જલારામબાપા

અન્નદાન એ શ્રેષ્ઠ દાન, જપે ના જલિયા જૂઠ રામનામને લૂંટત રહે, જો લૂટી શકે તો લૂંટ ભારત ભૂમિ સંતજનોની, ભક્તિની કરતા લહાણ ગરવી ગુર્જર ગરવી ગાથા, વીરપુરે સંત જલાણ
એ મેં તો જોયું વીરપુર ગામ, જલાનું જુગ જૂનું એ ધામ, હ્રદય મારું ખૂબ ઠર્યું રે, હ્રદય મારું ખૂબ ઠાર્યું... (ટેક) ઘણા દિવસની હતી ઝંખના, અવસર ક્યારે આવે, રાત દિવસ એ મારા મનને, એકાંતે મૂંઝાવે... એ મેં તો...
જલો કહે મારું ફરમાન સુણજો ભક્તો માંડી કાન; ભક્ત માહરો જે કોઈ થાયે, એને લખવું અંતર માંહ્ય... ભૂખ્યાને દેવું ભોજન, સદાય રાખી પવિત્ર મન; ભક્તિ કરતાં દેતાં દાન, અંતર ના આવે અભિમાન...
સોરઠ ભૂમિ પાવન ધામ, વીરપુર નામે એમાં ગામ, પ્રગટ્યા ત્યાં શ્રી જય જલારામ, જનસેવાનું કરવા કામ, ... રાજબાઇ માતાનું નામ, પ્રધાનજી પિતાનું નામ, લોહાણા જ્ઞાતિ હરખાય, નામ સમરતાં રાજી થાય, ...