આપણે ક્યાં જવું તે આપણે જ નક્કી કરવાનું હોય - તત્ત્વચિંતક વી. પટેલ

પરમતત્વ પરમાત્મા પાસે પહોંચવાનો કોઈ એક જ માર્ગ હોય, એક જ સાધના પદ્ધતિ હોય તે સંભવી શકે જ નહી, કારણ કે માણસની જુદી જુદી પ્રકૃતિ હોય છે, તે પ્રકૃતિ અનુસાર માર્ગ પસંદ કરવાનો હોય છે. આ વસ્તુ સ્વીકાર્યા વિના છુટકો જ નથી, જો એક જ માર્ગ જગતમાં હોત, તો આજે જે ધર્મમાં મતમતાંતરો પ્રવર્તે છે તે હોત જ નહી, એક જ ધર્મ હોત અને સો એક જ ધર્મ પાળતા હોત. પણ એ શક્ય જ નથી, જો આવું શક્ય બન્યું હોત તો હોત તો જે ધર્મ યુદ્ધો થયા છે, ને થઇ રહ્યા છે તે થયા જ ન હોત.

પરમ તત્વ પરમાત્મા અનંત,અવિનાશી,સર્વવ્યાપી સર્વજ્ઞ અને અવિચલ છે,માણસ સમગ્ર રીતે પરમાત્માને જાણી શકે તે શક્ય જ નથી. જે રીતે હાથી કીડીને સપૂર્ણ રીતે જાણી શકે જ નહી, તેમ માણસ અનંત એવા પરમાત્માને જાણી શકે જ નહી,

જેઓ જગતમાં પરમાત્માને પામ્યા છે, તે પણ પુર્ણ રીતે પામી શક્યા જ નથી, તેઓ કોઈ એક બિંદુથી બિંદુ જેટલા જ જાણી શક્યાં છે,તેમને માટે પણ સંપૂર્ણ જાણવા શક્ય નહોતા કારણકે તેમની વિશાળતા એટલી મોટી છે, કે સપૂર્ણ જાણવા શક્ય જ નથી, માણસ ત્યાં ટુંકો પડે છે.તે હકીકતનો સ્વીકાર કરવો જ રહ્યો,એમ કહેવાય છે કે માણસ માટે આ જગતમાં કાંઈ અશક્ય નથી બધું જ શક્ય છે,માત્રને માત્ર સત્યના રસ્તે પુરુષાર્થ કરો બધું પ્રાપ્ત થાય. પણ અહિ પુરુષાર્થ પણ ટુંકો પડે છે, આમ પરમતત્ત્વ પરમાત્માને સંપૂર્ણ જાણવા અશક્ય છે.તે નિર્વિવાદ હકીકત છે .

આપણે ત્યાં મહાવીર અને બુધ્ધ બન્ને મહામાનવો પરમાત્માને પામ્યા જ હતા, પણ બન્નેના માર્ગો જુદા જુદા હતા બન્નેની સાધના પદ્ધતિ અલગ હતી, તે આપણે સો જાણીએ જ છીએ, તે પછી પણ અરવિન્દ,રામતીર્થ વગેરે પણ પામ્યાજ છે, પણ તેઓના માર્ગ પણ જુદા જ છે, જે હકીકત છે,

એકજ સાધ્યની સિદ્ધિમાં સાધનની ભિન્નતા થઈ જ જાય છે, તે સત્ય છે, અને સનાતન પણ છે,પ્રાચીન સમયની વાત કરીએ તો માણસો સાધારણ રીતે સુખી ને સંતોષી, હતા,ત્યારે જેમને પણ સંસારની માયા જાળમાંથી કંટાળો ઉપજતો તેઓ સંસાર છોડીને જંગલનો આશ્રય લેતા હતા,ને ત્યાં શાંત ચિત્તે સાધના કરતા હતાને આત્મા જ્ઞાનની પ્રાપ્તિ કરતા હતા,,તેહકીકત છે. તે વખતની પરિસ્થિતિ પ્રમાણે યોગ્ય જ હતું .

