શું પ્રાર્થનામાં શક્તિ છે?

હ્રદયનો પુકાર, શ્રદ્ધાના ભાવની અભિવ્યક્તિનું નામ છે - "પ્રાર્થના". આ ભક્ત અને ભગવાનની મધ્યનો સેતુ છે. પ્રાર્થનાથી આત્મા પુષ્ટ થાય છે, જેમ શરીર ભોજનથી. પ્રાર્થના વ્યક્તિને બળ, આધ્યાત્મિક શક્તિ અને સ્ફૂર્તિ પ્રદાન કરે છે. પ્રાર્થના બધા એ જ કરવી જોઇએ; ચાહે તે યોગી હોય કે ભોગી, સાધક હોય, ગુરુ હોય કે શિષ્ય.
 
પ્રાર્થના આપણાથી અધિક સામર્થ્યવાન પાસે કરવામાં આવે છે. ઈશ્વરના સમતુલ્ય અન્ય કોઈ નથી. તેથી સર્વશક્તિમાન, સૃષ્ટિના રચયિતા માટે શરીરના રોમ-રોમથી, હ્રદયના ઊંડાણમાંથી કરવામાં આવેલ પ્રાર્થના સદૈવ ફળ પ્રદાન કરે છે.
 
ગીતામાં કહેવામાં આવ્યું છે કે અર્જુન પણ પ્રાર્થના કરી યોગેશ્વર શ્રી કૃષ્ણના ચરણોમાં પડી જાય છે. પ્રાર્થના વ્યક્તિની 'ના' ને 'હા' માં બદલી દે છે. વિપત્તિના સમયે પ્રત્યેક વ્યક્તિની એ જ સ્થિતિ હોય છે કારણ કે જીવ અલ્પજ્ઞ છે અને પરમાત્મા સર્વજ્ઞ અને અનંત છે. જીવનના અંધકારમય સમયમાં પ્રાર્થના જ આશાનું કિરણ બની પથ-પ્રદર્શક બને છે. હ્રદયથી કરવામાં આવેલ પ્રાર્થના ઈશ્વર સુધી પહોંચી જાય છે. જ્યારે પ્રેમપૂર્વક અને તીવ્ર પ્રાર્થના ઉપર જાય છે ત્યારે પ્રભુની કૃપા નીચે ઊતરે છે. આ રીતની પ્રાર્થના આપણા પ્રારબ્ધને બદલી નાખે છે, કર્મફળના લેખ-જોખ રાખનાર ભગવાન બધા નિયમ તોડીને પ્રાર્થીના ભાગ્યને બદલી દે છે.
 
પ્રાર્થનામાં આપણી કલ્પના શક્તિથી પણ અધિક કાર્ય કરવાની શક્તિ છે. સુંદર-સુંદર વસ્તુઓ માટે પ્રભુની સેવામાં પ્રાર્થના કરવી પર્યાપ્ત નથી. પ્રાર્થના પશ્ચાત હાથ પર હાથ મૂકી જે મૂર્ખતામાં બેસી રહે છે, તેને કાંઈ મળતું નથી. પ્રાર્થના તો પૂરૂષાર્થની ભૂમિકા છે.
 
પુરુષાર્થ, પ્રાર્થના, પ્રતીક્ષા - આ ત્રણેય સાથે-સાથે ચાલે છે. બીજાને કષ્ટ થાય એવી અહંકાર, ઘૃણા, ઇર્ષ્યાથી ભરી પ્રાર્થના તામસિક છે. સાસ્ત્વિક પ્રાર્થના એ છે જે નિષ્કામ છે, જે હ્રદયમાં શાંતિની ધારા અને આત્મામાં આનંદની વૃદ્ધિ કરે છે.
 
("આખિર ક્યો?" પુસ્તક માંથી)
 
======== * ========