સદાશિવ

સૌરાષ્ટ્રમાં સોમનાથ અને શ્રીશૈલ પર મલ્લિકાર્જુન, ઉજ્જૈનમાં મહાકાલ, ઓંકારેશ્વર, અમલેશ્વર... પરલીમાં વૈદ્યનાથ અને ડાકિનીમાં ભીમશંકર, સેતુબંધમાં રામેશ્વર, દારુકાવનમ...
બીલીપત્ર શિવલિંગ ઉપર ચડાવવામાં આવે છે. બીલી વૃક્ષના મૂળમાં શિવજીનો વાસ છે, માટે તેના ક્યારાને જળથી ભરપૂર રાખવો જોઇએ. બીલીવૃક્ષનું સાધકે પૂજન કરવું જોઇએ અને દીપ પ્રગટાવવો જોઇએ.
આકાશ (એ વિસ્તૃત મહાશૂન્ય જેમાં સંપૂર્ણ બ્રહ્માંડ સમાહિત છે) લિંગનું સ્વરૂપ છે અને પૃથ્વી એની પીઠિકા (આધાર) છે. પ્રલય કાળમાં સમસ્ત સૃષ્ટિ તથા દેવગણ આદિ આ લિંગમાં સમાવિષ્ટ થઈ જાય છે.
હું એ સદાશિવ લિંગને પ્રણામ કરું છું જેમની બ્રહ્મા, વિષ્ણુ તથા અન્ય દેવતાઓ દ્વારા અર્ચના કરવામાં આવે છે, જે સદૈવ નિર્મલ ભાષાઓ દ્વારા પૂજિત છે તથા એ લિંગ જે જન્મ-મૃત્યુના ચક્રનો વિનાશ કરે છે અને મોક્ષ...
હે મોક્ષ સ્વરૂપ, વિભુ, વ્યાપક, બ્રહ્મ અને વેદ સ્વરૂપ, ઈશાન દિશાના ઈશ્વર તથા સૌના સ્વામી શ્રી શિવજી! હું આપને નમસ્કાર કરું છું.
જેમના કંઠમાં સર્પોનો હાર છે, જેમના ત્રણ નેત્રો છે, ભસ્મ જ જેમનું અનુલેપન છે, દિશાઓ જ જેમના વસ્ત્ર છે (અર્થાત્ જે નગ્ન છે), એવાં શુદ્ધ અવિનાશી મહેશ્વર "ન" કાર સ્વરૂપ શિવજીને નમસ્કાર.
શંભુ ચરણે પડી, માંગુ ઘડી એ ઘડી, દુઃખ કાપો; તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા; હું તો મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો, દયા કરી શિવ દર્શન આપો.
શિવ મહિમાનો ના'વે પાર, અબુધ જનની થાયે હાર. સુર બ્રહ્મા પણ કાયમ ગાય, છતાય વાણી અટકી જાય. જેનામાં જેવું છે જ્ઞાન, તે જ રીતે તે ગાયે ગાન. હું પણ અલ્પ મતિ અનુસાર, ગુણલા તારા ગાવું અપાર.
હે ઓંકાર ! હે જગતના સ્વામી તથા પરમેશ્વર ! હે હરિ ! આપની જય હો, જય હો. આપ આપના ભક્તોની પીડા ક્ષણભરમાં દૂર કરી દો છો.
હે ભગવાન ! આપના નિર્ગુણ સ્વરૂપના મહિમાનો પાર પુરુષો જાણતા નથી, કારણકે આપના નિર્ગુણ સ્વરૂપ મનવાણીથી પર છે, તેમજ આપને પુરુષોએ કરેલી સ્તુતિ પણ વર્ણવી શકતી નથી. બ્રહ્માદિનો સંસ્કૃતભાષાનો શબ્દભંડાર પણ...