રામદાસજી રામાયણ લખતાં અને શિષ્યોને સંભળાવતાં જતાં હતાં. હનુમાનજી પણ તેમને ગુપ્ત રૂપે સાંભળવા માટે આવીને બેઠાં હતાં. સમર્થ રામદાસજી એ લખ્યું કે "હનુમાનજી અશોક વનમાં ગયાં, ત્યાં તેમણે સફેદ ફૂલ જોયા." આ સાંભળતાની સાથે જ હનુમાનજી ત્યાં પ્રગટ થઈ ગયાં અને બોલ્યા "મેં ત્યાં સફેદ ફૂલ નહીં જોયા હતાં, તમે ખોટું લખ્યું છે, સુધારી દો."
સમર્થ રામદાસજીએ કહ્યું, "હું એ સાચું જ લખ્યું છે." ત્યાં તો હનુમાનજીએ કહ્યું, "કેવી વાત કરો છો! હું સ્વયં અશોક વનમાં ગયો હતો અને મેં ત્યાં સફેદ ફૂલો જોયા જ નથી."
આખરે વાત ભગવાન રામચંદ્રજી પાસે પહોંચી. તેમણે કહ્યું "ફૂલ તો સફેદ જ હતાં, પરંતુ હનુમાનજીની આંખો ક્રોધથી લાલ થઈ રહી હતી, તેથી જ તેમને ફૂલો સફેદ ન દેખાતાં તેનો રંગ લાલ દેખાયો."
આ મધુર કથા નો આશય એ જ છે કે સંસારની તરફ આપણી જેવી દ્રષ્ટિ હશે એવું જ સંસાર આપણને દ્રષ્ટિ ગોચર થશે.
- આચાર્ય વિનોબા ભાવે