ગુજરાતી

આકાશ (એ વિસ્તૃત મહાશૂન્ય જેમાં સંપૂર્ણ બ્રહ્માંડ સમાહિત છે) લિંગનું સ્વરૂપ છે અને પૃથ્વી એની પીઠિકા (આધાર) છે. પ્રલય કાળમાં સમસ્ત સૃષ્ટિ તથા દેવગણ આદિ આ લિંગમાં સમાવિષ્ટ થઈ જાય છે.
હું એ સદાશિવ લિંગને પ્રણામ કરું છું જેમની બ્રહ્મા, વિષ્ણુ તથા અન્ય દેવતાઓ દ્વારા અર્ચના કરવામાં આવે છે, જે સદૈવ નિર્મલ ભાષાઓ દ્વારા પૂજિત છે તથા એ લિંગ જે જન્મ-મૃત્યુના ચક્રનો વિનાશ કરે છે અને મોક્ષ...
વર્તમાન સમયમાં આપણી શિક્ષાનો ઉદ્દેશ્ય કેવળ ઉદર નિમિત્ત બની ગયો છે. આજે આપણે આપણી પ્રાચીન શિક્ષા પદ્ધતિને ભૂલી ગયા છે, આ જ કારણે આપણી ધાર્મિક, સામાજિક અને નૈતિક તેમજ શારીરિક, માનસિક અને આત્મિક અવનતિ...
મદ્ય અને માંસ આ બન્ને રાક્ષસ, ભૂત, પિશાચ આદિનો ખોરાક છે; દેવતા અને મનુષ્યનો ખોરાક માંસ નથી. તેથી મનુષ્ય માટે ઉચિત છે કે દેવતાને પ્રસન્ન કરવા માટે પણ પશુની બલી ન ચઢાવે તથા સ્વયં પણ એનું ભક્ષણ ન કરે.
રે મન! તું કૃપાસાગર શ્રી રામચંદ્રના ભજન કર જે ઘોરતમ સાંસારિક ભયોને હરનાર છે, એમના કોમળ હાથ પણ કમળ સમાન છે અને પગ લાલ કમળ સમાન છે.
હે મોક્ષ સ્વરૂપ, વિભુ, વ્યાપક, બ્રહ્મ અને વેદ સ્વરૂપ, ઈશાન દિશાના ઈશ્વર તથા સૌના સ્વામી શ્રી શિવજી! હું આપને નમસ્કાર કરું છું.
જેમના કંઠમાં સર્પોનો હાર છે, જેમના ત્રણ નેત્રો છે, ભસ્મ જ જેમનું અનુલેપન છે, દિશાઓ જ જેમના વસ્ત્ર છે (અર્થાત્ જે નગ્ન છે), એવાં શુદ્ધ અવિનાશી મહેશ્વર "ન" કાર સ્વરૂપ શિવજીને નમસ્કાર.
દીપ જ્યોતિ અમારું કલ્યાણ કરનાર, શુભ કરનાર, અમને આરોગ્ય અને ધન આપનાર, શત્રુનો નાશ કરનાર છે. દીપ જ્યોતિ તમને નમસ્કાર! દીપ જ્યોતિ પરબ્રહ્મ છે, જનાર્દન છે, અમારા પાપોને હરનાર છે તમને નમસ્કાર!
ઈશ્વર સઘળાં પ્રાણીઓને પોતાની માયાથી ભ્રમણ કરાવતાં સર્વ પ્રાણીઓના હ્રદયમાં સ્થિત છે. તો પ્રશ્ન એ થાય છે કે બધું જ શું ઈશ્વર જ કરાવે છે કે શું?
શંભુ ચરણે પડી, માંગુ ઘડી એ ઘડી, દુઃખ કાપો; તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા; હું તો મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો, દયા કરી શિવ દર્શન આપો.