ્યા એ મારાં પુરુષાર્થમાં અને સાધનમાં ક્યા ક્યા પ્રકારની ખામી રહી ગઈ ,આ રીતે જે કાંઈ ફળ ઓછું વત્તું પ્રાપ્ત થયુ છે.તે તેમણે કલ્પેલા ફળની તુલનામાં કેટલું ઓછું છે, કેટલા ફેરફાર સાથેનું છે. આ બધાનો તટસ્થતા પૂર્વક અધ્યયન કરીને પોતાના સાધનોમાં અને પોતાની કાર્ય શક્તિમાં સંશોધન કરે છે,ફેરફાર કરશે અને પછી જ ફરી તેનો અમલ કરતો હોય છે.આમ જરીયાત એજ સંશોધનની જનેતા છે.જગતમાં જે કાંઇ સંશોધનો થયા છે, પ્રગતી થઇ છે. તેની પાછળ માણસની જરૂરીયાત જ છે. અને જરુરીયાને પૂરી કરવા જ નવા નવા સંશોધનો દ્વારા જ નવાનવા સાધનો અસ્તિત્વમાં આવેલા છે.
આમ સાધન અને સાધ્યની વચ્ચે અનુભવનું આદાન પ્રદાન સતત ચાલતું જ રહે છે ,આ દ્રષ્ટીએ એટલું જ કહેવું પુરતું નથી કે શુધ્ધ સાધન અને શુધ્ધ પુરુષાર્થથી જ ધારણા અનુસાર ફળની પ્રાપ્તિ શક્ય બને જ છે,. અથવા સાચા સારાં સાધનથી અને સારા કર્મ દ્વારા જ ઈચ્છા અનુસાર ફળની પ્રાપ્તિ થઇ જાય તે પણ જગતમાં શક્ય જ નથી. કારણ કે ફળની પ્રાપ્તિમાં માત્ર સાધન,અને પુરુશાર્થ પૂરતા નથી પણ બીજા અનેક પરિબળો,કારણો આમાં સામેલ હોય છે, જેને આપણે કુદરત કહીએ છીએ. જેમાં વાતાવરણ, હવામાન,પાણી વગેરેનો સમાવેશ થાય છે, જેની ઉપર કદી પણ માણસનો કાબુ હોતો જ નથી, તે અજ્ઞાત શક્તિ છે.જે ને પ્રકૃતિ કહેવામાં આવે છે,આ અજ્ઞાત શક્તિ કહો કે પ્રકૃતિ કહો તેને કારણે જ માણસને કદી પણ પોતાની ધારણા અનુસારનું, ઈચ્છિત ફળ પ્રાપ્ત થતું જ નથી. જેથી માણસ ગમે તેટલી, ગમે તે રીતે, ગમેતે સાધનથી પુરુષાર્થ કરે તો પણ ધાર્યું ફળ કદી પ્રાપ્ત થતું જ નથી.એ કુદરતનો શાશ્વત નિયમ છે.જેમાં માણસ કોઈ ફેરફાર કરવાને શક્તિમાન નથી,એક વાવા જોડું આવે ને બધું જ વેરણ છેરણ કરી નાખે,ધરતી કંપ થાયને બધું હતું ન હતું થઈ જાય. આવા બધા કારણોથી ધાર્યું પરિણામ પ્રાપ્ત થાય નહી તે સ્વાભાવીક છે પણ માણસ આ બધાને સહર્ષ વિવેક સાથે સ્વીકાર કરતો નથી,કરી શકતો નથી. જેથી માણસ કાયમ ચિંતા,ઉદ્વેગ,તનાંવમાં જ રહે છે.અને આ તનાવમાં રહેવાથી પોતાની સમગ્ર શક્તિ પણ પાછો કર્મમાં લગાડી શકતો નથી. જેથી તેનાથી કર્મ સારી રીતે થઇ શકતું નથી અને કોઈને કોઈ ખામી કર્મમાં પોતાનાથી રહી જ જાય છે,ને ફળની પ્રાપ્તિમાં મુશ્કેલી ઉભી થાય છે.આમ માણસ ફળની આશાથી ગમે તેટલો પુરુશાર્થ કરશે તો પણ પોતાની ધારણા અનુસારનું ફળ કદી પ્રાપ્ત કરી શકશે જ નહી. કારણકે તેની પાછળ વિજ્ઞાન કામ કરે છે. જેમાં માણસ કોઈ ફેરફાર કરી કરી શકતો જ નથી.અને તેમાં ફેરફાર કરવો જ અશક્ય છે, જે અશક્ય જ છે તેને વિવેક સાથે સ્વીકારવામાં જ ડહાપણ રહેલું છે. પણ માણસ આવો વિવેકવાન બની શકતો જ નથી. એટલે આ વેજ્ઞાનિક કારણ છે, તેને વિવેક સાથે સ્વીકારી શકતો નથી કે મિટાવી પણ શકતો નથી..જેથી માણસ તેને ભાગ્યનું નામ આપે છે..
