રામાયણ કે ભાગવત એ કોઈ સામાન્ય પ્રકારની ચકી-ચકાની વાર્તા નથી. તેમાં માનવીય જીવનનું ધુંટાતું અદભુત રહસ્ય છુપાયેલું છે. માત્ર કથાઓ સાંભળવાથી તેની પ્રતીતિ થતી જ નથી, જ્યાં સુધી રામાયણના અને ભાગવતના સિધ્ધાંતો કે જીવનમાં આચરણમાં જ ન મુકાય ત્યાં સુધી બધું જ નકામું છે. માત્રને માત્ર સાંભળીયે જ છીએ ને તેનો અમલમાં મીડું જ હોય છે, જે આપણા સૌના વ્યવહાર આચરણ પરથી પ્રતીતી થાય છે. કારણ કે આપણા સૌના વ્યવહારમાં ક્યાંય પણ સત્યતા દેખાતી નથી, પ્રમાણિકતાનુ કે નીતિમત્તાનું નામ નિશાન નથી, અને જીવનમાં જે સરળતા સહજતા જોઈએ, તે પણ નથી. તે જ બતાવે છે, કે આપણે સિદ્ધાંતોનો અમલ કરતા નથી. ખોટો રસ્તો પકડાય ગયો છે, જેથી કાયમ તનાવમાં જીવીએ છીએ. આમાંથી મુક્ત થવાનો એક જ રસ્તો છે. તે છે સત્યનો સ્વીકાર અને અંગીકાર કરીને જીવવું, જ્યાં સુધી આં નહી હોય ત્યાં સુધી તનાવ રહેવાનો જ. તનાવ એ જીવન જીવવાની સાચી રીત નથી.
આજે કથાઓમાં ટોળાને ટોળા સંભાળવા આવે છે, કથા કારો અને ધર્માત્માઓ પોતાના વ્યાખ્યાનોમાં સ્વર્ગ,નર્ક,પાપ પુણ્યની વાતો ભરપુર કરતા હોય છે, સ્વર્ગમાં કેમ જવાય નરકથી કેમ બચીશકાય આવી બધી વાતો સમજાવે છે, ને કથાની બૂક માથે રાખવાથી પુપ્ય મળે છે, વ્યાસ પીઠની આરતી કરવાથી ભવ સુધરી જાય છે, વગેરેની વાતો સમજાવતા હોય છે.આમાં એક ટકો પણ યથાર્થતા કે સત્યતા હોતી જ નથી તે પણ એટલું જ સત્ય છે આ વસ્તુ પણ જો સમજાય તોય સત્યના રસ્તે ચડ્યા છીએ એમ કહી શકાય.
આજ સુધીનો ઈતિહાસ તપાસીએ તો આ કથાકારોની વાતો અને ધર્માત્માની વાતોમાં શ્રધ્ધા રાખવાની કોઈ જ જરૂર નથી જણાતી નથી. કારણ કે તેમના વ્યાખ્યાનોની અસરો નુકસાન કારક પુરવાર થયેલ છે, જેની કોઈ પણ જાતની સાબિતી જ ન હોય તેમાં લોકો એ શામાટે શ્રધ્ધા રાખવી જોઈએ,કે વિશ્વાસ રાખવો જોઈએ. આ કથાકારોએ અને ધર્માત્માઓ એજ બધા લોકોની વિચાર શક્તિ કુંઠિત કરી નાખી, બગાડી નાખી છે, અને સંપૂર્ણપણે પાખંડ જ ઉભું કર્યું છે.આજે ધર્મમાં પાખંડ સિવાય કાંઈ જોવા મળતું નથી, ધર્માત્માઓએ અને કથાકારોએ વધુ વધુ નુકસાન તો સમાજમાં મોટે પાયે કર્યું છે. ને સમાજની એકતામાં ધા કર્યા છે ને અસહિષ્ણુતા અને તિરસ્કારવૃતિનાં બી વાવ્યા જ કરે છે ને તેમાંથી જ મોટા વુક્ષો ઉગી નીકળેલ છે.જેથી જ્યાં જુઓત્યાં હુસા તુસી સિવાય કાંઈ જોવા જ મળતું નથી.અને તેને પાછી તેને ધર્મ યુક્ત બનાવી દીધેલ છે. તેને ધર્મનો ઓપ આપી દીધો છે.
માણસ ધર્મ ને માંને છે તેનું કારણ છે, ભય અને નિરાધાર પણું છે, અને ભય ઉભો કરવામાં આ કથાકારો, ધર્માંત્માઓ, સંપ્રદાયો અને પંથોનો મોટો ફાળો છે. સ્વર્ગ, અને નરક ના ભયો એવા બતાવવામાં આવે છે. કે કોઈ પણ માણસ ભયગ્રસ્ત બની જાય છે. અને ધર્મ જ સાવ સીમિત થઇ ગયો છે.ને ધર્મની જે વિશાળતા હોવી જોઈએ તે ખોઈ બેઠો છે.
આજનો ધર્મ પ્રમાણિક વિચારને રૂંધે છે. અને બિન જરૂરી વસ્તુને જ મહત્વ આપે છે,અને માણસ દોરવાય જાય છે ને તેના અનુયાયીઓ થઇ જાય છે.કોઈપણનાં અનુંયાયી થવું એટલે આપણી બુધ્ધી ગીરો મૂકી દેવી,અને પછી બુદ્ધિથી સારાસારનો વિચાર કરતા બંધ થઈ જવું ને એક સંકુચિત વિચારમાં સ્થીર થઇ જવું જ છે,આમ સંકુચિતતા એક પ્રકારે મૃત્યુ જ છે.
