એક વ્યક્તિ તેના ત્રણ છોકરાઓને લઈ જ્યોતિષ પાસે જાય છે અને એમનું ભવિષ્ય પૂછે છે. જ્યોતિષે એ છોકરાઓની કુંડળીના પાનાં પલટાવાના બહાને ત્રણે છોકરાની ગતિવિધિઓ પર ધ્યાન આપ્યું.
છોકરાઓને એમના પિતા એક-એક કેળું આપે છે. પહેલાં છોકરાએ કેળું ખાઈ છાલ રસ્તા પર નાખી દીધી, બીજા એ છાલને કચરાપેટીમાં નાખી, અને ત્રીજા એ છાલને ગાયને ખવડાવી દીધી.
ત્રણે છોકરાઓ માંથી જ્યોતિષે પહેલાંને મૂર્ખ, બીજાને સમજદાર અને ત્રીજાને ઉદાર બનવાની ઘોષણા કરી. એનું કારણ પૂછવા પર જ્યોતિષે કુંડળીઓ બાજુ પર મુકી છોકરાઓની તાત્કાલિક પ્રતિક્રિયાઓને મહત્વ આપવાનું સ્પષ્ટ કર્યું. એમણે સ્પષ્ટ કર્યું કે મનુષ્યની જેવી પ્રકૃતિ હશે એવી જ એમની નિયતિ પણ હશે.
તો મિત્રો, આ તદ્દન સ્પષ્ટ છે કે આપણે જેવા બીજ વાવીશું એવાં જ ફળ પણ મળશે. પછી ભલેને આપણી કુંડળીમાં ગ્રહ-નક્ષત્રો આમ તેમ ફરતાં રહે. આવો સુંદર માનવ દેહ આપણને મળ્યો છે, તો ચાલોને આપણે બધી અંધશ્રદ્ધા છોડી ધર્મનું પાલન કરતાં સાદું, સરળ વેદાન્તિ જીવન જીવીએ અને આ માનવદેહના ઉદેશ્યને પાર પાડીયે.
(પ્રેરણા - સંસ્કાર જ્યોતિ પુસ્તક, ગીતા પરિવાર)