ભક્તિ

તેમની અધર (ઓષ્ઠ) મધુર છે, મુખ મધુર છે, નયન મધુર છે, હાસ્ય મધુર છે, હ્રદય મધુર છે, ગતિ મધુર છે, મધુરાધિપતિનું સર્વસ્વ મધુર છે.
ગૌરી-પાર્વતીના પુત્ર વિનાયક ગણપતિ દેવને પ્રણામ કરી આયુષ્ય કામના માટે અને સર્વ કાર્યની સિદ્ધિ અર્થે ભક્તોના આવાસ સ્થાનરૂપ ગણપતિનું નિત્ય સ્મરણ કરવું.
હે સ્નેહ અને કરુણાના આરાધ્ય દેવ ! તમને નમસ્કાર, નમસ્કાર... તમે સર્વવ્યાપક, સર્વશક્તિમાન અને સર્વજ્ઞ છો, તમે સચ્ચિદાનંદઘન છો, તમે બધાના અંતર્વાસી છો.
હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સહુ લાગીએ, શરણું મળે સાચું તમારું એહ હૃદયથી માંગીએ, જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો, પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો...
સોરઠ ભૂમિ પાવન ધામ, વીરપુર નામે એમાં ગામ, પ્રગટ્યા ત્યાં શ્રી જય જલારામ, જનસેવાનું કરવા કામ, ... રાજબાઇ માતાનું નામ, પ્રધાનજી પિતાનું નામ, લોહાણા જ્ઞાતિ હરખાય, નામ સમરતાં રાજી થાય, ...
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપે અનંત ભાસે... દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ ભાસે... અખિલ બ્રહ્માંડમાં...
ધાર્મિક સ્થળો અને દેવમંદિરોમાં વસંત પંચમીનો ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ઋતુરાજ વસંતઋતુનું આગમન થતું હોવાથી મહા સુદ પાંચમના દિવસે આ વ્રત-ઉપાસનાનું આયોજન કરવામાં આવે છે.
હે મુનિ ! આજ સુધી બ્રહ્મા, વિષ્ણુ વગેરે દેવોએ પણ આ રહસ્ય ગોપનીય રાખ્યું છે. ષટતિલા એકાદશીનું વ્રત કરવાથી સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે.
ગૌરી તણા તનય હે ! વર ઇષ્ટ દાતા, હે નાથ, આપ જગપાલક છો વિધાતા; વિઘ્નો બધા દૂર કરી નિજ અંક થાપો, પ્રીતે ગજાનન નમું ભવબંધ કાપો ...
હે પાર્વતીમાતાને આનંદ આપનાર, સુખ-દુઃખ, જીવન-મરણ વગેરે દ્વંદ્વોંને ખંડ-ખંડ કરનાર અને હરનાર, મહેશજી (શિવજી) ના સુંદર લાડલા, જગત વંદનીય ! આપની જય હો, જય હો, જય હો.