જો માણસ સ્વસ્થ ચિતે વિવેક સાથે વિચારતો થાય તોજ અભયમાં ને વિશાળતામાં સ્થીર થઈ શકે છે.જો આ બની શકે તો આજના,કથાકારો, સંપ્રદાયો અને પંથોનુ જ વિલીની કરણ જ થઇ જાય. તેમાં શંકા નથી પણ આજના ધર્માત્માઓ અને કથાકારો તેમ થવા દે તેમ નથી, કારણ કે તો તો તેમની દુકાનો જ બંધ થઇ જાય, તેથી માણસને અભયમાં સ્થીર થવા દે તેમ નથી ને ભયમાં જ રહે તેવું તેઓ ઈચ્છે છે.અને તેમની ભયંકર માણસ પર પકડ હોય છે, તેથી લોકોને સત્ય સંમજાય તેવું તો ઇચ્છતા જ નથી,જો માણસને સત્ય શું છે તેની સમજ આવી જાય તો તે પોતાના આત્માંમાજ ઉતરવા પ્રયત્ન કરે ને ત્યાંથી જ સુખ શાંતિ ને આનંદ પ્રાપ્ત કરે ને બહારથી શોધવાની જે દોટ છે તે ખત્મ થાય, ને માણસ અભયમાં સ્થીર થાય. જેથી કથાકારો, ધર્માત્માઓ સપ્રદયોને પંથોની જરૂર જ પડશે નહી પણ આવું થવા દેશે નહી. ને આવું જ્ઞાન આપશે પણ નહી, આથી માણસો ભયમા જ જીવશે જેથી કદી પણ માણસ તનાવમાંથી મુક્ત થઇ શકશે જ નહી અભય જ જીવનમાં તનાવ નાબુદ કરી શકે છે,.તેનામાં જ તાકાત છે, પણ આવી તાકાત આવવા દેશે જ નહી..તે નક્કી જ છે.
આ ધર્માત્માઓ અને કથાકારો ભરપુર પોતાની જાહેરાતો આપીને પ્રચાર કરે છે, ને કરાવે ને છે,ઈન્ટરનેટનો ભરપુર ફાયદો ઉઠાવે છે. આપણા ફોનમાં પણ તેના સમાચારો આવે છે. ક્યાં કથા શરુ થવાની છે.તેમજ આરતીઓ ક્યાં સમયે થશે તેની તમામ વિગતો ધેર બેઠા મળી રહે છે. જે આજની હકીકત છે,અને કથામાં પાપ પુણ્યની વાતો કરે છે, સ્વર્ગ નર્કની વાતો કરી ને માણસને ભય ગ્રસ્ત બનાવાવનું મોટા પાયે કામ કરે છે.અને જ્યાં પણ ભય હોય ત્યાં શાંતિ હોય શકે જ નહી .તે જગતનો શાશ્વત નિયમ છે.
જીવનમાં પુણ્ય એ છે કે પૂરી જાગૃતતા અને સચેતનતા પ્રાપ્ત કરીને જે કાંઈ કર્મ કરો તેજ પુણ્ય શાળી કર્મ છે. તેનું જ પુણ્ય જીવનમાં આગળ જતા કામ આવે છે.બાકી બધું જ બનાવટ છે,આપણે આ બનાંવટ કરતા થાકતા નથી, કથા સાંભળીને બનાવટ કરતા થઇ ગયા છીએ,ને કથાકારો આવા કામોને જ પ્રોત્સાહિત કરે છે, આ આપણી મૂઢતાં જ છે, અજ્ઞાન છે. જેથી આપણે જીવનમાં તનાવમાં જ રહીએ છીએ.તનાવથી મુક્તિ એજ જીવન છે, આજ વાત રામાયણ અને ભાગવત કહે છે ,પણ રામાયણના કે ભાગવતના સિધ્ધાંતો જીવનમાં આચરવા નથી ત્યાં જ મોટી રામાયણ છે
રામાયણ અને ભાગવતનું જીવન દર્શન
વાલ્મીકી રામાયણ કે તુલસીનું રામાયણ વાંચતા આપણને સ્પષ્ટ પ્રતીતિ થાય છે કે રામાયણના પાત્રોને ડગલે ને પગલે મુશ્કેલીઓ આવેલ છે.અને આ ભયંકર મુશ્કેલીઓ વચ્ચે પણ રામાયણના પાત્રોએ.પોતાની સ્વસ્થતા અને વિવેક ક્યારેય ગુમાવેલ નથી ,અને વિકટ પરિસ્થિતિમાં કેવો નિર્ણય આપણે લેવો જોઈએ તે રામાયણ શીખવે છે. અને કેવા પ્રકારની ધીરજ ધરવી જોઈએ,અને કોઈ પણ પ્રકારની વિકટમાં વિકટ પરિસ્થિતિ સામે આવી ને ઉભી રહે તો પણ તેને શરણે નહી થતા વિકટ પરીસ્થીતીમાંથી કેવી રીતે અને કઇ રીતે બહાર નીકળી શકાય તેનું જ્ઞાન રામાયણ આપણને આપે છે. કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં ધીરજ ગુમાવાય નહી,ક્રોધમાં સરી પડાય જ નહિ.ક્રોધ કરવો એટલે પરિસ્થિતિને વશ થવું છે.
માણસના જીવનમાં અનેક મુશ્કેલીઓ ક્ષણે ક્ષણે અવનવા રૂપે આવતી જ હોય છે. તે તેનો સ્વભાવ છે, તેને આપણે બદલી શકતા નથી, પણ તેવા સમયે રામાયણ માણસને આશ્વાસન રૂપ અને પુરેપુરો માર્ગ દર્શક બની શકે તેવો ગ્રંથ છે,તેનો આદેશ છે કે ધીર જ ધરો,પ્રશ્ન ઉકલી જ જશે .
