તુલસી

પ્રત્યેક સદ્ ગૃહસ્થના ઘરના આંગણામાં તુલસીનો છોડ રોપેલ હોય છે. આ હિંદુ પરિવારની એક વિશેષ ઓળખ છે. સ્ત્રીઓ તુલસીના છોડની પૂજા કરીને પોતાના સૌભાગ્ય તથા વંશની સમૃદ્ધિની રક્ષા કરે છે. રામભક્ત હનુમાનજી જ્યારે સીતામાતાની શોધમાં લંકા ગયા ત્યારે તેમને એક ઘરના આંગણામાં તુલસીના છોડનું કૂંડું જોવા મળ્યું.
रामायुध अंकित गृह, शोभा बरनि न जाए ।
नव तुलसिका वृंद तंह, देखि हरष कपिराय ॥
અર્થાત્ અતિ પ્રાચીન પરંપરા પ્રમાણે સદ્ ગૃહસ્થ પરિવારમાં તુલસીનું પૂજન થાય છે. જેમની સંતાન નથી હોતી તેઓ પણ તુલસી વિવાહ કરાવે છે. તુલસી પત્ર ચઢાવ્યા વિના શાલિગ્રામનીની પૂજા નથી થતી. વિષ્ણુ ભગવાનને શ્રાદ્ધ ભોજનમાં, દેવપ્રસાદ, ચરણામૃત, પંચામૃત વગેરેમાં તુલસીદલ હોવું આવશ્યક છે. અન્યથા તે પ્રસાદ દેવતાઓને ચઢાવવા યોગ્ય નથી હોતો. તુલસી પત્ર વિના ભોજન અધુરું છું. મરતા પ્રાણીને અંતિમ સમયે ગંગાજળ તથા તુલસી પત્ર આપવામાં આવે છે. તુલસીના છોડ જેવો અન્ય કોઈ પણ ધાર્મિક માન્યતા વાળો છોડ નથી.
 
આ બધી ધાર્મિક માન્યતાઓ પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ છુપાયેલું છે. તુલસી એક દિવ્ય ઔષધિ છે તથા કસ્તૂરીની સમાન એકવાર મૃત પ્રાણાને જીવિત કરવાની ક્ષમતા ધરાવે છે. તુલસીમાં એવાં ગુણો છે કે જે કેન્સર જેવા અસાધ્ય રોગોને પણ ઠીક કરી શકે છે. આયુર્વેદ ગ્રંથોમાં તુલસીની ખુબજ મહિમા વર્ણિત છે. તુલસીપત્ર ઉકાળીને પીવાથી સામાન્ય જ્વર, તાવ, ખાસી તથા મલેરિયા જેવા રોગીથી તત્કાળ રાહત મળે છે. તુલસીના પાનોમાં સંક્રામક રોગોને રોકવાની અદભુત શક્તિ છુપાયેલી છે. પ્રસાદ પર તુલસી પત્ર રાખવાથી પ્રસાદ વિકૃત નથી થતો. પંચામૃત કે ચરણામૃતમાં તુલસી પત્ર રાખવાથી પંચામૃત અને ચરણામૃત ખરાબ નથી થતા.
 
તુલસીમાં એક વિશેષ પ્રકારની સુવાસ હોય છે, જેનાથી વિષધર સાપ નજીક નથી આવતા. તુલસીના આવા અનેક ઔષધીય ગુણોની કારણે જ એની પૂજા કરવામાં આવે છે.