આપણા જીવનમાં પ્રજ્ઞા એટલે શું તે સમજી લેવું આવશ્યક છે, પ્રજ્ઞા એટલે કોઈ પણ ધર્મ કે સંપ્રદાયની ધાર્મિક પરમ્મ્પરાની કે કથાકારોની માહિતી કે માણસે પોતાની બુધ્ધી પૂર્વક પ્રાપ્ત કરેલું જ્ઞાન એ પ્રજ્ઞા નથી. પરંતુ અધ્યાત્મની આંતરિક સાધના દ્વારા સત્યતા, નેતિકતા અને પ્રમાણીકતા યુક્ત આંતર દ્રષ્ટિનો સમાવેશ કરતુ આંતર જ્ઞાન એ જ પ્રજ્ઞા છે. માણસનું બાહ્ય જ્ઞાન કુત્રિમ હોય છે,જ્યારે આંતર જ્ઞાન તે સહજ અને સત્ય જ હોય છે.તેમજ સરળતા અને સત્યતા પર આધારિત હોય છે. અને પાછું સત્યતાં દ્વારા મેળવેલું હોય છે, આમ આંતર સાધના દ્વારા મેળવેલું સહજ જ્ઞાન છે,જેને આપણે અંતર્જ્ઞાન,અંત:પ્રજ્ઞા ,અંત:સ્ફૂરણા, પ્રત્યક્ષાનુભવ ,અપરોક્ષાનુભવ ,વગેરે શબ્દોથી ઓળખીએ છીએ,આમ પ્રજ્ઞા બોધ એ એક આંતરિક અનુભૂતિ,અનુભવ છે.જેને શબ્દાતીતમાં વર્ણવી શકાતું જ નથી. તે છે પરમ તત્વ પરમાત્માની અનુભૂતિ, અનુભવ. જે સ્થળ, કાળ અને સમયની તમામ હકીકતો અને વિચારથી સંપૂર્ણ પર હોય છે. તેનો સ્પર્શ માત્ર ને માત્ર પ્રજ્ઞા જ કરી શકે છે ,જીવનમાં પ્રજ્ઞા પરમનાં મર્મનું દ્વાર છે. પ્રજ્ઞા એ માણસના આત્માનો જળહળતો પ્રકાશ છે.પ્રજ્ઞાની પ્રાપ્તિ થતાં જ્ઞાતા,જ્ઞેય અને જ્ઞાનના ભેદો માણસના મનમાંથી સાવ જ ભૂસાય જાય છે. અને અદ્વેતની પ્રાપ્તિ થાય છે. જીવનના તમામ સંશયો નાબુદ થાય છે, અભયમાં સ્થીર થવાય છે,આમ પ્રજ્ઞા દ્વન્દ્વાતીત પરમજ્ઞાન છે.
માણસની બુધ્ધી વડે કે તર્ક વડે પરમ તત્વ પરમાત્માનુ કે સતનું આકલન થઇ શકતું જ નથી. માણસને સ્વ,સ્વરૂપનું જ્ઞાન પ્રજ્ઞાને લીધેજ થાય છે. જે બુધ્ધી દ્વારા કદી જ્ઞાન પણ પ્રાપ્ત થતું જ નથી.તેના માટે તો ઇન્દ્રિયા તીત,મનથી મુક્ત, નિર્વિચાર,.અહંકાર શૂન્ય,અને ઈચ્છા રહિત થવું જ પડે એટલે કે સો ટકા શુદ્ધતા પ્રાપ્ત કરવી જ પડે તોજ જ્ઞાન ઉઝાગર થાય.છે.બુધ્ધી દ્વારા આવું જ્ઞાન પ્રાપ્ત થાય જ નહી કારણકે બુધ્ધિ તો બેધારી તલવાર છે. જે બન્ને બાજુ કાપે છે. માટે બુધ્ધી દ્વારા પ્રજ્ઞા પ્રાપ્ત થઇ શકે જ નહી. તેના માટે તો બુદ્ધી અને મનથી પર થવું પડે છે..આમ પ્રજ્ઞા એટલે સત્યને ગ્રહણ કરતી ચેતના.
પ્રજ્ઞા એટલે જયારે સાધકને પોતાની અંત:કરણની સાધના દ્વારા અહંકારને ઈચ્છા વગેરેની સાવ જ નાબુદી થાય છે.પુર્ણ શુધ્ધતા પ્રાપ્ત થાય છે, ત્યારે જ આંતરિક જ્ઞાન ઉત્પન્ન થાય છે.આ સ્થીતીમાં ભાવોની ઉત્પતી સ્વત:થાય છે.કરવી પડતી નથી. ત્યારે જ પ્રજ્ઞા પારમીતાનો જન્મ થાય છે. જેનાથી માણસને બુદ્ધત્વની પ્રાપ્તિ થાય છે. જેને જ્ઞાનની પૂર્ણતાની પ્રાપ્તિ કહે છે.જ્ઞાન જેવી પવિત્ર ચિજ આ દુનિયામાં બીજી કોઈ નથી,આવા જ્ઞાન વિના મોક્ષ અસંભવ છે. આવું જ્ઞાન ગીતાના આચરણ દ્વારા જ પ્રાપ્ત થાય છે,આ જ્ઞાન ગીતાના આચરણની ફળશ્રુતિ છે.ફળની પ્રાપ્તિ છે,.આ ફળ મીઠું મધુરું અને અમૃત સમાન છે.જેની પ્રાપ્તિ એજ માનવ જીવનની સિદ્ધી કહેવામાં આવે છે.
આવી ભગવત ગીતા એ મહા ભારતના ભીષ્મ પર્વનો એક ભાગ છે.સંસ્કૃત સાહિત્યનુ સોથી વધુ લોકપ્રિય સત્ય રૂપી ધર્મ કાવ્ય છે.જેની કિંમત જગતમાં આંકી શકાય તેમ નથી ,એવી તેની અણમોલ કિંમત છે. જગતની કોઈપણ ભાષામાં આનાથી અધિક સુંદર જ્ઞાન દાયક, તત્વચિંતન વાળું માનસશાસ્ત્રીય બીજું કોઈ કાવ્ય જગતમાં નથી આમ ગીતા આધ્યાત્મિક તત્વજ્ઞાન ,નિષ્કામ કર્મયોગ ,અન્યોન્ય ભક્તિમાર્ગ, જ્ઞાનયોગ.અને યોગ તેમજ જીવનયોગ અને જીવનનાંઅમૃત સમા સદાચારના, સત્યના પાઠ શીખવનારું સાચા હીરાથી જડેલું રત્ન છે.તેના આચરણથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.તેની પુઝા કરવાથી કાઈ હાથમાં આવે જ નહી.સિવાય કંકુ..
ગીતાની ગણના શ્રુતિમાં થતી નથી પણ સ્મૃતિમાં થાય છે ,તેને પરમતત્વ પરમાત્માનું પ્રેરણા સ્વરૂપ સત્ય ધર્મનું શાસ્ત્ર માનવામાં આવે છે.અને કહેવાય છે કે ગીતા રચનાર કવીએ પરમાત્માના મુખેથી જ ગીતાનો બોધ અપાવ્યો છે. જેમાં દર્શન,સત્ય ધર્મ,અંને માનસશાસ્ત્રનો સમન્વય કરવાંમાં આવેલો જોઈ શકાય છે ગીતાનો ગાયક શ્રીક્રષ્ણએ ભારતીય સમાજ નો લોકપ્રિય પરમાત્મા સ્વરૂપ પુરુષ છે. તે જે રીતે શુધ્ધ પવિત્ર સત્ય સ્વરૂપ જીવન જીવતો મહા માનવ છે.તેનામાં ઈચ્છા,અપેક્ષા તૃષ્ણા અહંકાર,રાગ દ્વેષ એવું કશું પણ છે જ નહી આમ સો ટકા શુધ્ધતા ધારણ કરેલ પરમતત્વ પરમાત્મા સ્વરૂપ છે.તે સોંદર્યનો, પ્રેમનો, સત્ય સ્વરૂપ મહાનમહામાનવ છે,જે પરમાત્મા સ્વરૂપ છે..
ગીતાના ત્રણ આદર્શ પુરુષો
ગીતા એ આપણી સમક્ષ ત્રણ આદર્શ પુરુષો રજુ કર્યા છે, .જેમાં ૧,સ્થિત પ્રજ્ઞ પુરુષ, ૨,ભગવત ભક્તપુરુષ અને ૩,ત્રીગુણાતીતપુરુષ આ ગીતાના ત્રણ આદર્શ પુરુષો છે,જે ત્રણેય સત્ય સ્વરૂપ છે ,દેખીતી રીતે આ ત્રણેય પુરુષો જુદા લાગે છે. પણ ગહનતા પૂર્વક ચિંતન મનન કરીએ તો જુદા લાગતા નથી. પણ સત્યને વરેલા સત્ય સ્વરૂપ છે, ત્રણેની સત્યની સાધનાના માર્ગો અલગ લાગે છે. પણ ત્રણેનુ ગંતવ્ય એક જ અને તે છે પરમની પ્રાપ્તિ આજ તો કવિની ગુંથણીની વિશેષતા છે..તેઓ ત્રણે એકજ પ્રકારની સિદ્ધી પ્રાપ્ત કરે છે. તેનું નામ છે પરમ જ્ઞાન.