આ જગતમાં ભાગ્ય જેવી કોઈ ચીજ છે, જ નહી અને કોઈ પણ જાતના કર્મમાં પરમતત્વ પરમાત્મા હાથ પણ નાખતો જ નથી, તેને આવા ક્ષુલ્લક કામમાં હાથ નાખવાની નવરાશ પણ નથી. એટલું માણસ જાત જો બરાબર સહજી લે તોમાણસ સુખની પ્રાપ્તિ કરી જ શકે છે, ને આનંદમાં જીવી શકે છે.
જો આ કર્મનું વિજ્ઞાન બરાબર સમજાય જાય તો માણસ કદી પણ ફળની આશા રાખીને કામ કરશે જ નહી કારણ કે ફળની પ્રાપ્તિમાં માણસનું કાંઇ ચાલતું જ નથી, પછી તેથી તેનો શા માટે વિચાર કરવો અને ફળની આશા વિના તે કામ કરશે ને જે કાંઈ ફળ મળશે તેમાં જ સંતોષ અનુભવશે. જેથી તે તનાવમાંથી મુક્ત થઇ શકશે..
આ છે કર્મનું વિજ્ઞાન ટૂંકમાં કર્મ કરો પણ ફળની આશા રાખીને કરો નહી તો જ શાંતિ પ્રાપ્ત કરી શકશો.અને શાંતિ પૂર્વક જીવવું એજ જીવન જીવવાની સાચી રીત છે.અનુ નામ જજીવન વિજ્ઞાન છે,આ જીવન વિજ્ઞાનનો આશરો લઈને જીવવાનું છે.એટલે જીવન વિજ્ઞાનને સમજીને વિવેક સાથે જીવવું એજ જીવન જીવવાની સાચી રીત છે. એટલે ભાગ્ય બાગ્ય ને ગોળી મારો ને ,આશા અપેક્ષા ને તૃષ્ણા વિના સરળ, સહજ,વિવેકવાન બની સત્યનાં આચરણ સાથે જીવો શાંતિ સિવાય કાંઈ હાથમાં આવશે જ નહી, જેની ખાત્રીને બાહેધરી ક્રષ્ણ ભગવાને આપી છે પછી આપણે શું ચિંતા.
ગીતા જેને ફળ ત્યાગ કહે છે તેજ છે જીવન વિજ્ઞાન .ક્રષ્ણ ભગવાન મહાન માનસ શાસ્ત્રી હતા ને જગતના પ્રથમ માનસશાસ્ત્રી છે. તેમાં કોઈ શંકા જ નથી ગીતા એ મનનું જ શાસ્ત્ર છે,ગીતાની સમગ્રતાં કર્મ ફળ ત્યાગની આસપાસ જ વીંટળાયેલી છે.આમ ગીતા એ જીવન વિજ્ઞાન છે, તેમાં કોઈ શંકા જ નથી,આ જીવન વિજ્ઞાનની આસપાસ કર્મ ,ભક્તિ અને જ્ઞાન વગેરે ગોઠવાય ગયેલા જોઈ શકાય છે. દેહ છે તો કર્મ પણ હોવાનું જ .તેમાંથી કોઈ મુક્ત થઇ શકે તેમ નથી ,અને કર્મ છે, તો ફળ પણ હોવાનું જ કારણ કે ફળ વિનાનું કર્મ હોય શકેજ નહી.અને ફળ છે તેથી વિચાર અને ફળની આશા હોવાના જ આમ આખું જોડું છે.