આ બન્ને ગ્રંથ પૂજવા કે આરતી કરવા માટે નથી પણ તેના સિધ્ધાંતો આચરણમાં મુકવા માટે છે એટલું જો આપણને સમજાય તોજ જીવન ધન્ય બને .બાકી વ્યાસ પીઠના ફેરાં ફરવાથી , તાળીઓ પડાવે ને હસાવે તેનાથી કે,રામ રામ કે ક્રષ્ણ ક્રષ્ણકરવાથી, કે માથે પોથી લેવાંથી કાંઈ પરિણામ પ્રાપ્ત થાય જ નહી આજ સુધીમાં કોઈને પ્રાપ્ત થયું પણ નથી તે હકીકત છે,ધણી બધી કથાઓ અનેક માણસોએ સાંભળી તેમાંથી એક પણ માણસ આત્માને જાણવા માટે સાધના કરતો થયો હોય ને આત્મ જ્ઞાની થયો હોય તેવો એક પણ દાખલો નથી .આથી જ પ્રતીતી થાય છે કે આ રસ્તો પરમ તત્વ સુધી પહોચાવવાનો નથી પણ ભટકાંવ છે,
રામાયણ એ સો ટકા માનવ જીવનની મર્યાદા પ્રાપ્ત કરવાનો ગ્રંથ છે, માણસ આ સંસારમાં રહીને જ અને સંસારિક જીવન જીવતા જીવતા માનવ જીવનની મર્યાદાનુ ચુસ્ત રીતે પાલન કરીને કેવી રીતે જીવી શકાય તેજ બતાવાનો રામાયણનો આદર્શ છે,હેતુ છે,આ માટે જ વાલ્મિકીએ આ વાર્તા લખી છે. રામાયણના એકે એક પાત્ર માનવ જીવનની મર્યાદાઓથી પુરેપુરા બંધાયેલા છે. કોઈ તેમાંથી મુક્ત થવા જરા પણ પ્રયત્ન કરતા જ નથી, તે તેઓની વિશેષતા છે, તે જ તેમની શીખ પણ છે.કે મર્યાદામાં જીવો,એટલેકે સત્યનું આચરણ કરો સત્ય સિવાય કોઈ શાંતિ આપી શકશે જ નહી તે જ રામાયણની અને ભાગવતની શીખ છે .
માનવ જીવનના પાયાનાં સિદ્ધાંતનું ઉલ્લંધન જ્યારે થાય છે, ત્યારે આપત્તિઓની જડીઓ વરસે જ છે. તે સીતાએ અને કયકૈયે ઓળંગેલી લક્ષમણ રેખાના પ્રસંગથી સમજાવ્યુ છે ,અને આ સમજાવવા માટે જ કવીએ આ બન્ને પ્રસંગોનુ વિસ્તૃત વર્ણન કરેલ છે. આ બને પ્રસંગો પરથી કવિ એ પ્રસ્થાપિત કરવા માગે છે કે માણસ જયારે અજ્ઞાનમાં સ્થીર થાય છે. ત્યારે તે જે કાંઇ કાર્યવાહી જીવનમાં કરે છે. તે દુઃખ જ પ્રદાન કરે છે. સીતા અને કયકેય બન્ને અજ્ઞાનમાં સરી પડ્યા હતા.અને અજ્ઞાનમાં તેઓએ બન્નેએ કાર્યવાહી કરી .જેનું પરિણામ બન્નેને ભોવવું પડ્યું છે, આ કવીએ સાબિત કર્યું છે,અને આ ઉપરથી કવિ કહેવા માંગે છે, કે માણસે પૂરે પૂરી જાગૃતિ પૂર્વક જીવન જીવવું જોઈએ. જાગૃતિ પૂર્વક જીવવું એટલે વર્તમાનમાં જીવવું ભૂતકાળને ભવિષ્ય કાળ એતો દુખના ડુંગરાંજ છે. તેમાંથી દુઃખના ઝરણા સિવાય કાંઈ બહાર આવે જ નહી,તેમાંથી અમૃત પ્રાપ્ત થવાની આશા રાખવી જ વ્યર્થ છે.આ વાતને બરાબર સમજાવવા માટે આ બંને પ્રસંગો મુકવામાં આવેલા છે..બન્નેએ અંનહદ દુઃખની યાતના ભોગવી છે. તે સાબિત કર્યું છે, આમ જાગૃતતા એજ જીવન છે, તે તેમનો સંદેશ છે,.
માણસના જીવનમાં એકજ સમયે અનેક ફરજો બજાવવાનું આવી પડેતો તેવા વખતે શું કરવું જોઈએ તે બતાવવાનો રમાયણે પ્રયત્ન કરેલો જોઈ શકીએ છીએ .માણસ બીજા કોઈના જેવો થવા પ્રયત્ન કરે તે જીવનમાં નુકસાન કારક સાબિત થાય છે કારણ કે બીજાના જેવું થવું શકય જ નથી,અને થઇ શકાતું પણ નથી જેથી કાયમ ચિન્તા ગ્રસ્ત જ જીવન વિતાવવું પડે છે,ને સાચી શાંતિ પ્રાપ્ત થઇ શક્તિ નથી. આમ બીજા જેવા થવાતું નથી ને પોતે જેવો છે તેવું જીવન જીવી શકતો નથી. જેથી કાગડો હંસની ચાલ ચાલવા ગયો ને ફસાઈ ગયો તેમજ માણસ ફસાય છે આથી,ચિંતામાં જ માણસ રહે છે.
પરમાત્માએ એક સરખા સ્વભાવના માણસો જગતમાં રમતા મુક્યા જ નથી, તેનો હેતુ જ એ છે, કે માણસ પોતાના સ્વભાવમાં જીવીને મહા માનવ જેવો બને, તે માટે વાલ્મીકિએ રામને આપણી સમક્ષ રજુ કર્યા છે.રામ નિરંતર સત્યને વરીને.પોતાના સ્વભાવમાં જ જીવતું પાત્ર છે,કોઈના ઉછીના લીધેલા વિચારમાં જીવતું પાત્ર નથી, કે કોઈના શેહમાં આવીને જીવતું પાત્ર નથી કે કોઈના અનુંયાયી થયું હોય તેવું પાત્ર નથી, તે તો સો ટકા પોતાના વિચારમાં જીવતું પાત્ર રજુ કર્યું છે. વાલ્મીકી રમાયણે રામને પરમતત્વ તરીકે ઉપસાવ્યા નથી,તેમને તો આદર્શ મહામાનવ તરીકેજ ઉપસાવ્યા છે. ,
જયારે તુલસીએ તેમને પરમાત્માનું રૂપ આપેલ છે., આમે વેદમાં કે ઉપનીશદમાં કોઈ માણસને પરમાત્મા તરીકે ઉપસાવેલ નથી.તે હકીકત છે.માણસને પરમાત્મા તરીકે સ્થાપિત કરવાનું કામ તો તે પછી બ્રાહ્મણો એ કર્યું છે, ને પૂજવાને આરતીઓ ઉતારવાનું ને થાળો ધરવાનું શરુ કર્યું છે, જેની પાછળ તેઓનો સ્વાર્થ રહેલો છે, સ્વાર્થ સિવાય તેમાં કોઈ તથ્ય જ નથી કે સત્ય પણ નથી. ખરે ખર આત્મા એજ પરમાત્મા છે, તેજ સત્ય છે. તેને જાણવાનું જ વેદે કહ્યું છે. પથરામાં કદી જીવ હોય શકે જ નહી એટલું પણ માણસને આ ધર્માત્માઓ સમજવા દે તેમ નથી.તે પણ સો ટકા સાચી હકીકત છે.જો આટલું જ માણસ જાણવા માંડે તો ધણા બધા પ્રશ્નો હલ થઇ જાય તેમ છે માણસ આંતરિક શુદ્ધતા પ્રાપ્ત કરવા તરફ પ્રયાણ કરે ને ત્યાંથી સુખ શોધે ને ત્યાજ સુખ શાંતિ રહેલી છે તે પ્રાપ્ત કરી શકે ને તમામ પ્રકારના તનાવ થઇ મુક્ત થઇ શકે અને આજ સત્ય રસ્તો છે પણ સત્યના રસ્તે ચાલવા દે તેમ નથી તે પણ એટલી જ સત્ય હકીકત છે , .