૧,ગીતાનો સ્થિત પ્રજ્ઞ પુરુષ એટલે જેની પ્રજ્ઞા સંપૂર્ણ પણે સ્થીર થયેલી છે, વિષયોની સાથે ઇન્દ્રિયો સંયોગમાં આવવા છતાં જે સહેજ પણ વિચલિત થતો જ નથી તેને સ્થિત પ્રજ્ઞ પુરુષ કહ્યો છે.
૨,ગીતાનો ભગવત ભક્તપુરુષ અન્યોન્ય ભાવથી પરમાત્માને પુરેપુરો સમર્પિત થઈને અને તેની સાથે સો ટકા હૃદયસ્થ થઇ ને પરમતત્વ પરમાત્માની પૂરેપૂરી શરણાગત સ્વીકારેલ છે.અને પરમાત્મામાં પુરેપુરો લીન થયેલ છે, ને પોતાનું અસ્તિત્વજ મિટાવી દીધું છે તેવો ભગવત વત્સલ ભગવત ભક્ત છે..
૩,ગીતાનો ત્રીગુણાતીત પુરુષ તો પોતાના જીવનમાં સત્વ,રજસ અને તમસ આ ત્રણે ગુણોને ઓળંગી ગયો હોય છે.તેનાથી સંપૂર્ણ રીતે નિવૃત્તિ મેળવી હોય છે.ને પુરેપુરો શુધ્ધ થયેલ પુરુષ છે.ત્રિગુણાતીત..
આમ ગીતાના ત્રણેય પુરુષોએ જુદી જુદી રીતે આંતરિક સાધના કરીને પુરી શુદ્ધતા પ્રાપ્ત કરી હોય છે. આંતરીક શુધ્ધતા પ્રાપ્ત કરવા ત્રણેએ જુદા જુદા સાધનાના માર્ગ પસંદ કરે છે.આ ત્રણે પુરુષો દ્વારા ગીતા સ્પષ્ટ કહેવા માંગે છે. કે માણસ ગમે તે માર્ગ પોતાની પ્રકૃતિ અનુસાર પસંદ કરી શકે છે,આમ માર્ગનું કોઈ જ મહત્વ નથી, પણ આંતરિક શુદ્ધતાનુ જ મહત્વ છે.એટલેકે જીવનમાં આચરણનું જ મહત્વ છે,બાહ્યા ચારોની કોઈ જ કિંમત નથી તે તો માત્રને માત્ર ભટકાવ જ છે. ભટકાવ દ્વારા કદી પણ સિદ્ધી હાથ વગી થાય જ નહી..એટલેકે આંતરીક શુદ્ધતા વિના જ્ઞાનની પ્રાપ્તિ શક્ય જ નથી.અને આંતરિક શુદ્ધતા માત્ર ને માત્ર અંત:કરણ પૂર્વકના શુધ્ધ બુદ્ધિથી થતાં આચરણથી જ જ્ઞાનની પ્રાપ્તિ શક્ય બને છે. જ્ઞાન વિના સિદ્ધિ નથી.તેજ ગીતાનો સંદેશ છે.
ગીતાના ત્રણ માર્ગો
ભગવત ગીતા એ જ્ઞાનની પ્રાપ્તિ માટે ત્રણ માર્ગનું વર્ણન કરેલ છે .આમે જગતમાં ત્રણ પ્રકારના સ્વભાવ વાળા માણસો હોય છે. જેમાં એક ભાવપ્રધાન જેને ઉપાસક ને ભાવુક કહી શકાય, ભાવનાશીલ.. ,બે કર્મ પ્રધાન જે ક્રિયા શીલ સદાય હોય છે,જે નવરો બેસી શકે જ નહી તેવો કાંઈકને કાંઈક પ્રવૃત્તિ કરતો જ હોય તેવો ક્રિયાશીલ અને ત્રણ જ્ઞાન પ્રધાન જે સદાય ચિંતન શીલ હોય છે,જે સતત વિચારોમાંજ આળોટતો હોય તેવો ચિંતન શીલ. આ ત્રણ પ્રકારના માણસો માટે ગીતાએ ત્રણ પ્રકારની સાધના પદ્ધતિ મૂકી છે. ગીતાનું સ્પષ્ટ કહેવું છે. કે જે માણસ ભાવ પ્રધાન છે તેને માટે ભક્તિ માર્ગ સાધના માટે શ્રેષ્ઠ પુરવાર થાય છે. ,જે કર્મ પ્રધાન છે તેને માટે કર્મ નિષ્ઠા સાધના પદ્ધતિ શ્રેષ્ઠ પુરવાર થાય છે, ને જે જ્ઞાન પ્રધાન છે તેને માટે જ્ઞાન નિષ્ઠા સાધના પદ્ધતિ શ્રેઠ છે, આ રીતે ગીતામાં જ્ઞાન નિષ્ઠા,કર્મનિષ્ઠા અને ભક્તિ માર્ગ વર્ણવેલ છે. આમ ગીતાની દ્રષ્ટીએ માર્ગનું મહત્વ નથી પણ સિદ્ધિનું જ મહત્વ છે.અને માત્રને માત્ર આચરણ દ્વારા સિદ્ધી સુધી પહોચી શકાય છે ,પંથ લાંબો છે અધરો પણ છે.પણ ધેર્ય ધરીને વિવેક સાથે સત્યને રાખીને ચાલવાથી સિદ્ધી હાથવગી થાય જ છે. જેની ક્રષ્ણ ભગવાને ખાતરી આપી છે .પછી આપણે શું ચિંતા,
યોગ એટલે શું?
યોગ એટલે જે માણસને અવિવેકથી ,અજ્ઞાનથી,મિથ્યાજ્ઞાનથી,મિથ્યાદર્શનથી,રાગદ્વેષથી, કલેશોથી,તેમજ કર્મ વિપાકો માંથી સાવ જ મુક્ત થવું છે, ને સંપૂર્ણ શુદ્ધતા પ્રાપ્ત કરવી છે ,તેમને માટે પતંજલિ યોગ ની સાધના ઉત્તમ છે,
જેને અષ્ટાંગ યોગ કહેવામાં આવે છે ,જેમાં યમ,નિયમ,આસન,પ્રાણાયામ,પ્રત્યાહાર,ધારણા ધ્યાન અને સમાધી .યમમાં પાંચ પેટા જેમાં અહિંસા,સત્ય,અસ્તેય,બ્રહ્મચર્ય,અને અપરિગ્રહ તેજ રીતે નિયમના પાંચ પેટા જેમાં શોચ,સંતોષ,તપ,સ્વાધ્યાય,અને પરમાત્મા પ્રણીધાન આમ યોગમાં જેમણે સિદ્ધી પ્રાપ્ત કરવી છે. તેમણે આ સિદ્ધાંતોને સમજી આચરણમાં મુકવા જોઈએ. તો જ પરમતત્વ પરમાત્માની અનુભૂતિ સુધી પહોંચી શકાય છે.ને અદ્વેત્તા પ્રાપ્ત થાય છે.જે જીવનની સિદ્ધી છે. .
યોગ એટલે ચિત્તની તમામ વ્રુતિઓનો યોગની સાધના દ્વારા નિરોધ કરવો.,આમ યોગ એટલે જીવાત્માને પરમ તત્વ પરમાત્મા સાથે જોડવો. આમ આધ્યાત્મિક તમામ આશયો સિદ્ધ કરવા માટે રચાયેલા સિધ્ધાંતોની કસોટી કરવા માટે અને ઇન્દ્રિયાતીત અનુભવ કરવા માટે જે જુદી જુદી યોગની પદ્ધતિઓ છે. આ બધી જ આધ્યાત્મિક સાધનાની પદ્ધતિઓને યોગ કહેવામાં આવે છે. .આમ જે સાધનો દ્વારા આત્માની વિશુદ્ધિ અને તેનો મોક્ષસાથે યોગ થાય તે બધાજ સાધનો ને યોગ કહેવામાં આવે છે.આત્માનો જે ધર્મ વ્યાપાર મોક્ષનો હેતુ એટલેકે ઉપાદાન કારણ અને તે પણ વિના વિલંબે ફળ આપનાર તેનુ નામ યોગ છે. યોગનો મૂળભૂત હેતું મોક્ષની પ્રાપ્તિ જ છે.માણસના જીવનનું અંતિમ લક્ષ પણ એજ છે ..
