मेरे तो गिरधर गोपाल, दूसरो न कोय - ભાવાર્થ અને સંગીત સાથે

મૂળ રાજસ્થાની પદ -
       म्हारां री गिरधर गोपाल दूसरां णा कूयां ।
       दूसरां णां कूयां साधां सफल लोक जूयां ।
       भाया छांणयां, बन्धा छांड्यां सगां भूयां ।
       साधां ढिग बैठ बैठ, लोक लाज सूयां ।
       भगत देख्यां राज़ी ह्यां, ह्यां जगत देख्यां रूयां ।
       दूध मथ धृत काढ़ लयां डार दया छूयां ।
       राणा विषरो प्याला भेज्यां, पीय मगण दूयां ।
       मीरा री लगण लग्यां होणा हो जो हूयां ॥
 
રૂપાંતર -
       मेरे तो गिरधर गोपाल दूसरो न कोई ॥
       जाके सिर मोर मुकुट मेरो पति सोई ।
       तात मात भ्रात बंधु आपनो न कोई ॥
       छांडि दई कुलकी कानि कहा करिहै कोई ।
       संतन ढिग बैठि बैठि लोकलाज खोई ॥
       चुनरी के किये टूक ओढ़ लीन्ही लोई ।
       मोती मूंगे उतार बनमाला पोई ॥
       अंसुवन जल सीचि सीचि प्रेम बेलि बोई ।
       अब तो बेल फैल गई आंणद फल होई ॥
       दूध की मथनियां बड़े प्रेम से बिलोई ।
       माखन जब काढ़ि लियो छाछ पिये कोई ॥
       भगति देखि राजी हुई जगत देखि रोई ।
       दासी मीरा लाल गिरधर तारो अब मोही ॥
 
મૂળ રાજસ્થાની પદનો ગુજરાતી ભાવાર્થ -
મારા તો એક જ ગિરધર ગોપાલ છે, બીજું કોઈ નથી. હું તો આખું સંસાર શોધી વળી, પરંતુ તેમના જ્વું બીજું કોઈ ક્યાંય નજર નહીં આવ્યું. એમણે મને એ રીતે વશીભૂત કરી લીધી છે કે હું એ ભાઈ-બંધુ અને સગાં-સંબંધીઓ સુધી બધા ને છોડી દીધા. સાધુઓ સાથે બેસી-બેસીને લોક-લાજનો પણ ત્યાગ કર્યો. કોઈ ભક્ત પર નજર પડતા જ મને હર્ષ થાય છે. આ જગતની અફરાતફરી જોઈને મારુ મન ખિન્ન (વૈરાગી) થઈ ઊઠે છે. હું એ તો દૂધ મથીને ઘી કાઠી લીધું છે હવે અને છાંસ ફેંકી દીધી છે. રાણાએ વિષનો પ્યાલો મોકલ્યો તો એને પીને હું મગન થઈ ગઈ છું. મીરાએ (હું એ) તો ગિરધર ગોપાલમાં મનને લગાવી દીધુ છે, હવે તો જે થવાનું હોય તે થવા દો.