મહાવીરે સ્પષ્ટ કહ્યું છે કે આત્મા એજ પરમાત્મા છે, તેને જાણો એટલે બધું જ આવી ગયું આ માટે તપ કરો તેમ કહ્યું છે.એટલેકે આંતરિક શુદ્ધતા પ્રાપ્ત કરો ત્યાજ સુખ શાંતિ છે,બહાર તો ભટકાવ છે. માટે ભટકાવ માંથી મુક્ત થાવ તેમ કહ્યું.બાહ્ય ભટકાવથી કાંઈ પ્રાપ્ત થાય જ નહિ ને ખુવારી જ હાથમાં આવે છે..
આજ સુધીના ઇતિહાસમાં બહારના ભટકાવ દ્વારા કોઈને જ્ઞાન થયું હોય ને પરમ શાંતિ પ્રાપ્ત કરી હોય તેવો એક પણ દાખલો નથી તેથી પ્રતીતિ થાય છે કે આ રસ્તો ખોટો છે પણ ખોટો છે, તેમ આજના ધર્માત્મા કહેવા તેયાર નથી ને તેઓ કહે નહી ત્યાં સુધી આપણે માનવા તેયાર નથી કારણ કે આપણી બુધ્ધી આપણે તેમને ત્યાં ગીરો મૂકી દીધી છે,આ ગીરો છુટે એવું કોઈ સાધન જગતમાં છે નહી. જેથી વિચારવાનો સવાલ જ ઉપસ્થિત થતો નથી, અને તેઓ પણ માણસ સ્વતંત્ર વિચારતો થાય તેવું તેઓ ઇચ્છતા નથી..શ્રધા રાખો ને શ્રધાને પુરાવા હોય શકે જ નહી અમો કહીએ તેજ સત્ય છે.બાકી બધું જ અસત્ય છે,
એટલે માણસ સ્વસ્થ ચિત્તે વિચારતો થાય તે તેમને પોસાય તેમ નથી જો વિચારતો થાય તો તેમની દુકાનો બંધ થઇ જાય તેવું તેઓ ઈચ્છતા નથી. તે તેમને પોસાતું પણ નથી.તેઓ દુજણી ગાયનું પાટુ સ્વીકારવા તેયાર છે. પણ વારોલ ગાયનું પાટુ તો શું તેની હાજરી પણ સ્વીકારતા નથી..એટલે ત્યાં કંગાળ માણસનું કામ નથી પેસા પાત્રને જ આવકાર મળે છે..
જયારે બુધ્ધે તો આત્મા પરમાત્માંનો જ ઇનકાર કર્યો છે,એમાં હું પડવાજ માંગતો નથી અને કહ્યું કે આત્મા છે, કે નહી ,પરમાત્મા છે, કે નહી તે તમો જાતે સાધના કરી ને નક્કી કરો .કોઈ કહે છે. માટે માની લ્યો નહી આમ કોઈની વાત માની લેવી એતો તમારી બુદ્ધિને બીજાને ત્યાં ગીરો મૂકી દેવા જેવી વિધિ છે,. તમારામાં અપાર શક્તિ પડેલી છે તેનો ઉપયોગ કરીને નક્કી કરો ને બધું તમારી રીતે જાણી ને જીવો તેમ કહ્યું છે, આપણેતો આપણી બુધ્ધી કા કથાકારને ત્યાં કા ધર્માંત્માને ત્યાં અથવા રાજકારણીને ત્યાં ગીરો મૂકી દઈએ છીએ ને તેમના અનુંયાયી થઈને જીવીએ છીએ આપણી પોતાની બુદ્ધિથી કસી ને સત્ય શું છે, તે જાણતાજ નથી કે તે માટે બુદ્ધિને કસીને સત્યને જાણીને ને જીવો તેમાં જ આનંદ છે, એમ બુદ્ધે કહ્યું છે.
રાંમે પોતાના જીવનમાં જીવનમાં સત્યને પૂરે પૂરી રીતે આચરી બતાવ્યું છે. તેજ તેની મહાનતા છે. ખરેખર રામ પરમાત્મા સ્વરૂપ નથી, પણ મહા માનવ જરૂર છે. કારણ કે તેના મનમાં શંકાનો કીડો કાયમી રહ્યો છે. તેનાથી તેઓ અલગ થઇ શક્યાં નથી..જ્યાં શંકા હોય ત્યાં અભયતા હોય શકે નહી, વિશાળતા હોય શકે જ નહી, અને તેથી તેને પરમાત્મા સ્વરૂપ કહેવા તે વધુ પડતું છે,પરમતત્વ એટલે જ વિશાળતા, શંકા રહિતતા,ઈચ્છા રહિતતા, અહંકારનુ પૂરેપૂરું વિલીની કરણ અને અભયમાં સ્થીર હોય એજ પરમતત્વ સ્વરૂપ છે, એમ વેદે નક્કી કરેલ છે,. એટલેજ વાલ્મિકીએ રામને પરમાત્મા સ્વરૂપ કહ્યા જ નથી .જે હકીકત છે.