ગીતાનો પણ એજ ધ્યેય છે .ગીતામાં યોગ શબ્દ અનેક વાર વપરાયો છે .યોગ એટલે યોગિક અથવા અદભૂત શક્તિ .કે યુક્તિ. યોગ એટલે ધ્યાન યોગ, અથવા ઇન્દ્રિયો અને મનનો નિગ્રહ. યોગ એટલે કર્મ યોગ, સમત્વ યોગ, અનાસક્ત યોગ, સ્થિતપ્રજ્ઞ યોગ,તો કોઈ કોઈ સ્થળે યોગનો અર્થ ભક્તિ યોગ પણ કરવામાં આવેલ જોઈ શકાય છે.આમ અનેક રીતે યોગ શબ્દ ગીતાએ વર્ણવ્યો છે.
સેશ્વરયોગ પ્રમાણે મનને પરમતત્વ પરમાત્મા સાથે જોડવામાં આવે છે. આમ યોગમાં આપો આપ ચિત્ત વૃતિનો નિરોધ કરવો જ પડે છે. એટલે યોગનો અર્થ સંયમ પણ થાય..ગીતાએ યોગ શબ્દનો અર્થ માર્યાદિત ન રાખતા માણસ જ્યારે જ્યારે પોતાની જાતને કોઈ પણ ઉમદા તત્વ સાથે જોડે ત્યારે યોગ શબ્દનો ઉપયોગ કર્યો છે.
યોગ એટલે આત્માની જાગૃતિ દ્વારા આંતરિક અને ઉચ્ચતર ચેતનામાં પ્રવેશ માટેની સત્ય રૂપી પધ્ધતી.તેનો મુખ્ય હેતુ પરમાતત્વના એક્ત્વને તેના સર્વોપરી મૂળમાં શોધવાનો જ છે.
માણસનું આખું જીવન જ યોગ યુક્ત છે.કારણકે માણસ નિરંતર પોતાની મૂળભૂત પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે વ્યવસ્થિત રીતે સતત પ્રયત્ન શીલ હોય જ છે .આમ તેમના પોતાના વ્યક્તિત્વને વિરાટ વિશ્વ ચેતન્ય અને પરમ તત્વ પરમાત્મા એટલે કે સચિદાનંદ જોડે એક થવું જ છે. તે માટે જ જીવતો હોય છે. .અને કર્મ કરતો હોય છે.આમ તેની સર્વ પ્રકારે, સર્વ પ્રવૃત્તિ તેના સ્વ સ્વરૂપ સાથે એકતા સિદ્ધ કરવા માટે જ હોય છે. આજ માનવ જીવનનું અંતિમ લક્ષ છે .આ લક્ષ એટલે પોતાની જાતને જાણવી અને સ્વ સ્વરૂપમાં સ્થીર થવું અને સત્ય વિષે સભાન બનવું આ સ્થિતિનું નામ છે, નુતન જન્મ જે યોગ દ્વારા જ સિદ્ધ થઇ શકે છે.
યોગ એ માનસિક કેળવણી માટે સર્વોત્કૃષ્ટ સાધન છે.આજે દુનિયામાં માનવ સંસ્કાર એજ સોથી મોટો પ્રશ્ન છે.માનવ સંસ્કારમાં રોજ બરોજ નીચો નીચો ઉતરતો જાય છે,માનવ સંસ્કારનું સમગ્ર અવલંબન મન પર જ છે. અને મન જ યોગ દ્વારા કેળવાય છે.આ સિવાય આ જગતમાં મનને કેળવવામાંટે કોઈ અસરકારક સાધન કે રસ્તો નથી.તે આજના વિજ્ઞાન દ્વારા પણ સિદ્ધ થઈ ગયું છે.તેથી જ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજ્ઝવવામાં આવી રહ્યો છે. જેથી માણસ યોગનું મહત્વ સમજે ને યોગની સાધના કરવા આગળ આવે.યોગની સાધના હંમેશા મન આડું અવળું ભટકતું હોય તેને પકડી લાવી શાંત કરી દેવું તેને શુધ્ધ કરવું એટલેકે ચિત્તવૃતિ ઓનો નિરોધ કરવો તેજ યોગનો હેતું છે,ચિત્ત શુધ્ધ થયું એટલે જીદગી જીતી જ ગયા.
યોગ દ્વારા સો પોતપોતાની શક્તિ અને રૂચી અનુસાર યોગમાર્ગ અપનાવી પોતાનો પોતાની રીતે જીવન વિકાસ સાધી શકે છે.આજે તો યોગના અનેક પ્રકારો અસ્તિત્વમાં આવેલા છે .જેમાં હઠયોગ,રાજયોગ,લય યોગ,વગેરે .
યોગ દ્વારા માણસના સામાન્ય મનોમય અને સ્થૂળ જીવન માંથી બહાર નીકળીને એક ઉચ્ચતર આધ્યાત્મિક ચેતના અને મહત્તર તથા દિવ્ય સત-તામાં નવો જન્મ લેવો .આમ માનવ અને તેની વેયક્તિક ચેતનાનો દિવ્ય ચેતના સાથે સબંધ બંધાવો એજ યોગની સાધનાનું સાર તત્વ છે.
૧ - જ્ઞાન નિષ્ઠા અથવા જ્ઞાન યોગ
જ્ઞાન યોગમાં કે જ્ઞાન નિષ્ઠામાં બુધ્ધી અને માનસિક દ્રષ્ટિ એ બે માણસમાં રહેલી શક્તિઓ છે.આને સાથે લઈને શુધ્ધતા,અને એકાગ્રતા પ્રાપ્ત કરી પરમાત્માની અંતરની જીજ્ઞાસાને નિશ્ચિંત માર્ગમાં દોરી જઈ ને તે શક્તિઓની સહાયથી, મદદથી ઉત્તમોત્તમ અને ઉચ્ચમાં ઉચ્ચ અને ઉત્તમોત્તમ આધ્યાત્મિક દ્રષ્ટિ એટલે કે પરમાત્માનું જ્ઞાન અને પરમાત્માનું દર્શન મેળવવાનો જ્ઞાન યોગની સાધના દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે. જેમાં નિદીધ્યાસન દ્વારા પરમાત્માનું દર્શન કરી તેનું જ્ઞાન પ્રાપ્ત કરી સાધકે તદ્રુપ થઇ જવું એજ જ્ઞાન યોગનો અને જ્ઞાન નિષ્ઠાનો અંતિમ મૂળભૂત હેતુ છે.
ગીતામાં જ્ઞાનના બે પ્રકારોનો સ્વીકાર કરવામાં આવેલ જોવા મળે છે .જેમાં એક જગતના બહારના દેખાવોને બહારથી સાધક પોતાની બુધ્ધી દ્વારા સમજવા મથે છે,અને બીજો પ્રકાર સાધક અપરોક્ષ અનુભવ અને અનુભૂતિના બળે આ દ્રશ્ય જગતની પાછળ રહેલ અંતિમ સત્ય તત્વ પરમાત્માનો સાક્ષાત્કાર કરે છે.આમ સાધક જે બાહ્ય દ્રશ્ય જગતની વિગતોનું બુદ્ધિથી આકલન કરવું તેનું નામ વિજ્ઞાન છે, જેને આપણે માહિતી કહીએ છીએ,આમ આધ્યાત્મ દ્રષ્ટીએ જ્ઞાન માહિતીથી સાવજ ભિન્ન વસ્તુ છે ,
જ્ઞાન એટલે આ જગતની વસ્તુ માત્રના મૂળમાં તેના અધિષ્ઠાન અથવા આધાર રૂપે જે એક અદ્વિતીય સત તત્વ પરમ તત્વ પરમારમાં રૂપે રહેલું છે .તેનો અપરોક્ષ અનુભવ,અનુભૂતિ,અથવા સાક્ષાત્કાર કરવો તેનું નામ જ જ્ઞાન ની પ્રાપ્તિ છે.આમ જોવા જઈએ.તો જ્ઞાન અને વિજ્ઞાન એ એકજ પ્રવૃતિના બે પાસા જ છે એક બહિર્મુખી જ્ઞાન છે તો બીજું અંતર્મુખી જ્ઞાન છે ,અધ્યાત્મ જગતમાં વસ્તુ માત્રમાં વિલાસી રહેલા અદ્વિતીય એવા સત તત્વનું નિત્ય અને અવિનાશી એવા પરમાત્માનું દર્શન અથવા સાક્ષાત્કાર કરવા સાધકે અંતકરણ દ્વારા મથવું તેનું નામ જ્ઞાનયોગ છે.
