ગુજરાતી
એકાક્ષર ૐ કાર તમે છો, મહર્ષિઓમાં ભૃગુ તમે છો;
યજ્ઞોમાં જપયજ્ઞ તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો... ૧
સેનાપતિમાં કાર્તિકેય ને, જળાશયોમાં સમુદ્ર છો;
પુરોહિતોમાં બૃહસ્પતિ છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો...
પરમાત્માના વિશેષ અનુગ્રહથી આપણને આ અદ્ભુીત જગતમાં સુંદર જીવન જીવવાનો સ્વર્ણિમ અવસર પ્રાપ્ત થયો છે. જો જીવનને નજદીકથી અને ગહન રીતે જોવામાં આવે તો એક મહાન કૃપાની અનુભૂતિ થયા વગર નહીં રહે. સંપૂર્ણ જગત...
સત્ય બોલો. રમત-ગમતમાં પણ બીજાને હાની ન પહોંચાડો. માતા-પિતા, ગુરૂજનો અને શિક્ષકોનું સમ્માન કરો અને એમનું કહેવું માનો. બધા સાથે પ્રેમભાવ રાખો. જેમ બને તેમ સૌની સેવા કરો. પ્રાણીઓ-જાનવરો પર પણ દયા રાખો....
સંસારના બધા સંબંધોથી માનસિક નિરાસક્તિ (મોહનો ત્યાગ) જ સાચુ વૈરાગ્ય કહેવાય છે અને એ જ સર્વોચ્ચ છે. કોઈ પુરુષ સંસારમાં રહીને પણ પૂર્ણ નિરાસક્ત ભાવથી પોતાના કર્તવ્યનું પાલન કરી શકે છે. એનાથી કોઈ અંતર...
એક વયોવૃદ્ધ સજ્જન રેલગાડીમાં યાત્રા કરી રહ્યા હતાં. એમના ડબ્બામાં એક પરિવાર પણ બેઠું હતું. પતિ, પત્ની અને એક ૧૨-૧૩ વર્ષનો એમનો પૂત્ર. થોડા સમયબાદ જ્યારે એકબીજાથી પરિચિત થયા ત્યારે એ સજ્જન એ પુત્ર...
અંબા મા તારું દર્શન દુર્લભ, દર્શનથી દુઃખ ભાંગે છે,
અરજ કરી માને શીશ નમાવું, ધનભાગ્ય મારું આજે છે...
લક્ષ ચોર્યાશી ફેરા ફરીને, મનસા અવતાર ધરાવ્યો છે,
ગુલામ તમારો આવ્યો મુસાફર, માયામાં લપટાયો છે...
દાનમાં ત્યાગનું મહત્વ છે, વસ્તુની કિંમતનું કે વસ્તુની સંખ્યાનું મહત્વ નથી. એવી ત્યાગભાવનાથી કોઈ સુપાત્રને એટલે કે જે વસ્તુનો જેની પાસે અભાવ છે તેને તે વસ્તુ આપવી અને એમાં કોઈ પ્રકારની અપેક્ષા રાખવી...
બધાં પ્રાણીમાં એક સરખો આત્મા રહેલો છે. માણસ ગમે તે પ્રાણીનું માંસ ખાતો હોય, તે માંસાહારી વ્યક્તિ નરકમાં જાય છે એવું કબીરજી કહે છે; કારણ કે બધાં પ્રાણીને પોતાનો જીવ વહાલો હોય છે. તેની હિંસા કરીને માણસ...
આનંદ મંગલ કરું આરતી, હરિગુરુ સંતની સેવા;
પ્રેમ કરી મંદિર પધરાવું, સુંદર સુખડાં લેવાં... આનંદ...
કાને કુંડળ માથે મુગત, અકળ સ્વરૂપી એવા;
ભક્ત, ઓધારણ ત્રિભોવન તારણ, ત્રણ ભુવનના દેવા... આનંદ...
અન્નદાન એ શ્રેષ્ઠ દાન, જપે ના જલિયા જૂઠ
રામનામને લૂંટત રહે, જો લૂટી શકે તો લૂંટ
ભારત ભૂમિ સંતજનોની, ભક્તિની કરતા લહાણ
ગરવી ગુર્જર ગરવી ગાથા, વીરપુરે સંત જલાણ