આપણે જાણીએ છીએ કે મહાવીર,અને બુધ્ધે બન્ને એ એકાંતમાં રહીને જ આત્મ દર્શનની સાધના કરી છે. બન્ને રાજ કુમારો હતા, બન્ને જાહોજલાલીમાં ઉછર્યા હતા અને જાહોજલાલી ભોગવીને પણ જયારે શાંતિ આનંદ પ્રાપ્ત ન થયો, ત્યારે શાંતિની શોધમાં નીકળી પડ્યા, ને કઠોરમાં કઠોર બન્નેએ તપસ્યા કરી ને પોતાની તમામ વૃતિઓ, પર કાબુ મેળવ્યો,ને સિદ્ધી પ્રાપ્ત કરી, મહાવીરે સખત તપનો માર્ગ બતાવ્યો, જયારે બુદ્ધે માધ્યમ માર્ગ બતાવ્યો, બન્ને પહોચ્યા હતાં પણ જુદા જુદા બિંદુએ પહોચ્યા, તેથી બન્નેએ અલગ અલગ માર્ગ સૂચવ્યો છે,.ને બન્ને એ પછી સમસ્ત માનવ જાતને સાંસારિક દુઃખમાંથી મુક્ત કરવા માટે ભગીરથ પ્રયત્નો કર્યા, ને બંનેએ શેષ જીદગી આ હેતુ માટે જ વાપરી નાખી, ને નિર્વાણ પામ્યા.તે આપણે જાણીએ જ છીએ,

જીવનમાં જે અશાંતિ,દુઃખ છે તેના નિવારણ માટે જગતમાં એકજ રસ્તો છે. તેનું નામ છે આત્મ દર્શન એટલેકે આપણા સ્વ,સ્વરુનું ધ્યાન ધરી સ્વ સ્વરૂપને જાણીને તેમાં સ્થીર થવું, આ માટે નિરંતર જાગૃતિની જરૂર પડે છે. એટલે કે વર્તમાનમાં જીવવું, ભૂતકાળને ભૂલી જવો, ને ભવિષ્યકાળના ધોડા ધડવા નહી એટલેકે આશા, અપેક્ષા,અને તૃષ્ણાઓથી નિવૃત થવું,અથવા નિયંત્રિત કરવી એજ એક માત્ર ઉપાય છે,આ સિવાય આ જગતમાં કોઈ ઉપાય નથી.

એમ બુધ્,ક્રષ્ણ,મહાવીર,ઈશુ,જરથુસ્ત,કબીર,અરવિન્દ,રામતીર્થ,ક્રષ્ણમૂર્તિ,ઓશો,સ્વાંમીવીવેકાનંદ,રામક્રષ્ણ પરમહંસ,ગાંધીજી,અને વિનોબાજી વગેરે કહી જ ગયા છે. પણ આપણે તેના જ્ઞાનને અનુસરણ કરતા નથી ત્યાં જ આપણી ખામી છે,અનુસરણ એજ અન્યોન્ય ભક્તિ છે, એજ ધર્મ છે ,

સારી રીતે જીવન જીવવા માટે પાયો છે સત્ય ,પ્રેમ અને કરુણા આનો અંગીકાર કરીને જીવવાથી જ શાંતિ સુખ પ્રાપ્ત થાય છે, સત્ય એટલે મારી દ્રષ્ટીએ જે વખતે જે વસ્તુ આપણને જે રીતે પ્રતીત થઇ હોય,કે પ્રાપ્ત થઇ હોય તે તેજ રીતે તેજ સ્થિતિમાં,જે તે વખતે તેવી જ રીતે પ્રગટ કરવી, તેમાં કાંઇ પણ ભેલ સેળ કરવી જ નહી તેનું નામ સત્યનું આચરણ છે, .ટુકમાં જે છે તે તેવું જ તે જ રીતે પ્રદર્શિત કરવું ,કહેવું અથવા આચરવું, આમાં માટે આપણો વિચાર આપણુ ચિંતન ભેળવવું નહી અને આપણો પોતાનો વિચાર બદલાતો હોય તો તે બદલવા માટે તેયાર રહેવું, .પ્રેમ એટલે કે બીજાના સુખે સુખી થવું અને બીજાના સુખ જોઇને આનંદિત થવું આ .અધરું છે.પણ કરવું જ જોઈએ, અને કરુણા એટલે દુખીઓને મદદ કરવી અને એમના દુખે દુઃખી થવું.આમ જીવનમાં આ ત્રણેનું બરાબર આચરણ કરવું એજ પ્રગતિની નિશાની છે . ,

આ બધામાટે આત્મ નિરીક્ષણ નિરંતર કરતાજ રહેવું જોઈએ .મેં આજે કોઈને અસત્યતો નથી કીધુને? બીજાના દિલને દુભવ્યું તો નથી ને ?બીજાનું અહિત થાય તેવું કોઈ મેં આચરણ કે વ્યવહાર તો નથી કર્યો ને?મારી વાણીનો દુર ઉપયોગ મારાથી થયો નથી ને? વીચારથી કે મારા હાથથી કોઈનું ખરાબ કામતો નથી થયું ને?આવા અનેક સવાલો રાત્રે સુતી વખતે જાતને પૂછી જ લેવા અને જ્યાં ક્યાંય પણ આપણી ભૂલ જણાય,ખામી રહી ગઈ હોય ત્યાં અંત:કરણ પૂર્વક ક્ષમા યાચી લેવી,અને આવું ફરી ન થાય તેવો પાકો નિશ્ચય કરી જ લેવો.,ને જાગૃતિ પૂર્વક કાળજી રાખવી ,

