સનાતન જાગૃતિ
    • મુખ્ય પૃષ્ઠ
    • પરિચય
    • અભિપ્રાય
    • સહયોગ
    • સંપર્ક

સનાતન જાગૃતિ

સફળતા, શાંતિ અને આનંદનો માર્ગ

Top Category

  • વાંચન વિભાગ
  • ઑડિઓ વિભાગ
  • વિડિઓ વિભાગ
  • ગ્રંથાલય
  • તિથિપત્ર
ઈશ્વર નિરાકાર છે, પરંતુ તે ભક્તોની હાર્દિક પ્રાર્થના અભુસાર પોતાની શક્તિથી જુદાંજુદાં રૂપો ધારણ કરે છે.
દયાનંદ સરસ્વતી
  • ભક્તિ
    • આરતી
    • કાવ્ય-પદ્ય-પદ
    • ચાલીસા
    • પ્રાર્થના
    • ભજન
    • વ્રત કથા
    • સ્તોત્ર-સ્તુતિ
    • બાવની
    • થાળ
  • જ્ઞાન
    • કથા-પ્રવચન
    • જ્ઞાન-વિજ્ઞાન
    • તત્ત્વ દર્શન
    • બોધ-ઉપદેશ
    • વેદાન્ત
  • સંસ્કાર
    • જિજ્ઞાસા સમાધાન
    • ઉપનિષદ કથા
    • ચરિત્ર કથા
    • પર્વ-ઉત્સવ
    • પૌરાણીક કથા
    • પ્રેરક પ્રસંગો
    • બોધ કથા
    • મમ કર્તવ્યમ્
    • રીતિ-રીવાજ
  • સાહિત્ય
    • આધ્યાત્મીક
    • ઐતિહાસિક ઘટનાઓ
    • ગીત-સંગીત

ઇષ્ટ દેવી-દેવતા

અંબામાતા અર્જુન આદિ શંકરાચાર્ય કૃષ્ણ અવતાર ગણેશજી ગૌમાતા જલારામબાપા પાર્વતી માતા રામ અવતાર લક્ષ્મીમાતા શીતળાદેવી સદાશિવ સાંઇબાબા સૂર્યદેવ હનુમાનજી
more tags

વ્યક્તિત્વ

અમીચંદ ભક્ત નરસિંહ મહેતા સંત કબીર સંત તુલસીદાસજી સ્વામી આત્માનંદ સ્વામી ચિદાનન્દ સ્વામી જ્યોતિર્મયાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી પરમાનંદ સ્વામી રામરાજ્યમ્ સ્વામી રામસુખદાસજી સ્વામી વિવેકાનંદ સ્વામી શાશ્વતાનંદ સ્વામી શિવાનન્દ હર્ષા જોશી
more tags

નવિનતમ રચનાઓ

  • અચ્છાઈ નો મહાપ્રસાદ - સ્વામી રામરાજ્યમ્
  • ઈશ્વરનું અસ્તિત્વ - સ્વામિની અમિતાનંદ
  • બાદશાહ અકબરના પાંચ સવાલ
  • સાદું જીવન અને ઉચ્ચ વિચારો - સ્વામી જ્યોતિર્મયાનંદ
  • શ્રી શિવ માનસ પૂજા

અન્યાન્ય રચનાઓ...

  • પહેલા મનને નિર્મળ કરો
  • અચ્છાઈ નો મહાપ્રસાદ - સ્વામી રામરાજ્યમ્
  • માતાજીના છંદ - અમીચંદ
  • અંતરમાં અભિમાન - ગંગાસતી
  • સ્થિત પ્રજ્ઞ - સ્વામી આત્માનંદ સરસ્વતી

સંગીત સાથે

  • भगवद्‍ गीता आरती - संगीत साथ
  • આનંદ મંગલ કરું આરતી
  • શ્રી રામચંદ્ર કૃપાલુ ભજુ મન - સંગીત સાથે
  • શ્રી રુદ્રાષ્ટકમ - સંગીત સાથે
  • શ્રી શિવ પંચાક્ષર સ્તોત્ર - સંગીત સાથે

શ્રી અંબાજી માતાની આરતી

  • આરતી
  • અંબામાતા
  • 478 reads
  • PrintPrint
  • E-MailE-Mail
  • Permalink
જય આદ્યાશક્તિ, મા જય આદ્યાશક્તિ
અખંડ બ્રહ્માંડ નિપજાવ્યાં, પડવે પ્રગટ્યાં,
મા જયો જયો મા જગદંબે ...
 
દ્વિતીયા બેઉ સ્વરૂપ શિવ શક્તિ જાણું,
બ્રહ્મા ગણપતિ ગાયે, હર ગાયે દર મા ... જયો જયો ...
 
તૃતીયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં બેઠાં,
ત્રયા થકી તરવેણી, તું તરવેણી મા ... જયો જયો ...
 
ચોથે ચતુરા મહાલક્ષ્મી, મા સચરાચર વ્યાપ્યાં,
ચાર ભુજા ચો દિશા, પગટ્યાં દક્ષિણમાં ... જયો જયો ...
 
પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદમા,
પંચ તત્ત્વ ત્યાં સોહીએ, પંચે તત્ત્વો મા ... જયો જયો ...
 
ષષ્ઠી તું નારાયણી મહિષાસુર માર્યો,
નરનારીના રૂપે, વ્યાપ્યાં સઘળે મા ... જયો જયો ...
 
સપ્તમી સપ્ત પાતાળ, સંઘ્યા સાવિત્રી,
ગૌ ગંગા ગાયત્રી, ગૌરી ગીતા મા ... જયો જયો ...
 
અષ્ટમી અષ્ટ ભુજા, આઈ આનંદા,
સુરનર મુનિવર જનમ્યા, દેવો દૈત્યો મા ... જયો જયો ...
 
નવમી નવકુળ નાગ, સેવે નવ દુર્ગા,
નવરાત્રીનાં પૂજન શિવરાત્રીનાં અરચન, કીધાં હર બ્રહ્મા ... જયો જયો ...
 
દશમી દશ અવતાર, જય વિજયા દશમી,
રામે રામ રમાડ્યાં, રાવણ રોળ્યો મા ... જયો જયો ...
 
એકાદશી અગિયારસ, કાત્યાની કામા,
કામ દુર્ગા કાલિકા, શ્યામા ને રામા ... જયો જયો ...
 
બારશે બાળા રૂપ બહુચરી અંબા મા,
બટુક ભૈરવ સોહે કાળ ભૈરવ સોહે, તારા ચાચર માંય ... જયો જયો ...
 
તેરસે તુળજા રૂપ તું તારુણી માતા,
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ, ગુણ તારા ગાતા ... જયો જયો ...
 
ચૌદશે ચૌદા રૂપ, ચંડી ચામુંડા,
ભાવ ભક્તિ કાંઈ આપો, પોતાનો કરી સ્થાપો, સિંહવાહિની મા ... જયો જયો ...
 
પૂનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા,
વસિષ્ઠ દેવે વખાણ્યાં, મારકણ્ડ મુનિએ વખાણ્યાં, ગાઈ શુભ કવિતા ... જયો જયો ...
 
સંવત સોળ સત્તવન, સોળસે બાવીસ મા,
સંવત સોળે પ્રગટ્યાં, રેવાને તીરે, ગંગાને તીરે ... જયો જયો ...
 
ત્રંબાવટી નગરી આઈ રૂપાવટી નગરી,
સોળ સહસ્ત્ર ત્યાં સોહીએ, ક્ષમા કરો ગૌરી, દયા કરો ગૌરી ... જયો જયો ...
 
શિવ શક્તિની આરતી જે કોઈ ગાશે, મા જે ભાવે ગાશે,
ભણે શિવાનંદ સ્વામી, સુખ-સંપત્તિ થાશે,
હર કૈલાશે જાશે, મા અંબા દુખ હરશે, મા અંબા આશા પુરશે,
ૐ જયો જયો મા જગદંબે ...
 
જય આદ્યાશક્તિ, મા જય આદ્યાશક્તિ
અખંડ બ્રહ્માંડ નિપજાવ્યાં, પડવે પ્રગટ્યાં,
મા જયો જયો મા જગદંબે ...

નોંધ - અમુક કારણવશાત્ રચનાઓ પર ટિપ્પણી (Comments) ની સુવિધા બંધ કરવામાં આવી છે. આપની ટિપ્પણીઓ તેમજ અભિપ્રાયો માટે આપ અભિપ્રાય પૃષ્ઠનો ઉપયોગ કરી શકો છો. કોઈ પણ પ્રકારની અગવડ બદલ માફી.

© Sanatan Jagruti
સનાતન જાગૃતિ ૨૦૦૭-૨૦૦૯
  • મુખ્ય પૃષ્ઠ
  • પરિચય
  • અભિપ્રાય
  • અસ્વીકરણ
  • આમંત્રણ મોકલો
  • Submit Content
  • Get Involved
  • Mailing List
  • RSS Feeds
  • Contact Us
  • વાંચન વિભાગ
  • ઑડિઓ વિભાગ
  • વિડિઓ વિભાગ
  • ગ્રંથાલય
  • તિથિપત્ર
  • સુવિચારો
  • ભક્તિ સુધા
  • ગીતા અમૃત
Creative Commons License
આ વેબસાઈટની સઘળી માહિતી, સામગ્રી અને અન્ય સેવાઓ Creative Commons Attribution Non-Commercial No Derivatives 2.5 License અંતર્ગત અધિકૃત છે. જે વેબસાઈટના અન્યાન્ય યોગદાનકર્તાઓ દ્વારા યોગદાન કરવામાં આવી છે. તમો આ માહિતી, સામગ્રી અને અન્ય સેવાઓના બિન-વ્યાપારીક હેતુ; http://www.sanatanjagruti.org/ ની લિંક સાથે પુનઃવપરાશ/વિતરણ માટે મુક્ત છો.