ઉચ્ચ કોટિનું માણસનું દ્રષ્ટાંત રજુ કરવા માટે જ કવીએ રામને સર્વગુણ સંપન્ન તરીકે આપણી સમક્ષ રજુ કર્યા છે રામમાં, સરળતા,સહજતા,સત્યતા,કુટુંબપ્રેમ,પત્ની પ્રેમ,માંર્યાદા પાલન કરનાર,અને અનેક દિવ્ય ગુણોથી ભરપુર એવા મહા માનવ તરીકે રજુ કર્યા છે.સાથે સાથે શંકાશીલ છે.અને ભયગ્રસ્ત છે તે પણ પ્રતિપાદન કર્યું છે..
જો રામના મનમાં શંકા ન હોય તો સીતાનો ત્યાગ અને લંકામાં ચકાસણી કરવાનો પ્રસંગ ઉભો થાય જ નહી. બીજાના કહેવાથી સીતાનો ત્યાગ કર્યો તે તો માત્ર બાનું છે, અને સીતા સાથે ખુલ્લા દિલે વાત પણ કરતા નથી કે તારો ત્યાગ આ હેતુથી કરું છું તેનો અર્થ એકે તેનામાં ભય હતો કે હું કહીશ તો તે વિરોધ કરશે ને કુટુંબી જનોને વાત કરશે માટે ભયથી તેમને કહ્યું નથી તે પણ સાબિત થાય છે. તે તેમની નબળાય છતી થાય છે.
જો બીજાના દોરવાયા દોરવાયા હોયતો પોતાની બુધ્ધી બીજાને ત્યાં ગીરો મૂકી દીધી છે, એમ સાબિત થાય આમ બુધ્ધ કહે છે, તેમ બુધ્ધી હીન માણસ છે, એમ સાબિત થાય.પણ.રામ બુદ્ધી હિન તો હતા નહી તે વાત કવીએ સાબિત કરી છે પણ શંકાશીલ હતા અને શકાશીલને કારણે જ ભય ગ્રસ્ત હતા.તેમ પણ કહ્યું જ છે ...
શંકા શીલઅને ભય ગ્રસ્ત માણસ કદી પણ પરમાત્મા સ્વરૂપ હોય શકે જ નહી,. માટે જ વાલ્મિકીએ તેમને પરમાત્મા સ્વરુપ કહ્યા નથી,.ઉત્તમ મહા માનવ કહ્યા છે.તે બરાબર સમજી લેવા જેવી હકીકત છે.અને કોઈના કહેવાથી દોરવાય જાય તે પરમાત્મા સ્વરૂપ હોય શકે જ નહી તે પણ એટલું જ સ્પષ્ટ છે.જો તેનામાં વિશાળતા હોતતો શંકા હોત જ નહી કારણ કે શંકા અને વિશાળતાને બાપે માર્યા વેર છે, તે સાથે રહી શકે જ નહી અને જ્યાં શંકા હોય ત્યાં ભય હાજર જ હોય તે શાશ્વત નિયમ છે.
રામમાં વાલ્મિકીએ ઉચ્ચ કોટીના અનેક ગુણો મુક્યા છે અને સાથે સાથે એક બે અવગુણ પણ મુકીને એ પુરવાર કર્યું છે કે કોઈ પણ મહા માનવ પણ જગતમાં સર્વ ગુણ સંપન્ન હોય શકે જ નહી. કોઈને કોઈ અવગુણ મહા માનવમાં રહેવાનાં જ તે પુરવાર કરાવા જ રામમાં અવગુણ પણ મુક્યા છે, તેઓ એમ પુરવાર કરવા માંગે છે કે આ જગતમાં માત્ર ને માત્ર સર્વગુણ સંપન્ન, સર્વજ્ઞ,સર્વ વ્યાપી માત્ર પરમાત્મા જ હોય શકે છે. .જયારે માણસ માત્ર ગુણ અને દુર્ગુણનું મિશ્રણ જ હોવાનું. એટલેજ રામમાં મિશ્રણ છે તે પુરવાર કર્યું છે,
વાલ્મીકી કવિ પુરવાર કરવા માગે છે કે રામમાં જે દિવ્ય ગુણો છે, તેમનો એકાગ ગુણ પણ જો આપણામાં આવી જાય તો આપણુ જીવન જ દિવ્ય બની જાય, જો રામ જેવી જગતમાં માતૃ પિતૃ ભક્તિ, કોઈએ કરી જ નથી આમ રામજીએ માતા પિતાની આજ્ઞાનું પાલન કરવા ઉમદા આદર્શ આપણી સમક્ષ રજુ કરેલ છે.જો એક જ આદર્શ આપણે પાળીએ ને તેનું સો ટકા અનુસરણ કરીએ તો તેની પાછળ બીજા અનેક સદગુણો આપણામાં આપો આપ આવી જ જાયકારણ કે માત પિતાની આજ્ઞાના પાલનની પાછળ હંમેશા સત્ય ઉભું જ છે. અને સત્યની સાથે જ ઉદારતા સ્વાર્થ રહિતતા,પ્રમાણિકતા અને વિશાળતા આવેજ તેમાં કોઈ શંકા જ નથી વિશાળતા જ્યાં હોય ત્યાં અનાસક્તિ, મોહ મમતા રાગદ્વેષ અને અહંકારને સ્થાન ઉભું રહેવાનું બચતું નથી માટે માત્ર પિતાની આજ્ઞાનુ પાલન એટલે જીવનમાં પૂરે પૂરી શુદ્ધતા પ્રાપ્ત થઇ જ જાય ને પરમ શાંતિ સુખ પ્રાપ્ત થાય આ છે વાલ્મિકીની વાત.પણ આપણે એક વાતનો અંગીકાર કરવા તેયાર હોતા નથી.આમ રામાયણ માણસને સમાજ ધર્મ અને મર્યાદાના સીધ્ધાતનું પાલન કરવાંનું કહે છે,
રામનું વચન પાલન