બહિર્મુખી જ્ઞાન એ માત્ર બોધિક જ્ઞાન ,જે સાધકની સમગ્ર સત્તાને સંતુષ્ટ કરી શકતું જ નથી .જયારે અંતર્મુખી જ્ઞાન જે અનુભૂતિ જન્ય જ્ઞાન સાધકની બુધ્ધી,હૃદય અને સમગ્રક્રીયાને સંતોષે છે ,ઉપનીશદોએ આને પરા અને અપરા વિદ્યાઓ કહેલ છે .સાંસારિક પદાર્થોનું જ્ઞાન એ અપરા વિદ્યા છે. અને આત્મા તથા પરમાત્માના પારમાર્થિક તત્વોનો સાક્ષાત્કાર કરાવે, અનુભૂતિ કરાવે, તેને પરા વિદ્યા કહેલ છે.જે શાશ્વત અને સ્થીર એવા રૂપ તત્વોનું બનેલું છે.આથી તે અસ્થીરને અશાશ્વત વસ્તુ જગતમાં માણસની શાશ્વત જ્ઞાન પિપાસા ને સંતોષવાની તેનામાં શક્તિ જ નથી. આથી જ માનવ મન સદાય શાશ્વત અને સ્થીર તત્વો તરફ જ આકર્ષાય છે ને તે પ્રાપ્ત કરવાની સદાય ઈચ્છા રાખે છે, ને તે માટે જ તે સતત પ્રયત્ન શીલ હોય છે .પરંતુ બાંહય ઉપકરણો દ્વારા તે કદી પણ પ્રાપ્ત થઇ શકતું જ નથી.
જ્ઞાનનો અર્થ છે અંત:કરણની જીજ્ઞાસાનાં પરણામે જે પ્રાપ્ત થાય તે જ્ઞાન છે,આ માટે સાધકે જબ્બર જસ્ત અંત:કરણથી પ્રયત્ન કરવા પડતા હોય,જ્ઞાન પ્રાપ્તિ સાધક માટે અત્યંત સુખદ,આનંદ દાયક અને શાંતિ પ્રદાન કરનારું કૃત્ય છે,આ રીતે જ્ઞાનની પ્રાપ્તિ એજ જીવનનું હાર્દ છે.જ્ઞાન જીવનની તમામ શંકાઓનું સમાધાન હોય છે..તેથી તેની પ્રાપ્તિથી અનેરો આનંદ મનમાં પ્રાપ્ત થતો હોય છે.
જ્ઞાન ,સત્ય,અને પરમતત્વ પરમાત્માની પ્રાપ્તિ એ પર્યાય શબ્દો જ છે,આથી જ જ્ઞાનની પ્રાપ્તિ થતા જ સાધક જીવનનું સર્વોચ્ચ સત્ય મળ્યાનો ભાવ અનુભવે છે .પણ સત્ય હંમેશા જ્ઞાનાત્મક હોય છે. તો પણ જ્ઞાન બધું જ સત્ય રૂપ હોતું નથી તે બન્ને વચ્ચે ભેદ છે.
જ્ઞાન યોગની સાધનામાં સાધક જેમ જેમ સાધક આગળ વધે છે,તેમ તેમ તે ને જ્ઞાનનાં પ્રકાશનું પ્રથમ કિરણ પ્રાપ્ત થતાં જ સાધકના મનમાં પોતાની પોતાનામાં પૂર્ણતાની ભાવના પ્રગટે છે. અને પછી તેને સમગ્ર સંસાર અંધકાર મય ભાસે છે. આથી સાધક અસતમાંથી, સતમાં.અંધકારમાંથી પ્રકાશમાં,અને મૃત્યુમાંથી અમૃતમાં જવાની તે ઈચ્છા કરે છે. આમ જ્ઞાન પારલોકિક, દિવ્ય સ્થિતિ, શાશ્વત આનંદ, સ્થીર દ્રષ્ટિ છે .પછી જ સાધકને વિશ્વની વેવિધ્યપૂર્ણ દશામાં જ્ઞાનમાં એકતા પામે છે, અને જ્ઞાનની પ્રાપ્તિ થતાં જ મનમાં જે અનેકતા હોય છે. તે નાશ પામે છે, આમ જ્ઞાન પ્રાપ્ત થતા કૈક એવું પ્રાપ્ત થાય છે, જે એક સત્યને જાણવાથી આ વિશ્વનું બધું જ જાણી શકાય છે. .આમ જ્ઞાનની પ્રાપ્તિ એ સપુર્ણતાની પ્રાપ્તિ છે, તે પ્રાપ્ત થયા પછી કાંઈ પ્રાપ્ત કરવાનું બાકી રહેવા પામતું જ નથી.સંપૂર્ણતા પ્રાપ્ત થાય છે, .આમ જ્ઞાની સાધકને સર્વ ભૂતો આત્મ રૂપ થયા હોવાથી તે પછી સર્વત્ર એક્તા જ જોવે છે, મારો આત્મા છે, તેજ બીજા પ્રાણીનો આત્મા છે. આમ તે મોહ અને શોકથી તદન મુક્ત થઇ જાય છે .આવું સર્વના હાર્દ રૂપ પરમ તત્વની પ્રાપ્તિ એટલે જ પરમ તત્વ પરમાત્મા..આમ જ્ઞાન એટલે જ પરમતત્વ પરમાત્મા નો સાક્ષાત્કાર. તેથી જીવનના બધાજ વિરોધો પ્રાપ્તિ થતા જ શમી જાય છે.આ અનુભૂતિ અને સાક્ષાત્કારનું સત્ય વાણીની મર્યાદામા પુર્ણ પણે વ્યક્ત થઇ શકે જ નહી .આથી વાણીઅને મન જ્યાં પાછુ પડે છે તેજ પરમતત્વ પરમારમાં છે.
આમ જ્ઞાન એ માત્ર બોધિક સમજ નથી એ આપણી શાશ્વત દશા છે અને વિચાર,લાગણી અને ક્રિયા એ માણસના સ્વભાવના ત્રણેય પાસાઓને સ્પર્શે છે ,આથી જ માણસની સમગ્ર ચેતનાના અંત:કરણ પૂર્વકના પ્રયત્નોને પરિણામે જે પ્રાપ્ત થાય તેનું નામ જ્ઞાન છે .એટલે જ્ઞાન નિષ્ઠામાં માણસની કામના મય નિમ્ન સ્વભાવને વશ કરીને બુદ્ધિને પુરેપુરી સ્થિરતા આપવી.અને પછી શુધ્ધ બુદ્ધિના જ નિર્ણય અનુસાર વર્તન વ્યવહાર અને આચરણ કરવું વગેરે બાબતો જ્ઞાન નિષ્ઠાનો પૂર્વાંગ છે.કામના અને કર્મ એક બીજા સાથે સંલગ્ન હોય જ્ઞાન નિષ્ઠાનાં પૂર્વાંગ કર્મા ચરણનો પણ સમાવેશ થઇ જાય છે,આ જ્ઞાન નિષ્ઠાને બુદ્ધિયોગ પણ કહેવામાં આવે છે. ધણા તેને પ્રજ્ઞા યોગથી પણ ઓળખે છે. આ રીતે જ્ઞાન નિષ્ઠાની સિદ્ધી પ્રાપ્ત થતા જ્ઞાન દશાનો અનુભવ જીવનમાં શક્ય બને છે.
માણસના જીવનમાં રહેલાં તમામ અનિષ્ટો અને નબળાઈઓથી સો કોઈ પરિચિત છે. .માણસ બુધ્ધી શાળી હોવા છતાં માણસ પોતાના જીવનમાં શુધ્ધ બુદ્ધિના નિર્ણયો અનુસાર કદી પણ વર્તતો નથી .આ અને આવી હરકતો અને હકીકતમાંથી જ ઉત્પન્ન થાય છે પશુતા. માણસમાં રહેલી બુધ્ધી તત્વની અધીકતાને કારણે જ તે પશુઓથી ચડિયાતો ગણાય છે.સંસ્કૃતિ અને સમાજ જીવન,ધર્મ અને કળા, તત્વજ્ઞાન અને વિજ્ઞાન,જુદી જુદી સાધનાંની પદ્ધતિઓ, અધ્યાત્મ દ્વારા સ્થિત પ્રજ્ઞતાં.આ બધું જ માણસની બુદ્ધિના પુરુષાર્થનુ જ પરિણામ છે.
માણસ અત્યંત એવી અનેક પ્રકારની નબળાઈઓ.જેમાં રાગ દ્વેષ ,અહંકાર,સ્વાર્થ,મોહ,લોભ લાલસા,તૃષ્ણા જેવાં અનેક પ્રકારનાં નિમ્ન સ્વભાવથી ભરેલો છે.તેનાથી પર થઈ ઉર્ધ્વ સ્વભાવને પામવાની વૃતિને જ અધ્યાત્મની સાધના કહેવામાં આવે છે. આવી અધ્યાત્મની સાધના જ માણસને માટે પરમ પુરુષાર્થ છે. જયારે માણસના જીવનરસની લગામ શુધ્ધ બુદ્ધિરૂપી સારથીના હાથમાં સોપાય છે. તુર્તજ વિકાસની અખૂટ શક્યતાઓના દ્વાર અધ્યાત્મની સાધના દ્વારા ખુલ્લા થાય છે. ને પરમ સિદ્ધી હાથમાં આવે છે.
