जय गणेश, जय गणेश, जय गणेश देवा ।
माता जाकी पार्वती, पिता महादेवा ॥ जय गणेश ...
ભાવાર્થ - જેમની માતા પાર્વતી છે અને પિતા મહાદેવ શિવ શંકર છે એ ગણેશજીની જય હો, જય હો, જય હો ...
एक दन्त दयावंत, चार भुजा धारी ।
मस्तक पर सिन्दूर सोहे, मूसे की सवारी ॥ जय गणेश ...
ભાવાર્થ - હે કૃપાનિધિ ! આપને એક દંત અને ચાર ભૂજાઓ છે. આપના માથા પર સિંદૂરનું તિલક શોભાયમાન છે અને આપ ઉંદરની સવારી કરો છો. આપની જય હો, જય હો, જય હો ...
पान चढ़े, फूल चढ़े, और चढ़े मेवा ।
लड्डुअन का भोग लगे, संत करे सेवा ॥ जय गणेश ...
ભાવાર્થ - ભક્તજન આપને પાન, હાર, ફૂલ અને મેવો ચઢાવે છે તથા લાડવાનો ભોગ લગાવે છે. આપની સેવા કરવા ઋષિ-મુનિઓ હંમેશા તત્પર રહે છે. આપની જય હો, જય હો, જય હો ...
अन्धन को आँख देत, कोढ़िन को काया ।
बाँझन को पुत्र देत, निर्धन को माया ॥ जय गणेश ...
ભાવાર્થ - આપ અંધજનોને દૃષ્ટિ આપો છો અને કોઢિજનોને સ્વસ્થ કાયા પ્રદાન કરો છો. સંતાનહીન સ્ત્રીને આપ પુત્ર અને નિર્ધનને ધન-સંપદા પ્રદાન કરો છો. આપની જય હો, જય હો, જય હો ...
सुर श्याम शरण आये सफल किजे सेवा ।
जय गणेश, जय गणेश, जय गणेश देवा ।
माता जाली पार्वती, पिता महादेवा ॥ जय गणेश ...
ભાવાર્થ - આપ તો આપની શરણે આવેલા સુર-અસુર એમ બધાની સેવા સફળ કરી દો છો. હે પાર્વતી અને મહાદેવ શિવ શંકરના પુત્ર શ્રી ગણેશ, આપની જય હો, જય હો, જય હો ...
======== * ========