આપણા સ્વભાવમાં જ સ્વાર્થ આસક્તિ મોહ મમતા પડેલા જ હોય છે, એટલે ગમે તેટલી કાળજી રાખીએ તો પણ તે ક્યારેક તેનું પોત પ્રકાશતું જ હોય છે, તે સ્વાભાવીક છે, તેથી ક્યારેક ભૂલ થઇ જાય તો તેની ચિંત્તા કે ઉદ્વેગ મનમાં રાખવો નહી,હશે એમ ધારીને મનમાંથી કાઢી જ નાખવું,, જેટલું મનમાં સંગ્રહ કરશો એટલું દુઃખ વધશે, અને જેટલું મનને શુધ્ધ રાખશો એટલું સુખ વધશે,સુખ શાંતિ ને આનંદ પ્રાપ્ત કરવાનો આજ શાશ્વત રસ્તો છે.

જીવનમાં ભૂલો કરતાજ રહો, જે ભૂલ થઇ હોય તેજ ભૂલ બીજી વાર થાય જ નહી, એટલીજ જીદગીમાં જાગૃતિ પૂર્વક કાળજી ને ખ્યાલ રાખવો જરૂરી છે, આટલો જ જો જીવનમાં ખ્યાલ રાખશો તો ,આ નિયમ તમોને ઉર્ધ્વ ગતી પ્રદાન કરશે, ને શિખરે પહોચાડશે જ, જેની ખાત્રીને બાંહેધરી ક્રષ્ણ ભગવાને આપી છે, પછી આપણે બીજું શું જોઈએ.તેમણે એમ પણ કહ્યું છે કે ભૂલો કરવી એજ પ્રગતિનો રસ્તો છે,પણ ફરી નજ થય તેટલુ જ ધ્યાન રાખો. .

આપણે સો એવું માનીએ છીએ કે આપણા જે કાંઈ પાપ કર્મો હોય, તે તમામ પુણ્ય કર્મો કરવાથી પાપકર્મો કપાય જાય છે,પાપનો નાશ થાય છે, આ આપણો ખોટો ને બેહુડો ખ્યાલ છે, આપણે ત્યાં કર્મના સિધ્ધાંત ઉપર ધણું મોટું ચિંતન થયું છે, તે એમ કહે છે કે પુણ્ય કર્મો કરવાથી પાપ કર્મો કદી પણ નાશ પામે જ નહી કે ધોવાય પણ નહી કારણકે જીવનમાં પાપ અને પુણ્યના ખાતાઓ જ નોખા હોય છે,. એટલે માણસે પાપનું ફળ ભોગવવું જ પડે છે, તેમાં કોઈ શંકા જ નથી ,ટૂંકમાં કર્મથી કર્મનો નાશ થાય જ નહી,એટલે જો પાપકર્મનો નાશ કરવો હોય તો માત્રને માત્ર આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જ પડે, જ્ઞાનની પ્રાપ્તિ વિના કર્મોનો નાશ અસંભવ છે, અશક્ય પણ છે, એટલું સ્પષ્ટ સમજી ને ચાલો .ટૂંકમાં દાન પુણ્ય કરવાથી પાપ ધોવાય જ નહી,એટલે ખોટા કામો કરીપેસા કમાવા અને ઈ પેસાનું દાન કરવાથી ખોટા કામોનું ધોવાણ થાય જ નહી . પણ યોગની સાધના કરી જ્ઞાનમાં સ્થીર થાવ તોજ પાપો ને તમામ કર્મો ધોવાય જાય છે, ને શુધ્ધતા પ્રાપ્ત થાય છે, શુધ્ધતા એજ એક માત્ર આ જગતમાં શાશ્વત ઉપાય છે ,