ગીતાનું સર્જન જ માણસની આવી જ નબળાઇઓમાંથી જ થવા પામ્યું છે..ગીતાનો મુખ્ય સૂત્ર ધાર અર્જુન કર્તવ્ય પાલનની મહાન પળે જ વિચલિત થઇ બેઠો. કુરુક્ષેત્રનું યુદ્ધ અનીવાર્ય છે,,અને પોતે ધર્મ પક્ષે છે તે પણ જાણતો હતો તેમ છતાં કર્તવ્ય પાલનના પ્રસંગે તેનામાં મોહ ઉત્પન્ન થયો આથી લાગણી વશ બની યુદ્ધરૂપી કર્તવ્ય પાલનનો ઇનકાર કરે છે,ને અનેક પ્રકારની દલીલો કરે છે .આ બધી દલીલો માટે જગતમાં એકજ શબ્દ છે જેને કહેવાય છે પ્રજ્ઞા વાદ આ બધો મોહાંધ બુદ્ધિનાં તર્કૉ છે .તેનાંમાં સારા સારનો વિવેક નથી. આ બધી જ દલીલો અનીશ્ચયાત્મક બુદ્ધિના જ તર્કો છે. .આમ અર્જુન અશુદ્ધ બુદ્ધિથી આવૃત થયેલો છે. .આમાંથી બહાર કાઢવા માટે જ ગીતાનું જ્ઞાન છે,,એટલે ગીતાનું સમગ્ર જ્ઞાન અજ્ઞાન માંથી માણસને બહાર કાઢવાનું જ જ્ઞાન છે. જયારે માણસની બુધ્ધી અનીશચ્યાત્મક હોય છે ત્યારે તે અશુદ્ધીઓથી આવૃત હોય છે .અને અશુદ્ધીઓથી ધેરાઈ ગયો હોય છે.ત્યારે અર્જુન જેવી જ સ્થિતિ દરેક માનસની થતી હોય છે.
આ પ્રત્યેક માણસ માટે આ સાવજ અતિ સાહજિક છે,ક્રિયા જ છે. આવી અવસ્થામાં બુધ્ધી મોહના પડદાથી ધેરાંયને જ વિચારે છે.આથી જ માણસે શુધ્ધ બુધ્ધી યોગમાં સ્થિર થવું જોઈએ. અને શુધ્ધ બુદ્ધિના નિર્ણય અનુસાર જ કર્મ કરવું જોઈએ. આ માટે જ માણસમાં પ્રજ્ઞાની સ્થિરતા અનિવાર્ય છે. તે માટે જ અધ્યાત્મની સાધના કરવાનું ગીતા કહે છે. .અધ્યાત્મની સસ્ધાના દ્વારા જ શુધ્ધ બુધ્ધી પ્રાપ્ત થાય છે. અને શુધ્ધ બુધ્ધી એટલેજ પ્રજ્ઞા છે. આવી પ્રજ્ઞાની પ્રાપ્તિ જ્ઞાન નિષ્ઠા દ્વારા થઇ શકે છે.
જ્ઞાનએ જો માત્ર પ્રવૃત્તિ જ હોય તો તે જ્ઞાન નથી,અને જ્ઞાન એ માત્ર નિવૃત્તિ જ હોય તો તે ભીરુતા જ છે.આ બે છેડાની વચ્ચે ગીતાનો જ્ઞાન યોગ વિકસી રહ્યો છે,આમ જ્ઞાન નિષ્ઠાની શાબ્દિક અભિવ્યક્તિમાં જે મુશ્કેલી જોવા મળે છે. તે તેના આચરણમાં નથી. એટલું જ નહી પણ ગીતાની દ્રષ્ટિમાં જ્ઞાન નિષ્ઠા અને કર્મ નિષ્ઠા એક બીજાના વિરોધી પણ નથી, પણ એક બીજાના પુરક છે, તે જ તેની વિશેષતા છે, ,એટલું સમજી લેવા જેવું છે કે ક્રષ્ણ ભગવાન જીવનમાં બધું છોડવાના મતના નથી, પણ જે વસ્તુ જીવનમાં છોડવા જેવી સત્યના આધારે લાગે તે જ છોડવાના મતના છે, આમ ગીતાએ જીવન શાસ્ત્ર છે, અને જીવન શાસ્ત્રતો માણસનો સમગ્ર વિકાસ નિર્દિષ્ટ કરે છે, કોઈ એક પાસાને વધુ મહત્વ આપે નહી પણ સમગ્રરીતે માણસને ઉઠાવે તે જ તેનો હેતુ હંમેશા રહેવાનો.એજ રીતે ગીતા કર્મ અને જ્ઞાન ઉપરાંત હૃદયની કેળવણી જેનાથી શક્ય બને તે સત્ય રૂપ ભક્તિ તત્વને સાથે જ રાખે છે તેથી જ ગીતા સંપૂર્ણ જીવન શાસ્ત્ર બને છે આમ ગીતા કર્મ,જ્ઞાન ,ભક્તિ,અને યોગનો સમન્વય કરી ને જીવન યોગ આપણી સમક્ષ રજુ કરે છે. તેજ તેનું મહત્વ છે ગીતા કોઈ એક વિચારને લઈને ચાલતી જ નથી પણ સમગ્રતાને લઈને ચાલે છે .ગીતાનો મૂળ ભૂત ઉદેશ માણસને સમગ્ર રીતે ઉઠાવવાનો છે,સમગ્ર રીતે ઉઠે તોજ મોક્ષના દરવાજે પહોચાય છે.
૨ - કર્મ નિષ્ઠા.અથવા કર્મ યોગ
કર્મ એટલે કોપણ પ્રકારનું કાર્ય અથવા કામ માણસ કાંઇકને કાંઇક કર્મ કરતો જ રહે છે. કર્મ કર્યાં વિનાં માણસ જીવી જ શકતો નથી. કારણ કે જીવવું એ પણ કર્મ જ છે. એટલે માણસે એ જોવું જોઈએ કે પોતે જે કાંઈ .કર્મ કરે છે,તેનાથી તેના આત્માને શાંતિ અને સંતોષ પ્રાપ્ત થાય છે ખરો?.જો શાંતિ ,સુખ અને આનંદ પ્રાપ્ત થતો ન હોય તો તેમાં માણસની કાઈક ભૂલ છે કારણકે કર્મતો હંમેશા શુધ્ધ અને,પરમાત્મ પરાયણ બુદ્ધિથી ,ફળની આશા છોડીને નિષ્કામ ભાવથી આસક્તિ, આશાથી,અપેક્ષાથી મુક્ત થઈને અસંગ બનીને કર્તૃત્વથી મુક્ત થઈને કરવું જ જોઈએ આવી રીતે થતું કર્મ એજ કર્મનિષ્ઠાનું કર્મ છે.આમ માણસ જ્યારે નિષ્કામ ભાવે પરમાત્માની કર્મની યોજનાના ભાગ રૂપે કર્તૃત્વ રહિત થઈને પોતાનું કર્તવ્ય બજાવનાર જ સાચો કર્મ યોગી છે. આવો કર્મ યોગી જ શાંતિ સુખ અને આનંદ પામી શકે છે.માણસના જે કર્મમાં કર્તાપણાનું અભિમાન નથી .ફળની જેમાં સ્પૃહા નથી. કેવલને કેવળ લોક સંગ્રહ કે અનાસક્ત ભાવ વાળી કર્તવ્ય બુધ્ધીથી જે કાંઈ કર્મ કરવામાં આવે તે તમામ કર્મ કદી પણ કર્તાને બંધન કારક થતા જ નથી. એટલે કે તેનો લેપ લાગતો જ નથી.તેવા કર્મ મુક્તિની આડે ફરતા નથી.ને મુક્તિ અપાવવામાં સહાયક બને છે .
ગીતા કારે કર્મ યોગની ચાર સુત્રી વ્યાખ્યા આપી છે જેમાં કહ્યું છે કે કર્મ યોગના સાધકે મનથી સ્પષ્ટ માની ને ચાલવાનું છે કે માત્રને માત્ર કર્મ કરવાનો જ તેમનો અધિકાર છે. કર્મના ફળમાં હરગીજ અધિકાર નથી. તેથી કદી પણ કર્મ ફળની આશા અપેક્ષા તૃષાના વાળા થવાનું નથી. એટલેકે આશા,અપેક્ષા તૃષ્ણા,અહંબુધ્ધી વગેરેનાં ભાવમાંથી મુક્ત થવાનું છે. અને પાછા કર્મતો સદાય કરવાના જ છે. કદીપણ છોડવાના નથી ને કર્મ નહિ કરવાની ભાવના પણ કદી મનમાં સેવવાની જ નથી. એટલે કે કર્મતો જીદગીભર શુધ્ધ બુદ્ધિથી કરવાના જ છે એટલેકે અનાસક્ત ભાવમાં, સમત્વ ધારણ કરીને તેમજ સ્થિત પ્રજ્ઞમાં સ્થીર થઈને કર્મ તો કરવાના જ છે
આવાઅનાસક્ત ભાવથી કર્મ કરતા કરતા ને સ્વાભાવિક રીતે જે ફળ પ્રાપ્ત થાય તે પરમતત્વ પરમાત્માના પ્રસાદ તરીકે સ્વીકારવાના છે,.ને તેનો ઉપયોગ કરવાનો છે.આરીતે કર્મ કરવાથી જ મુક્તિના દરવાજે પહોચી જ શકાય છે..ને આવા કર્મો બંધન કારક થતા જ નથી .કારણ કે કર્મ કદી કોઈને બાંધતા જ નથી કે મુક્ત કરતા નથી કર્મ તો સાવજ નિર્જિવ છે.તેનામાં જીવ જ નથી ચેતના નથી તેથી તેમાં બાધવાની કે છોડવાની શક્તિ જ નથી. જે વસ્તુ જ નીર્જીવ છે તે કઇ રીતે બાધે અને કઇ રીતે છોડે એટલે જે કાંઈ બંધન રૂપ છે તે આપણી કર્મ ફળની આશા, ઈચ્છા, અપેક્ષા, તૃષ્ણા,આસક્તિ મોહ ,વગેરે ભાવો જ બાંધે છે,આમ આપણા મનના ભાવો જ બાંધે છે. ને ભાવો જ મુક્ત કરે છે.