ખરે ખર જોવા જઈએતો દશરથે રામને ૧૪ વરસ વનમાં જવાનું કહ્યું જ નથી,તે તો બોલ્યાજ નથી કે તું વનમાં જા પણ કયકયે દશરથની વકીલાત કરી છે. ને કહ્યું કે મને બે વરદાન આપેલા તે માંગતા મેં તારે ચોદ વરસ વનમાં જવાનું ને ભરતને ગાદી એમ માગ્યું છે. તેઓ કાંઈ તને કહી શકતા નથી, આ મારા માંગેલા વરદાન છે. એમ રામને કહ્યું છે,ને રામે વનમાં જવાનું સ્વીકાર્યું છે. આમ જોવાં જઈએ તો સાવકી માત્તાએ કહ્યું છે તું વનમાં જા. ને ભરતને ગાદી મળે એટલે ખરેખરતો સાવકી માંનું વચન પાળી બતાવ્યું છે, એમ કહે વાય તે જ તેની મહાનતા બતાવે છે. આમ રામના વચન પાલનને કારણે રધુ વંશ દીપી ઉઠ્યો છે
.આમ રામાયણ એક વાર બોલેલા વચનમાં બરાબર વળગી જ રહેવાનું અને સાવકી માં તે માં જ છે તેમ માનીને તેનીસાથે માં જેવો જ વરતાવ કરવાનું શીખવે છે ,રામની એ વિશેષતા છે. કે રામ બે પ્રકારનું બોલતાજ નથી એટલેજ વચન સાંભળશે એટલે અમલ કરશે જ એવો દ્રઢ વિશ્વાસ કેકયને પણ હતો. જ એટલેજ તેમને પોતાના વરદાનની વાત રામ ને કરી છે, આમ સાવકી માતા પણ રામના વચન પાલનમાં પૂરો વિશ્વાસ ધરાવતી હતી .જો રામ પર ભરોસો ન હોત તો તે ગમેતે રીતે દશરથના મોઢેથી જ તે કહેવડાવત જ પણ કેકયે એમ કર્યું નથી.એટલે કેકય પણ રામને બરાબર જાણતી જ હતી કે વચન પાળશે જ .આમ રામની મહાનતા અહી પુરવાર થાય છે.
જો બરાબર વિચારીએ તો રામે કોઈ પ્રતિજ્ઞા લીધી નથી કે રામે કોઈ વચન આપ્યું પણ નથી, પણ પિતાના વચન નિષ્ઠાને નીભાવવામાંટે જ તેમણે ચોદ વરસ વનમાં જવાનું સ્વીકાર્યું છે.તે જ મહામાનવ છે તે પુરવાર કરે છે. રામાયણ એ શીખ આપે છે કે માત પિતાની આજ્ઞા સ્વીકારવાની જ હોય, તેમાં જ પુત્ર પુત્રીનું કલ્યાણ રહેલ છે .આજ્ઞા સારી છે કે ખરાબ તે વિચારવાનો પ્રશ્ન ન હોય આજ્ઞા એટલે આજ્ઞા,તેનું પાલન થવું જ જોઈએ,અને વચન પાલનની આવી દ્રઢતાથી જ માણસ વિશ્વાસ પાત્ર બને છે.વચન બોલની શું કિંમત છે તે અહી સમજાય છે,અને તે સમજાવવાનો પ્રયત્ન થયેલ છે.
આપણા જીવન સંગ્રામમાં જેમ આવે તેમ વચન આપી દેવા ન જોઈએ પણ જે કાંઈ કહીએ તે બરાબર નિભાવીએ જો નીભાવવાં માંડીએ તો એક આગવી ઓળખ ઉભી થાય છે. ને પ્રતિષ્ઠામાં વધારો થાય છે તે આપણે રામના જીવનમાંથી શીખવાનું છે..પણ આવું બધું કથાકારો આપણને કહેતા જ નથી કે ધર્માત્માઓ પણ કહેતા હોતા નથી તે તો કહે છે અમારી ને વ્યાસ પીઠની આરતી ઉતારો તમારું કલ્યાણ થઇ જશે, તમારા તમામ પાપો નાબુદ થઇ જશે, આવી વાહિયાત વાતોથી જ આપણને નવડાવે છે, ને આપને પ્રેમથી નાહિયે છીએ ને કલ્યાણ થવાની રાહમાં જ જીવન જીવીએ છીએ.
એક પત્નીત્વ
આપણે સો કોઈ જાણીએ છીએ કે દશરથને ત્રણ પત્નીઓ હતી ને અંદરો અંદર ખટરાગ હતો તેનાથી રામ બરાબર પરિચિત હતા તેથી જ તેમણે એક પત્નીત્વનો સ્વીકાર કર્યો છે,બીજું કોઈ કારણ નથી.પણ આ તેમના જીવનનો આદર્શ જોવા મળે છે. રામે આદર્શ બરાબર નિભાવ્યો છે, કે કેમ તે જુદો પ્રશ્ન છે?
જો માણસ સ્વસ્થ ચિત્તે વિચારે તો સ્ત્રી પુરુષનો સબંધ માત્રને માત્ર કામ વાસના સંતોષવા માટે નથી, પણ જીવનમાં ધર્મા ચરણનાં આદર્શ આચરણ માટે છે.જે રીતે સ્ત્રીને માટે પતી દેવ સમાન છે, તેમ પતિએ પણ પત્નીને દેવી સમાન માની ને તેને બરાબર સત્યતા પૂર્વક વફાદાર રહેવું અતિ આવશ્યક અને જીવનમાં જરૂરી છે, જ્યાં પરસ્પર વફાદારી નથી ત્યાં જ મુશ્કેલીઓ ઉભી થતી હોય છે, આ માટે બન્નેએ ખુલ્લા દીલથી અને દિમાગથી વર્તન વ્યવહાર કરવો જોઈએ.