આપણો દેહ છે તેને જો સત્યના આચરણથી જ શણગારવામાં આવે તો મુક્તિ મળે છે.તે બધાજ સત્ય રૂપી ધર્મો કહે છે. ને જેઓ એ જ્ઞાનની પ્રાપ્તિ કરીને મોક્ષ સુધી પહોચ્યા છે. તેઓ પણ કહે છે કે સત્યના આચરણ દ્વારાજ ત્યાં પહોચી શકાય છે, આ સિવાય બીજો કોઈ રસ્તો નથી.એટલે સત્યના આચરણ દ્વારા પુરેપુરી શુધ્ધતાં પ્રાપ્ત કરી હોય તેને જ મુક્તિ મળે,એટલેકે કર્મ બંધન માંથી છૂટવું જ પડેછે આ કર્મ બંધનમાંથી છુટવાનો વિજ્ઞાનીક જવાબ ક્રષ્ણ ભગવાને ગીતામાં આપ્યો છે.. તેઓએ સ્પષ્ટ કહ્યું કે અનાસક્ત ભાવમાં સાક્ષીભાવમાં,સમતામાં સ્થીર થઈને.અહંકાર રહિત થઈને નિષ્કામ કર્મ કરો , એટલે કે યથાર્થ કર્મ કરો ,આ યથાર્થ કર્મ એટલે કર્મ ફળ ત્યાગ.આ ત્યાગ એટલે કે કર્મ ફળની આશા,અપેક્ષા,તૃષ્ણા વગેરેથી મુક્ત થઈને કર્મ કરવું. એટલે કે જીવન વિજ્ઞાન અનુસાર કર્મ કરવું. આરીતે કર્મ કરશો ને જે કાંઈ ફળ પ્રાપ્ત થાય તેનો પ્રસાદ તરીકે સ્વીકાર કરશો ને તેનો ઉપયોગ કરશો. આમ કરવાથી શાંતિમાં ભંગ થશે જ નહી. ને વિચારવાયુથી બચી જશો ને શાંતિ સુખ પ્રાપ્ત કરી જ શકશો.આ છે ગીતાનુ જીવન વિજ્ઞાન.
આ અનાસક્તીભાવ,સાક્ષીભાવ,સમતાભાવમાં સ્થિરતા અને અહંકાર ,રાગદ્વેષ રહિતતા અને કર્મ ફળ ત્યાગ કહેવાથી પ્રાપ્ત થતા નથી કે આ કેવળ બુદ્ધિનો પ્રયોગ નથી તેતો હૃદયસ્થ થઈને હૃદય મંથનથી જ ઉત્પન્ન કરવા પડે છે,અને .આવી ત્યાગ શક્તિ પ્રાપ્ત કરવાને માટે જ્ઞાન જોઈએ જ્ઞાને માહિતીનો જથ્થો નથી આવો માહિતીનો ખજાનો તો ધણા પંડિતો ને કથાકારો પાસે હોય છે.એમને મોઢે ધણું બધું ગોખેલું હોય છે,જેઓ રાત દિવસ ભાંભર્યા કરે છે. ને તે ઓ ભોગોમાં રચ્યા પચ્યા હોય છે ,આમાં જ્ઞાન નથી તેતો માહિતી કહેવાય માહિતી કદી કલ્યાણ કરી શકે નહી. તે તો દુઃખના ડુગરા જ હોય છે. તેમાંથી શાંતિનું કે સુખનું ઝરણું કદી પણ નીકળી શકે જ નહી.
ગીતાએ જ્ઞાન સાથે ભક્તિને ભેળવી છે તે તેની વિશિષ્ટતા છે તેઓએ સ્પષ્ટ કહ્યું છે કે ભક્તિ વિનાનું જ્ઞાન વિફરે તેથી કહ્યું છે કે જો અન્યોન્યભાવ સાથે અંતકરણથી ભક્તિ કરશો તો જ્ઞાન આપો આપ મળી જ રહેવાનું .પણ ભક્તિ એ તો શીશનું સાટું છે.એટલે ગીતાની ભક્તિ એ વેવલા ભક્તિ નથી .તેમાં બાહ્ય શીશ્ટા ચારોને કોઈ જ સ્થાન નથી .એટલેકે માલા તિલક,ઈત્યાદિની કોઈ જ કીમત નથી.એતો નરી બનાવટ છે.અને ભગવાનને ને આત્માને છેતરવાનો મોટો ધંધો છે, તેનાંથી કાંઈ કલ્યાણ થાય નહી
ભક્તિ એટલેશું તે અંગે ગીતની વ્યાખ્યા