કર્મ નિષ્ઠાનું આચરણ એટલે અસંગ ,અલિપ્ત અને કર્તૃત્વ રહિત થઈને કર્મ કરવાનું તેનું નામ કર્મ નિષ્ઠા આ નિષ્ઠામાં માત્ર ને માત્ર ભાવમાજ ફેરફાર કરવાનો છે.એટલે હું કર્મ કરું છું એવા ભાવમાંથી જ મુક્ત થવાનું છે. આવા નિષ્કામ,આશા વિનાના ભાવ સાથેનું કર્મ બંધન રૂપ થતું નથી, અને અસંગ,અલિપ્ત,કર્તૃત્વ રહિત થઈને કર્મ ફળની આશા વિના કરતા હોવાથી કર્મમાં આપણી પૂરી શક્તિ કર્મ કરવામાં જ લાગશે જેથી કર્મ પણ સારું થશે ઉત્તમ કક્ષાનું ફળ પ્રદાન કરતુ થશે. કર્મ નિષ્ઠામાં ફળ આવેતે ભોગવવાનું નથી કે સ્વીકારવાનું નહી તેવી વાત નથી.પણ પ્રત્યેની ફળની અશામાંથી જ મુક્ત થવાનું છે.આવા ભાવ સાથે કર્મ થતું હોવાથી આપણા મનની શાંતિમાં જરા પણ ખલેલ પડશે નહી ને આનંદ સાથે કર્મ થતું જ રહેશે અને તનાવ મનપર રહેવા પામશે નહી .તેજ મોટામાં મોટો ફાયદો છે. જીવનનો લાભ છે.આનું નામ જ જીવન યોગ છે.
કર્મ યોગ એ સમત્વ પુર્ણ પ્રવૃત્તિ યોગ છે .જ્યારે રાજસ પ્રવૃત્તિ તો આંધળી છે જ્યારે કર્મ યોગ એ મહાન આધ્યાત્મિક લક્ષ પ્રતિ માણસને લઇ જનાર વિવેક યુક્ત સત્યને આધારિત પ્રવૃત્તિ છે.જગતની સત્યને આધારિત કોઈ પણ ધાર્મિક વિચારણા અને આધ્યાત્મિક શોધના ઉદેશો ઉદાત્ત વ્યક્તિ પર જ ભાર દેનારા રહ્યા છે .આ દ્રષ્ટિએ નિષ્કામ કર્મ યોગ પણ આખરે તો માણસના વ્યક્તિત્વનો વિકાસ કરવાનો જ ઉદેશ રહેલો છે .સાથે સાથે સમષ્ટિનો વિકાસ પણ થતો જ હોય છે .પરંતુ કર્મ યોગનું અંતિમ લક્ષ વ્યક્તિગત આધ્યાત્મિકતાની પ્રાપ્તિ નો જ રહ્યો છે.
આજના ધર્મો માત્ર ને માત્ર ક્રિયાનો જ વિષય બની ગયા છે. જ્યાં માત્ર ને માત્ર વિચારણા અને બાહ્ય ચિંતન છે. ત્યાં અંત:કરણ પૂર્વકનું કર્તૃત્વ,વર્તન ,આચરણ નથી અને માત્ર ને માત્ર બહિરંગ ધાર્મિક વર્તન વ્યવહાર ને આચરણમાં માત્રને માત્ર સુખ ભોગની પ્રાપ્તિ જ મહત્વની બની ગયેલ છે. ત્યાં મુક્તિનો આદર્શ ગોણ બની ગયો છે. ત્યાંધર્મની હાજરી જ નથી. તેમ ગીતા સ્પષ્ટ કહે છે .અને આવા સ્થળે પરમતત્વ પરમાત્માના અસ્તિત્વની હાજરી છે તેનો જ સ્વીકાર કરવામાં આવતો નથી.બાહ્ય આડંબરો એ ધર્મ નથી .એટલું માણસે બરાબર સાંજી લેવું જરૂરી છે.ધર્મની બધી જ ક્રિયા આંતરિક જ છે.આત્મા એજ પરમાત્મા છે તેને જાણો તેમાં સ્થીર થાવ એજ સત્ય ધર્મ છે.બાકી બધું જ ગબારા છે તેમાં કાંઈ તથ્ય જ નથી.
ગીતા કર્મની વ્યાખ્યા આપતા કહે છે કે જેનાથી ભુતભાવની ઉત્પતી થાય તેવો વ્યવહાર એ જ કર્મ છે . એટલેકે જડતત્વની ગતી કે ક્રિયા એ કર્મ નથી. એજ રીતે માનવેતર પ્રાણીઓની પ્રવૃત્તિ પણ કર્મ નથી. કારણ કે તેનામાં કર્તાપણાનો ભાવ કે હું પણું નથી. આમ કર્મએ સ્વભાવયુક્ત પ્રાણીની પ્રવૃત્તિ છે. શરીર ધારી જીવ જ આવા કર્મો કરે છે.કર્મ કાતો ઇચ્છિત ફળ આપે છે,અથવા અનિશ્ચિત,ફળ આપે છે તો કેટલીક વખત થોડું ઇચ્છિત અંને થોડું અનિશ્ચિત ફળ આપે છે. .પરંતુ કોઈપણ કર્મ ફળ આપ્યા વિના કે પરિણામ લાવ્યા વિના રહેતા જ નથી. એ કર્મનો શાશ્વત નીયમ છે.માણસ જયારે ફળ કે વિભિન્ન ફળોની આશા અપેક્ષા સાથે કર્મો કરે છે ત્યારે જ માણસમાં સુખ દુઃખ વગેરે ભાવો તેમના મનમાં ઉત્પન્ન થાય છે.પરંતુ જો માણસે ફળની આસક્તિને તિલાંજલી આપીને, એટલે કે કર્તૃત્વ રહિત,આનાસક્ત ભાવમાં સ્થીર થઈનેફળની આશા રાખ્યા વીના કરેલા કર્મો શાંતિમાં ભંગ કરી શકતા નથી કે બંધન રૂપ થતા જ નથી,બંધન કર્મ કરતુ નથી પણ આપણી આસક્તિ,આશા,મોહ.ઈચ્છા,તૃષ્ણા વગેરે જ કરે છે તે સિધ્ધાંત ઉપરજ ક્રષ્ણ ભગવાને ગીતામાં નિષ્કામ કર્મ નિષ્ઠા સમજાવી છે.અંને તેજ સત્ય છે.
માણસ હંમેશા ફળની લાલસાથી કર્મ કરે છે ને તેથી વધુને વધુતે લપેટાતો જ જાય છે લપેટવાનું કારણ ફળની આશા છે. તે કદી કોઈની પૂરી થતી જ નથી, અને કદાચ પૂરી થાય તો પણ અધુરી જ લાગે છે. ને પૂરી થઇ જાયતો બીજી ઉભી થાય જ છે, એ તો મનનો સ્વભાવ છે. માટે જ આશા રહિત થવાનું ગીતા કહે છે.જે મળે તેમાં સતોષ માનો.અને સતોષ પૂર્વક જીવે જ જાવ. પરમાત્મા જરૂરિયાત પૂરી પાડવા બંધાયેલો જ છે પણ લોભ લાલચ પૂરી કરવા ઇનકાર કરે છે. કારણ કે તે કદી કોઈની પૂરી થઇ શકતી જ નથી.