રામે સીતા સાથે ખુલ્લા દીદથી અને દિમાગથી વ્યવહાર કરેલ નથી, તે પણ એટલીજ સાચી હકીકત છે, તેણે સીતા પવિત્ર છે, તેવું ક્યારેય માનીને તેમની સાથે વ્યવહાર કરેલો નથી, તે તેમની નબળાય છે, લંકામાં પવિત્રતાની ચકાસણી કરી હતી,એક વખતની પરીક્ષામાં પાસ થયેલ છે,ને પછી કોઈના કહેવાથી કાઢી મૂકવી એનો અર્થ એજ થયો કે તેઓ શંકાથી મુક્ત થયા હતા નહી, અને સીતામાં પુરેપુરો વિશ્વાસ સ્થાપિત થયો હતો નહી.મનમાં સીતામાં અપવિત્રતાનો કીડો સળગતો હતો. તેમાં કોઈ શંકા જ નથી. ને પાછી કાઢી મુકતાં તેમની સાથે ચર્ચા પણ કરતા નથી.તે તેમની મોટામાં મોટી નબળાય છે, તેને બીક હતી, મનમાં ભય હતો. ખોટો માણસ હંમેશા ભયગ્રસ્ત જ હોય છે, બીતો જ હોય છે,પોતે ખોટો વ્યવહાર કરે છે,તેનાથીતે શરમિંદો પણ હોય છે ,આ સ્થિતિમાં સીતાને કહે તો સીતાના પ્રશ્નોનાં તેની પાસે કોઈ જવાબ હતાં જ નહી. માટે જ તેમની સાથે સ્પષ્ટતા કરતા નથી. ને લક્ષમણને પણ કહેવાની નાં પાડે છે, ને ખોટું બહાનું બતાવે છે, તમારી ઈચ્છા છે,વનમાં જવાની તે પૂરી કરવામાટે ફરવા જઈએ છીએ.આતો ચોક્ખીને સ્પષ્ટ રામની નબળાય છે,અસત્ય વર્તન છે,તેમાં કોઈ શંકા નથી,આવા શંકાશીલ સ્વભાવ અને ભયગ્રસ્ત માનસને ને કારણે જ વાલ્મિકીએ રામને પરમાત્મા તરીકે નો ઉઠાવ આપેલો નથી. પણ એક આદર્શ માનવ તરીકે જ ઉઠાવ કરેલો છે.અને ગમે તેવો મહાન માણસ હોય તેમાં કોઈને કોઈ નબળાય તો હોવાની જ તે નબળાય રામમાં વાલ્મિકીએ સ્પષ્ટ બતાવેલ છે,આમ પરમાત્મા નથી માત્ર મહામાનવ છે એ નક્કી થાય છે.
કુટુંબ પ્રેમ
રામાયણમાં રામની માતૃ ભક્તિ,પિતૃ ભક્તિ,ભાતૃ પ્રેમ,સેવકપ્રેમ ,પત્નીપ્રેમ,મિત્ર પ્રેમ અદભૂત કોટીના છે તેમાં કોઈ જ શંકા નથી, એક માત્ર શંકા શીલ સ્વભાવ છે .શંકા શીલતા હોય ત્યાં ભય હોવાનોત્યાં અસત્ય પણ હોવાના જ આ એજ એક ખામી છે ,
જો જીવન સંગ્રામમાં રામ જેવો આજ્ઞાંકિત પુત્ર,કોશલ્યા જેવી માતા,સીતા જેવી પત્ની,હનુમાન જેવો સેવક ,લક્ષમણ અને ભારત જેવા ભાઈઓ ,જો જીવન સંગ્રામમાં પ્રાપ્ત થાય તો જીવન ધન્ય બની જ જાય તેમાં કોઈ શંકા જ નથી, ભાઈ ભાભીને સેવા કરનાર અને ચોદ વરસ ભાઈ સાથે વનવાસ ભોગવનાર લક્ષમણ અને ભાઈને માટે જ રાજ ગાદી ત્યજી દેનાર ભરત જેવો ભાઈ ક્યાંથી મળે આવા આદર્શ માણસ જેવા થવા જ રામાયણ રચવામાં આવેલ છે ,અને આદર્શતા જ જીવનની સિદ્ધી છે તે કહેવાનો વાલ્મીકિનો હેતુ રહ્યો છે.
રામાયણનુ એકે એક પાત્ર પરસ્પરના આત્યંતિક પ્રેમ અને અંતરની લાગણીને કારણે દરેક પોતાના સ્વસુખનો ત્યાગ કરતા જણાય છે ,અને તેઓની ઉત્તમ કક્ષાની ત્યાગ શીલતાથી આદર્શ અને ઉત્તમ કુટુંબ બન્યું છે. રામાયણના તમામ પત્રોમાં કર્તવ્ય નિષ્ઠાનો ગુણ ધરાવે છે,. મંથરા પણ તેમાંથી બાકાત નથી, તેણે પોતાનું કર્તવ્ય બજાવેલ છે, કયકયે માનવું કે ન માનવું તેતો કેકયનાં ઉપર આધાર રાખે છે કયકેય પોતાના પુત્રના મોહમાં આવી ગયેલ છે,આમ અજ્ઞાનમાં સરી પડી હતી..
જીવન સંગ્રામમાં હંમેશા કામના,વાસના,મોહ ,મમતા,રાગ દ્વેષ, નુકસાન કરે છે એ જ બતાવવાનો રામાયણ નો હેતુ છે.દશરથ જો કામના યુક્ત ન હોત તો આ આખો પ્રસંગ બનત જ નહી ,તેમના મનમાં કેક્યને પરણ્યા ત્યારે આપેલું વચનનાં પાલનનું દુઃખ હતું તેથી જ ભરતની ગેરહાજરીમાં રામને રાજ્યાભિષેક આપવાનું વિચાર્યું હતું, ને એકદમ આટોપી દેવાનું મનમાં પાપ હતું, રામાયણ દ્વારા કવી એ કહેવા માંગે છે કે પાપ છાપરે ચડીને પોકારે જ છે. એટલેકે અશુદ્ધ મનથી જે કાંઈ કર્મ કરવામાં આવે તેમાં મુશ્કેલીઓ આવવાની જ ને આવીને ઉભી રહી છે ,આ આખા પ્રસંગમાં દશરથ જ જવાબદાર છે.તે અજ્ઞાનમાં સરી પડ્યા હતા જેનું આ પરીનણામ છેઅને કામાંધ હતા..
