સ્વયં પર દાયિત્વ લો - આત્મ-વિશ્લેષણ કરો

અગર તમે સ્વયં પોતાના સંબંધમાં જાણવા માગો છો, પોતાના જીવનની બનાવટ, એના આચરણ અને ગુણવત્તાના વિષયમાં જાણવા માગો છો, તો તમારે સ્વયંને જાણવું પડશે, સ્વયંનું પરીક્ષણ કરવું પડશે; કારણ કે સારા માટે સમસ્ત પરિવર્તન, સમસ્ત રૂપાંતરણ આત્મ-પરીક્ષણથી જ પ્રારંભ થાય છે. આત્મ-વિશ્લેષણ વગર કોઈ ઉન્નતિ, કોઈ ઉપલબ્ધિ સંભવ નથી. "વીસ મહત્વપૂર્ણ આધ્યાત્મિક ઉપદેશો" ના અંતમાં ગુરુદેવે (સ્વામી શિવાનન્દ) આપણને દૈનિક આત્મ-વિશ્લેષણ કરવા તથા આત્મ-સંશોધન રજિસ્ટર કરવાનો આદેશ આપ્યો છે. આનો અર્થ આ જ થાય છે કે આપણે સ્વયંને જાણીએ અને સંશોધિત કરીએ.
 
તમારા પોતાના દુઃખો, સમસ્યાઓ, મુસીબતો અને કષ્ટો તથા જે મુસીબત અને કષ્ટ તમે અન્ય બીજાને પહોંચાવો છો, એ બધાનું પ્રથમ અને મુખ્ય કારણ તમે સ્વયં છો. તમારે આનું દાયિત્વ લેવું પડશે અને પોતાને ભલી-ભાઁતિ ઓળખતાં શીખવું પડશે. "નહીં, કોઈ અન્ય વસ્તુ અથવા વ્યક્તિ કે પરિસ્થિતિ આનું કોઈ કારણ નહીં હોય શકે. હું જ આના માટે ઉત્તરદાયી છું. આ મારા કારણે જ થયું."
 
આને સમજો. એ સમજો કે ભગવાન શ્રી કૃષ્ણની આ મર્મોક્તિ - "વ્યક્તિ સ્વયં પોતાનો મિત્ર છે અને સ્વયં જ પોતાનો શત્રુ છે", એ તદ્દન સાચું છે. "આનું કારણ મારે જ શોધવું પડશે. મારે સ્વયંને જ ઠીક કરવું પડશે." ત્યારે જ બધું સારું થશે.
 
આના પર મનન કરો. આ કેટલું મહત્વપૂર્ણ છે, તેને જાણવાનો પ્રયત્ન કરો, બાલકવત્ જ બની રહી સદૈવ પોતાની ભૂલોનું કોઈ અન્ય કારણ શોધવાનો પ્રયત્ન ન કરતાં રહો. આને કોઈ બીજાને માથે ન મઢતા રહો. કહો "નહીં, શું ખોટું છે, આ શોધવા હું બહાર કહી નહીં જઈશ. સર્વપ્રથમ અને સર્વાધિક મારે પોતાની અંદર જોવું છે. હું જ દાયિત્વ લઉં છું." ત્યારે બધું સારું થઈ જશે.
 
તેથી વિકસિત થાઓ, પ્રૌઢ થાઓ, નિર્ભીક બનો અને સ્વયં પર દાયિત્વ લો. પહેલા પોતાની અંદર જુઓ, પછી અન્યની વાત કરો. જો તમારો દૃષ્ટિકોણ એવો બનશે, ત્યારે જ તમારી પ્રગતિમાં કોઈ બાધક નહીં બની શકે. ત્યારે તમારી પરિપૂર્ણતા તરફના માર્ગના ઉર્ધ્વગામી પથ પર કોઈ બાધા નહીં બની શકે. વિષયનું સાર તત્ત્વ આ જ છે.
 
ગીતાનો છઠ્ઠા અધ્યાય આપણને બતાવે છે કે અંતતઃ સાધનાની સફળતા કેવળ ત્યારે જ સંભવ છે, જ્યારે આ વૈરાગ્ય દ્વારા પોષિત હશે. અને, સફળ વૈરાગ્ય કેવળ આત્મ-પરીક્ષણ તથા આત્મ-નિરીક્ષણ દ્વારા જ સંભવ છે, અન્યથા આ સંભવ નથી. જ્યાં સુધી અંદરની સતર્કતા, અંદરની જાગરૂકતા, આંતરીક સાવધાની અને ગહન આત્મ-વિશ્લેષણ નથી; પ્રતિદિન, પ્રત્યેક પગ પર, પ્રત્યેક વાત જે તમે કરો છો કે વિચારો છો એમાં, અને પ્રત્યેક પ્રતિક્રિયા અને કાર્યમાં ત્યાર સુધી વૈરાગ્ય સંભવ નથી.
 
તમારી ભીતરી માનસિકતાના સ્તર પર સતર્કતા દ્વારા, સચેતના દ્વારા, આત્મ-જાગરૂકતા દ્વારા વૈરાગ્યને પોષિત કરવું પડશે. કેવળ ત્યારે જ તમારા જીવનમાં વૈરાગ્ય આવી શકશે અને તમારી સાધના સફળ થશે. તમારા ગુરુ અથવા ભગવાન કે અન્ય કોઈ પણ સંત દ્વારા તમને વૈરાગ્ય નથી મળી શકતું. તેઓ તેમના ઉદાહરણ દ્વારા તમને પ્રેરિત કરી શકે છે, પરંતુ તમને વૈરાગ્ય નથી આપી શકતા. આ પૂર્ણતયા એક એવી વસ્તુ છે, જેના માટે સાધકે પોતે જ પરિશ્રમ કરવું પડે છે અને પૂર્ણ સતર્કતાથી, પૂર્ણ સાવધાનીથી, પૂર્ણ જાગૃતિ અને પૂર્ણ જાગરૂકતાથી પરિશ્રમ કરતું રહેવું પડે છે.
 
સાચા સાધક માટે કોઈ નિદ્રા નથી. તેથી બુદ્ધિમાન બનો અને આત્મ-પરિષ્કારમાં લાગી જાઓ. આત્માનુભૂતિ પ્રાપ્ત કરો અને ધન્ય બનો. ભગવાન અને ગુરુદેવના આશીર્વાદની તમારા પર સ્વયમેવ વૃષ્ટિ થશે.
 
- પરમ પાવન શ્રી સ્વામી ચિદાનન્દજી મહારાજ
દિવ્ય જીવન સંઘ