ભક્તિ એટલે જીવનમાં આચરણ, જ્યાં આરીતનું આચરણ નથી ત્યાં ભક્તિ નથી .એટલે કે જે માંણસ પરમાત્માની ભક્તિ કરતો હોય તે કોઈનો દ્વેષ કદી કરે નહી ,તેનામાં પુરેપરી સમતા હોય ,એટલે કે સુખ- દુઃખ, લાભ-નુકસાન, .નિંદા –પ્રશંશા, કીર્તિ-અપકીર્તિ.વગેરે સરખા જ માનતો હોય. કરુણાનો ભંડાર હોય,અહંતા મમતાથી સાવ મુક્ત હોય ,જે ક્ષમા શીલ હોય .જે સદાય સંતોષી હોય,જેનો નિશ્ચય કદી ફરે નહી, .જેમણે પોતાના મન ને બુધ્ધી બન્ને પરમ તત્વ પતામાત્માને અર્પણ કરી દીધા હોય, જેના વર્તન વ્યવહાર આચરણથી લોકો ત્રાહિમામ થતા ન હોય .જેનાથી લોકો ભય અનુભવતા ન હોય, જે હર્ષ અને શોકથી મુક્ત હોય.જે પવિત્ર, કાર્યદક્ષ,અને તટસ્થ ભાવમાં પુરેપ્રા સ્થીર હોય, .શુભા શુભનો જેમણેસંપૂર્ણ ત્યાગ કર્યો હોય. જે શત્રુ અને મિત્રને સમાન ગણીને તેમની સાથે વર્તન વ્યવહાર કરતો હોય. તે ટોટલી સમભાવી હોય, પેસો ,પ્રતિષ્ઠા પદ પ્રચાર અને પ્રપંચોથી મુક્ત હોય અને જેમણે આંતરિક સાધના દ્વારા મન,બુદ્ધિને વાસના સ્થીર કર્યા હોય, તેજ સાચો ભકત જેમનામાં આ ન હોય તે ભક્ત નથી પણ ભક્તિના નામે રોટલા શેકી ખાતો બનાવટી ભક્ત છે,આમ દેવ સ્થાનો માં ભટકનારો ભક્ત નથી કે દેવસ્થાનોમાં દાન આપનારો ભક્ત નથી, તે આના પરથી નક્કી થાય છે આ શબ્દો મારા નથી પણ ક્રષ્ણ ભગવાનના છે,ક્રષ્ણ ભગવાન આવાં ને જ ભક્ત કહે છે, બાકીનાતો બનાવટ કરનારા છે તેનાથી અલગ રહો .
આવી ભક્તિ આસક્ત માણસમાં સંભવે જ નહી એટલે જેઓ કોઈને કોઈ ચીજમાં આસક્ત છે તે કદી પણ ભક્ત થવાને લાયક નથી. એટલું બરાબર સમજી લેવું જરૂરી છે. એટલેકે અનાસક્ત ભાવમાં સ્થીર થયેલો જ સાચો ભક્ત છે.એમ ક્રષ્ણ કહે છે ,
આવા ભાવમાં સ્થીર થયેલો ભક્ત જ આત્મ દર્શન,આત્મ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. આવા આત્મજ્ઞાની ભક્તે અને જ્ઞાનીએ કર્મ ફળ ત્યાગની કસોટીએ ચડવાનું રહ્યું .આમ ક્રષ્ણ ભાગવાનની દ્રષ્ટીએ ભક્ત એટલે વેવલો માત્ર માલા લઈને જપનાંર,નથી પણ જેમણે પુરેપુરી સમતામાં અને સ્થિત પ્રજ્ઞમાં સ્થીર થયો તે ભક્ત છે, આવા ભક્તનું જ તેઓ કલ્યાણ કરે છે, તેમનું કલ્યાણ થાય છે. બાકીનાતો હવામાં બાચકા જ ભર્યા કરે છે.ને કાંઈ પ્રાપ્ત કરી શકતા જ નથી.
ગીતાએ આપણને સ્પષ્ટ કહી દીધું કે નિષ્કામ કર્મ કર્યા વિના કોઈ સિદ્ધી પામ્યાજ નથી જનક પણ આરીતે કર્મ કરીને જ્ઞાનમાં સ્થીર થયા છે,. અને જ્ઞાનની પ્રાપ્તિ વિના મોક્ષ નથી. પરમ શાંતિ કે પરમ સુખ પણ નથી જો તમારે મોક્ષ પરમ ,શાંતિ અને સુખ જોઈતા હોય તો આસક્તથી મુક્ત થાવ તેજ સાચો રસ્તો છે આમાં કાંઇ છોડવાનું નથી માત્રને માત્ર ભાવમાં જ ફેરફાર કરવાનો છે તેમ ક્રષ્ણ કહે છે.ક્રષ્ણ ને અનુસરો પૂજો નહી.