.માણસે કરેલું કોઈપણ કર્મ ફળ આપ્યાવીના રહેતું જ નથી .કર્મનો આ અટલ નિયમ જન્મ જન્માંતર સુધી વિસ્તરે છે. તે સત્ય હકીકત છે ને તેની પાછળ વેજ્ઞાનિક કારણ રહેલું છે..વાસના કરી એટલે કર્મમાં પરિણમી નહી પણ ઉભીતો થઇ એટલેતે ફળ આપશે નહી ત્યાં સુધી શાંત થશે નહી અને શાંત નહી થાય ત્યાં સુધી ચાલુ જ રહેશે.એટલે વાસનાની ફળની પ્રાપ્તિ માટે જ માટે નવો જન્મ લેવો જ પડે છે. એટલે જ ગીતા કહે છે કે ઈચ્છા, કામના,વાસના,ને અહંકાર રહિત થવાનુ કહે છે ને તેનું મહત્વ સમજાવે છે .તેથી જ ક્રષ્ણ ભગવાન સંસાર છોડી ને સંન્યાસ લેવાના સખત વિરોધી છે, તેઓ કહે છે કે સંસાર છોડવાથી શું કામના વાસના, ઈચ્છા, અહંકાર ,રાગદ્વેષ.વગેરે નાબુદ થઇ જશે ખરાં?ગૃહસ્થાશ્રમ એ જો દુખદ,કર્મ ને જંજાળ હોય તો સંન્યાસમાં કર્મથી છુટકારો છે ખરો?જો સંન્યાસ પણ કામનાઓ,વાસનાઓ,ઈચ્છાઓ છોડાવી શકતો ન હોય તો તેનું માત્રને માત્ર જડ પણે વળગી રહેવું તેતો ધેલછા જ છે, નર્યું ગાંડપણ સિવાય કાઈ જ નથી. કોઈ સંન્યાસી ઈચ્છા રહિત થયો હોય તેવો એક પણ દાખલો નથી. ત્યાં તે સવાઈ જંજાળ ઉભી કરતો હોય છે ને તેઓ પણ શાંતિનો અહેસાસ કરી શકતો નથી, તે હકીકત છે .ત્યાં પણ થપાટ ખાયને હસતું મોઢું રાખતા હોય છે.તેઓ દુઃખી જ હોય છે,ચિંતા ગ્રસ્ત અને તનાવમાંજ જીવતા હોય છે. તો પછી સન્યાસ લેવાનો શું અર્થ. એટલે સંસાર છોડવાના સખ્ત વિરોધી છે. ને સંસારમાં રહીને અસંગ બનવાનું કહેછે. તે સાધના દ્વારા થઇ શકે છે. ને પરમ શાંતિ પ્રાપ્ત થાય છે તે જનક રાજાનો દાખલો આપે છે તેઓ રાજ કારભાર સંભાળતા સંભાળતા અલિપ્ત થયા હતા. તો માણસ જો ધારે તો થઇ શકે તેમ છે. આ માટે સત્યનો રસ્તો પકડી આંતરિક સાધના કરવા પર્ણ ભાર મુકે છે.
આના પરથી આપણને સ્વાભાવિક રીતે જ એમ થાય કે કર્મ કરવા છતાં કર્મ જ ન કરવું વધારે સારું છે .પણ તે શું જીવન સંગ્રામમાં શક્ય છે ખરું ?તેથી ક્રષ્ણ ભગવાન કહે છે કે એક ક્ષણ માટે પણ માણસથી કર્મ કર્યા વિના રહી શકાતું જ નથી.. કોઈ પણ માણસ ધારે તો પણ તે રહી શકતો નથી કારણ કે જીવવું એ પણ કર્મ જ છે.આ રીતે જીવનમાં સાવ જ નિષ્ક્રિયતા અશક્ય જ છે. તો સ્વાભાવિક રીતે આપણે વિચારવું જ જ પડે કે માણસની કર્મ કરવામા જ તેના ઉત્કર્ષની ચાવી પડેલી છે.અને આ કર્મની ચાવી થી જ જીદગીનું તાળું ખુલે તેમ છે. જો આ ચાવી જ લગાડીએ તો જ મોક્ષની પ્રાપ્તિ શક્ય બને તેમ છે. તે નક્કી થાય છે.પણ આ ચાવી ઉપર સ્વાર્થ,લોભ .લાલચ,મોહ.મમતા,આસક્તિ .તૃષ્ણા વગેરે નો કાટ ચડી ગયો છે. તે કાટ કાઢી નાખો. ને ફ્લાષા છોડીને કર્મ કરતાજ રહો મોક્ષના દરવાજે પહોચશો જ તેની ખાતરી ક્રષ્ણ ભગવાને આપી જ રાખી છે એટલે માત્રને માત્ર ભાવમાં જ ફેરફાર કરવાના છે કાંઇ પણ છોડવાનું નથી માત્રને માત્ર ભાવ ફેરફાર કરો એનું નામ જ કર્મ નિષ્ઠા છે.આ કર્મ નિષ્ઠાને જ જીવન યોગનો મહા સિધાંત ગણવા માં આવેલ છે.કર્મ નિષ્ઠા સમગ્ર માનવ જાત ને આહવાન કરે છે કે નિષ્કામ ,ફલાષા છોડી સત્કર્મની સંનિષ્ઠાની વરમાળા પરમતત્વ પરમાત્માના ગળામાં પહેરાવવામાંટે કટીબધ્ધ બનો અને એ પરમતત્વ પરમાત્મા તમારો સહર્ષ સ્વીકાર કરવા જાન જોડીને જરૂર આવશે જ તમારે તેના દરવાજ્વે જવું પડશે જ નહી ને તમારી વરમાળા નો સ્વીકાર કરશે ને તમોને આનંદ સુખને શાંતિ પ્રદાન કરશે. જે તમારા જીવનને ધન્ય કરી જ દેશે .પછી તમારે ક્યાંય ભટકવું પડશે જ નહી જીવન સંગ્રામનો તમામ ભટકાવ બંધ થઇ જ જશે ,ને અભયમાં સ્થીર થશોસંશય મુક્ત થશો ને વિશાળતા પ્રાપ્ત કરીને ક્રષ્ણની જીવન યોગમાં જીવવાની મઝા પડી જશે.આમ દુઃખ સંયોગના અભાવની વિદ્યા એનું નામ છે. જીવન યોગ જેને કર્મ નિષ્ઠા કહે છે.આમ જીવન યોગમાં સ્થીર થવા સતત પ્રયત્ન કરોને સ્થીર થાવ ત્યાંજ પરમાત્મા હાજર છે.
૩ - ભક્તિ માર્ગ
માણસના જીવનની અંત:કરણની સત્ય આધારિત ભાવના, લાગણી અને પ્રેમ એ જીવન યોગની અદભુત સંપતી છે. એનું નામ જ ભક્તિ છે.આમ હૃદયસ્થ ભક્તિ એ માણસની સંપતિ છે,.આં ભક્તિની ભાવના જ હૃદયના આવિષ્કાર રૂપ સંસારમાં પથરાયેલ છે .પ્રફ્રુતીએ જે જે વસ્તુ માણસ પાસે મૂકી છે, તેને માણસે ભક્તિના ભાવથી હૃદયસ્થ થઈને સ્વીકારી છે.અને પોતાની બનાવી છે .આમ દરેક ક્ષેત્રમાં ભક્તિની લાગણી નો અદભુત પ્રભાવ જોવા મળે છે ,આ જન્મ જાત ભક્તિની લાગણી એ માણસના જીવન યોગમાં અતિ મોહક છે..જે ધર્મને ઉત્પન્ન કરવામાં, ધાર્મિકતા ધડવામાં,વિકસાવવામાં અને તેને ટકાવવામાં ભક્તિની અંત:કરણની લાગણીનો ફાળો મોટો છે
ધાર્મિક જગતમાં મુખ્યત્વે ભય અને લાગણી જ ભાગ ભજવે છે.માણસને જયારે પોતાનામાં રહેલી અપૂર્ણતાનું ભાન થાય છે ત્યારે જ માણસમાં ભય ઉત્પન્ન થાય છે અને .ભય અનુભવે છે.તેથી તે કોઈ દેવી તત્વનો આશરો શોધે છે,ભય ગ્રસ્ત માણસ હંમેશા ખાલી જ હોય છે.આથી જ ભયની લાગણી પ્રાર્થનાઓમાં અને,માંગણીઓમાં પરિણમે છે.અને પ્રાર્થનાઓ દ્વારા માંગણીઓ શરુ થાય છે,અને માંગણીઓ દ્વારામાણસ ભરાવા માંગે છે.પણ કદી ભરાય શકતો નથી તેથી સદાય તનાવમાંજ રહે છે., તનાવ તેનો છેડો મૂકતું નથી.
જગતમાં સત્ય એ છે કે નિર્જિવ પદાર્થ માણસને ક્યારેય ભરી શક્તો નથી કે સુખી કરી શક્તો જ નથી કે માંગણી પૂરી કરી શકતો નથી. કારણ કે તેનામાં સુખી કરવાની કે માંગણીઓ પૂરી પાડવાની તાકાત જ નથી, કે તે માણસમાં સુખ પ્રદાન કરી શકે કે માંગણીઓ પૂરી કરી શકે પણ માણસની લાલચનો અંત આવતો નથી. આમ નિર્જિવ પદાર્થ દ્વારા અવકાશ ભરાવાને બદલે સદાય અવકાશ જ ઉભો જ રહે છે.તે સત્ય હકીકત છે. તેમ છતાં આ અવકાશ ભરવાની નિર્જિવ પાસે માંગણી કરવી એજ માણસ જાતની નાદાની છે.ગેરસમજ છે, અંધ વિશ્વાસ છે, અંધશ્રધા છે.આ ભક્તિ નથી.
