ચીથડામાં લપટાયેલમાં ભગવાનના દર્શન કરો

દરિદ્રોની સેવા કરવી, રોગીઓની સેવા કરવી, એનાથી મોટો કોઈ યજ્ઞ નથી. આનાથી આપણું હ્રદય શુદ્ધ થશે. આનાથી આપણા હ્રદયમાં દિવ્યતાનો પ્રકાશ છવાય જશે.
 
સેવા પણ કરો તો ભાવ સાથે કરો, કર્મયોગ પદ્ધતિના જ્ઞાન સહિત કરો. આ મહાન કાર્યને આપણે નથી કરતા, સેવા આપણે નથી કરતા. આ કર્મ અને સેવા તો એ જ પરમ સત્તા, પરમ પરમાત્મા દ્વારા થાય છે. એ જ પરમાત્મા નિરાશ્રિતોને આશ્રય પ્રદાન કરે છે, એમ સ્પષ્ટતાથી જાણી લેવું. પ્રભુની દિવ્ય સેવા કરવા માટે આપણે તો ફક્ત ઉપકરણ (નિમિત્ત) માત્ર છે.
 
અસહાયોની સેવા આપણે આત્મભાવથી કરવી જોઇએ. આત્મભાવથી કરવામાં આવેલી સેવામાં જ મોક્ષ નિહિત છે. આજે ભાતૃત્વની ભાવના પણ એટલી સુદૃઢ નથી કે એનાથી સામાન્ય માનવીય સ્વાર્થની ભાવનાથી સ્વયંને બચાવી શકાય. આજે ભાઈ-ભાઈ એકબીજા સાથે લડાય-ઝગડા કરે છે અને એનું કારણ એજ છે કે પ્રત્યેક વ્યક્તિ પોતાને અધિક પ્રેમ કરે છે, વ્યક્તિગત સ્વાર્થનો જ વિચાર કરે છે. આદર્શ એ રાખવો જોઇએ કે આપણે રોગીઓ અને પીડિતો તેમજ અસહાયોની સેવા એવા જ પ્રેમપૂર્ણ ભાવથી કરીએ જે પ્રેમ આપણે સ્વયં આપણા પ્રતિ રાખીએ છીએ. આપણી સામે આ એક સચ્ચાઈને હંમેશા બનાવી રાખો કે આખી સૃષ્ટિમાં એક માત્ર એ જ સત્તા વિદ્યમાન છે જે તમારામાં છે, જે આપણામાં છે, અને એ સત્તા આપણી આત્મ સત્તા છે. આવી ભાવના રાખવાથી જ નિષ્કામ સેવા સંભવ છે.
 
આપણું હ્રદય પીગળી જવું જોઇએ. જ્યારે આપણે નિરાશ્રિતો, રોગીઓ, પીડિતોની સેવા કરીએ છીએ ત્યારે આપણા રોમ-રોમમાં પ્રેમ પરિપૂર્ણતાથી છવાય જવો જોઇએ. જ્યારે આપણા હ્રદય ઉપર આવા પ્રેમનું રાજ્ય હશે ત્યારે જ આપણે સૃષ્ટિના કણ-કણમાં ભગવાનને જોઈ શકીશું. અને ત્યારે જ એવું બની શકશે કે જ્યારે આપણા દ્વાર પર આવેલા ભિક્ષુક, ચિથડામાં લપટાયેલ દરિદ્રમાં ભગવાનને જોઈ શકીશું અને ભગવાનના સાચા સ્વરૂપને ઓળખી શકીશું. ત્યારે જ આપણે રસ્તાના કિનારે અસહાય અવસ્થામાં રોગીના રૂપમાં પડેલ ભગવાનની સહાયતા માટે દોડી શકીશું. ત્યારે આપણે ગરીબો, અસહાય, બેઘરોના રૂપમાં રહેલ ભગવાનને ભોજન, વસ્ત્ર, શિક્ષા અને પ્રસન્નતા વહેંચી શકીશું.
 
નિઃસ્વાર્થ સેવાની ભાવના જાગૃત કરો. જો આ જ રીતે પુંજ ઉત્પન્ન કરીશું તો સંપૂર્ણ જગત ઉદભાસિત થઈ જશે. અને પ્રત્યેક નર-નારીના હ્રદયમાંની વ્યક્તિગત સ્વાર્થની ભાવના દૂર થશે.
 
- સ્વામી શિવાનન્દજી મહારાજના પ્રવચન પર આધારિત
 
======== * ========