જીવનમાં જે કઇ કર્મો પુરેપુરી જાગૃતિ,સચેતનતામાં સ્થીર થઈને કરો તે પુણ્યશાળી કર્મો છે, પછી તમો કોઈનું ખૂન કરીયાવો તો પણ પુણ્ય શાળી છે, જોકે જાગૃત માણસ આવું કદી કરી શક્તોજ નથી, અને અજ્ઞાન અવસ્થામાં અને અજાગૃત અવસ્થામાં જે કાંઇ કર્મો કરો તે બધાજ પાપ કર્મો જ છે, પછી કોઈને દાન આપો તે પણ પાપ કર્મ જ છે, આ જગતનો આ શાશ્વત નિયમ આમાં કોઈ ફેરફાર કરી શકે જ નહી, માટે પાપ કર્મથી બચવું હોયતો જ્ઞાન પ્રાપ્ત કરો, અથવા જાગૃતિ પૂર્વક જીવો, એજ એક માત્ર પાપમાંથી મુક્ત થવાનો જગતમાં રસ્તો છે,આજ શાશ્વત સત્ય છે ,

આપણા સોના જીવનનો મૂળ ભૂત ઉદેશ ગુણ વિકાસ અને ગુણસંપન્ન થવું એજ છે, એટલેકે આપણામાં જે ગુણો હોય તેનો વિકાસ કરવો ને જે દુર્ગુણો હોય તેનો નાશ કરવો, આ રીતે ગુણોને ગ્રહણ કરવાં, ગુણ વૃધ્ધી કરી ગુણ સંપન્ન થવું એજ જીવનનું પવિત્ર કર્તવ્ય છે.આ કર્તવ્યને પરિપૂર્ણ કરવા માટે આત્મ નિરીક્ષણ જરૂરી છે,અને આત્મ નિરીક્ષણ કરી, સ્વ સ્વરૂપને જાણી,તેમાં સ્થીર થવું એજ જ્ઞાન પ્રાપ્તિનો રસ્તો છે.

આપણા જીવનનો પરમ રુખ,પરમ શાંતિ,અને પરમ આનંદ પ્રાપ્ત કરવાનો મૂળભૂત ધ્યેય હોય છે, ને આધ્યેયને પ્રાપ્ત કરવા જ તમામ કર્મો કરીએ છીએ,પણ તેમાં ફળની આશા અપેક્ષા ,તૃષ્ણા,આસક્તિ,મોહ વગેરે સાથે જ કર્મો કરીએ છીએ જેથી શાંતિ,સુખ સાને આનંદ પ્રાપ્ત થતા નથી, માટે ક્રષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે જ્યાં ફળત્યાગ છે, ત્યાં જ શાંતિ છે, સુખ છે, ને આંનંદ છે, આનો અર્થ એવો નથી કે ફળત્યાંગનો ભાવ રાખીને કર્મ કરીએ એટલે ફળ મળતું નથી, એવું નથી પણ હજાર ગણું ફળ મળે છે,ને કર્મ પણ સારી રીતે થાય છે, ને જે ફળ મળે તે પરમાત્માના પ્રસાદ તરીકે સ્વીકારોને તેનો ઉપયોગ કરો, ઉપભોગથી દુર રહો, એટલે પરમ આનંદ પ્રાપ્ત થશે એજ જીવનનું ઉત્તામોત્તમ ફળ છે, જે મીઠું મધુરું ને અમૃત મય હોય છે.,

જીવનમાં તમામ કર્મો કરતા જ રહો કર્મ બંધનનું કારણ નથી,બંધનનું કારણ આપણી આસક્તિ,મોહ વગેરેનો જે ભાવ છે, તેજ બંધનનું કારણ છે,માટે કર્મ કર્તૃત્વ રહિત થઈને એટલેકે અસંગ બનીને અલિપ્ત થઈને અનાસક્ત ભાવમાં સ્થીર થઈને કરતાજ રહો ત્યાજ મુક્તિ છે, એટલે માત્ર માત્ર અસંગતાના ભાવમાં ભાવમાં સ્થીર થાવ, જે રીતે જનક રાજા અલીપ્તતામાં સ્થીર થયા હતા ,અસંગતા પ્રાપ્ત કરી હતી, ને રાજ વહીવટ કર્યો હતો, તે આપની સમક્ષ દાખલો છે, જે આપણી સમક્ષ ક્રષ્ણ ભગવાને રજુ કરેલો છે, જનકને કોઈકે કહ્યું કે મીથીલા બળી રહી છે, ત્યારે તેમણે જવાબ આપ્યો કે મને એમાં કાઈ લાભકે નુકસાન નથી એવો જબાબ દીધો આનું નામ છે, અસંગતા અલીપ્તતા આવી અસંગતા ધારણ કરીને જીવેજ જાવ શાંતિ આનંદ ને સુખ પ્રાપ્ત કરવાનો આજ એક માત્ર રસ્તો છે. ચાલો આપણે.અસંગ થવા સાધના કરીએ ને અસંગ બનીયે,