ભક્તિ એટલે માણસમાં રહેલ અજ્ઞાન ને કારણે જ ભયથી પ્રીતિ ઉત્પન્ન થાય છે,અને જેમ જેમ જ્ઞાનનો વિકાસ થાય છે,અને અજ્ઞાન નાબુદ થાય છે. તેમ તેમ ભયનું સ્થાન શુધ્ધ પ્રેમ લે છે. આ શુધ પ્રેમ એનું નામ જ ભક્તિ છે. શુધ્ધ પ્રેમમાં કદી પણ કોઈ માંગણી હોય શકે જ નહી.અને શુધ્ધ પ્રેમ હોય ત્યાં અહંકારને સ્થાન જ નહોય ત્યાતો હોય છે.અંત:કરણ પૂર્વકનું શુધ્ધ સમર્પણ અને શરણા ગતી એજ સાચી ભક્તિ છે.
ધાર્મીકતાનાં મૂળમાં કામના .વાસના,અને જાતીયતાની લાગણીઓ માણસમાં પડેલી હોય છે તેને સંતોષવા માટે માણસ જુદું જુદી બાહ્ય વિધિઓ,ક્રિયાકાંડો કર્મકાંડો, અસંસ્કારી, બીભત્સ ક્રિયા, વિધિઓને ભક્તિનું મોરું ચડાવવામાં આવે છે. તે ભક્તિ નથી,આમ કોઈ બહ્યાચારોને ભક્તિમાં સ્થાન જ નથી. ભક્તિ એ આંતરિક બાબત છે, તેને બાહ્યા ચારો સાથે કોઈ સબંધ જ નથી.ભક્તિ એ માણસના સ્વભાવની એક અત્યંત પ્રબળ અને ઉર્ધ્વગામી અંતરની લાગણીનું સંસ્કરણ છે.
ભક્તિ એ માણસના પોતાના આંતરિક વિકાસના પ્રત્યેક તબક્કે ક્રિયા,જ્ઞાન ,અને અંતરની લાગણીના વિવિધ સ્વરૂપોમાં વ્યક્ત થાય છે .ક્યારેક આમાંનુ કોઈએક તત્વ ગોણ હોય તો કોઈએક તત્વ પ્રબળ હોય શકે તેમ બને પણ તેનો કોઈ પણ સમયે સાવજ અભાવ હોય તેવું બને જ નહી.એટલેકે ભક્તિમાં ત્રણે તત્વ કાયમ હાજર હોય છે,તેનું નામ જ ભક્તિ છે. આવી ભક્તિએ સત્ય ધર્મ નુ પ્રાણ તત્વ છે.
ભક્તિ એટલે અંત:કરણનાં અન્યોન્ય ભાવ સાથેની પરમતત્વ પરમાત્મામાં પ્રીતિ.અને ભક્ત અને પરમાત્મા વચ્ચેનો સત્યરૂપી અંત:કરણનો પ્રેમ સબંધ. એનું નામ પરમ પ્રેમ રૂપા અને અમૃત રૂપા ભક્તિ છે.જેમાં ભક્તનું સમગ્ર જીવન યોગનું આચરણ પરમતત્વ પરમાત્માને પુરેપુરા સમર્પિત હોય ને શરણાગત નો પૂરો સ્વીકાર હોય, આવો ભક્ત જ સત્ય રૂપા ભક્ત છે. જેનામાં અહંકાર ઓગળી ગયો હોય, પરમાંમાત્માની ઈચ્છા એજ મારી ઈચ્છા એવા ભાવમાં નિરંતર જીવન જીવતો હોય અને આવી ભાવ સમાધિમાં સ્થીર હોય તે જ ગીતાનો ભક્ત વત્સલ ભક્ત છે.
ભક્તિએ સ્વયં આનંદ રુપીણી હોવાથી પરમતત્વ પરમાત્માનાં સાક્ષાત્કારનું ભક્તિ સાધન નથી પણ સાધ્ય મનાય છે .આથી અનેક ભક્તો ભક્તિ દ્વારા મુક્તિ માંગતા નથી પણ વારં વાર બંધન રૂપ જન્મ માંગે છે .જેથી નવા જીવનમાં સાચો આનંદ લુટી શકાય પણ આ હકીકતને ગીતા ટેકો આપતી નથી ગીતાનો ભક્તતો સમત્વ,સમતા,સ્થિત પ્રજ્ઞ સ્થિતિમાં સ્થીર થઇ ને મોક્ષજ માંગે છે.
ગીતાની ભક્તિ એટલે ભક્ત પોતાના તમામ ભાવો દ્વારા પરમતત્વ પરમાત્માને પોતાના અંત:કરણથી ભજે તેનાથી ભક્તનું ચિત્ત સ્વાભાવિક રીતે જ પરમાત્મા રૂપી લક્ષ પર બરાબર કેન્દ્રિત થાય આથી ચિત્તની એકાગ્રતા સધાય ને ચિત્ત સ્થીર અને શુધ્ધ થાય આમ શુદ્ધતા થતાજ પરમ તત્વ પરમાત્માની અનુભૂતિ થાય એજ ભક્તના જીવનની સિદ્ધિ બની રહે છે .ગીતાંની દ્રષ્ટીએ આ ભક્તિનું જ મહત્વ રહેલું છે.ગીતાની દ્રષ્ટીએ જ્ઞાન અને ભક્તિ એક બીજાના પુરક છે.
આમ જ્ઞાન વિનાની ભક્તિ એ કનિષ્ટ ભક્તિ છે .અને ભક્તિ વિનાનું જ્ઞાન એ મિથ્યા જ્ઞાન છે ,અને આથી જ્ઞાની મિથ્યાભિમાનમાં સરી પડે છે .અને જ્યાં અભિમાન, અહંકાર આવ્યો ત્યાં તમામ સાધનાનું ધોવાણ થઈ જાય છે ને જીવનમાં અશુધ્ધતાનો ભારો બંધાય જાય છે, ને પછી હાથમાં રહે છે નકરા જ દુર્ગુણો..માટે જ્ઞાનીએ મિથ્યાભિમાનથી દુર રહેવું જ જોઈએ
ગીતામાં સગુણની શ્રેષ્ઠતા વર્ણવામાં આવેલી હોવા છતાં તેમાં જ્ઞાન દ્રષ્ટિમાં મર્યાદા ઉભી થતી જ નથી તેજ રીતે ભક્તિની તીવ્રતામાં પણ કોઈ ઉણપ આવતી નથી.ગીતાએ ભક્તિ વિષયક વિચારણા વ્યવસ્થિત રીતે વિકસાવી છે .આથી જ ગીતા સગુણ પરમાત્માનો આદર્શ રજુ કરે છે.અને પરમતત્વ પરમાત્મા જ ભક્તિનું લક્ષ છે .સગુણ પરમાત્મા અવ્યય અને અજન્મા છે.ને પ્રત્યેક જીવોમાં અને સૃષ્ટિના અણુએ અણુમાં એ વ્યાપ્ત છે છતાં અજ્ઞાની માણસો પરમ તત્વ પરમાત્માની સર્વ વ્યાપકતાને જાણતા નથી .તે હકીકત છે.જ્ઞાન તો ભક્તિનો પાયો છે .પરમાત્માને અને આ સૃષ્ટિ સાથેના તેના સબંધને યથાર્થ રીતે જાણવો એ જ્ઞાન છે આ જ્ઞાનજ પરમાત્મા અંગેની ઉડી ભાવનાઓ સર્જી શકે જ્ઞાન વિનાની ભાવના ઉડાણ વિનાની હોય છે .અને તેથી તેમાં દ્રઢતાનો એકનીષ્ઠાનો અભાવ જોવા મળે છે.જ્ઞાન ભાવનાનું વિરોધી નથી જેમ જ્ઞાન વધારે તેમ ભાવના ઉડી આમ ગીતામાં કર્મ જ્ઞાન મિશ્રિત ભક્તિનો વિચાર છે, આને કેટલાક જ્ઞાને તર ભક્તિ પણ કહે . ગીતામાં કર્મ,,ભક્તિઅને જ્ઞાન ત્રણેય તત્વો એકબીજામાં ઓતપ્રોત થઇ જાય છે..ને ત્રણેનો સમન્વય જોવા મળે છે તે ગીતાની આગવી વિશેષતા છે આવી ગીતાના સિધ્ધાંતો આચરણમાં મુકવાથી જ જીવન યોગમાં શાંતિ,સુખને આનંદ પ્રાપ્ત થાય છે એજ જીવન યોગની સિદ્ધી છે.
આમ ગીતા એટલે જીંવન યોગ.