ભક્તિ
આનંદ મંગલ કરું આરતી, હરિગુરુ સંતની સેવા;
પ્રેમ કરી મંદિર પધરાવું, સુંદર સુખડાં લેવાં... આનંદ...
કાને કુંડળ માથે મુગત, અકળ સ્વરૂપી એવા;
ભક્ત, ઓધારણ ત્રિભોવન તારણ, ત્રણ ભુવનના દેવા... આનંદ...
અન્નદાન એ શ્રેષ્ઠ દાન, જપે ના જલિયા જૂઠ
રામનામને લૂંટત રહે, જો લૂટી શકે તો લૂંટ
ભારત ભૂમિ સંતજનોની, ભક્તિની કરતા લહાણ
ગરવી ગુર્જર ગરવી ગાથા, વીરપુરે સંત જલાણ
એ મેં તો જોયું વીરપુર ગામ, જલાનું જુગ જૂનું એ ધામ,
હ્રદય મારું ખૂબ ઠર્યું રે, હ્રદય મારું ખૂબ ઠાર્યું... (ટેક)
ઘણા દિવસની હતી ઝંખના, અવસર ક્યારે આવે,
રાત દિવસ એ મારા મનને, એકાંતે મૂંઝાવે... એ મેં તો...
ઇન્દ્ર બોલ્યા - શ્રીપીઠ પર સ્થિત અને દેવતા દ્વારા પૂજિત, હે મહામાયે તમને નમસ્કાર. હાથમાં શંખ, ચક્ર અને ગદા ધારણ કરનાર હે મહાલક્ષમી, તમને નમસ્કાર.
ભવભયને હરનારા, ગંગાને ધારણ કરનારા, વૃષભનું વાહન રાખનારા, અંબિકા (પાર્વતી) ના સ્વામી, ખાટલાનો પાયો, ત્રિશૂલ જેનાં વરદ અને અભય હાથમાં છે તેવાં, સંસારના રોગને હરી જનાર અમોઘ ઔષધ જેવાં, પરમેશ્વર દેવાધિદેવ...
બુદ્ધિની સાથે બળ તું, દઈ દે મને ઓ દાતા !
સંધ્યા ઉષાને વંદુ, હર પળ તને ઓ દાતા !
સંભળાવ તું સદા સત, દેખાદજે તું સારું,
બોલું કદી ના ખોટું, નિશદિન હો ધ્યાન તારું. બુદ્ધિની સાથે...
તે સવિતા પરબ્રહ્મ પ્રભુનું, નિત્ય નિરંતર ધ્યાન ધરું
ભર્ગ વરેણ્યથી વ્યાપ્ત વિભુ, વિશ્વેશ પદે હું પ્રણામ કરું
પ્રેરો રવિ મતિ સદગતિ આપે, એ વચનો મુખથી ઉચારું. તે...
નમું આજ આદિત્યને હાથ જોડી, પ્રભુ કર્મનાં બંધનો નાખ તોડી;
રવિ ભાવથી તુજને શિશ નામું, કૃપા દ્રષ્ટિથી જો મુજ રંક સામું.
કરું વિનંતી આજ હું શુદ્ધ થાવા, ઊઠ્યું મનડું તાહરા ગુણ ગાવા;
કીધી મુને ઘેલી ઓધા, કીધી મુને ઘેલી,
હે કાનુડે કામણગારે, કીધી મુને ઘેલી.
સાળુડાની શુદ્ધબુધ ભૂલી, ભાંગ પીધી મેં લીલી.
ગુરુજી મારા હેઠે ધરતી ને ઉપર આભ, આભે તે કેમ ચડિયે રે?
એવા માયાથી ભરેલા અસબાબ, સત્સંગ કેમ કરિયે રે?
ગુરુજી મારા ઊંચા રે પર્વત હેઠે ગામ, પર્વત કેમ ચડિયે રે?