કુટુંબનુ દરેક વ્યક્તિ પોતાની ફરજ સમજે અને પૂરે પૂરી સ્વસ્થતાથી, સંયમ પૂર્વક, નિસ્વાર્થ ભાવે, નિભાવે તો કુટુંબના કોઈ વ્યક્તિને પોતાના જીવનમાં સુખ ,શાંતિ અને આનંદની શોધ માટે બહાર ભટકવું ન જ પડે. કુટુંબમાંથી જ બધું જ પ્રાપ્ત થઇ જ જાય. તે વાત અને તેની વ્યાખ્યા રામાયણમાં ચરીતાર્થ થતી જોવા મળે છે. બધાજ આનંદ પૂર્વક જીવે છે,અહી સાસુ- વહુ, દેરાણી –જેઠાણી, દિયર- બોજાય, ભાઈ- ભાઈ બધા સબંધો મધુરતાથી મધ મધે છે. તે દ્વારા રામાયણ આપણને શીખ આપે છે, કે જીવનમાં જો સફળતા અને આનંદ પ્રાપ્ત કરવો હોય તો પોતાનો અંગત સ્વાર્થ છોડીને જીવતા શીખવું જોઈએ એજ રામાયણનો સંદેશ છે.સરળતા સહજતા અને સત્યતા પૂર્વક જીવે જાવ આનંદ જ પ્રાપ્ત થશે. તેવી વાલ્મિકીએ ખાતરી આપી છે. .રામાયણની દરેક વ્યક્તિ પહેલો પ્રેમ કુટુંબને કરે છે, અને પોતે કુટુંબના પ્રેમની અપેક્ષા રાખે છે.. તેથી જો આપણે જો આપણા જીવનમાં પ્રેમ મેળવવો હોય અને પ્રેમથી તરબોળ થવું હોય તો આપણે પ્રથમ પ્રેમરૂપ બની તરબોળ અને નિસ્વાર્થ પ્રેમ આપતા શીખવું જોઈએ,. આ જીવનની સાચી શીખ છે. માણસ પ્રેમનો ભૂખ્યો છે પણ પ્રેમ આપવામાં કન્ઝુસ છે ત્યાજ તકલીફ છે,
રામાયણમાં પતિધર્મનો આદર્શ માં આદર્શ જો કોઈએ બતાવ્યો હોય તો તે છે, સીતા તેણે પોતાનું સમગ્ર જીવન,વ્યક્તિત્વ, અને પોતાના જીવનની સમગ્રતા પતિવ્રતા ધર્મ બજાવવામાં જ વ્યતીત કરી છે,તેમ છતાં પોતાના કોઈ પણ જાતના ગુનાં વિના કાઢી મૂકી છે,.ખુલાસો કરવાની પણ તક આપી નથી.તેમ છતાં પતી પર સહેજ પણ રોષ બતાવેલ નથી,કે તેના વિષે અમંગળ ઈચ્છું પણ નથી તે તેની ધન્યતા બતાવે છે. આમ સમગ્ર રામાયણમાં ઉત્તમમાં ઉત્તમ જો કોઈ દેવી પાત્ર હોય તો તે છે સીતા,. સીતાની સમકક્ષ,રામ પણ ઉભા રહી શકે તેમ નથી, .તે સો ટકા હકીકત છે.
.આપણો સમાજ પુરુષ પ્રધાન છે માટે રામને વધુ મહત્વ આપવામાં આવેલ છે ખરેખર સીતાજ સમગ્ર રામાયણમાં દેવી પાત્ર છે, પરમાત્માના તમામ ગુણો ધરાવે છે, તેમાં કોઈ શંકાજ નથી રામ સીતાની તોલે કોપણ રીતે આવી શકે તેમ નથી જ..તે સો ટકા સાચી હકીકત છે .
આજ રીતે ઉર્મિલા ,માંડવી અને શ્રુતકીર્તિ ત્રણે પણ પતીવૃતા ધર્મનું બરાબર પાલન કરે છે. પોતાના પતિઓના કાર્યમાં કોઈપણ જાતનો વિધ્ન ઉભો કરતી નથી, અને ચોદ વરસ સુધી ત્રણે પતીઓથી દુર રહેછે,તેમની ધન્યતા અને મહાનતા પુરવાર કરે છે ,ચારે બહેનો એ જનકનું પાણી પીધું છે. તે પુરવાર કરી બતાવ્યું છે, જનક પોતે રાજ દરબાર ચલાવતા ચલાવતા અલિપ્ત થઈને જીવ્યા હતા તેવા રાજ કુટુંબની આ ચારે બહેનો છે,તેમણે જનકને ઉઝળા કરી દીધા છે,ચારે બહેનોની ત્યાગ શીલતા અદભૂત અને ઉત્તમો ત્તમ ગણી શકાય. પોતાનો કે પોતાના પતિનો કોઈ પણ જાતનો વાંક ન હોવા છતાં તેનાથી અલિપ્ત રહેલ છે, ને તેમના કામ પૂરેપુરો સાથ સહકાર આપે છે ,રામાયણના આચરે સ્ત્રી પાત્રોને અંત:કરણ થી નમન કરવાનું મન થયા વિના રહેતું નથી.
રામાયણમાં નીતિ- અનીતિ ,ધર્મ –અધર્મ,સત્ય –અસત્ય, કરણી-અકરણી, સદગુણ-દુર્ગુણ, સદાચાર સ્વચ્છદતા વગેરેના વાલ્મિકીએ શબ્દ ચિત્રો દોરેલા છે, તેમાં કોઈ પણ ચિત્ર દુર્ગુણ વાળું સફળ થયું નથી, તે પુરવાર વાલ્મિકીએ કરેલ છે, એટલે રામાયણ દ્વારા તે સિદ્ધ કરવા માંગે છે, કે હંમેશા સત્યનો જ જય થાય છે, ને અસત્ય હંમેશા હારે જ છે,જીતતું લાગે પણ અંતે તેની હર નિશ્ચિત જ હોય છે. માટે સત્યને વળગો તેજ કહેવાનો હરતું રહેલો છે,.આમ વાલ્મીકિનું કાન્ત દર્શન છે. મર્યાદા ધર્મ ,જે અનુકરણીય અને અનુસરણીય છે, ચાલો આપણે આને વળગીને ચાલીયે ને જીવન સફળ કરીએ.