ઓમ્ જય જગદીશ હરે

     ओम् जय जगदीश हरे, स्वामी जय जगदीश हरे ।
     भक्त जनों के संकट, क्षण में दूर करे ॥ ओम् जय ...
ભાવાર્થ - હે ઓંકાર ! હે જગતના સ્વામી તથા પરમેશ્વર ! હે હરિ ! આપની જય હો, જય હો. આપ આપના ભક્તોની પીડા ક્ષણભરમાં દૂર કરી દો છો.
 
     जो ध्यावे फल पावे, दुःख बिनसे मन का, स्वामी ...
     सुख-सम्पति घर आवे, कष्ट मिटे तन का ॥ ओम् जय ...
ભાવાર્થ - જે આપનું ધ્યાન કરે છે તેને વરદાન સ્વરૂપે ફળ મળે છે. તેના મનના બધા દુઃખ સમાપ્ત થઇ જાય છે. ઘરમાં સુખથી સાથે સમૃદ્ધિ આવે છે અને શરીરના બધા કષ્ટ મટી જાય છે.
 
     मात-पिता तुम मेरे, शरण गहूँ मैं किसकी, स्वामी ...
     तुम बिन और न दूजा, आस करूँ मैं जिसकी ॥ ओम् जय ...
ભાવાર્થ - કેમ કે તમે જ મારા માતા-પિતા છો, તેથી હું બીજા કોની શરણમાં જાઉં? આપની સિવાય મારું બીજું કોઇ નથી જેના ઉપર હું શ્રદ્ધા રાખી શકું.
 
     तुम पूरन परमात्मा, तुम अन्तर्यामी, स्वामी ...
     पारब्रह्म परमेश्वर, तुम सबके स्वामी ॥ ओम् जय ...
ભાવાર્થ - તમે જ પૂર્ણ પરમાત્મા છો અને અંતર્યામી પણ; તમે જ પરમેશ્વર છો અને તમે જ આ સંપૂર્ણ જગતના સ્વામી પણ.
 
     तुम करुणा के सागर, तुम पालन-कर्ता, स्वामी ...
     मैं मूरख, खल, कामी, कृपा करो भर्ता ॥ ओम् जय ...
ભાવાર્થ - તમે દયાના સાગર અને વિશ્વના પાલનકર્તા છો. હે સ્વામી ! હું મૂર્ખ, દુષ્ટ અને કામી છું; તમે જ મારા પર કૃપા કરો.
 
     तुम हो एक अगोचर, सब के प्राणपति, स्वामी ...
     किस विधि मिलूँ दयामय, तुमको मैं कुमति ॥ ओम् जय ...
ભાવાર્થ - હે બધા પ્રાણીઓના સ્વામી ! આપ અલૌકિક છો. મારા જેવો બુદ્ધિહીન વ્યક્તિ આપ દયાનિધિ સાથે કઇ રીતે મળે?
 
     दीन-बन्धु दुःखहर्ता, तुम रक्षक मेरे, स्वामी ...
     अपने हाथ उठाओ, द्वार पड़ा मैं तेरे ॥ ओम् जय ...
ભાવાર્થ - તમે દીન-દુઃખીઓના સહાયક છો. તેમના દુઃખોને હરનાર છો અને મારું રક્ષણ કરનાર પણ છો. હું તમારા દ્વારે આવ્યો છું, હે પરમપિતા ! મને આશીર્વાદ આપો.
 
     विषय-विकार मिटाओ, पाप हरो देवा, स्वामी ...
     श्रद्धा-भक्ति बढ़ाओ, संतन की सेवा ॥ ओम् जय ...
ભાવાર્થ - હે પ્રભુ ! તમે મારા ભૌતિક તેમજ માનસિક દુઃખોને મિટાવી મને પાપ મુક્ત કરો અને મારી શ્રદ્ધા-ભક્તિને એટલી વધારો કે હું સંતોની સેવા કરી શકું.
 
     तन, मन, धन जो कुछ, सब ही है तेरा, स्वामी ...
     तेरा तुजको अर्पण, क्या लागे मेरा ॥ ओम् जय ...
ભાવાર્થ - હે પ્રભુ ! મારી પાસે તન, મન, ધન આદિ જે કઇ પણ છે તે બધું તમારું જ છે. હું શ્રદ્ધા સાથે આપને સમર્પિત કરું છું.
 
======== * ========